‘બિગ બી’ ફિલ્મી પાર્ટીઓના યજમાન બી ‘બિગ’ છે!
‘પીનેવાલોં
કો પીને કા બહાના ચાહિયે’ એ જ નિયમ અનુસાર ‘ફિલમવાલોં કો પાર્ટી કા બહાના ચાહિયે’ એમ
કહી શકાય એવો માહોલ આ અઠવાડિયે ઇન્ડસ્ટ્રીમાં હતો. ફિલ્મ સ્ટાર્સ જેમ ઇફતારની પાર્ટી કરે કે દુર્ગા પૂજા અથવા ગણેશ સ્થાપના કરીને મિત્રોને
નિમંત્રે એમ જ દિવાળી નિમિત્તે પાર્ટી કરવાનો રિવાજ પણ પહેલેથી જ છે. અગાઉ રાજક્પૂરની
અને તે પછીના સમયમાં જીતેન્દ્ર કે સંગીતકાર લક્ષ્મીકાન્તજીને ત્યાં થતી ‘દિવાલી પાર્ટી’
માં પત્તાંની રમતનું એક અનોખું આકર્ષણ રહેતું. દીપાવલી પછીના થોડા દિવસ કોણ કેટલા જીત્યું
કે હાર્યું એ ચર્ચાઓ થતી રહેતી. (નેચરલ એક્ટર મોતીલાલ એક વાર રેસમાં લાખ રૂપિયા હારી
ગયા, ત્યારે એ નિમિત્તે પણ પાર્ટી આપી હતી. ‘લાલા લાખ ત્યારે સવા લાખ’ અથવા તો ‘ડૂબ્યા
તો બે વાંસ વધુ’ બીજું શું?) દિવાળીના દિવસે લક્ષ્મીકાન્તના જન્મદિનની પણ ઉજવણી થતી.
હવેનાં વર્ષોમાં દિવાળીએ એવી ‘બેઠક’ નહીં પણ ‘મિલન સમારંભ’ વિશેષ હોય છે.
આ
વર્ષે દર સાલ કરતાં એવા સમારોહો પ્રમાણમાં વધુ થયા અને તેમાં પહેલું નામ અમિતાભ બચ્ચનનું
ગણાય. એક જમાનામાં રાજકપૂર અને તેમનો પરિવાર ‘ફર્સ્ટ ફેમીલી ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી’ તરીકે
ઓળખાતો. પરંતુ, હવે બચ્ચન કુટુંબને ‘પ્રથમ પરિવાર’ કહેવાય છે. આજકાલ કપૂરોએ યજમાનને
બદલે મહેમાન થવાનું પસંદ કર્યું હોઇ એ ખાલી પડેલી મોભાની સીટ પર ‘બીગ બી’ ગોઠવાયા છે.
‘આર.કે’ની માફક અમિતાભ બચ્ચનને ત્યાં હોળીની ઉજવણી હોય છે. એ જ રીતે દિવાળીનો મિલન
સમારંભ આ વરસે પણ હતો જ. એ જ દિવસોમાં ઐશ્વર્યાની જન્મતારીખ પણ આવતી હોઇ ડબલ સેલીબ્રેશન
હોય છે. બચ્ચન સાહેબને ત્યાં ઐશ્વર્યા તથા
અભિષેક ઉપરાંત શાહરુખખાન અને ગૌરી, રિતિક રોશન, કટરિના, વિદ્યા બાલન, રીશી કપૂર, રવીના
ટંડન, શિલ્પા શેટ્ટી, ટ્વીન્કલ ખન્ના, આલિયા ભટ્ટ, ડેવીડ ધવન, ફરાહ ખાન, કિરણ ખેર એમ
સેલીબ્રીટીસની લાઇન લાગી હતી.
તો
દિવાળીનો સમારોહ આમિરખાને પણ યોજ્યો હતો. તેને ત્યાં પણ કરણ જોહર, પ્રિયંકા ચોપ્રા, અનુષ્કા શર્મા, અનિલ
કપૂર, ઇમરાનખાન, શર્મન જોશી, વિદ્યા બાલન અને પતિ સિદ્ધાર્થ રોય કપૂર, જેકી શ્રોફ વગેરે
ઉપસ્થિત હતા. તો સલમાનખાન તેના ભાઇ સોહૈલખાને યોજેલી દિવાલી પાર્ટીમાં હતો, જ્યાં કરિશ્મા
પણ હાજર હતી. જ્યારે બિપાસા બાસુએ પોતાના બૉયફ્રૅન્ડ (એટલે કે અત્યારના બૉયફ્રૅન્ડ!)
હરમન બાવેજા સાથે દિવાળી ઉજવી અને રાની મુકરજીએ પોતે યોજેલા નાનકડા સમારંભમાં તેના
ઓછાબોલા ‘સાથીદાર’ આદિત્ય ચોપ્રા જોડે ‘હેપ્પી દિવાલી’ કરી.
દિવાળીએ જો ‘ક્રિશ થ્રી’ જેવો બમ્પર બિઝનેસ મળ્યો હોય તો આખો માહોલ ઉત્સવનો હોય. ‘ક્રિશ થ્રી’ પહેલા ચાર જ દિવસમાં ૧૦૦ કરોડનો માઇલસ્ટોન પાર કરી જતાં સડસડાટ આકાશમાં ઉડતા-લડતા સુપર હીરો રિતિકની માફક વકરો પણ નવી ઊંચાઇઓ સર કરશે એ આશા બંધાઇ છે. એક ફિલ્મ સુપર હીટ થાય એટલે બીજી દસ બીગ બજેટ ફિલ્મોને માટે ઇન્વેસ્ટમેન્ટ કરનારા સિનેમા તરફ ખેંચાય. ‘ક્રિશ થ્રી’ ની પ્રોડક્શન કોસ્ટ ૧૧૫ કરોડ જાહેર કરાઇ છે અને તેથી હવે પછીના સપ્તાહથી રાકેશ રોશનને વકરો એટલો નફો થવાનો! જો કે રાકેશજીએ રાખેલી એક હજાર કરોડનો નવો વિક્રમ સ્થાપવાની આશા પૂરી થવાના ચાન્સ નથી. છતાં આઠમીના શુક્રવારે કોઇ મોટી ફિલ્મ ના હોઇ બીજું વીક ક્લિયર મળે છે.
આ ‘રોહિત’ પણ
ડબલ સેન્ચુરી તરફ?
જય શ્રી ક્રિશ!!
તેના પછીના સપ્તાહે ૧૫મીએ કરણ જોહરની કંપનીની ફિલ્મ ‘ગોરી તેરે ગાંવ મેં’ આવશે, જેમાં કરીના અને ઇમરાનની જોડી છે. તેની પ્રતિષ્ઠાને
અનુરૂપ ધર્મા પ્રોડક્શન પ્રમોશન તથા પબ્લિસીટી કરશે. છતાં ‘ક્રિશ થ્રી’ને ખરી ટક્કર આપે એવી ફિલ્મ તો ‘રામલીલા’ ગણી શકાય અને તે ઠેઠ નવેમ્બરની ૨૯મીએ રજૂ થવાની છે. તેથી એક રીતે
જુઓ તો રાકેશ રોશનને ચાર-પાંચ વીક કોઇ મોટા ઓપોઝીશન વગર મળતાં હોઇ તેમણે અશ્વમેઘનો
ઘોડો દોડાવવાનો છે. એવી ‘વન હોર્સ રેસ’ દિવાળી પછીના કેટલા દિવસ સુધી ચાલે છે અને તે
‘ચેન્નાઇ એક્સપ્રેસ’ના ટ્રીપલ સેન્ચુરી
(૩૧૪ કરોડ)ના રેકોર્ડને વટાવી શકે છે કે કેમ તેના ઉપર સૌની નજર હશે; જેમ સચિનના રેકોર્ડ
વિરાટ કોહલી તોડશે કે કેમ એવી ચર્ચાઓ શરૂ થઈ છે, એમસ્તો! ‘ક્રિશ થ્રી’માં રિતિકે ત્રણ પૈકીની એક ભૂમિકા ‘રોહિત’ની પણ કરી છે. અત્યારે
તો રોહિત શર્માની માફક આ ‘રોહિત’ પણ ડબલ સેન્ચુરી તરફ આગળ વધતો હોઇ રોશન પરિવારે ‘જય
શ્રીકૃષ્ણ’ ને બદલે કહેવું જોઇએ જય શ્રી ‘ક્રિશ’!
રોશન કુટુંબની માફક હેમા-ધરમ પરિવાર પણ આજકાલ ઉમંગમાં
છે. તેમની બીજી દીકરી આહના તેના મંગેતર વૈભવ વોરા સાથે આહના બીજી ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી
જોડાશે એમ તાજા વર્તારા કહી જાય છે. મેરેજ કન્યાના પિયર મુંબઈમાં કરવાં કે મુરતિયાના
શહેર દિલ્હીમાં એ હજુ નક્કી થવાનું બાકી છે. પણ બેઉ જગ્યાએ સ્ટાર તથા સંસદસભ્ય જોડી
તરીકે હેમા-ધરમને ‘વીઆઇપી’ મહેમાનોના જંગાવર કાફલાની વ્યવસ્થા કરવાની રહેશે, એ નક્કી. કેમકે ‘ગાંવવાલો’ને એ નિમંત્રણ આપે એ પહેલાં જ કદાચ
તેમના અસંખ્ય મિત્રો આ બન્ને લોકપ્રિય કલાકારોને ગબ્બર સ્ટાઇલમાં પૂછશે “શાદી કબ હૈ?
કબ હૈ શાદી?!”
તિખારો!
શાહરૂખે પોતાની બર્થડે નિમિત્તે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક પત્રકારોના આગ્રહ પછી સંભળાવેલી શાયરીઓમાંની એક આવી (‘તિખારી શાયરી’?) પણ હતી....
હમને તુમ્હેં દેખા એંગલ બદલ બદલ કે
શાહરૂખે પોતાની બર્થડે નિમિત્તે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક પત્રકારોના આગ્રહ પછી સંભળાવેલી શાયરીઓમાંની એક આવી (‘તિખારી શાયરી’?) પણ હતી....
હમને તુમ્હેં દેખા એંગલ બદલ બદલ કે
તુમને હમેં મારા સૅન્ડલ બદલ બદલ કે!!
No comments:
Post a Comment