‘એપ્રિલ ફુલ’! અમિતાભ બચ્ચન અને આમિર ખાન એક સાથે સ્પીલબર્ગની
ફિલ્મમાં આવશે એવા ગયા સપ્તાહના સમાચાર પહેલી એપ્રિલની ગમ્મત માટે ‘બનાવેલા’ હતા.
‘ફિલમની ચિલમ’ની આ પરંપરા ત્રણ દાયકા જૂની છે અને દર વખતે લેખમાં કોઇને કોઇ રીતે એ
ખુલાસો પણ છુપાયેલો રખાય જ છે કે અપાયેલા ન્યુઝ સાચા નથી. આ વખતે પણ દરેક ફકરાનો પ્રથમ
અક્ષર ભેગો કરીને વાંચવાથી ‘એપ્રિલ ફુલ છે’ એમ વંચાતું હતું. એપ્રિલની પહેલીએ આવી ગમ્મત
કરવાની પ્રથા વિશ્વભરમાં છે અને આ વર્ષે તો ‘ગુગલ’, ‘યુ ટ્યુબ’ તેમજ ઘર આંગણે અમિતાભ
બચ્ચન જેવા સદીના મહાનાયકે પણ આ હલકી ફૂલકી રમતમાં ઝુકાવ્યું હતું.
અમિતાભે પોતાના બ્લૉગનો છેલ્લો દિવસ હોવાનું ૩૧મી માર્ચે જાહેર કર્યું હતું. તો ગુગલે પોતાની વેબસાઈટ પર માહિતી શોધનારને સુગંધની પણ સગવડ મળશે એવી જાહેરાત કરવા ‘ગૂગલ નોઝ’નો વિડીયો પણ ‘યુ ટ્યુબ’ પર અપલોડ કર્યો હતો. તેમાં ગ્રાફિક સાથે દર્શાવાયું હતું કે દાખલા તરીકે, ગુલાબ વિશેની માહિતી માંગો તો એ ફુલની સુગંધ કોમ્પ્યુટરમાંથી આવશે. તમારે કોમ્પ્યુટર કે લેપટોપ અથવા પોતાના સ્માર્ટફોન પાસે પોતાનું નાક (નોઝ) લઇ જવાનું. કદાચ વિશ્વભરમાં કેટલાય લોકોએ પોતપોતાના સ્ક્રિનને સૂંઘ્યો હશે!
અમિતાભે પોતાના બ્લૉગનો છેલ્લો દિવસ હોવાનું ૩૧મી માર્ચે જાહેર કર્યું હતું. તો ગુગલે પોતાની વેબસાઈટ પર માહિતી શોધનારને સુગંધની પણ સગવડ મળશે એવી જાહેરાત કરવા ‘ગૂગલ નોઝ’નો વિડીયો પણ ‘યુ ટ્યુબ’ પર અપલોડ કર્યો હતો. તેમાં ગ્રાફિક સાથે દર્શાવાયું હતું કે દાખલા તરીકે, ગુલાબ વિશેની માહિતી માંગો તો એ ફુલની સુગંધ કોમ્પ્યુટરમાંથી આવશે. તમારે કોમ્પ્યુટર કે લેપટોપ અથવા પોતાના સ્માર્ટફોન પાસે પોતાનું નાક (નોઝ) લઇ જવાનું. કદાચ વિશ્વભરમાં કેટલાય લોકોએ પોતપોતાના સ્ક્રિનને સૂંઘ્યો હશે!
તો ખુદ ‘યુ ટ્યુબે’ પણ ‘૨૦૨૩ સુધી વેબસાઇટ બંધ રહેશે’ની જાહેરાત કરી હતી. કોઇએ એવી પણ મજાક કરી હતી કે ‘ફેસબુક’ હવે ‘ફી’ લેવાનું શરૂ કરશે! પરંતુ, ફેસબુક-ટ્વીટર જેવા સોશ્યલ મિડીયામાં સૌથી વધુ મજાક એ દિવસોમાં રજૂ થયેલી ‘હિમ્મતવાલા’ની થઇ. અજય દેવગન અને તમન્નાને ચમકાવતી સાજીદખાનની એ ફિલ્મ વિશેની કોમેન્ટ્સ કદાચ ‘અજીત જોક્સ’ અને ‘રજનીકાન્તની રમૂજો’ને સ્પર્ધા પૂરી પાડે એટલા વિપુલ પ્રમાણમાં થઇ. એક રીતે કહીએ તો ‘કાબે અર્જુન લૂટીયો, વહી કોમેન્ટ વહી જોક્સ’નો કિસ્સો થયો છે. કેમકે ભૂતકાળમાં સાજીદે પોતાની મજાકીયા સ્ટાઇલમાં ભલભલી ફિલ્મો તેમજ કેટલાય જૂના કલાકારો અને તેમની સ્ટાઇલ્સની ફિરકી નિયમિત રીતે લીધે રાખી હતી. એટલે સાજીદ ‘એ જ લાગનો હતો’ની લાગણી અનુભવનારા પણ ફિલ્મ ઉદ્યોગમાં ઓછા નહીં હોય. (સાજીદ સુરેશ મેનનને સાથે રાખીને ટીવી પર જે મજાક કરતા હતા તે ઘણીવાર કેવી ‘બિલો ધ બેલ્ટ’ થતી, તેનો દાખલો જોવા નીચે આપેલી લિન્કનો વિડીયો જો જો.)
“આ ‘હિમ્મતવાલા’ જોનારા હિમ્મતવાલા જ હોઇ શકે” જેવી અપેક્ષિત કોમેન્ટથી લઇને “બ્રેકીંગ ન્યુઝ: ‘હિમ્મતવાલા’ વિશેની સારી કોમેન્ટ મળી આવી!!” જેવી રમૂજો પ્રચલિત હતી. તે પૈકીની એક્માં તો “જીતેન્દ્ર અને શ્રીદેવીની ‘હિમ્મતવાલા’ની આ બ્લેક એન્ડ વ્હાઇટ રિમેક છે” એમ કહીને અજય દેવગનના ભીના વાનની પણ મજાક કરી હતી. તો કોઇએ “જસ્ટીસ કાત્જુએ સાજીદખાન માટે પણ માફીની માગણી કરવી જોઇએ” એમ પણ સૂચવ્યું. અન્ય કોઇએ કહ્યું કે સંજય દત્તે માફી નહીં માગીને જેલમાં જવાનું પસંદ કર્યું, કારણ કે એ ‘હિમ્મતવાલા’ જોવાથી બચી શકે. પણ બાપડા સંજુબાબાને શું ખબર કે કેદીઓને સજા તરીકે એ જ પિક્ચર ફરજિયાત જોવાનું હશે!
ફિલ્મ ઉદ્યોગમાં નસીબને માનનારાઓ કહે છે કે “ફિલ્મમાં આઇટમ સોંગ માટે લવાયેલી લકી સોનાક્ષી સિન્હાનું લક પણ ‘હિમ્મતવાલા’ને બચાવી ના શક્યું!” ૧૯૮૩માં મૂળ ‘હિમ્મતવાલા’ ફિલ્મ રજૂ થઇ ત્યારે પણ શ્રીદેવીનાં અંગો, ખાસ કરીને તેના ખુલ્લા પગ, પર દેખાતા તંદુરસ્તીના થરના ક્લોઝઅપને લીધે ગોસીપ મેગેઝીનોએ ‘શ્રી’ને ‘થન્ડર થાઇ’ એવું ઉપનામ પણ આપ્યું હતું. એ ‘હિમ્મતવાલા’ની સ્ટોરી કે એક્ટિંગ કરતાં પણ વધારે તેમાંના ભપ્પી લહેરીના સંગીન સંગીત અને રંગીન માટલાં સાથે ભડકદાર વસ્ત્રોમાં નાચતા ઢગલાબંધ ડાન્સર્સનું વધારે આકર્ષણ હતું. કદાચ તેથી જય વસાવડા જેવા ફિલ્મોનું નિયમિત મૂલ્યાંકન કરતા લેખક મિત્રએ તો સરસ પંચ કર્યો. તેમણે ‘શોલે’ જેવા માસ્ટરપીસની જે હાલત રામગોપાલ વર્માએ કરી હતી, તેને આવરીને લખ્યું કે “આ ‘હિમ્મતવાલા’ એ ‘સાજીદખાન કી આગ’ છે!”
જો ‘શોલે’ જેવી અત્યંત રસપ્રદ સ્ક્રિપ્ટને પણ બોરીંગ ફિલ્મમાં તબદીલ કરી શકાતી હોય, તો મૂળ ‘હિમ્મતવાલા’ જ વળી કઇ ક્લાસિક હતી? (કૂવામાં હોય તો હવાડામાં આવે ને?!) ‘શોલે’ વિશેની એક ઇન્તજારી આજે પણ છે. તે ૧૫મી ઓગસ્ટની રજાઓના દિવસોમાં ૧૯૭૫માં રિલીઝ થઇ હતી અને છતાં આજે ૩૮ વર્ષે પણ તેના ભરપૂર કૂવામાંથી તાજો વકરો કાઢવાની કોશીશ સફળ થશે કે કેમ? ‘શોલે’ના કોપી રાઇટ -અધિકારો- વિશે દિગ્દર્શક રમેશ સિપ્પી અને પરિવારજનોના આંતરિક અદાલતી વિવાદનો જો સુખદ અંત આવી જશે, તો ૨૦૧૩ની ૧૫મી ઓગસ્ટની રજાઓમાં ‘શોલે’નું ‘થ્રી ડી’ સ્વરૂપ થિયેટર્સમાં રજૂ થઇ જશે.
જો કે હવે ફિલ્મોની રજૂઆત માટે કોઇપણ સમય સારો ગણાતો થઇ ગયો છે. મોટાભાગના નિર્માતા-વિતરક આજકાલ પરીક્ષાઓ કે ઇવન આઇપીએલની ક્રિકેટ મેચોની પણ ચિંતા ક્યાં કરે છે? ક્રિકેટની આ રંગબેરંગી ટુર્નામેન્ટમાં શાહરૂખખાન, પ્રીટિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર્સ સક્રિય હોવા છતાં આ મહિને, એપ્રિલમાં, પણ એકેય શુક્રવાર ખાલી નથી. અત્યારે આટલી ફિલ્મોની લાઇન તો લાગેલી જ છે... ૫ એપ્રિલે ‘ચશ્મેબદ્દુર’, ૧૨મીએ ‘નૌટંકી સાલા’ અને ‘કમાન્ડો’, ૧૯મીએ ‘એક થી ડાયન’ અને ૨૬મીએ ‘આઇ લવ એનવાય’! ફિલ્મના ધંધામાં આજના સમયમાં સો વાતની એક વાત એ છે કે જો પિક્ચર સારું બન્યું હશે તો ચાલશે જ. બાકી પરીક્ષાઓ કે આઇપીએલની ક્રિકેટ મેચો એ બહાનાં હશે. આઇપીએલની મેચો ‘હિમ્મતવાલા’ રજૂ થયા પછી શરૂ થઇ હોઇ તેના સર્જકો તો ક્રિકેટ મેચોને લીધે કલેક્શન નહીં મળ્યાનો પણ બચાવ નહીં કરી શકે! સોચો ઠાકુર!!
જાવેદ
અખ્તરે એક પુસ્તકના વિમોચન સમારંભમાં પોતાની પહેલાં બોલેલા એક વક્તા (શબાના?)ને સંબોધીને
કહ્યું, “જ્યાદા સે જ્યાદા શબ્દોં મેં આપને જો કમ સે કમ બાત કહી ઉસકી મૈં દાદ દેતા
હું!”
સલિલ સર,
ReplyDeleteહિમ્મતવાલાના મારા રીવ્યુ પછી આજે મહેફિલ માણી રહ્યો છું... આટલી સરળતાથી કેમ વહેવાય એ હું ક્યારે શીખી શકીશ? હિમ્મત હોય તો જોવાય વાળી વાતને આવરી લેવા માટે આભાર....
સેમ
બહુ સહેલું છે, સૅમ..... લખતી વખતે આપણને પોતાને ખુબ મઝા પડવી જોઇએ.... એક વાચક તરીકે!
Deletevery true Salilbhai, To watch himmatwala needs courage. means Himmat.
ReplyDeleteવાહ...
ReplyDeleteઆપકો હમ દાદ દેતે હૈ...