‘આયેગા
વો પાયેગા’ની,
એવોર્ડ
સમારંભોની, સિઝન શરૂ થઈ છે!
શું ખરેખર જ સલમાન
ખાન ‘બીગ બૉસ’માં થનારા એક મહિનાના એક્સટેન્શન માટે હોસ્ટ નહીં હોય? તેની પાછળ ગયા
વર્ષે ૧૦૦ કરોડનો વકરો કરનારી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની એક હીરોઇન એવી અભિનેત્રી કરિશ્મા તન્ના સાથે ગયા રવિવારે થયેલી
તડાતડી જવાબદાર હશે? શું સાચે જ સલમાનની જગ્યાએ હવે ફરાહખાન એ શોનું સંચાલન કરશે? જેવા
પ્રશ્નો ‘બીગ બોસ’ માટે આજકાલ ચર્ચાઈ રહ્યા છે, તે જેન્યુઇન હશે કે પબ્લિસિટી સ્ટંટ
હશે એ સમજવું મુશ્કેલ હોવા છતાં એક વાત નક્કી છે કે સલમાનનો આ શો માટેનો કોન્ટ્રાક્ટ
ચોથી જાન્યુઆરીએ પૂરો થાય છે. મૂળ યોજના પ્રમાણે તે દિવસે છેલ્લો એપિસોડ હોત. પરંતુ,
હવે તે શોને એક માસ માટે લંબાવવાનું નક્કી કરાયું છે અને તે માટે ‘હાઉસ’માંના તમામ
સ્પર્ધકોને બેસાડીને સંમતિ પણ મેળવી લેવાઇ છે. ત્યારે સલમાન પોતાના ફિલ્મી કમિટમેન્ટ્સને
કારણે કે પછી શોના હરીફો તેની મજાકોને તેના હળવા મુડમાં ન લેતા હોવાને લીધે નવેસરથી
કરાર ન જ કરવા ઇચ્છતા હોય તો નવા હોસ્ટની જરૂર પડે જ. તે માટે અનિલ કપૂર અને કરણ જોહર
સહિતના સંપર્ક થયા બાદ છેવટે ફરાહખાન પર કળશ ઢોળાયો છે.
ફરાહખાનને ૨૦૦ કરોડનો
વકરો કરાવનારી ફિલ્મ બનાવનાર પ્રથમ નિર્દેશક તરીકે તો હાઇલાઇટ કરાય જ છે, ગયા રવિવારે
‘સ્ટારડસ્ટ એવોર્ડ’માં તેમની ‘હેપ્પી ન્યૂ યર’ છવાઇ જતાં અને તેમને ‘બેસ્ટ ડાયરેક્ટર’નો
એવોર્ડ મળતાં તે પુરસ્કૃત નિર્દેશક પણ થયાં છે! આમ તો હવે એવોર્ડ એટલી બધી જાતના થઈ
ગયા છે કે તેનું મહત્વ એક સારા મનોરંજક ટીવી
શોથી વધારે રહ્યું નથી અને લોકો એવી ગંભીરતાથી લેતા પણ નથી. છતાં ‘સ્ટાર ડસ્ટ’નો સમારંભ
૨૦૧૪ની ફિલ્મોને નવાજવાનું પ્રથમ એવોર્ડ ફંક્શન હોઇ તેમાં દરેક વિભાગમાં ઉમેદવારો જોઇને
અન્ય આયોજકોને ‘શ્યોર સજેશન’ મળી શકે. જો કે તેમાં શાહરૂખને ‘સ્ટાર ઓફ ધી યર’ અને ‘હેપ્પી
ન્યૂ યર’ને ‘ફિલ્મ ઓફ ધી યર’ જાહેર કરાઇ હોવાથી નિર્માત્રી તરીકે ગૌરી ખાનને પણ પુરસ્કાર
મળતાં શાહરૂખનું એ મેગેઝીન સાથેનું સમાધાન પાક્કું થયું એમ કહી શકાય. ‘સ્ટાર ડસ્ટ’ના એવોર્ડ ૨૦૦૩થી અપાય છે. પરંતુ, ૨૦૧૨ સુધી એટલે કે
પહેલાં દસ વરસ સુધી શાહરૂખને એક પણ વર્ષે ‘સ્ટાર ઓફ ધી યર’ એવોર્ડ નહતો મળ્યો! અગાઉ
શાહરૂખ અને દીપા સાહી વિષે એક સ્કૂપ સ્ટોરી એ મેગેઝીને કરી ત્યારથી બે વચ્ચે રિસામણાં
થયાં હતાં. સ્ટાર ઇન્ટર્વ્યુ ના આપે અને મેગેઝીન નાની અમથી પણ ગોસીપ ના છોડે.
તેનું પરિણામ એ હતું
કે કોઇ કહેતું કે શાહરૂખને એ એવોર્ડ કોઇપણ ભોગે જોઇતો હતો. જ્યારે વાડની સામી બાજુ
બેઠેલા એમ કહેતા કે મેગેઝીન સાથે શાહરૂખ બોલતા થઈ જાય એ માટે તે સામયિક પ્રયાસ કરતું
હતું. પણ હકીકત એ હતી કે તે દસ વરસમાં દુનિયાભરના એવોર્ડ જીતનાર શાહરૂખને ‘સ્ટાર ડસ્ટ’નો
‘સ્ટાર ઓફ ધી યર’ પુરસ્કાર ના મળ્યો. એ કેટેગરીમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, સંજય દત્ત,
સલમાન ખાન, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, રિતિક રોશન સહિતના અન્ય અભિનેતાઓને આ એવોર્ડ
મળ્યો. પણ ‘સુપર સ્ટાર’ કહેવાતા શાહરૂખની સૌથી સફળ ફિલ્મો એ ગાળામાં આવી હોવા છતાં
તેને લોકપ્રિય ‘સ્ટાર’ હોવાનો એક પણ પુરસ્કાર મળ્યો નહતો. ઠેઠ ૨૦૧૩માં એટલે કે ગયા
વરસે ‘જબ તક હૈ જાન’ માટે એ એવોર્ડ મળ્યો. પરંતુ, કમબખ્તી એ હતી કે તેમાં બે વિજેતા
હતા! શાહરૂખની સાથે અક્ષય કુમારને પણ એ જ કેટેગરીમાં વિનર જાહેર કરાયા હતા.
એ રીતે જોઇએ તો આ વર્ષે
કોઇનાય સહભાગી થયા સિવાય સ્વતંત્ર રીતે પોતે,
પોતાની ફિલ્મ, તેની નિર્માત્રી તરીકે પત્ની ગૌરી અને દિગ્દર્શિકા ફરાહખાન મળતાં ‘કોમ્પ્રો’ પાક્કું થઈ ગયું એમ કહી શકાય. પુરસ્કારોનું
સામાન્ય રીતે એવું હોય કે કેટેગરી અગાઉથી નક્કી હોય અને વાચકો તેમાં મત આપીને વિજેતા
ચૂંટે. પરંતુ, હવે સ્થિતિ બદલાઇ ગઈ છે. વાચકોની પસંદગીના એવોર્ડ તો ખરા જ; સાથે સાથે
સમારંભમાં ઉપસ્થિત રહેનારા મુખ્ય સ્ટાર્સ માટે કોઇને કોઇ કેટેગરી ઉભી કરાય છે. પણ ગમ્મત
ત્યારે થાય જ્યારે અમિતાભ બચ્ચન સરખા અભિનેતાને
‘બેસ્ટ આર્ટિસ્ટ ઓફ ધી મિલેનિયમ’નો એવોર્ડ અપાય, જેનો અર્થ એ થાય કે અમિતજી છેલ્લાં
એક હજાર વર્ષના શ્રેષ્ઠ કલાકાર; જ્યારે હકીકત એ હોય કે તે વખતે ફિલ્મોને ભારતમાં ૧૦૦
વરસ પણ ના થયાં હોય! પછી ગઈ સાલ એ જ પુરસ્કારોના સમારંભમાં ‘સ્ટાર ઓફ ધી સેન્ચુરી’
તરીકે એ પુરસ્કૃત થયા અને હવે આ વર્ષે ઘટતા ઘટતા તેમને ‘આઇકન ઓફ ધી યર’નો એવોર્ડ મળ્યો!
વધારે મઝા એ કે ‘આઇકન’
(પ્રતિમા) એ બહુ મોટું સન્માન હોય તો તેને અર્પણ કરનાર પણ એવા જ ‘આઇકન’ હોય એ જરૂરી
ના હોય. પણ ‘બચ્ચન દાદા’ને એ પુરસ્કાર આપ્યો કોણે? રવીના ટંડને! નો ડાઉટ, રવીના તેના
સમયની ‘મસ્ત મસ્ત’ સ્ટાર. પણ અમિતજીની વરીયતાને અનુરૂપ કોઇ સિનિયર સ્ટાર હોત તો લેવલ
સચવાત. જો કે હવેના સમયમાં એવોર્ડ ફંક્શનમાં હાજરી આપનારા સેલીબ્રીટી પણ સમજતા થઈ ગયા
છે કે જે તે ટ્રોફી એ તેમની ઉપસ્થિતિની સાભાર નોંધ લેવાની પ્રક્રિયા માત્ર છે. એટલે
એવોર્ડ ફંક્શન જોતી વખતે સોશ્યલ ક્લબોમાં ‘મહેમાનો માટેના ફુલહારની વ્યવસ્થા કરનાર
ફલાણા ભાઇનું સન્માન પ્રમુખશ્રી કરશે’ એવી જાહેરાત થાય અને ‘ફલાણાભાઇ’ પણ સુટ-બુટ તેમજ
ફેસિયલ સાથે ઉમંગભેર સ્ટેજ પર જાય અને સર્ટિફિકેટ કે નાનકડો કપ પકડીને ફોટા પડાવતા
હોય છે એ યાદ આવે. તેને લીધે લગભગ તમામ એવોર્ડ સમારંભોમાં થતા આવા ટોકનિઝમને અમે તો
ઘણાં વર્ષોથી ‘આયેગા વો પાયેગા’ કહેતા આવ્યા છીએ. એ સુત્રને સમજી ગયેલા આમિરખાન જેવા
અભિનેતા વર્ષોથી લગભગ કોઇ એવોર્ડ સમારંભમાં જતા નથી.
બાકી આમિરખાનની ફિલ્મો
પણ સેંકડો કરોડના બિઝનેસ કરે જ છેને? તેમની ફિલ્મો પણ સરખામણીએ સેન્સિબલ હોય છે. ત્યારે
પુરસ્કારની ‘જેન્યુઇનતા’(?) સાબિત કરવી હોય તો ભલેને આમિર (કે પુરસ્કારની યોગ્યતા ધરાવતા
કોઇપણ કલાકાર) ફંકશનમાં ના આવ્યા હોય, તો પણ તેમને ‘શ્રેષ્ઠ’ જાહેર કેમ ના કરાય? તેથી
અમારો રસ તો આમિરની રજૂ થયેલી નવી ફિલ્મ ‘પી કે’નો વકરો કેવા રેકોર્ડ કરે છે કે નથી
કરતી તે કરતાં પણ એ જોવામાં વધારે રસ છે કે ૨૦૧૫ના વરસમાં કોઇ એવોર્ડ આપનારી સંસ્થા
એવો નવો ચીલો પાડી બતાવે છે? કેમ કે આ લખાય છે ત્યારે તો ‘પી કે’ની રજુઆત થઈ નથી. પરંતુ,
પિક્ચરનો સ્પેશ્યલ શો જોયા પછી સચિન તેન્દુલકરે તેને પોતે જોયેલી અત્યાર સુધીની બેસ્ટ
ફિલ્મ કહી છે અને આમિરના અભિનયને બેસ્ટ પર્ફોર્મન્સ કહ્યો છે. તો સચિન સરખા ‘આઇકન’ જેવું કોઇ એવોર્ડ સમારંભના આયોજક
કે તેમના મતદારો/વાચકો વિચારશે ખરા? તમને શું લાગે છે?
તિખારો!
પેશાવરમાં ત્રાસવાદીઓએ એકસો ત્રીસ કરતાં વધુ બાળકોને હણી નાખ્યાની ઘટનાના બે દિવસમાં જ આપણા ગીતકાર પ્રસુન જોશીએ લખેલી એક કવિતા ‘સમઝો કુછ તો ગલત હૈ’ની છેલ્લી પંક્તિઓ આવી ચોટદાર છે:
કુછ નહીં બહુત કુછ
ગલત હૈ
ક્યોંકિ જોર સે બારિશ
હોની ચાહિયે થી પૂરી દુનિયામેં
હર જગહ ટપકને ચાહિયે
થે આંસુ
રોના ચાહિયે થા ઉપરવાલે
કો આસમાન સે ફુટફુટ કર
શર્મસે ઝુકની ચાહિયે થીં ઇન્સાની સભ્યતા કી ગર્દનેં.....
અગર ઇસકે બાદ ભી સર ઉઠા કર ખડા હો સકતા હૈ ઇન્સાન
તો સમઝો કુછ ગલત હૈ!
How is this possible, that before release of PK (or other not important movies), Stardust arranges award night? This is pakka fixing.
ReplyDeleteLoved "Aayega who payega". Hope there is a separate article on "PK" now that it is released.
ReplyDelete