Sunday, October 28, 2012

કવિ હ્રદય સર્જક અને જલદ શાયરની જુગલબંધી!


 
‘શમ્મીકપુર, દેવ આનંદ અને રાજેશખન્ના પછી યશ ચોપ્રા પણ ના રહ્યા. એટલે એમ કહી શકાય કે હિન્દી ફિલ્મોમાંથી રોમાન્સનું હવે સત્તાવાર રીતે અવસાન થયું!’ એમ જ્યારે કોઇએ ટ્વીટ કર્યું, ત્યારે તેમના મનમાં યશ ચોપ્રાની ‘કભી કભી’, ‘ચાંદની’, ‘નૂરી’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મોહબતેં’, ‘વીરઝારા’ જેવી બનાવેલી કચકડાની કવિતાઓ જ હશે. પરંતુ, કવિ હ્રદય હોવા ઉપરાંત એ એક સફળ બિઝનેસમેન પણ હતા. મૃત્યુ સમયે તેમની ઉંમર ૮૦ વરસની હતી અને છતાં એ કેટલા પ્રવૃત્ત હતા; તેનો અંદાજ એક હકીકત ઉપરથી આવી શકશે કે નવા મિલેનિયમમાં સન ૨૦૦૦ની સાલથી તેમના પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ની ૩૦થી વધુ ફિલ્મો આવી હતી.

વરસની સરેરાશ ૩ ફિલ્મો પ્રોડ્યુસ કરતી કંપનીનાં માત્ર એ પિક્ચરોનાં નામ જ યાદ કરીએ તો પણ છેલ્લાં દસ વરસની કેટલી બધી હીટ ફિલ્મો દેખાય?... ૨૦૦૦માં ‘મોહબ્બતેં’, ૨૦૦૨માં ‘મુઝસે દોસ્તી કરોગે’ ‘મેરે યાર કી શાદી’ અને ‘સાથીયા’, ૨૦૦૪માં ‘હમ તુમ’, ‘ધૂમ’ અને ‘વીર ઝારા’ ૨૦૦૫માં ‘બન્ટી ઔર બબલી’, ‘સલામ નમસ્તે’ અને ‘નીલ ઔર નિકી’ ૨૦૦૬માં ‘ધૂમ-૨’ ‘કાબુલ એક્સપ્રેસ’ અને ‘ફના’. તો ૨૦૦૭માં ‘ચક દે ઇન્ડીયા’ ‘ઝૂમ બરાબર ઝૂમ’ ‘તા રા રમ પમ’ ‘લાગા ચુનરી મેં દાગ’ અને ‘આજા નચ લે’, ૨૦૦૮માં ‘ટશન’, ‘થોડા પ્યાર થોડા મૅજિક’ ‘બચના અય હસીનો’ ‘રોડ સાઇડ રોમિયો’ અને ‘રબને બનાદી જોડી’, ૨૦૦૯માં ‘ન્યુયૉર્ક’ ‘દિલ બોલે હડીપ્પા’ ‘રૉકેટસિંગઃ ધી સૅલ્સમેન ઓફ ધી યર’, ૨૦૧૦ ‘પ્યાર ઇમ્પૉસીબલ’ ‘બૅન્ડ બાજા બારાત’, ૨૦૧૧ ‘મુઝ સે ફ્રેન્ડશીપ કરોગે’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’ અને આ વરસની ‘ઇશ્કજાદે’ તથા સલમાનખાનની અત્યાર સુધીનો સૌથી વધુ વકરો લાવનારી ફિલ્મ ‘એક થા ટાઇગર’!

આ બધી ફિલ્મોના નિર્માણ, વિતરણ અને પ્રદર્શનની જફાઓ કંપનીના એક વડા તરીકે સંભાળવી કે તેના ઉપર નજર રાખવી અને પોતે નિર્દેશિત કરેલી અંતિમ ફિલ્મ ‘જબ તક હૈ જાન’નું દિગ્દર્શન પણ કરવું એ એક અત્યંત જીવંત વ્યક્તિની નિશાની હતી. એટલા પ્રવૃત્ત કલાકાર આમ અચાનક અવસાન પામે ત્યારે, લતા મંગેશકરે શ્રધ્ધાંજલિમાં કહ્યું છે એમ, એવા આઘાત માટે કોઇ તૈયાર ના હોય. લતાજી તેમને ભાઇ માનતાં હતાં અને યશરાજ ફિલ્મ્સની પોતાની નિર્દેશિત કરેલી તમામ ફિલ્મોમાં મહિલા અવાજ માટે લતા મંગેશકરનો આગ્રહ યશ ચોપ્રા રાખતા... પછી ભલે હીરોઇન ‘દિલ તો પાગલ હૈ’માં માધુરી હોય કે ‘વીરઝારા’માં પ્રીતિ ઝિન્ટા! યશ ચોપ્રા સંબંધોના માણસ હતા. કવિતા-શાયરીના ચાહક હતા. તેમને શાયર સાહિર લુધિયાનવી એટલા ગમતા કે તેમને સાચવવા એક્વાર શંકર જયકિશનને જવા દીધેલા.

યશજી પોતે કવિ હ્રદય ઇન્સાન હતા. છોટી મોટી શાયરી એ ખુદ પણ કરી લેતા. તેથી ભણતા ત્યારે એક સમયે તો સાહિરને માત્ર ‘જોવાની’ તમન્ના હતી. એ જ શાયરે યશ ચોપ્રાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘ધૂલ કા ફુલ’માં “તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા...” જેવું ગીત આપ્યું હતું. (‘બી.આર.’ની ‘સાના’માં તો મરદ હોવા બદલ શરમ અનુભવવી પડે એવું આ જલદ ગાયન સાહિરે આપ્યું
હતું. “ઔરતને જનમ દિયા મર્દોં કો મર્દોંને ઉસે બાઝાર દિયા...”)


તેથી ચોપ્રા બંધુઓએ જ્યારે ‘વક્ત’નું પ્લાનીંગ શરૂ કર્યું, ત્યારે બધું ‘સુપર એ’ ગ્રેડનું લેવાનું નક્કી કર્યું હતું. સ્વાભાવિક જ મ્યુઝિક માટે તે સમયના ‘નંબર વન’ શંકર જયકિશન ઉપર કળશ ઢોળાય. પરંતુ, વાતચીત ગીતકારના મુદ્દે આવીને અટકી. ‘એસ.જે.’નો આગ્રહ પોતાની ટીમના કાયમી કવિઓ શૈલેન્દ્ર અને હસરત જયપુરી માટેનો હતો અને ચોપ્રાઓએ સાહિરને છોડવાનો ઇન્કાર કર્યો. છેવટે ‘વક્ત’માં સંગીતકાર રવિ આવ્યા. પરંતુ, ગીતો તો સાહિરનાં જ રહ્યાં! પોતાનું બૅનર શરૂ કરતી વખતે યશ ચોપ્રાએ ‘દાગ’માં સંગીત ભલે તે સમયના હીટ મ્યુઝિક ડીરેક્ટર લક્ષ્મીકાન્ત પ્યારેલાલને લીધા; પરંતુ ગીતકાર તો  સાહિરને જ રાખ્યા.

સાહિરનું ૧૯૮૦માં અવસાન થયું ત્યાં સુધી અન્ય કોઇ ગીતકાર ‘યશરાજ’માં નહીં.
‘દાગ’માંનાં બધાં ગાયન સુપર હીટ તો હતાં જ; પણ એક ગાયન  વિશીષ્ટ કારણસર ચાહકો આજે પણ નહીં ભૂલ્યા હોય. એ ગીત “જબ ભી જી ચાહે નઇ દુનિયા બસા લેતે હૈં લોગ, એક ચેહરે પે કઇ ચેહરે લગા લેતે હૈં લોગ....” રાજેશ ખન્નાનાં ડીમ્પલ સાથે લગ્ન થયા પછીના દિવસોમાં ‘કાકા’ની વરસો જુની મિત્ર અંજુ મહેન્દ્રુએ વિવિધ ભારતી પર પોતાની પસંદગીનાં ગીતો વગાડતી વખતે મૂક્યું હતું. ‘દાગ’માં અગર લક્ષ્મી-પ્યારે હતા, તો તેમની ‘કભી કભી’માં યશ ચોપ્રાએ ખય્યામને સંગીતની જવાબદારી સોંપી હતી. પરંતુ, ગીતકાર તો સાહિર જ! તેમની પાસેથી “કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...” જેવી સાહિત્યિક કૃતિ મળી અને તેમાં જ “મૈં પલ દો પલ કા શાયર હું....” તથા “મૈં હર ઇક પલ કા શાયર હું...” જેવી અમર રચનાઓ મળી. એ કવિતાના આ શબ્દો આજે યશ ચોપ્રા પણ જ્યાં હશે ત્યાંથી કહેતા હશે, “કલ ઔર આયેંગે નગ્મોં કી ખિલતી કલિયાં ચુનનેવાલે, મુઝ સે બેહતર કહનેવાલે, તુમસે બેહતર સુનનેવાલે...”! (ક્રમશઃ) અને હવે જુઓ.... ‘ધૂલ કા ફુલ’નું  આ એક એવું ગાયન જેને માટે સાહિર સાહેબને જેટલા એવોર્ડ આપીએ એટલા ઓછા પડે. કોમી દાવાનળથી લોહી નીગળતા રાષ્ટ્રની માનસિકતાને રચનાત્મક રીતે સુલેહભરી દિશામાં વાળવામાં “તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા...” એ ગીતના યોગદાનનું સંપૂર્ણ મૂલ્ય કદી નહીં ચુકવાય. ફિલ્મમાં આ ગીત ચરિત્ર અભિનેતા મનમોહન ક્રિશ્ના ઉપર ફિલ્માવાયું છે. જોયા પછી અને ખાસ તો તેમાંના શબ્દો સાંભળ્યા પછી વધારે સમજાશે કે શાથી  રાજેન્દ્ર કુમારે યશ ચોપ્રા પાસે હીરોને બદલે આ રોલ માગ્યો હતો!  
Sunday, October 21, 2012

RIP Yash ChopraYash Chopra the king of Romance passed away today. Reams and  reams will be written about him, his life as well as his works.

Here probably for the first in his life, Yashji has opened up like never before on camera with Shahrukh Khan on various phases of his life and work.

This interview was conducted  few weeks back  on 27th September, 2012 .  It was his 80th Birthday!

Anyone interested in Yash Chopra and scores of sensible films he made, will get to hear everything from the great maker himself.

RIP Yash Chopra.

Friday, October 19, 2012

Over to Dear Nature.....


 પાનખર પણ કેટલી રંગીન હોઇ શકે એ જોવાની મઝા અત્યારે કેનેડામાં ચાલી રહી છે. આ ઋતુમાં વૃક્ષોના બદલાતા રંગ -‘ફૉલ કલર્સ’- જોવા લોકો  ટોરન્ટોથી ઉત્તરે જવાની રીતસરની ટ્રીપ ગોઠવતા હોય છે.

ત્યાં જઇએ તો આંખો રાઇ જાય એટલાં ખુબસુરત દ્રશ્યો જોવા મળે એમ અનુભવીઓનું કહેવું છે. એવી કોઇ લાંબી રંગયાત્રાનો મેળ જ્યારે પડશે ત્યારે ખરો. અત્યારે તો ખુદ ટોરન્ટોમાં પણ વૃક્ષો રંગની જમાવટ બરાબર કરી રહ્યાં છે.


ટ્રેઇનમાં બેઠા હો કે બસમાં બહાર  જ્યાં નજર નાખો,  ત્યાં વિવિધ રંગનાં પાંદડાં પહેરીને ઉભેલાં વૃક્ષો જોવા મળે... જાણે ગરબે જવા તૈયાર થયેલી સહિયરો જ જોઇ લોને! (નવરાત્રીમાં  ગરબા સિવાય બીજું સાંભરે પણ ું?)

સૃષ્ટિની આ રંગતને કેમેરામાં ભરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. આ ફોટા અસલી કુદરતી રંગોળીનું  ટ્રેઇલર જ છે.... એ જોયા પછી જો તમને એટલો આનંદ ના આવે જેટલો મને આવ્યો હતો તો તેનો દોષ મારી શિખાઉ ફોટોગ્રાફીને આપજો!


Over to Dear Nature!! 
Autumn carries more gold in its pocket than all the other seasons.
-Jim Bishop
 
 

 “I cannot endure to waste anything so precious as autumnal sunshine by staying in the house.”
― Nathaniel Hawthorne “I loved autumn, the one season of the year that God seemed to have put there just for the beauty of it.”
―Lee Maynard


 tree


“When the autumn meets the tranquillity, there you can see the King of the Sceneries!”
  -Mehmet Muratildan 
 Every leaf speaks bliss to me, fluttering from the autumn tree!

 “Fall colors are funny. They’re so bright and intense and beautiful. It’s like nature is trying to fill you up with color, to saturate you so you can stockpile it before winter turns everything muted and dreary.” 
-Siobhan  Vivian


 
“Autumn is the hardest season. The leaves are all falling, and they're falling like they're falling in love with the ground.” 
  - Andrea Gibson
"O suns and skies and clouds of June, And flowers of June together, Ye cannot rival for one hour October's bright blue weather." “But then fall comes..... it stays awhile like an old friend that you have missed. It settles in the way an old friend will settle into your favorite chair and take out his pipe and light it and then fill the afternoon with stories of places he has been and things he has done since last he saw you.” 
-Stephen King

 “Autumn...the year's last, loveliest smile.” -William Cullen Bryant
 

 “I want to say something so embarrassing about September that even the leaves start blushing and turning red.”  
 


“Fall has always been my favorite season. The time when everything bursts with its last beauty, as if nature had been saving up all year for the grand finale.”  
 -Lauren De Stefano


Sunday, October 14, 2012

દિલીપકુમાર (૫)

દિલીપ-નરગીસની જોડી ‘અંદાઝ’ સુધીમાં બરાબર જામી હતી. પણ...

ફિલ્મોમાં નવા નવા આવેલા દિલીપકુમારની શરુઆતની ફિલ્મોની નિષ્ફળતા છતાં એક દિવસ સમાચાર આવ્યા કે સુપરસ્ટાર નૂરજહાંએ ‘જુગનુ’ માટે સંમતિ આપી છેદિલીપકુમારની કરિયરનો આ એક મહત્વનો વળાંક હતો. જો કે ૧૯૪૭માં પાકિસ્તાન અલગ થયા પછી નૂરજહાં પાકિસ્તાન જતાં રહ્યાં. પણ દિલીપકુમાર તરફની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિ રાતોરાત બદલાઇ ગઇ. કેમકે નૂરજહાં માત્ર એક્ટ્રેસ જ નહી પણ એક અત્યંત લોકપ્રિય ગાયિકા પણ હતાં. તેમનાં ગીતો ઉપરાંત મહંમદ રફી સાથે ગાયેલા યુગલ ગીત "યહાં બદલા વફા કા બેવફાઇ કે સિવા ક્યા હૈ.."ને પગલે હીટ ગીત -સંગીત સાથે અને ખાસ તો રફી સાહેબ સાથેનું  દિલીપકુમારનું જોડાણ શરૂ થયું, જે તેમની કારકિર્દીમાં તેમના દિગ્દર્શકો કે હીરોઇનો જેટલું જ અગત્યનું સ્થાન ધરાવવાનું હતું

જાણવા જેવી વાત એ પણ છે કે  જુગનુમાં મહંમદ રફીએ દિલીપકુમારના કોલેજીયન મિત્રની નાનકડી ભૂમિકા પણ કરી હતી. તો આગલા વરસે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનૌકા ડૂબીઉપરથી બનેલી ૧૯૪૬ની મિલનથી નિતીન બોઝ સરખા તેજસ્વી નિર્દેશકના પરિચયમાં આવ્યા, જે આગળ જતાં દીદાર અને ખાસ તો દિલીપકુમારના હોમ પ્રોડક્શન ગંગા જમનાનું દિગ્દર્શન કરવાના હતાજુગનુનું મહત્વ અન્ય એક કારણસર પણ દિલીપકુમારની કારકિર્દીમાં છે. તે ફિલ્મના અંતે નાયિકા જુગનુને મેળવવામાં નિષ્ફળ જતાં હીરો પહાડ ઉપરથી કૂદીને આત્મહત્યા કરે છે અને તે  દિલીપકુમારની ટ્રેજીક હીરોતરીકેની પ્રથમ ફિલ્મ.

જુગનુ ની સફળતાને કારણે જ કદાચ તે પછીના વર્ષે આવેલી મેલા અને નદીયા કે પારઅને મેલા બન્નેમાં છેલ્લે દિલીપકુમારનું પાત્ર મૃત્યુને ભેટે એવી સ્ટોરી પસંદ થઇ હશે. કેમકે હીટ ફિલ્મની એ એક ફોર્મ્યુલા હાથ લાગેલી હતી.  તે દિવસોના સ્ટાર હીરો હતા કે.એલ.સાયગલ અને તેમનાં "જબ દિલ હી તૂટ ગયા હમ જી કે ક્યા કરેંગે...” જેવાં  ગાયનો  લોકપ્રિય થતાં હતાં. તેથી પણ કરૂણ સ્થિતિમાં મૂકાતાં નાયક - નાયિકાવાળી વાર્તાઓ - સર્જકો વધુ પસંદ કરતા.  મેલા અને નદિયા કે પાર બન્નેમાં ક્લાયમેક્સમાં હીરો-હીરોઇન બેઉ મોતને ભેટે છે.

મેલાની સફળતામાં નૌશાદના સંગીતનો ફાળો પણ મોટો હતો. હકીકતમાં તો ૧૯૪૭માં સાયગલ સાહેબના અવસાન પછી જે રીતે અન્ય પુરુષ ગાયકો માટે ગાયકીનું મેદાન ખુલ્યું અને સંગીતકારોએ ફિલ્મ મ્યુઝિકમાં કર્ણપ્રિય ધૂનો (મેલડી) લાવીને તથા માત્ર હાર્મોનિયમ અને તબલાં જેવાં મર્યાદિત વાદ્યોના સ્થાને પશ્ચિમી સંગીતની માફક ઓર્કેસ્ટ્રા પણ લાવીને જે ક્રાન્તિ આણી એ ફિલ્મી સંગીતના ઇતિહાસનું એક સૌથી યાદગાર પ્રકરણ છે.

નૌશાદ હોય કે તેમની અગાઉ અનિલ બિસ્વાસ કે તે પછીના શંકર જયકિશન એ સૌએ આઝાદી પછીના નવા ભારતની તાઝગી તેમની ધૂનોમાં સંભળાવવા માંડી હતી. માત્ર શાસ્ત્રીય સંગીતને સ્થાને લોકસંગીતને પણ એ સૌ લઇ આવ્યા. મેલામાં  નૌશાદે દિલીપકુમાર માટે રફીનો અવાજ નહતો વાપર્યો એ પણ એક નોંધવા જેવી હકીકત છે. દિલીપકુમાર માટે મુકેશના કંઠે  "ગાયે જા ગીત મિલન કે તુ અપની લગન કે સજન ઘર જાના હૈ..." અને "ધરતી કો આકાશ પુકારે આજા  આજા..." ગવડાવ્યાં. જ્યારે ટાઇટલ ગીત "યે ઝિન્દગી કે મેલે.... દુનિયામેં કમ ન હોંગે... અફસોસ હમ ન હોંગે..." જે અન્ય કલાકાર પર ફિલ્માવવાનું હતું તેને માટે રફી સાહેબનો અવાજ લીધોમેલાની સફળતાએ નૌશાદ અને શાયર શકીલ બદાયૂનિની જોડી ઉપરાંત દિલીપકુમાર સાથે નરગીસની જોડી સ્થાપિત કરવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો. ફિલ્મી દુનિયા હવે યુસુફખાનને ફાવી રહી હતી. અગાઉ નિષ્ફળતાને કારણે  સામે ચાલીને જેમણે બોમ્બે ટોકીઝની નોકરી છોડી હતી એ પગલું ફાયદાકારક સાબિત થઇ રહ્યું હતું. જે  દિલીપકુમારને તેમની પ્રથમ ફિલ્મજ્વાર ભાટાના સેટ ઉપર પહેલા દિવસે  ગેરસમજણમાં એમ લાગ્યું હતું કે પોતાને નોકરી આપનાર સ્ટુડિયોવાળા ઇચ્છે છે તેના કરતાં તો પોતે ઘણું સારું કામ આપી રહ્યા છે તે ભ્રમ હવે હકીકત બની રહ્યો હતો. તેમની જિંદગીના પ્રથમ શોટ માટે દિલીપકુમારને દોડવાનું હતુ

જેવો દિગ્દર્શકનો આદેશ થયો કે તરત દિલીપ કુમારે તો ૧૦૦ મીટરની રેસમાં દોડવાનું હોય એમ કચકચાવીને દોટ મૂકી. ફુટબોલના સ્ટાર પ્લેયર એવા યુસુફનું એક સાદું લોજીક હતુંદોડવામાં પોતે ખુબ પાવરધા છે અને પહેલા  દિવસે એ જ કામ કરવાનું હતું. આ તો મોસાળમાં જમવાનું અને મા પીરસે જેવી આદર્શ સ્થિતિ હતી. પણ સેટ ઉપરના સૌ હસી પડ્યા. પહેલા જ દિવસે એક અગત્યનો પાઠ ભણવાનો મળ્યો. ખરેખર દોડવું એ રીયલ લાઇફ’ - વાસ્તવિક જિંદગી - હતી અને દોડવાનો અભિનય કરવો એ રીલ લાઇફ’ - કચકડાની પટ્ટીની જિંદગી - હતી.
(વરસો પછી દિલ દિયા દર્દ લિયાના સેટ ઉપર દોડીને આવતા હાંફતા હીરો શંકરના અભિનયમાં વાસ્તવિક્તા લાવવા  દિલીપ કુમારે પોતાની મેથડ એક્ટીંગની પધ્ધતિ મુજબ કારદાર સ્ટુડિયોના દોડીને ચક્કર લગાવ્યા અને શોટ આપ્યો, ત્યારે તેમની સામેના કલાકાર પ્રાણે તેમના અનોખા અંદાજમાં કહ્યું હતું કે "ટ્રાય એક્ટિંગ સમટાઇમ, યુસુફ!")

પણ રીલ લાઇફ અને રીયલ લાઇફ વચ્ચેની પાતળી રેખા ભૂસાય એવા સંજોગો ઉભા થઇ રહ્યા હતા. ફિલ્મોમાં તેમના પાત્રને ભાગે નિષ્ફળ પ્રેમી બનવા ઉપરાંત તેમની હીરોઇન પણ મોટેભાગે નરગીસ હોય એવું બનવા માંડ્યું હતું. કેમ કે અગાઉ અનોખા પ્યારમાં નરગીસ સાથેની  જોડીની શરૂઆત થયા પછી તે બન્નેએ બાબુલ’, ‘જોગન’, ‘દીદાર’, ‘હલચલ એમ સળંગ ફિલ્મો કરતાં એ વર્ષો દરમિયાન આ બન્ને કલાકારો વચ્ચે વ્યક્તિગત ધોરણે જે સુમેળ હતો તે રીલ લાઇફથી આગળ રીયલ લાઇફ સુધી વિસ્તરશે? એવા પણ અંદાજ મૂકાતા હતા. તેનાં કારણો પણ હતાં. બન્ને યુવાન હતાં અને ખાસ તો કોમી તનાવના એ સૌથી સ્ફોટક સમયમાં બેઉ સમાનધર્મી અર્થાત મુસ્લિમ હતાં.

વળીનરગીસનાં મમ્મી જદ્દનબાઇ જ પુત્રીની ફિલ્મો અને તેના સેટઅપ વિશે ચર્ચાઓ અને નિર્ણયો કરતાં. તે પણ દરેક માતાની જેમ પોતાની દીકરીને અંગત જીવનમાં થાળે પડતી જોવા આતૂર હતાં જ. તેમાં દિલીપકુમાર જેવા લોકપ્રિય અને સફળ મુસ્લિમ યુવાન સાથે પોતાની પુત્રીનો મનમેળ થયો હોય તો તે સામે એ વાંધો પણ ના લે. એટલે દિલીપકુમાર સાથે એક કરતાં વધુ ફિલ્મો માટે તેમણે સંમતિ આપી હતી. એવું એક ચિત્ર હતુ, મેહબૂબ ખાનનું અંદાઝબે હીરો અને એક હીરોઇનવાળી આ ફિલ્મ માટે જ્યારે નરગીસ સામે રાજ કપૂર અને દિલીપકુમાર ઉપર મેહબૂબે પસંદગી ઉતારી, ત્યારે કોઇને ખબર નહતી કે રીલ લાઇફનાં પાત્રાલેખન અસલી જીવનમાં પણ એટલી અસર છોડી જશે.

અંદાઝમાં પણ દિલીપકુમારની ભૂમિકા તેમની ઇમેજને અનુરૂપ એક આંતરમુખી વ્યક્તિની હતી. જ્યારે રાજ કપૂર મસ્તીથી ભરપૂર અને જરુર પડે ચાલબાજી રમી શકે એવા પ્રેક્ટીકલ યુવાન બન્યા હતા. પડદા ઉપર દિલીપ સીધાસાદા યુવાન બન્યા અને એવા જ રોલ અંદાઝ પછીની ફિલ્મોમાં કરતા રહ્યા. જ્યારે રાજકપૂર એ જ વરસે ૧૯૪૯માં બરસાત જેવું સુપરહીટ પિક્ચર નરગીસ સાથે આપીને તેમની સાથે આગથી શરૂ કરેલી જોડીને વધુ મજબુત કરતા ગયા. નરગીસ ૧૯૫૦માં માતા જદ્દનબાઇના અવસાન પછી અંગત જીવનમાં સ્વતંત્રતાનો અનુભવ કરતાં હતાં. એવા સંજોગોમાં ટ્રેજીક હીરો કહેવાતા દિલીપકુમારની સરખામણીએ ખુશમિજાજ અને વળી નિર્માતા-દિગ્દર્શક પણ હોય એવા એક્ટર રાજકપૂર સાથે જોડી જમાવે એ સ્વાભાવિક ઘટના હતી

રાજકપૂરના ચાહકો તેને દિલીપકુમાર પાસેથી તેમની હીરોઇન પોતાના પ્રિય કલાકાર ઝૂંટવી ગયા એવો આનંદ વ્યક્ત કરતા પણ અમે જોયા છે. ફરી જ્યારે દિલીપ - વૈજયન્તિની જોડી અંગત રીતે જામી હતી અને ગંગા જમના તથા લીડરજેવી ફિલ્મોના સર્જન દરમિયાન બન્નેના સંભવિત લગ્ન સુધીની વાતો પણ ગોસીપ કોલમોમાં ચર્ચાઇ ચૂકી હતી. ત્યારે જ રાજ કપૂરે સંગમમાં એ જ હીરોઇનને લઇને જોડી જમાવી તે વખતે ફરી એક વાર દિલીપકુમારને પ્રણયના મામલે અસલી જિંદગીમાં રીલ લાઇફ જેવી  હારનો સામનો રાજ કપૂરને લીધે કરવો પડ્યાનો ખોંખારો ખાતા રાજપ્રેમીઓને અમે જોયા છે

પણ પડદા ઉપરની કારકિર્દીમાં  દિલીપકુમારને એક સફળ એક્ટર તરીકે સ્થાપિત થવામાં નરગીસ સાથેના ચિત્રોએ જે સહાયતા કરી હતી તે તેમની કરિયરનો એક સુખદ વળાંક હતોતેમાં પણ અંદાઝ એક જુદા જ સ્થાને છે. તેમાં નરગીસ જેવી સ્ટાર એક્ટ્રેસ સામે રાજ કપૂર અને દિલીપકુમાર સરખા બે ઉગતા એક્ટરોના પ્રણય ત્રિકોણની વાર્તાની સનસનાટી તો હતી જ. પણ નૌશાદના કર્ણપ્રિય સંગીતનો વાવાઝોડા જેવો સુસવાટો પણ હતો. ત્યાં સુધી હીરોઇનોમાં સુરૈયા અને નરગીસ વચ્ચે કાંટે કી ટક્કર રહેતી. પણ સુરૈયા ગાયિકા પણ હોઇ નરગીસના ચાલીસ હજાર રૂપિયાના રેટ સામે તે પચાસ હજાર માંગતાં હતાં અને લોકપ્રિય ગાયિકા સુરૈયાને તે મળતા પણ ખરા.
અંદાઝ આવ્યા પછી એ સમીકરણ પણ બદલાઇ ગયાંનરગીસ માટે નૌશાદે લતા મંગેશકરનો અવાજ પસંદ કર્યો. પણ તે વખતે નૂરજહાં અને સુરૈયા સરખી ઉર્દૂની જાણકાર તેમજ અભિનય પણ કરી શકતી ગાયિકાઓ સામે અત્યંત સૂરમાં ગાતી આ નવી મહારાષ્ટ્રિયન છોકરીના ઉચ્ચારણોમાં એક મરાઠી ભાષીની છાંટ સંભળાતી હતી. પરંતુ, સૂરને ઓળખનારા એવા ઉચ્ચારદોષને નજર અંદાજ કરીને ગળાની તાકાતને માપતા હોય છે. નૌશાદે બીડું ઝડપ્યું  અને લતાજીને ઉર્દૂ ઉચ્ચારણો શીખવવા બાર દિવસ મહેનત કરી એ ઐતિહાસિક ઘટના છે

તેથી જ્યારે અંદાઝ રજુ થયું અને લતા મંગેશકરના સ્વરમાં નરગીસે પડદા ઉપર ગાયેલાં ગીતો લોકપ્રિય થયાં; ત્યાર પછી નરગીસ અને સુરૈયા વચ્ચેની સ્પર્ધા રહી જ નહી. કારણ કે નરગીસના અવાજ તરીકે લતાજીનો હમઉમ્ર (બેઉનો જન્મ એક જ વરસ ૧૯૨૯માં!) તેમજ તાઝગીભર્યો સૂરીલો સ્વર મળ્યો હતો.  જ્યારે પુરૂષ અવાજોમાં   નૌશાદે  મેલાની માફક જ અંદાઝમાં પણ દિલીપકુમાર માટે મુકેશનો જ અવાજ લીધો. હકીકતમાં તો ત્યાં સુધીમાં રફી-દિલીપની જોડીએ ઓછામાં ઓછું એક લોકપ્રિય ગીત તો આપ્યું જ હતું. અગાઉ શહીદમાં સંગીતકાર ગુલામ હૈદરે "વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો..."  જેવું અમર ગીત રફી સાહેબના સ્વરમાં દિલીપકુમાર માટે ગવડાવ્યું  હતું. છતાં નૌશાદે તે બુલંદ અવાજ દિલીપકુમાર માટે ઉપયોગમાં શાથી ના લીધો?  (વધુ આવતા હપ્તે)