મલ્ટિસ્ટારર ફિલ્મનો વકરો ‘કાઇપો છે’!
અમિતાભ બચ્ચનના સંચાલન હેઠળના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું ટૂંકાક્ષરી નામ ‘કેબીસી’ છે, એમ જેમાં ‘ગુજરાત કી ખુશ્બુ’ ભરપૂર છે એવી ફિલ્મ ‘કાઇ પો છે’ને ‘કેપીસી’ કહેવાય કે? એ બિનગુજરાતીઓ કહી શકે. કેમકે ફિલ્મની પબ્લીસીટીમાં ‘કાઇ’ અને ‘પો’ જુદા દેખાડ્યા છે અને તેથી એમ કહી શકે. પણ ‘કાપ્યો’નું સુરતી સ્લેંગમાં ‘કાઇપો’ થયું હોઇ એ એક જ શબ્દ છે. જો કે એ ય ખરું કે જ્યારે આ ઓછી જાણીતી સ્ટાર કાસ્ટવાળી ફિલ્મે જે ધમાકેદાર શરૂઆત કરી છે એ જોતાં શબ્દોના આ પિષ્ટપિંજણમાં પડવાની ક્યાં જરૂર છે? હકીકતમાં તો તેની સાથે એ જ શુક્રવારે રિલીઝ થયેલી અને જાણીતા કલાકારોવાળી ફિલ્મ ‘ઝિલા ગાઝિયાબાદ’ કરતાં સારો વકરો મેળવ્યો હોઇ એ બે પિક્ચરોના પેચમાં ‘કેપીસી’ સાથે સંકળાયેલા સૌ “કાઇપો છે” એમ બૂમ મારી શકે!
‘ઝિલા ગાઝિયાબાદ’માં કોણ કોણ છે? સંજય દત્ત, વિવેક ઓબેરોય, પરેશ રાવલ, અરશદ વારસી,
રવિ કિશન, ચંદ્રચુડસિંગ, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, ગીતા બસરા વગેરે વગેરે અને છતાં
એક અવલોકનકારે એક પાયાનો સવાલ પૂછ્યો છે.... “રિવ્યુ લખનારે તો બધી જ ફિલ્મો જોવી પડે
એટલે એ જુએ. પણ આ બધા સ્ટાર્સ કે પછી ખુદ ફિલ્મ બનાવનારા સુધ્ધાં શું આખું પિક્ચર જોઇ
શકે ખરા?” (તો અન્ય એકે ટાઇટલ કર્યું છે, ‘ઓહ ગૉડઝિલા!’) તેથી ચિંતા એક જ થાય કે ગાઝિયાબાદ
જિલ્લાના લોકોએ વાંધો લીધાની સાચી ખોટી વાતો મિડીયામાં ના ચમકી હોત તો કેવું કલેક્શન
હોત? હવે એ જ નિર્દેશક ‘મેરઠ જંક્શન’ બનાવવાના
છે અને તે માટે બોની કપૂરના દીકરા અર્જુન કપૂરને લેવા માગતા હતા. પણ આશ્ચર્યની વાત
એ છે કે અર્જુન પાસે આવતાં બે વરસ સુધી તારીખ નથી. (એ કોણ હસ્યું?!)
અર્જુન
બોની કપૂરનો દીકરો અને અનિલ કપૂરનો ભત્રીજો તથા સોનમ કપૂરનો કઝિન હોઇ ‘મિસ્ટર ઇન્ડીયા’ની સિક્વલ જેવી હોમ પ્રોડક્શનમાં વ્યસ્ત રહેવાનું કારણ સત્તાવાર
રીતે કહી શકે અને કોને ખબર એ સાચું પણ હોય!
(જો કે તેના કરતાં મોટું અચરજ એ છે કે હવે દિગ્દર્શક અભિષેક બચ્ચનનો સંપર્ક
કરી રહ્યા છે!) પણ ‘મિસ્ટર ઇન્ડીયા’ હોય કે ‘બેતાબ’ એના એ જ નામની બીજી ફિલ્મ બનાવવાની નવી ફોર્મ્યુલા ઇન્ડસ્ટ્રીના
હાથમાં આવી ગઇ છે. એટલે ‘બેતાબ’ જો સની
દેઓલની પહેલી ફિલ્મ હતી તો તેના દીકરા રૉકીને હીરો તરીકે પ્રસ્તુત કરતા પ્રથમ પિક્ચરનું
નામ શું હોય? અફકોર્સ એ ‘બેતાબ -ટુ’ જ છે!
સિક્વલ
માટેનું એવું ‘ટુ’ કે ‘થ્રી’નું લટકણિયું લગાડેલી
ફિલ્મોને અર્થશાસ્ત્રનો ડીમીનીશીંગ રિટર્નનો
પ્રિન્સીપલ (ગુજરાતીમાં શું કહે છે એને?...‘ઘટતા સીમાંતનો સિધ્ધાંત’ જ ને? તે) લાગુ
પડવાનો શરૂ થયો હોય એવું ‘મર્ડર થ્રી’ને મળેલા, તેની સ્ક્રીપ્ટ જેવા, ઢીલા
પ્રતિસાદ પછી લાગવા માંડ્યું છે. એટલે આ વરસે રામ ગોપાલ વર્મા એ ‘સત્યા-ટુ’ અને ‘અબ તક છપ્પન-ટુ’ એમ બબ્બે ‘ટુ ટુ’ પિક્ચરો મૂકતાં પહેલાં વિચારવું ના જોઇએ? ઇવન ધર્મેન્દ્રનો
દેઓલ પરિવાર પણ ‘યમલા પગલા દીવાના-ટુ’ લઇને આવી રહ્યો
છે.
તેમાં
સની અને બોબી બન્ને સંયુક્ત રીતે ગાયન ગાવાના છે, એવા પણ ન્યુઝ છે. હવે બેઉ દેઓલ દીકરાઓના
ઢાઇ કિલોના અવાજ (“કમીને મૈં તુઝે જિન્દા નહીં છોડુંગા..”)ની ખડતલ ક્વોલીટી જાણનારા
સૌને, ‘હમ દિલ દે ચૂકે સનમ’માં અજય દેવગન જે રીતે “ચિનગારી
કોઇ ભડકે...” ગાઇને આપણા કાનને ભડકાવે છે એ યાદ આવી જાય તેમાં શી નવાઇ? એટલે દેઓલ
બંધુઓએ પોતાની સૌથી ‘મજબુત’ ટેલેન્ટને હાઇલાઇટ કરવાની પ્રાથમિકતા રાખવી જોઇએ એમ માનનારા
આજકાલ માધુરી દીક્ષિતનો દાખલો આપતા હોય છે.
માધુરીએ
પોતાની નૃત્યની કળાને કેન્દ્રમાં રાખીને તાજેતરમાં ‘ડાન્સ વીથ માધુરી ડોટ કોમ’નો આરંભ કર્યો. આ ઓનલાઇન ડાન્સ શીખવતી સંસ્થા
હશે. આ સવલત ઇન્ટરનેટ પર અને ફોનની ‘ઍપ’ તરીકે પણ ઉપલબ્ધ કરાવેલી હોઇ વ્યક્તિ દુનિયાભરમાં
ગમે ત્યાં હોય તેણે ડાન્સના ક્લાસ ભરવા માધુરીને ત્યાં મુંબઈ ના જવાનું રહે. કોઇપણ
વ્યક્તિ પોતાના ટાઇમે, પોતાની ફાવતી જગ્યાએ નૃત્ય શીખી શકે... અને ખાસ તો અન્ય લોકોની
રૂબરૂ નૃત્ય કરવાની શરમ પણ ના રહે! માધુરીની માફક “એક દો તીન....” નો કે પછી ‘ધક
ધક’ જેવો કોઇ પણ ડાન્સ શીખવો હોય તેમને
માટે આરંભના પાઠ નિઃશુલ્ક (સાદી ભાષામાં કહીએ તો, ફ્રી!) છે. અફકોર્સ પછી ધીમે રહીને
ફી શરૂ કરાશે... પણ એ માધુરીએ કહ્યું છે એમ, ‘ધક ધક’ વધારી દે એવી ભારે નહીં હોય.
“ધક ધક કરને લગા...” એ ગાયનને લીધે માધુરીને અપાર લોકપ્રિયતા મળી અને
તે ‘ધક ધક ગર્લ’ કહેવાઇ એ બધા જાણતા હશે. પણ કેટલાને ખબર હશે કે અસલમાં એ ગીત ફિલ્મમાં
હતું જ નહીં. છેલ્લી ઘડીએ તે મૂકવાનું નક્કી કર્યું અને ત્યારે સ્વાભાવિક જ, માધુરીની
ડેઇટ્સ નહતી. એટલે છેવટે વિશેષ સહકાર આપીને માધુરીએ ખાસ રાતના સાતથી બે વાગ્યાની લેટ
નાઇટ શીફ્ટ કરી. એવી પાંચ રાતની મહેનત પછી એ ગાયન બન્યું. એ ગીત સાથે ‘બેટા’ ફિલ્મ રજૂ થઇ અને રચાયો માધુરીની લોકપ્રિયતાનો
નવો ઇતિહાસ. સાથે સાથે તે ગીતમાંની તેની સેક્સી અદાઓ પછીની મિડીયામાં આવેલી કોમેન્ટ્સ
યાદ કરીએ ત્યારે આજકાલ થતી વીણા મલિકના રેકોર્ડની ચર્ચાઓનો પણ વિચાર આવે.
વીણા
મલિકે હમણાં ૨૬મી ફેબ્રુઆરીએ પોતાના જન્મદિનની ઉજવણી ‘ધી સીટી ધેટ નેવર સ્લીપ્સ’ના પ્રમોશન માટે યુવાનોને પોતાનો હાથ ચુમવા
દીધો હતો. લાઇનસર ઉભેલા એકાદ બે કે પાંચ પચીસ નહીં, પણ પૂરા ૧૩૭ જુવાનિયાઓએ વીણાને
હાથે પપ્પી કરી! કહેવાય છે કે, તે એક નવો જ રેકોર્ડ સ્થપાયો. આ અગાઉ એવો વિક્રમ સલમાનખાનનો
હતો એમ કહેવાય છે. સલમાનના સંચાલનવાળા ‘બીગ બોસ’ના એક કરતાં વધુ કેમેરામાં ઝડપાયેલાં
અસ્મિત પટેલ સાથેનાં ‘લાઇવ’ દ્રશ્યો, જેના પગલે પાકિસ્તાનમાં તેની સામે જબરદસ્ત હોબાળો
થયો હતો; એ બધા છતાં વીણા મલિક કહે છે કે પોતે એક શરમાળ વ્યક્તિ છે! (એક વિચાર એ પણ
આવે છે કે તેના હાથને ચુમનારા સૌ શું ગાતા હશે? “અય ‘મલિક’ તેરે બંદે હમ” !!)
તિખારો!
નસીરુદ્દીન શાહ કહે છે કે “વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ ‘ડેઢ ઇશ્કીયા’માં મારે એક્ટીંગ કરવાની જરૂર નથી પડવાની.... કેમ કે મારે માધુરી દીક્ષિત પાછળ ઘેલા થવાનું છે!!”
vaah...
ReplyDelete