‘શોલે’માં “ચલ ધન્નો...” પાછળની
કરુણ કથા!
ધર્મેન્દ્રને ત્યાં
જાણે કે લગ્ન હોય એવો માહૌલ તે સમારંભમાં હતો. પ્રસંગ હતો ‘યમલા પગલા દીવાના-ટુ’ના મ્યુઝિકને આ સપ્તાહે બજારમાં મૂકવાનો અને જ્યોતિષની
ભાષામાં કહીએ તો જેમની કદીક જ યુતિ થતી હોય એવા શાહરૂખખાન અને આમીરખાન સરખા સ્ટાર્સ
એક જ ઘરમાં (હૉલમાં) એક સાથે ઉપસ્થિત હતા. તો રિતિક રોશન અને અક્ષય કુમાર પણ હાજર હતા.
સની અને બૉબી દેઓલ તો ખરા જ! પરંતુ, ગુસપુસ ચર્ચા એ જરૂર હતી કે ‘પરિવાર’ના આ મેળાવડામાં
હેમા માલિની કે એશા દેઓલ વગેરે પૈકીનું કોઇ દેખાતું નહતું.
જો કે દેઓલ કુટુંબને
ન્યાય કરવા એ પણ કહેવું જોઇએ કે માત્ર પુરૂષો માટેની હોય એવી લાગતી એ મહેફિલમાં સની
કે બોબી કોઇની પત્ની પણ હાજર નહતી. માત્ર જુહી ચાવલા, કિરણ જુનેજા અને દિવ્યા દત્તા
જેવી ગણત્રીની જ જાણીતી મહિલાઓ નજરે પડતી હતી. બાકી સુભાષ ઘઇ, રમેશ સિપ્પી, અબ્બાસ
મસ્તાન, રાજકુમાર સંતોષી, રાકેશ રોશન, ચંકી પાન્ડે, રીતેશ દેશમુખ, જહોની લીવર, કુણાલ
કોહલી, અનિલ શર્મા, અનુપમ ખેર એમ જાણીતા પુરુષોની હારમાળાની હતી. ગમ્મત એ હતી કે રિતિક,
શાહરૂખ તથા આમિર જેવા (એ ક્રમમાં!) ડાન્સના માહિર કલાકારો પણ ‘ધરમ સ્ટાઇલ’માં નાચ્યા
અને ધર્મેન્દ્રએ પોતાને ઇન્ડસ્ટ્રીનો ‘નંબર વન ડાન્સર’ કહીને મઝા કરાવી!
ધર્મેન્દ્ર જો કે એ
સમયમાં ચમકેલા સ્ટાર હતા, જ્યારે નાચવું એ મુખ્યત્વે અભિનેત્રીઓનું ક્ષેત્ર હતું. હીરોઇનોને
નૃત્ય કરાવતા ડાન્સ માસ્ટર્સ પણ સ્ત્રૈણ ચેનચાળા કરતા લાગતા. (યાદ કરો મહેમૂદની ‘પડોસન’માંની પેરોડી!) તેથી ડાન્સ એ મર્દાના
કળા નહતી ગણાતી. ઇવન છેલ્લી એકાદ-બે રીલમાં કરવાની આવતી ફાઇટ માટે પણ હીરોલોગ ડુપ્લીકેટનો
ઉપયોગ કરાવતા. આજે તો ડાન્સ હોય કે ફાઇટ આપણા મોટાભાગના સ્ટાર્સ તેમાં નિપુણ છે અને
દરેક ફિલ્મમાં બન્ને કળા માટે હીરો કે હીરોઇન સાથે ડઝનબંધ ફાઇટર્સ અને ડાન્સર્સ પણ
આગળ - પાછળ આવશ્યક હોય છે. તેને કારણે ડાન્સ અને ફાઇટ બન્નેમાં વેરાઇટી તો આવી જ છે,
પણ સલમાનખાનની આવી રહેલી ફિલ્મ ‘મેન્ટલ’ને
પડી એવી મુશ્કેલી પણ થઇ શકે છે.
‘મેન્ટલ’ના
શુટીંગ વખતે કેટલા ફાઇટર્સ ક્યાંના હોય એ મુદ્દે વિવાદ થતાં વાત ગુંચવાઇ હતી. જ્યાં
શુટીંગ કરવાનું હોય ત્યાંના ૭૦ ટકા ફાઇટર્સને લેવાના એસોસીએશનના નિયમના અર્થઘટનને કારણે
અંટસ એવી પડી કે કામ વિલંબમાં પડ્યું. જો કે સાથે સાથે એ પણ કહેવું જોઇએ કે સંગઠનને
કારણે જ આજે એક સ્ટંટમેનને ૩૫૦૦થી ૮૦૦૦ રૂપિયાનો રોજ મળે છે. ઇજા થાય તો સાજા થતાં
સુધી મેડિકલ ખર્ચા ઉપરાંત દર મહિને પચીસ હજાર રૂપિયા જેવી રકમ નિર્માતાએ આપવી પડે વગેરે
જોગવાઇઓ થઇ છે. એ સંગઠન અને સંપના તણખા ‘શોલે’માં
પણ ઉડ્યા હતા.
‘શોલે’માં
હેમા માલિનીને બદલે ‘બસંતી’ બનતી સ્ટંટ વુમન ‘રેશમા’ને ટાંગો ભગાવવાનો હતો. હેમાજીએ
તો ફકત “ચલ ધન્નો... આજ તેરી બસંતી કી ઇજ્જત કા સવાલ હૈ...” જેવા ડાયલોગ બોલવાના હતા
અને સામ્તાપ્રસાદના તબલાંની ધડબડાટી સાથે ધમધમાટ દોડતી ઘોડાગાડી ઉપર પ્રેક્ષકોની તાળીઓ
મેળવવાની હતી. એ શુટીંગ દરમિયાન ડાકુઓના ઘોડાઓથી વધારે સ્પીડમાં પોતાની ‘ધન્નો’ને દોડાવતી
ટાંગેવાલી ‘રેશમા’ને લઇને ઉછળતી-કૂદતી આખી ઘોડાગાડી એક તબક્કે સાચ્ચે જ ઉંધી પડી ગઇ!
અકસ્માત ભારે હતો. પછડાયેલી રેશમા બેભાન થઇ ગઇ હતી. પરંતુ, ત્યારે પણ ફાઇટ માસ્ટર મહંમદ
હુસૈને શુટીંગ ચાલુ રાખવાનો હુકમ કર્યો. શુટીંગમાં હાજર એવા અન્ય માસ્ટર અઝીમભાઇએ કહ્યું
કે “લડકી બેહોશ હૈ”. ત્યારે હુસૈને શું કહ્યું? “બેહોશ હી હુઇ હૈ, મરી તો નહીં હૈ”!
આટલી ક્રુર અને અભદ્ર
કોમેન્ટ સાંભળીને બધા જ સ્ટંટમેન અડી ગયા. સંપથી જાહેર કર્યું કે કામ આગળ નહીં ચાલે.
છેવટે રમેશ સિપ્પીએ મહંમદ હુસૈનને ફિલ્મમાંથી છુટા કરી દેવા પડ્યા હતા. સ્ટંટમેનની
જિંદગીમાં એક સમયે જે સંઘર્ષ હતા, તે જોઇને જ રોહિત શેટ્ટી દિગ્દર્શક થયાને? રોહિતના
પપ્પા ફાઇટ માસ્ટર શેટ્ટી તેમની વિશાળ અલમસ્ત બોડી અને માથે સફાચટ તાલકા સાથે એવા તો
જાણીતા હતા કે લોટ્ટી કરાવેલા કોઇને પણ લોકો ‘શેટ્ટી’ કહેતા. પણ તેમના જીવનનો સંઘર્ષ
જાણતા રોહિત પિતાના પગલે ના ચાલ્યા. તો આજે કરોડો કમાતા નિર્દેશક છે. એવું જ નીલ નીતિન
માટે પણ કહી શકાયને?
તિખારો!
એકતા કપૂરને ત્યાં
ઇન્કમટેક્સના દરોડાને પગલે આવેલાં કાર્ટૂનોમાં તેના ભાઇ તુષારને સૌએ સપાટામાં લીધો.
એવા એકમાં નોટોના ઢગલા સામે ઉભેલા ઇન્કમટેક્સના અધિકારી એકતાને કહે છે કે “આ બધ્ધું
જ છોડી દઉં જો તમે અમને તુષારથી છોડાવો તો!!”
લેખ તો હમ્મેશ મુજબ સરસજ રહ્યો પણ છેલ્લે પંચ લાઈન જેવી તુષાર અંગેની કાર્ટૂન કોમેંટ વાંચવાની પણ મજા પડી.
ReplyDeleteસલિલભાઈ! છેક 70ના દાયકામાં તમારી column વાંચવાની ટેવ પડી - રવિવારે ઉઠીને પહેલું કામ સંદેશની પૂર્તિમાં તમારી column વાંચવાનું - હવે "સલિલ ની મહેફિલ" બૂકમાર્ક કરી લીધી છે - not sure how to "comment" on your FB posts without being a "friend" as "follower" does not seem to work. May I send a "friend" request?
ReplyDeleteSalil Bhai,
ReplyDeleteDay by day your writing style become more and more addictive. Its amazing that you have information about 30-35 years old issues like "Sholey". Superb article as ususal!
Nilesh Leuva
bahu j sara lekh rahayo chhe. guj. ma lakhu chhu. mate sorry. But sholey, stantman, bija badha actor etc badhi mahiti adbhut rahi. kyaa baat hai salilbhai. take care. jayesh deliwala
ReplyDeletejpdeditor@hotmail.com mo. 97129 94923