Saturday, July 27, 2013

ફિલમની ચિલમ - જુલાઇ ૨૮, ૨૦૧૩


 
સલમાન ‘મૅન્ટલ’નું નામ બદલશે કે સ્પેલીંગ?

શું સલમાનને ‘મૅન્ટલ’ ટાઇટલ ગમતું નથી? આમ તો જો કે એ તેની જુની ગર્લફ્રેન્ડ કટરિનાના તાજા બૉયફ્રેન્ડ રણબીરકપૂરની આવનારી ફિલ્મને ટાર્ગેટ કરતો હોય એમ કહે છે કે ‘બેશરમ’ એવા નામ કરતાં તો તે સારું જ છે. પરંતુ, હકીકત એ છે કે ‘મૅન્ટલ’ એ માનસિક અસ્થિરતા માટે પણ વપરાતો શબ્દ હોઇ તેની જગ્યાએ ‘જય હો’ એવા ટાઇટલની વિચારણા થયાના સમાચાર એક તબક્કે વહેતા થયા હતા ખરા. પરંતુ, પિક્ચરનું નામ એ જ્યોતિષ સહિતની અનેક બાબતો પર આધારિત હોય છે અને તેમાં જો હીરોને પસંદ ના હોય તો ‘બજાતે રહો’ની જેમ નામ નહીં તો સ્પેલીંગ બદલવાની ફરજ તો પડી જ શકે.


‘બજાતે રહો’ના હીરો તુષાર કપૂરને તેમના જ્યોતિષીએ ન્યુમરોલોજીની રીતે ‘બજાતે’ના સ્પેલીંગમાં છેલ્લે ‘ઇ’ પછી ‘વાય’ પણ લગાડવાની સલાહ આપી હતી. એટલે સ્વાભાવિક જ આંકડાશાસ્ત્રનું એ ગણિત વાજતું-ગાજતું (એટલે કે બજાતે હુએ!) પ્રોડ્યુસર પાસે આવ્યું હશે અને સરવાળે ‘બજાતેય રહો’ એમ વંચાય એવા ટાઇટલ સાથે ફિલ્મ રજુ થઇ રહી છે. એવા નવતર સ્પેલીંગ્સ કરવા માટે તુષારની બહેન એકતાકપૂર તો જાણીતી છે જ. પરંતુ, એક ખણખોદીયા ફેશન પત્રકારે તો શોધી કાઢ્યું છે કે, એકતા જે ચંપલ પહેરે છે એ પણ, વિધી કરાવાયેલા છે. એ પોતાનો ડ્રેસ ગમે એટલો મોંઘો પહેરે, પણ ચપ્પલ તો એકતા પેલા ઊંચા પ્લેટફોર્મવાળા જ પહેરે છે! હવે આ બધી વાતો સાચી હશે કે ખોટી એ તો કોણ જાણે. પણ એક હકીકત તો છે જ કે એકતાને ટીવીમાં હોય કે ફિલ્મોમાં સફળતા એકધારી મળે જાય છે. એની આંગળીઓ પર વીંટીઓ, નંગ અને કાંડા પરના દોરા, નાડાછડી વગેરે શ્રદ્ધાની નિશાનીઓ છે. એવા કદાચ આંકડાકીય કારણસર જ તેની નવી ફિલ્મ સિક્વેલ હોવા છતાં નામમાં બગડો (૨) નહીં રખાવ્યો હોય! 



એકતાની સફળ ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ’નું આનુસાંગિક ચિત્ર ૧૫મી ઑગસ્ટે રિલીઝ થાય છે, ત્યારે ‘ક્રિશ-ટુ’ કે ‘ધૂમ-થ્રી’ની માફક નામ પાછળ બગડો કે ત્રગડો લગાડવાને બદલે ટાઇટલ આવું રખાયું છે, ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા’! તે ફિલ્મ ‘વન્સ... દોબારા’ની રજુઆત ૮મીના ઇદવાળા સપ્તાહને બદલે ૧૫મી ઓગસ્ટે કરવાનું નક્કી કરવા પાછળ શાહરૂખની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ને લાઇન ક્લિયર આપવાનો આશય છે. ત્યારે શાહરૂખ પણ ‘એક્સપ્રેસ’ લોકલ ના થઈ જાય તે માટે પોતાની રીતે રાત-દિવસ જોયા વગર પ્રચારમાં લાગ્યો છે. તે જોતાં પ્રથમ તો તેની સરોગેટ બેબીની આસપાસના ન્યુઝ અને પછી તેના નામકરણ (‘અબરામ’)ની ચર્ચાઓ પૂરી થાય તે પહેલાં સલમાન સાથે સમાધાનના સમાચાર પણ મળી જતાં પ્રચારની રીતે મોકળું મેદાન મળ્યું કહી શકાય.


શાહરૂખ અને સલમાનનો વિવાદ- કમ- ઝગડો કટરિનાની બર્થડે પર એ હીરોઇનને કારણે જ થયો હતો. જ્યારે આજે કટરિના તો બન્ને ખાનને તડકે મૂકીને ખુલ્લેઆમ રણબીર સાથે હરે ફરે છે. કટરિના ગયા વરસે રમઝાનની ઇફતાર પાર્ટીમાં સલમાનની બહેનો અલવિરા અને અર્પિતા સાથે જતી હતી. આ સાલ જો કે શાહરૂખ સાથેના અબોલા તૂટતાં સલમાનને  ઇફતાર પાર્ટી ફળી કહી શકાય! સલમાને બોલતા થયા પછી શાહરૂખને તેના ખભાની સર્જરી વિશે પૂછ્યું હશે કે કેમ એ તો કોણ જાણે, પણ કીંગખાનની માફક શબાના આઝમીનો હાથ પણ આજકાલ ઝોળીમાં હોઇ તેની ઇન્ક્વાયરી ઇફતારમાં થતી રહે છે.


શબાનાને સાઉથ આફ્રિકામાં ફ્રેક્ચર થયાનું એ પરિણામ છે. જો કે અત્યારે ચિંતા જાવેદ અખ્તરની થાય એમ છે. કારણ કે શબાનાના કાંડાની સર્જરીની સાથે સાથે તેમની પ્રથમ પત્ની અને ફરહાનનાં મમ્મી હની ઇરાનીને પણ થાયરોડનો હુમલો થયો છે. ત્રીજી બાજુ પુત્ર ફરહાનને એક સ્પોર્ટ્સ સ્ટાર તરીકે ચમકાવતી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ની ટિકિટબારી પરની રેસમાં ‘ડી ડે’ અને ‘રમૈયા વસ્તાવૈયા’ના આગમન છતાં સડસડાટ ૮૦ કરોડના આંકડાને ક્રોસ કરી ગઈ તેનો આનંદ પણ હશે. સ્પોર્ટ્સ સ્ટારને હાઇ લાઇટ કરતા અત્યારના ફિલ્મી વાતાવરણમાં કપિલદેવની કારકિર્દીમાં પ્રાણ સાહેબના ફાળાને પણ યાદ કરતા ચાલીએ.

કપિલની કરિયરની જ્યારે શરૂઆત હતી, ત્યારે કેટલાક નિષ્ણાતોનું મંતવ્ય હતું કે ‘હરિયાણા એક્સપ્રેસ’  જો ઑસ્ટ્રેલિયામાં ટ્રેઇનીંગ લે તો તેની બોલીંગમાં જરૂરી વિશીષ્ટ ધાર નીકળી શકે. પરંતુ, ક્રિકેટ બોર્ડે એ માટે ફંડ નહીં હોવાનું કહીને દરખાસ્તને આગળ ના વધારી. આ વાતને ‘સ્પોર્ટ્સવીક’ના તંત્રી ખાલિદ અન્સારીએ પોતાના સામયિકમાં જાહેર કરી અને લખ્યું કે કપિલને ઑસ્ટ્રેલિયા જવા-આવવાનું વિમાનનું ભાડું તે આપશે. હવે ત્યાંની તાલીમના ખર્ચા માટે કોઇ દાતા સ્પોન્સર આગળ આવે. ત્યારે પ્રાણ સાહેબે કપિલની ઓસ્ટ્રેલિયાની આખી ટ્રેઈનીંગનો ખર્ચો પોતે ઉપાડવાની ઓફર કરી. એટલું જ નહીં, ક્રિકેટ બોર્ડને ખખડાવી નાખતો એક આકરો પત્ર પણ લખ્યો. (“તમારી તાકાત ના હોય તો હું પૈસા આપીશ. પણ આ છોકરાને મોકલો...” વગેરે વગેરે!) પરિણામ?  છેવટે બોર્ડે જ ખર્ચ ઉઠાવ્યો. પરંતુ, કપિલે એક ઇન્ટર્વ્યુમાં કહેલું છે કે જો પ્રાણ સાહેબે  બોર્ડને એ પત્ર ના લખ્યો હોત તો પોતાની તાલીમ શક્ય ના બની હોત! (અને તો કપિલ વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી પણ બન્યો હોત કે કેમ? સોચો ઠાકુર!) 





તિખારો!
રણબીર કપૂરને પૂછાય કે ‘ડી ડે’ના મુખ્ય વિલન કોણ બને છે? તો એ શું કહે?.... ‘ડે ડી’!! 













5 comments:

  1. સલિલ સર,

    સલમાન અને શાહરુખની વાતો હવે બોર કરવા લાગી છે અને એ રીતે જ કેટરીના-રણબીરની વાતો પણ... એમ છતાં જ્યારે તમે કોઈ વાત આપો તો નવી રીતે માણવાની મોજ જ પડે... રવિવાર સુધારવા બદલ આભાર....

    સેમ

    ReplyDelete
    Replies
    1. આભાર સૅમ.... કટરિના અને રણબીરના સ્પેન વેકેશનના ફોટા અત્યારે જુલાઇના ચોથા વીકમાં મિડીયામાં હાઇલાઇટ થઇ રહ્યા છે. જ્યારે એ બન્ને સુલેહ કરવા સ્પેન જશે, એ સ્કૂપ અહીં ૭મી જુલાઇએ આપી દેવાયું હતું. એ રીતે મને પણ લખવાની મોજ પડે છે!

      Delete
  2. Tamar lekh vanchva ni maja aur chhe, ghana varsho , sandesh ma tame vachya ,,,khub khub lakho & ane ame vanchta rahiye.

    ReplyDelete
  3. its very amazing to read you, so many we read in 'film ni chilam,
    khub khub lakho & ame vanchiye..

    ReplyDelete
    Replies
    1. Thanks, Yogeshbhai for your appreciation, it encourages me.

      Delete