બૉલીવુડના
‘યુધિષ્ઠિર’નો રથ
‘યે તો હોના હી થા!’ જ્યારથી દીપિકાએ એકની પાછળ બીજું
એમ ૧૦૦ કરોડની કમાણી કરાવનારી ફિલ્મોની લાઇન લગાડી હતી, ત્યારથી તેના મહેનતાણામાં ફુગાવાની
આશંકા હતી જ. હવે એ ખુલાસો થઈ રહ્યો છે કે સંજય લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ માટે
દીપિકાએ હીરોઇનો માટેની સૌથી વધુ ‘ફી’ લઈને એક નવો રેકોર્ડ કર્યો છે. દીપિકાએ કરણ જોહરની
ફિલ્મ ‘શુધ્ધિ’નો ઇનકાર કર્યો, તે વખતે કોઇને ખ્યાલ નહતો કે તેમાં કોઇ આર્થિક કારણ
પણ હશે. હવે લાગે છે કે ‘આઇપીએલ’ની જેમ અહીં પણ આ સેન્ચુરી પ્લેયરને ‘હાઇએસ્ટ બીડર’ની
ટીમ લઈ ગઈ. કેમ કે ‘બાજીરાવ મસ્તાની’ માટે દીપિકાને અધધધ.... આઠ કરોડ રૂપિયામાં સાઇન
કરાઇ છે!
દીપિકાનું અત્યારે,
પત્તાંની ભાષામાં કહીએ તો, જબ્બર પાનું ચાલે છે. એટલે એ ‘વૉગ’ જેવા ફૅશનના સૌથી જાણીતા
મેગેઝીનના કવર પર પણ આ મહિને ચમકવાની છે. (આ પ્રગટ થતા સુધીમાં તો ચમકી પણ ચૂકી હશે.)
એ સામયિકને શોભે એવા હિંમતભર્યા ફોટા પડાવ્યાની
ચર્ચા ગયા મહિને હતી. તે વખતે એવી વાત પણ આવી હતી કે દીપિકાએ પોતાની પીઠેથી (હકીકતમાં
તો બોચીએથી!) રણબીર કપૂર નામનું - ‘આર.કે.’નું - ટેટુ કઢાવી નાખ્યું છે. એવાં છૂંદણાં
જ્યારે પણ ત્રોફાવાય, ત્યારે આજીવન સાથે રહેવાના કૉલ સાથે છપાતા હોય છે. પણ રણબીરને
અન્ય સ્ત્રી મિત્ર (‘અભિનેત્રી’ એમ વાંચો!) સાથે રંગે હાથો પકડ્યા પછી દીપિકાએ તે સંબંધ
તોડી નાખ્યો હતો.
જો કે તેણે ટૅટુ કઢાવી
નાખ્યાની વાતને શંકાથી જોનારા એમ પણ કહે છે કે જે ઠંડા પીણાની જાહેરાતમાં એ છૂંદણું
ગાયબ થયાનું દેખાય છે, તેમાં કોમ્પ્યુટરના ફોટોશોપ સૉફ્ટવૅરની પણ કમાલ હોઇ શકે છે. દીપિકાની એ ઍડ અનુરાગ
કશ્યપે બનાવી છે. અત્યારે અનુરાગ કશ્યપ અમિતાભ બચ્ચનની પ્રથમ ટીવી સિરીયલ ‘યુધ્ધ’ના
ડાયરેક્ટર તરીકે પણ ચર્ચાતું નામ છે. સામે એક વાયકા એવી પણ આવી છે કે તેમના નિર્દેશનમાં
બની રહેલી ફિલ્મ ‘બૉમ્બે વૅલ્વેટ’ પૂરી કર્યા પછી ઇન્ડિયાને કાયમ માટે ‘રામ રામ’ કરીને
પરદેશની ધરતી પર સ્થાયી થવાના છે. અનુરગ સર્જિત અમિતાભ બચ્ચનની સિરીયલ ‘યુધ્ધ’ને ‘કેબીસી’
જેવો આવકાર મળે એ માટે બચ્ચન દાદા કોઇ કસર બાકી નહીં રાખે. સિરીયલમાં અમિતાભ બચ્ચનનું
નામ ‘યુધિષ્ઠિર’ છે. એ રીતે જોઇએ તો મહાભારતના ધર્મરાજાની જેમ બોલીવુડના આ રાજાનો રથ
પણ સોશ્યલ મીડિયાના રણ મેદાનમાં લાખ્ખો અનુયાયીઓ સાથે આજકાલ ચાર આંગળ અધ્ધર છે. ગયા
અઠવાડિયે જ અમિતજીએ ટ્વીટ કરીને ‘ફેસબુક’ પર પોતાના ૧૩ મિલીયન (એક કરોડને ત્રીસ લાખ)
અને ટ્વીટર પર ૯ મિલીયન (નેવું લાખ) ફૉલોઅર્સ હોવાનું ગૌરવભેર જાહેર કર્યું હોઇ સોશ્યલ
મીડિયા પર ‘યુધ્ધ’નો પ્રચાર યુધ્ધના ધોરણે થવાનો એ નક્કી.
અમિતાભ બચ્ચન માટે
તો ક્યાં બ્લૉગ પર તેમના લાંબા પણ સરસ અભિવ્યક્તિવાળા રોજીંદા આલેખોને મળતા પાંચસો-
હજાર કે ક્યારેક બે હજાર પ્રતિભાવો અને ક્યાં આ રોજ લાખોની સંખ્યામાં વંચાતા તેમના
ટ્વીટ્સ અને ફેસબુકના ટચૂકડા સંદેશાઓ! ટ્વેન્ટી ટ્વેન્ટીના આ જમાનામાં લોકોને પણ ‘થોડામાં
ઘણું’ જ વાંચવાનું ગમતું હોય છે. (ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ૨૫ બોલમાં ૮૭ રન ઝૂડી નાખનાર
સુરેશ રૈના સાથે જ શ્રુતિ હસન કે વિરાટ કોહલી સરખા ધુંઆધાર બેટધર સાથે જ અનુષ્કા શર્મા
જેવી રૂપાળી હીરોઇનો ડેટ પર જતી હોય છેને?) બચ્ચન બાબુએ હમણાં તેમના લગ્નજીવનની એકતાલીસમી
વર્ષગાંઠ પત્ની જયાજી મુંબઈમાં હાજર નહોઇ દીકરા અભિષેક સાથે ઘરમાં સળંગ બે પિક્ચર જોઇને
ઉજવી એ ન્યૂઝ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. પણ તેમના લગ્નને ૪૧ વરસ થયાં એમ એ
જાહેર કરે તો તેના પગલે અભિષેક બચ્ચન ૩૮નો થયાની યાદ તાજી થાય અને પાછળ જ ‘અભિ’થી બે
વરસ મોટી ઐશ્વર્યાએ પણ ૪૦નો ઉંબરો વટાવ્યાની જાણ થાય.
છતાંય ઐશ્વર્યા ‘લાઇફ
બિગીન્સ એટ ફોર્ટી’ એવું કશું જ કહ્યા વગર સંજય ગુપ્તાની ફિલ્મ ‘જઝ્બા’ માટે વિદેશી
સ્ટંટ માસ્ટર પાસે ટ્રેઇનિંગ લેવા તૈયાર થઈ છે. એ જ રીતે પ્રિયંકા ચોપ્રાએ પણ બોક્સિંગ
ચેમ્પિયન મેરી કૉમની જીવનકથાને પડદા પર સાકાર કરવા પ્રોટીન શેક પીને અને ટ્રેઇનરની
બતાવેલી કસરતો કરી કરીને વજન અને મસલ્સ વધાર્યા હતા. પરંતુ, તેના પછી સેટ પર ગયેલી
ઝોયા અખ્તરની ફિલ્મ ‘દિલ ધડકને દો’ માટે વજન ઉતારવાનું કહેવામાં આવ્યું. એટલે વળી પાછા
જિમ અને ટીચરના હવાલે અને થોડાંક જ સપ્તાહમાં ‘પી.સી.’એ સાત કિલો વેઇટ ઉતારીને ‘ફેશન’ની
હીરોઇન જેવા શેઇપમાં આવી ગઈ છે. પરંતુ, ઘણાને એમ છે કે આવું ઝાઝુ વજન ઉતરવામાં તેના
ભૂતપૂર્વ બિઝનેસ મેનેજર જાજુનો પણ ફાળો હશે. પ્રિયંકાના આ એક સમયના આ રહસ્ય સચિવ સંજય
બારૂ વાળી કરી રહ્યા છે. બારૂએ ‘એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ લખીને સનસનાટી કરી
હતી, જ્યારે પ્રકાશ જાજુ પોતાની કથા આલેખી રહ્યા છે અને તેને પુસ્તક રૂપે નહીં, પણ
ફિલ્મ સ્વરૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છે.
તેમની એ ફિલ્મ ‘સિક્સટી
સેવન ડેઝ’માં પ્રકાશભાઇ તેમનાં જૂનાં શેઠાણી પ્રિયંકા વિશે ઝાઝો પ્રકાશ પાડશે, એ ભીતિને
કારણે પ્રિયંકાએ લીગલ નોટિસ મોકલ્યાના સમાચારો અખબારોમાં આવ્યા હતા. ત્યારે ઘણાને યાદ
આવ્યું હતું કે પ્રિયંકાના પિતાજીની ફરિયાદને આધારે જાજુની ધરપકડ પણ થઈ હતી. તેમના
બાકી નીકળતા કહેવાતા અમુક લાખ રૂપિયા વસુલ કરવા પ્રકાશ જાજુએ પ્રયાસ કર્યા પછી તે દિવસોમાં
તેમને બે મહિના જેવું જેલમાં પણ રહેવું પડ્યું હતું. એ વાત ૨૦૦૮ની અને એ પછીનાં પાંચ-છ
વર્ષ વાતાવરણ ઠંડું રહ્યા પછી જાજુ હવે પાછા આવ્યા છે. આ વખતે તેમની સાથે પ્રિયંકાના
મોડેલિંગના દિવસોના ‘મિત્ર’ અસિમ મર્ચન્ટ પણ જોડાયા છે. અસિમ એ ફિલ્મ ‘સિક્સટી સેવન
ડેઝ’નું દિગ્દર્શન સંભાળવાના છે. પ્રિયંકાએ ફિલ્મને બનતી રોકવા આપેલી નોટિસ અંગે અસિમભાઇએ
ખુલાસો કર્યો છે કે “અમે તો પ્રકાશ જાજુના જીવનની ફિલ્મ બનાવીએ છીએ, પ્રિયંકાની નહીં.
તે તો તેમાં એક ચેપ્ટર જ છે.” એ ‘પ્રકરણ’ કેવું હશે? છેવટે એવું પણ બને કે કોઇ રીતે
કૉમ્પ્રો એટલે કે ‘માંડવાલી’ થાય તો ફિલમ અભરાઇએ પણ ચઢી જાય, કોને ખબર?
તિખારો!
કરણ જોહરના ‘કૉફી’ શોમાં દીપિકા
અને સોનમ કપૂર આવ્યાં, ત્યારે કરણે દીપિકાને પૂછ્યું હતું કે “રણબીરે શાની જાહેરાતમાં
મોડેલીંગ કરવું જોઇએ?” ત્યારે તેણે કહ્યું હતું, “કોન્ડોમ.” (એ એક જ શબ્દના જવાબમાં કેટલું બધું કહી દીધું હતું,
દીપિકાએ!)
No comments:
Post a Comment