શાહરૂખે જાતે ‘મન્નત’ની દિવાલ પર લખાવ્યું........
‘લવ યુ એસઆરકે’!
‘બાહુબલી’એ પહેલા વીક એન્ડમાં જ સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ સર્જ્યો હોવા છતાં, ફરી એકવાર બારમા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હોય એવો અથવા તો દિલ્હીની સેન્ટ સ્ટિફન કોલેજના એડમિશન જેવો માહોલ છે. દિલ્હીની એ પ્રતિષ્ઠિત કોલેજમાં ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએટ થવાનું એડમિશન ૯૯.૯૯ ટકાએ અટક્યું છે! હવેના સમયમાં ૧૨માના પરિણામ વખતે ૯૦% લાવ્યા છતાં વિદ્યાર્થીનાં માતા-પિતા નિરાશ થઈ શકે એવું વાતાવરણ ‘બાહુબલી’ના સો-દોઢસો કરોડના આંકડા છતાં છે. કારણ, દક્ષિણની આ ફિલ્મ પાછળ ઇન્વેસ્ટમેન્ટ ૨૫૦ કરોડનું છે અને સૌથી પહેલું ટાર્ગેટ એ આંકડો પાર કરવાનું હોય એ સ્વાભાવિક છે. તેને માટેનો બિઝનેસ કેન્વાસ પણ એવો જ વિશાળ રખાયો છે. ‘બાહુબલી’ને મૂળ તેલુગુ અને તમિલમાં તૈયાર કર્યા પછી હિન્દી, મલયાલમ, ઇંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ તેમજ જાપાનીઝ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે! એટલું જ નહીં, કોઇપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ માટે એક સાથે વિશ્વભરમાં ૪૦૦૦ સ્ક્રિન્સ પર રિલીઝ કરવાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
‘લવ યુ એસઆરકે’!
‘બાહુબલી’એ પહેલા વીક એન્ડમાં જ સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ સર્જ્યો હોવા છતાં, ફરી એકવાર બારમા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હોય એવો અથવા તો દિલ્હીની સેન્ટ સ્ટિફન કોલેજના એડમિશન જેવો માહોલ છે. દિલ્હીની એ પ્રતિષ્ઠિત કોલેજમાં ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએટ થવાનું એડમિશન ૯૯.૯૯ ટકાએ અટક્યું છે! હવેના સમયમાં ૧૨માના પરિણામ વખતે ૯૦% લાવ્યા છતાં વિદ્યાર્થીનાં માતા-પિતા નિરાશ થઈ શકે એવું વાતાવરણ ‘બાહુબલી’ના સો-દોઢસો કરોડના આંકડા છતાં છે. કારણ, દક્ષિણની આ ફિલ્મ પાછળ ઇન્વેસ્ટમેન્ટ ૨૫૦ કરોડનું છે અને સૌથી પહેલું ટાર્ગેટ એ આંકડો પાર કરવાનું હોય એ સ્વાભાવિક છે. તેને માટેનો બિઝનેસ કેન્વાસ પણ એવો જ વિશાળ રખાયો છે. ‘બાહુબલી’ને મૂળ તેલુગુ અને તમિલમાં તૈયાર કર્યા પછી હિન્દી, મલયાલમ, ઇંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ તેમજ જાપાનીઝ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે! એટલું જ નહીં, કોઇપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ માટે એક સાથે વિશ્વભરમાં ૪૦૦૦ સ્ક્રિન્સ પર રિલીઝ કરવાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
છતાંય ચિંતા રહે, કારણ કે તેના
બીજા જ સપ્તાહે એટલે કે ૧૭મીએ સલમાન ખાનની ‘બજરંગી ભાઇજાન’ આવે છે. એટલે ‘બાહુબલી’ના
હિન્દી સ્ક્રિન્સ અને ઓડિયન્સ બન્નેમાં નિશ્ચિત મોટો કાપ આવવાનો અને ગમ્મત એ થવાની
કે ‘બીબી વિરુધ્ધ બીબી’નો જંગ એ એક જ પિતાનાં બે સંતાનો વચ્ચેનું દ્વંદ્વ હશે. કારણ
કે BB અર્થાત ‘બાહુબલી’ અને BB એટલે કે ‘બજરંગી ભાઇજાન’ બન્નેના લેખક વી. વિજયેન્દ્ર
પ્રસાદ છે, જે ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજામૌલીના પપ્પા પણ છે. (પિતા લેખક હોય અને પુત્ર
નિર્દેશક હોય એ -‘બોર્ડર’ના- ઓ.પી. દત્તા અને જે.પી. દત્તા જેવી આ સાઉથના બાપ-દીકરાની જોડી છે) હકીકતમાં તો બેઉ પિક્ચરમાં પુરૂષ કલાકારો
મજબુત બોડી બિલ્ડર હોઇ ‘બેઉ બળિયા બાથે વળગ્યા...’ જેવો ઘાટ થવાનો છે. સલમાનને તેના
અભિનય કરતાં શારીરિક સૌષ્ઠવના માર્ક વધારે આપવા પડે એ કોણ નથી જાણતું? જ્યારે ‘બાહુબલી’ના
બન્ને લીડ એક્ટર્સ પ્રભાસ અને રાના રગુબટ્ટીને સ્પેશયલી બોડી બનાવવા એક વરસની ટ્રેઇનિંગમાં
લગાડાયા હતા.
પ્રભાસની બોડી બિલ્ડિંગ માટેનું
મશીન જ દોઢ કરોડ રૂપિયાનું આવ્યું હતું! ‘બાહુબલી’ની સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે ‘જુરાસિક
વર્લ્ડ’ના ટેક્નિશ્યન્સને મોંઘા ભાવે સાઇન કરાયા હતા. ત્રણ વરસમાં તૈયાર થયેલી ‘બાહુબલી’ની
સરખામણીએ આઠ-દસ મહિનામાં બનેલી ‘બજરંગી ભાઇજાન’ સાવ સસ્તા પડતરની પ્રોડક્ટ કહેવાય.
છતાં એ પાકિસ્તાન સહિત ૫૦ દેશોમાં રિલીઝ કરાય એટલે તેનું ઇનિશ્યલ ટેકિંગ જ ટિકિટબારીને
છલકાવનારું સાબિત થવાનું. પાકિસ્તાનમાં, આ લખાય છે ત્યારે (બુધવારે) ઇસ્લામાબાદ અને
કરાંચીના સેન્સર બોર્ડમાંથી થોડા કટ સાથે ફિલ્મ પાસ થઈ છે, લાહોર હજી બાકી છે. (ત્યાં
આપણી માફક આખા દેશનું એક જ સેન્સર બોર્ડ નથી)
પરંતુ, બે દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિ પર પણ પાકિસ્તાનમાં ફિલ્મની સફળતાનો
આધાર રહેવાનો. બાકી જે રીતે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વના થઈને
લગભગ સાડી ચારસો ઇન્ટરનેશનલ સ્ક્રિન્સ બુક કરાયા છે એ જોતાં ‘બજરંગી ભાઇજાન’ માટે ૧૦૦
કરોડ કે ઇવન ૨૦૦ કરોડની અપેક્ષા વધારે ન ગણાય. તેને લીધે જેનું ટ્રેઇલર આ મુવી સાથે
મૂકાવાનું છે તે ‘સલમાન ખાન પ્રોડક્શન’ની આવી રહેલી ફિલ્મ ‘હીરો’નો પ્રચાર પણ એવો જ
પ્રચંડ થવાનો.
‘હીરો’ની રિલીઝ ડેટ માટેનો, ગયા
સપ્તાહે અહીં લખ્યો હતો તે, ગુંચવાડો છેવટે ઉકેલાઇ ગયો અને અનિસ બાઝમીની ‘વેલકમ બેક’ને
ખુલ્લો રસ્તો અપાશે. તેને માટે ‘હીરો’ને ખસેડવાનું નક્કી કરાયું છે. તેથી હવે ‘હીરો’ ચોથી સપ્ટેમ્બરે નહીં, પણ તેના પછીના શુક્રવારે
એટલે કે ૧૧મીએ આવશે અને તે મુજબની તારીખ ટ્રેઇલરમાં હશે. ટ્રેઇલર રિલીઝ કરવાનું પણ
એક મહત્વ લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે જ. અગાઉના સમયમાં ‘યુ ટ્યુબ’ જેવી સગવડો નહતી,
ત્યારે ફિલ્મોની છાપામાં આવતી જાહેરાતમાં ‘સાથે ફલાણા પિક્ચરનું ટ્રેઇલર જુઓ’ એવું
આકર્ષણ પણ લખાતું! આજકાલ એક ટ્રેલરની ચારેકોર ચર્ચા છે. ‘બજરંગી ભાઇજાન’માં પણ અગત્યની
ભૂમિકા કરનાર નવાજુદ્દીન સિદીકીને ચમકાવતી ફિલ્મ ‘માંઝી’નું ટ્રેઇલર. આમિરખાને પોતાના
પ્રોગ્રામ ‘સત્યમેવ જયતે’ની એક સિઝન જેમની સત્યકથા સાથે સમાપ્ત કરી હતી તે દશરથ માંઝીની
લવસ્ટોરી અનોખી છે. પત્નીની યાદમાં એકલે હાથે પહાડ ચીરીને રસ્તો બનાવનાર માઉન્ટેઇન
મેનના ટ્રેઇલરના ‘યુ ટ્યુબ’ પર એક અઠવાડિયામાં ચૌદ લાખ વ્યૂ થયા છે. તેની નીચેની કોમેન્ટ્સમાં
ઘણાએ ઓસ્કાર મળે એવી શક્યતા દેખાડી છે, જ્યારે કેટલાકે એ ટ્રેઇલરને ‘સ્પોઇલર’ પણ કહ્યું
છે; કારણ ફિલ્મની આખી વાર્તા તેમાં આવી જાય છે.
અત્યારનો તો સમય જ એવો છે કે પબ્લિસિટીનું પ્લાનિંગ કરતી વખતે, જેમ ગયા અઠવાડિયે શાહરૂખખાને
કર્યો એવો, ઇવન ટ્રેઇલરની પણ નહીં માત્ર નાનકડા ટીઝરની ઉત્સુકતા ઉભી કરવાનો પણ નવતર
નુસ્ખો અજમાવાય. શાહરૂખની આગામી ફિલ્મ ‘ફૅન’ હજી તો ૨૦૧૬ની ૧૫મી એપ્રિલે આવવાની છે
અને છતાં તેનું ટીઝર ૯મીએ રિલીઝ કરતાં પહેલાં તેણે કેવો ખેલ પાડ્યો હતો? ‘ટીઝર’નો શબ્દાર્થ
‘મસ્તી કરનાર’ એમ કરી શકાય. તેને ટ્રેઇલરની અછડતી આવૃત્તિ પણ કહી શકાય. પહેલાંના જમાનામાં
આવનારા પિક્ચરના ફોટા થિયેટરના કાચના શોકેસમાં મૂકીને ઉત્સુકતા જગાડાતી હતી; એવું જ
કંઇક. પરંતુ, નવ જુલાઇએ સવારે શાહરૂખે પોતાના ‘મન્નત’ બંગલાની બહારની દિવાલ પર કોઇએ
કરેલા ચિતરામણના ફોટા સાથે ટ્વીટ કર્યું. ‘મન્નત’ની કમ્પાઉન્ડ વૉલ પર કોઇએ લખ્યું હતું ‘લવ યુ એસઆરકે(SRK) .... સી યુ
ઓન 15’. સાથે પોતે બળાપો વ્યક્ત કરતા હોય એમ લખ્યું, “તમારા ઘરની દિવાલને કોઇએ ’ને
કોઇએ બગાડી ના હોય એવો કોઇ દિવસ જતો નથી!! શૉક્ડ!!!” અને તે સાંજે જ ‘ફૅન’નું ટીઝર ‘યુ ટ્યુબ’ પર મૂકાયું.
તેનો સીધો મતલબ એ કે ‘ફૅન’ની
પબ્લિસિટી માટે પોતાના બંગલાની કમ્પાઉન્ડ વૉલ પર એ ચિતરામણ ખુદ શાહરૂખે જ કરાવ્યું
હતું. (કેવી ગમ્મત કે જાતે જ પૈસા આપીને લખાવવાનું ‘લવ યુ એસઆરકે’!!) કોઇ આશ્ચર્ય ખરું
કે ‘યુ ટ્યુબ’ પર ગણત્રીના કલાકોમાં જ લાખો લોકોએ એ ટીઝર જોઇ કાઢ્યું. છેલ્લો આંકડો
ત્રણ મિલિયનનો એટલે કે ત્રીસ લાખનો છે. આમ ટ્વીટર જેવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ પબ્લિસિટી
ઉપરાંત કલાકારો પોતાની વાત કહેવા માટે કરતા થયા હોઇ સૌને પોત પોતાના ખુલાસા તરત કરી
દેવાની તક પણ મળે છે. તેમાં કપિલના શોનું સંચાલન હવે કોણ કરશે એવી ચર્ચાઓને શાંત પાડતી
સ્પષ્ટતા થવા જેવી સફળતા પણ મળે અને ક્યારેક અભિજીત અને હેમામાલિનીના ટ્વીટ જેવા લોસ્મોચા
પણ વાગે, જે મામલાને ઓર ગુંચવે.
કપિલની જગ્યાએ અર્શદ વારસી ‘કોમેડી
નાઇટ્સ’નું સંચાલન કરશે એ ન્યૂઝ ખુદ અર્શદે ટ્વીટર પર આપ્યા પછી તો ખુદ ‘કલર્સ’ ચેનલે પણ પોતાના ટવીટર એકાઉન્ટ પર એ જ સમાચાર કન્ફર્મ કર્યા. પણ, તે અગાઉ કેટલાં નામ બજારમાં
ઘૂમરાતાં હતાં? અર્જુન કપૂર, રીતેશ દેશમુખ જેવા એક્ટરોથી માંડીને સાજીદખાન તથા ફિલ્મફેર
એવોર્ડ સમારંભમાં પોતાની સાથે કપિલને રાખીને સંચાલન કરનાર કરણ જોહર સરખા દિગ્દર્શકો
પણ તેમાં ઉમેદવાર ગણાતા હતા. એ દરેકે ટ્વીટ દ્વારા ચોખવટ કરીને પોતાનું નામ અલગ કર્યું.
પરંતુ, અત્યારે ટીવી સર્કલ્સમાં પૂછાતો મોટો સવાલ એ છે કે શું અર્શદ વારસી કપિલ જેવું
તત્કાળ રિસ્પોન્સનું હાજરજવાબીપણું બતાવી શકશે? (સોચો ઠાકુર!)
No comments:
Post a Comment