“શહરમેં બેવકૂફોં કી
કમી નહીં હૈ!”
જેમ જેમ ‘ધૂમ થ્રી’ની રિલીઝ ડેટ ૨૦મી ડીસેમ્બર નજીક
આવતી જાય છે, તેમ તેમ તેના વિશેના ગુંચવાડા વધતા જાય છે. અગાઉ અહીં લખ્યા મુજબ, ટિકિટના
ભાવમાં ધરખમ વધારાનાં પડઘમ ઑલરેડી સંભળાવા માંડ્યાં છે. શું મુંબઈ-બેંગ્લોર જેવાં મૅટ્રો
સિટીનું ઑડિયન્સ એક વ્યક્તિના ૫૦૦ રૂપિયા ચૂકવવા તૈયાર હશે? નાનાં શહેરોનાં મલ્ટિપ્લૅક્સ
પણ લગભગ ડબલ પ્રાઇસ કરે એવી અપેક્ષા છે. ત્યારે એક સવાલ થાય કે આ સિનેમા સર્જકો પ્રેક્ષકોની
દયા ખાતાં કદી શીખશે ખરા? અગાઉનાં વર્ષોમાં ‘મુગલ-એ-આઝમ’
જેવી એ સમયની સૌથી મોંઘી બનેલી કૃતિ આવી ત્યારે પણ ભાવમાં વધારો નહતો થયો. હા, ઓછી
ટિકિટો અને વધારે પ્રેક્ષકોના ડિમાન્ડ-સપ્લાયના તફાવતને કારણે શરૂઆતમાં પિક્ચર જોનારાઓને
બ્લૅકના ભાવ જરૂર આપવા પડતા. પરંતુ, સામાન્ય પ્રેક્ષકને લાઇનમાં ઉભા રહીને, ધક્કા-મુક્કી
અને લાલાના ડંડા ખાઇને પણ રેગ્યુલર ભાવની ટિકિટ મળી શકતી જરૂર. આજે તો સિનેમાની ટિકિટોના
કાળાબજારને કેન્દ્રમાં રાખીને બનેલી દેવ આનંદની ફિલ્મ ‘કાલાબાજાર’નો એક ડાયલોગ યાદ આવે છે.

જ્યારે આ ડીસેમ્બરમાં
આવેલી સૈફઅલી અને સોનાક્ષી સિન્હાની ‘બુલેટ
રાજા’ના જે હાલ બૉક્સ ઑફીસ પર થયા છે એ જોતાં તેમાંથી કશું પોઝીટીવ શોધી શકાય એમ
નહતું. છતાં જુઓ લોકો કેવા કેવા રેકોર્ડ કાઢી બતાવે છે. તે મુજબ તો સૈફની આ સાલ છેલ્લે
આવેલી ફિલ્મ ‘ગો ગોઆ ગૉન’નું પહેલા વીકનું
કલેક્શન ૧૯ કરોડ હતું અને ‘બુલેટ રાજા’
એ લગભગ ૩૫ કરોડ લાવતાં એ આંકડાથી ડબ્બલ વકરો લાવનારી ફિલ્મ થઈ છે. પરંતુ, કોઇ એ યાદ
નથી કરાવતું કે સૈફની જ ૨૦૧૩ની ‘રેસ ટુ’ના પહેલા વીકના ૭૬ કરોડ કરતાં આ અડધી જ
રકમ છે. ટૂંકમાં, દિલ કો બહલાને કો ગાલીબ ખયાલ અચ્છા હૈ!
જ્યારે ‘બુલેટ રાજા’ પછીના શુક્રવારે આવેલી ‘આર.... રાજકુમાર’માં પણ નાયિકા સોનાક્ષી જ છે. તેને સતત બે અઠવાડિયાં બે જુદી જુદી ફિલ્મો માટે પબ્લિસિટી અને પ્રમોશન એવું અઘરું પડી ગયું કે ઘર-પરિવાર પણ બાજુ પર થઈ ગયાં હતાં. ક્યારેક એવો વિચાર પણ આવે છે કે પબ્લિસિટીના ભાગરૂપે હીરો સાથે પ્રેમ પ્રકરણ ચગાવવાની જૂની ટ્રીક અપનાવવાની હોત તો સોનાક્ષીનું શું થાત? એક વીકમાં સૈફ સાથે કેવી હરે ફરે છે, તેના રિપોર્ટ વહેતા કરવાના અને બીજા જ અઠવાડિયે શાહીદ કપૂર જોડે રંગરેલીયાં મનાવવાની અફવાઓ બજારમાં છોડવાની થાય!

તિખારો!
‘બીગ
બૉસ’માં સલમાને ગૌહર ખાનને તેની ઉંમર પૂછી અને તેણે આંખનો પલકારોય માર્યા વગર નિર્દોષ
ચહેરે ‘૨૯ વર્ષ’ કહી. ત્યારે બીગ બૉસના હાઉસમાં તેના ‘ખાસ મિત્ર’ કુશાલના પ્રપોઝલનું
શું થશે? ગૌહરને ૨૮ વરસના કુશાલે કહ્યું હતું કે “આઇ વૉન્ટ ટુ ગ્રો ઓલ્ડ વીથ યુ”. પરંતુ,
વિકીપિડિયામાં ગૌહરની ૧૯૮૧ની જન્મ તારીખ આપેલી
છે; એ જોતાં તો ૩૩ વરસની ગૌહર પાંચ વરસ વહેલી ‘ઓલ્ડ’ થઈ જશે! સોચો ઠાકુર.... સૉરી, સોચો કુશાલ!!
No comments:
Post a Comment