Sunday, January 26, 2014

ફિલમની ચિલમ - ૨૬ જાન્યુઆરી, ૨૦૧૪


  “અય મેરે વતન કે લોગોં...” ખરેખર કોનું ગીત કહેવાય?
 


‘સ્ક્રિન’ના એવોર્ડની ધમાલ પૂરી નથી થઈ ત્યાં ફિલ્મ ઉદ્યોગના સૌથી જૂના ‘ફિલ્મફેર એવોર્ડ’નાં નૉમિનેશન જાહેર થયાં છે. સૌ જાણે છે એમ, ‘ફિલ્મફેર’ના પ્રતિષ્ઠિત પુરસ્કારો લગભગ ૬૦ વરસથી અપાય છે અને તેનું હૉલીવુડના ઑસ્કર એવોર્ડની માફક આગવું મહત્વ છે. એવોર્ડ સમારોહોની મઝા એ હોય છે કે તેમાં વિવાદ અને ગૉસિપના રસિયાઓને પૂરતો મસાલો મળી રહેતો હોય છે. જેમ કે ‘બેસ્ટ ફિલ્મ’નો સ્ક્રિન એવોર્ડ જીતનારી ‘ભાગ મિલ્ખા ભાગ’માં ‘બેસ્ટ એક્ટર’નો જ્યુરી એવોર્ડ મેળવનાર ફરહાન અખ્તરના અભિનય માટે નસીરુદ્દીન શાહ કહે છે કે તેમને એ શ્રેષ્ઠ અભિનય લાગ્યો નહતો. હવે તેનો વિવાદ આગળ વધશે કે ‘મદ્રાસ કાફે’ની જેમ સમય જતાં ઠરી જશે? 

‘મદ્રાસ કાફે’ રિલીઝ થતાં અગાઉ તામિલ પ્રશ્નની રજુઆત યોગ્ય રીતે થઈ હશે કે કેમ એ અંગે વિવાદ ચાલતા હતા. પરંતુ, તામિલનાડુને બાદ કરીને એકવાર પિક્ચર રિલીઝ કરી શકાયું પછી આજે સ્થિતિ એવી છે કે તે જ ફિલ્મ માટે  દિગ્દર્શક શૂજિત સરકારને ‘બેસ્ટ ડાયરેક્ટર’નો એવોર્ડ મળ્યો. એટલું જ નહીં, ફિલ્મની સફળતાને પગલે તેમના હીરો જહોન અબ્રાહમે ગર્લફ્રેન્ડ પ્રિયા સાથે કશી ‘હો-હા’ વગર વિદેશમાં લગ્ન પણ કર્યાં.તો અન્ય એક વિવાદ ‘ધૂમ થ્રી’નો પણ છે. તે મુજબ ‘સ્ક્રિન’ની માફક જ ‘ફિલ્મફેર’માં પણ ‘ધૂમ થ્રી’ કોઇ કૅટેગરીમાં નથી. ત્યારે આમિરની એવોર્ડ્સ માટેની એલર્જીને લીધે તેને કોઇ વિભાગમાં નોમીનેટ ન કરાય એ સમજ્યા. પણ ‘આટલી સફળ ફિલ્મનું કોઇ અંગ પુરસ્કારને લાયક ના હોય, એ કેવું?’ એમ પૂછનારાઓને ખબર નથી હોતી કે ‘ધૂમ થ્રી’ ૨૦૧૩ના છેલ્લા સપ્તાહમાં નાતાલની રજાઓમાં રિલીઝ થવાને કારણે તેનો સમાવેશ આ વરસ ૨૦૧૪ની હરિફાઇમાં થશે. એ રીતે શાહરૂખનું પ્લાનિંગ પરફૅક્ટ હોય છે.

શાહરૂખનાં પિક્ચર મોટેભાગે દિવાળીની કે શ્રાવણ મહિનાની રજાઓમાં રજૂ થતાં હોય છે. તેથી ઑગસ્ટથી નવેંબર સુધીમાં આવેલાં એ પિક્ચરો એવોર્ડની ઉમેદવારીના દિવસોમાં તાજાં હોય છે. તેની પ્રશંસા અને ખાસ તો બૉક્સ ઑફિસ કલેક્શન પણ હજી મીડિયામાં ચર્ચાતાં હોય. વળી, એ પોતે કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા કે સંચાલન કરવા પણ ઉપલબ્ધ હોય. પછી શું જોઇએ? જેમ કે ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ઑગસ્ટ મહિનામાં રિલીઝ થઈ. તેથી રક્ષાબંધન અને સ્વતંત્રતા દિનની રજાઓનો લાભ મળતાં ગાડી ટિકિટબારી પર સડસડાટ ૨૦૦ની સ્પીડે દોડી ગઈ અને એવોર્ડ માટે પણ લાઇનમાં ઉભી રહી શકી. સામે ‘ધૂમ થ્રી’ ચાર વીકમાં ૫૦૦ કરોડના બિઝનેસ છતાં આવતી સાલની કતારમાં હશે! એવુ જ સલમાનની ‘જય હો!’નું કહી શકાય.

‘જય હો!’ આ સપ્તાહે આવી હોઇ તે પુરસ્કારો માટે દસેક મહિના પછી ઠેઠ નવેમ્બર ૨૦૧૪માં જ ગણત્રીમાં લેવાશે.... તેમાં ‘આમ આદમી’ને હીરો બનાવ્યો હોઇ અત્યારે ભલેને તે ગમે એટલી ચર્ચામાં હોય. હા, ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની રજાનો લાભ તેના વકરાને જરૂર મળવાનો. આજે પ્રજાસત્તાક દિન હોઇ ચારે તરફ દેશભક્તિનાં ગાયનો વાગવાનાં અને ત્યારે ફરી એકવાર અમારો કાયમી સવાલ પૂછવાનું મન થાય.... ‘આ ફિલ્મી ગીતો ના હોત તો રાષ્ટ્રભક્તિનો જુસ્સો કઈ કવિતાઓથી આપણે કરતા હોત?’ ઠેઠ આઝાદી પહેલાંના ‘કિસ્મત’ ફિલ્મના “દૂર હટો અય દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ...”થી શરૂ કરીને ‘દસ’માં “સુનો ગૌર સે દુનિયાવાલોં... સબ સે આગે હોંગે હિન્દુસ્તાની...”  અને અત્યારની પેઢીને રેહમાનનાં “વંદે માતરમ” અને “જય હો”ના નારા કરાવતાં ગીતો હિન્દી સિનેમાએ આપ્યાં છે. પરંતુ, એ બધાની ટોચે છે, લતા મંગેશકરે ગાયેલું “અય મેરે વતન કે લોગોં....”, જે ખરેખર તો તેમનાં બહેન આશા ભોંસલેએ ગાવાનું હતું!

આશાજીએ સંગીતકાર સી.રામચંદ્ર સાથે રિહર્સલો કર્યાં હતાં. તે ગીતના લખનારા રાષ્ટ્રકવિ પ્રદીપજીએ દરમિયાનગીરી કરી ન હોત તો લતાજીને તેમની જિંદગીનું આ સૌથી યાદગાર ગીત મળ્યું જ ન હોત. તેમને સી. રામચંદ્ર સાથે કોઇક કારણસર વાંધો હોઇ બન્નેએ સાથે કામ કરવાનું ત્યારે બંધ કરેલું હતું. તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં એ વાતની ભારે ચર્ચા હતી કે આશા ભોંસલે એક એવા ગીતનું રિહર્સલ કરી રહ્યાં હતાં, જેને સી. રામચંદ્ર વડાપ્રધાનશ્રી જવાહરલાલ નહેરૂની હાજરીમાં પ્રસ્તુત કરવાના હતા. એ ઘટનાને આલેખતાં ફિલ્મ સંગીતના ઇતિહાસકાર રાજુ ભારતને લખ્યું છે કે એક સવારે ૬ વાગે લતાજીનો ફોન પ્રદીપજી પર આવ્યો. તેમાં તેમણે એ ગીત ગાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી!

પ્રદીપજીનો ફાળો ગીતની ધૂન બનાવવામાં પણ હતો. તેમને લતાજીએ એ પણ કહ્યું કે આશાજી સાથે યુગલ સ્વરમાં (ડ્યુએટ તરીકે) ગાવા પણ પોતે તૈયાર છે. પોતે નાની બેનનું ગીત છીનવી લેવા નહતાં માગતાં, એ તેના પરથી સ્પષ્ટ થતું હતું. પરંતુ, આટલું અદભૂત સોલો ગીત પોતાના હાથમાંથી, એટલે કે કંઠમાંથી, છેલ્લી ઘડીએ જતું રહેતું હોઇ આશા ભોંસલેએ ઇનકાર કર્યો કે સી. રામચંદ્રએ માત્ર લતા મંગેશકરને જ લેવાનું નક્કી કર્યું એ ખુલાસો તો નથી થતો.પરંતુ, એ રાષ્ટ્રીયગાન છેવટે એકલાં દીદીએ જ ગાયું એ તો સૌ કોઇ જાણે છે. રસપ્રદ વાત એ હતી કે જેમની સાથે અબોલા હતા એ સંગીતકાર સાથે બેસીને રિહર્સલ કરવાનો મેળ જ નહતો પડ્યો. સી. રામચંદ્રને ચાર દિવસ અગાઉ તૈયારીઓ કરવા દિલ્હી જવાનું હોઇ તેમણે પોતાના અવાજમાં એ ગીતને ટેપરેકોર્ડ કરીને મોકલ્યું હતું. લતાજીના કહેવા પ્રમાણે તો તેમણે મુંબઈથી દિલ્હી જતાં પ્લેનમાં પણ એ ટેપ સાંભળતાં પ્રેક્ટિસ કરી હતી!  સમારંભ પછી તો તેની રેકોર્ડ એચ.એમ.વી. એ બહાર પાડી અને આજે એ લતા મંગેશકરના અમર ગીત તરીકે જાણીતું છે. પરંતુ, ખરેખર એ પ્રદીપજીનું ગીત હતું બધ્ધી જ રીતે. એવા પ્રદીપજીનું છઠ્ઠી ફેબ્રુઆરીએ શતાબ્દિ વર્ષ શરૂ થશે, એ વાતની એ કવિનાં રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતાં ગીતો આજે ગાતા-સાંભળતા  કેટલાને ખબર હશે? સોચો ઠાકુર! 


તિખારો! 

‘‘અય મેરે વતન કે લોગોં..... ગવાઇ રહ્યા પછી ગદગદ થયેલા વડાપ્રધાન નહેરૂએ લતા મંગેશકરને કહ્યું હતું, બેટી, આજ તો તુને રુલા દિયા!  પણ આશા ભોંસલેએ મનોમન શું કહ્યું હશે? દીદી, આજ તો આપને મુઝે ભી રુલા દિયા!

Wednesday, January 8, 2014

ये आज भी ज़िन्दा ही हैं..... दुर्गा खोटे

                                    दुर्गा खोटे 

ममता भरे अभिनय और मजबुत मनोबल का खरा सिक्का!दुर्गा खोटे यानि ‘महाराणी जोधाबाई’ यही छवी कितने सालों से दिल दिमाग में छाई हुई है। ‘मुगल-ए-आज़म’ में पति शेहनशाह अकबर और बेटे सलीम की टक्कर में पीसने वाली जोधाबाई की भूमिका में दुर्गाबाई ने पृथ्वीराज कपूर तथा दिलीपकुमार जैसे दो दो दिग्गज अभिनेताओं के साथ अपनी प्रतिभा के वो जौहर दिखाये थे कि राजघराने की एक नारी की सारी संवेदनाएं पर्दे पर बखुबी प्रस्तुत की। शहजादा सलीम जंग के मैदान से आते हैं तब का ममतामयी चेहरा हो या कृष्ण जन्म के महोत्सव पर छलकती भक्ति, पिता के खिलाफ़ जाने के लिए तैयार पुत्र को सख्ती से राजधर्म की याद दिलाती राजमाता का अभिनय..... क्या क्या नहीं किया था दुर्गा जी ने ‘मुगल-ए-आज़म’ में। जब पति और बेटे में से किसी एक को पसंद करने का आदेश अकबर करते हैं, तब छलकती आंखों से वे जिस अंदाज से कहतीं हैं, “मेरी तो दोनों तरफ हार है, जहांपनाह... एक तरफ औलाद है और दुसरी तरफ सुहाग...” (सुपर्ब!)

 
दुर्गा खोटे की आंखों से ममता का छलकना इतना सहज था कि उस में कभी अभिनय लगता ही नहीं था। इस लिए उन्हें ‘अभिमान’ में अमिताभ की ‘दुर्गा मौसी’ के रूप में हों या ‘बॉबी’ में ‘मिसीस ब्रिगेन्जा’ की भूमिका में हर एक में उनकी छवी वात्सल्यभरी ही थी। उनके पास कपट, कलेश या बुराई करने वाले पात्रों का शायद चेहरा ही नहीं था। गाल में पडते डिम्पल और निर्मल आंखें दुर्गा जी को चरित्र अभिनेत्रीओं में तो सबसे अलग रखने के लिए उपयुक्त थी। ये सब अपनी युवानी के दिनों में जब वे नायिका के रोल करतीं थीं उन दिनों की उनकी खुबसुरती की कल्पना करने के लिए भी उपयुक्त थे। उन्हें ‘बावर्ची’ के गीत “भोर आई, गया अंधियारा...” के अंतिम हिस्से में उस उम्र में भी पैर थिरकाते  देखकर उनके हीरोइन वाले दिनों का अंदाजा आ सकता है।

हीरोइन बनने का दुर्गा खोटे का इरादा पहले से नहीं था। क्योंकि उनके पिता और भाई दोनों वकालत के व्यवसाय में थे। गौड सारस्वत ब्राह्मिन परिवार की दुर्गा जी बम्बई के सेन्ट ज़ेवियर्स कालिज में बी.ए. की पढा़ई कर रही थी, तभी उनकी शादी विश्वनाथ खोटे से हुई। शादी के बाद कालिज की पढा़ई पूर्ण कर उन्होंने डीग्री प्राप्त की और दो बेटों (बकुल और हरिन) की माता भी बनी। ऐसे दिनों में उनकी बहन शालिनी के परिचित निर्माता-निर्देशक जे.बी.एच. वाडिया को अपनी मूक फ़िल्म में अंतिम दृश्यो में हीरोइन के साथ काम करने के लिए एक अभिनेत्री की आवश्यकता थी। वाडिया जी ने शालिनी से पूछा। उन्होंने इन्कार तो किया, साथ ही अपनी बहन का नाम भी लिया। क्योंकि वो कुछ भी नया आजमाने को तैयार रहती थी। उस फ़िल्म ‘फरेबी जाल’ से शुरुआत हुई, जो एक मूक फ़िल्म थी। पिक्चर तो फ्लॉप हो गई। परंतु, गिरगांव जैसे मुंबई के उन दिनों के छोटे से उपनगर में दुर्गा जी का सार्वजनिक रूप से घूमना फिरना मानों मुश्किल हो गया।

उस के दुसरे वर्ष १९३२ में दुर्गा खोटे ने प्रथम मराठी फ़िल्म ‘अयोध्याचा राजा’ में ‘तारामती’ की भूमिका की। फ़िल्मों के इतिहास की यह एक बडी घटना थी। कोई आश्चर्य नहीं था कि १९८३ में भारत सरकार ने इस अत्यंत वरिष्ठ अभिनेत्री को प्रतिष्ठित ‘दादासाहेब फाळके पुरस्कार’ से सम्मानित किया था। उनकी प्रतिभा का ही परिणाम था कि ‘भरत मिलाप’ में वे रानी कैकेयी की भूमिका में होती थी, तो ‘महारथी कर्ण’ में ‘कुंति’ की। १९३१ से शुरु हुई उनकी फ़िल्मों की यात्रा के दौरान ही ’५० में वे ‘मराठी साहित्य संघ’ से जुड गई। उन्होंने मराठी रंगमंच पर नाटक प्रस्तुत किये, निर्देशित किये और उनमें अभिनय भी किया। उनके योगदान को देखते हुए, १९५८ में ड्रामा के सबसे बडे सम्मान ‘संगीत नाटक अकादमी पुरस्कार’ से दुर्गा खोटे को पुरस्कृत किया गया था। १९०५ की १४ जनवरी के दिन जन्मी दुर्गा जी अब पचास से उपर हो चूकी थी। उनकी निजी ज़िन्दगी भी उतार चढा़व से गूजर चूकी थी। उनके पति का जवानी में ही देहांत हो गया था। (बाद में एक मोहम्मद रशीद से दुसरी शादी करने का उल्लेख कहीं मिलता है; मगर उसकी बाकायदा पुष्टि नहीं होती है।)

 
फ़िल्मों में चरित्र अभिनेत्री की भूमिकाएं करना शुरु किया। तो  ’६८ में भारत सरकार ने ‘पद्मश्री’ से नवाजा। उनकी प्रमुख फ़िल्मों में शामिल है, ‘गोपी’, ‘खुश्बु’, ‘काला सोना’, ‘चैताली’, ‘जानेमन’, ‘शक़’, ‘साहिब बहादुर’, ‘डार्लिंग डार्लिंग’, ‘कर्ज़’, ‘चाचा भतीजा’, ‘नमक हराम’, ‘शरारत’, ‘अनुपमा’, ‘पूर्णिमा’, ‘देवर’, ‘दादीमा’, ‘प्यार मोहब्बत’, ‘झुक गया आसमान’, ‘सगाई’, ‘सपनों का सौदागर’, ‘संघर्ष’, ‘धरती कहे पुकार के’, ‘एक फूल दो माली’, ‘जीने की राह’, ‘खिलौना’, ‘काजल’, ‘दो दिल’, ‘आनंद’, ‘बनफूल’, ‘दूर की आवाज़’, ‘मुझे जीने दो’, ‘सन ओफ इन्डिया’, ‘शगून’, ‘कैसे कहुं’, ‘भाभी की चूडियां’, ‘लव इन सिमला’, ‘उसने कहा था’, ‘मनमौजी’, ‘मैं सुहागन हुं’, ‘रंगोली’ इत्यादि।दुर्गा खोटे प्रसाद प्रोडक्शन की फ़िल्मों में नियमित रूप से ली जाती थी। उनकी जीतेन्द्र और लीना चंदावरकर की भूमिका वाली ‘बिदाई’ के अभिनय के लिए उन्हें फ़िल्मफ़ेयर का ‘श्रेष्ठ सहायक अभिनेत्री’ का एवार्ड मिला था। एक्टिंग के पुरस्कार के लिहाज से ये कोई पहली बार होने वाली घटना नहीं थी। क्योंकि बरसों पहले १९४१ में ‘चरणों की दासी’ और ’४२ में ‘भरत मिलाप’ इन दोनों के लिए उन्हें लगातार दो साल उन दिनों के प्रतिष्ठित  ‘बेंगाल फ़िल्म जर्नालिस्ट असोसीएशन’ का एवार्ड प्राप्त हुआ था। उन्होंने १९३७ में ‘साथी’ बनाई और भारतीय सिनेमा में प्रोड्युसर और डीरेक्टर बनने वाली प्रथम महिला बनीं। उस समय की अत्यंत पुरुष प्रधान समाज व्यवस्था में वो कितना बडा़ साहस था, ये आज कितने लोग समज पायेंगे? 

मगर इन सबसे बडी बात ये थी कि उन दिनों के स्टूडियो के बंधन को तोडने की हिंमत भी दुर्गा खोटे ने दिखाई थी। वो ज़माना ऐसा था कि सारे कलाकारों को नौकरी करनी होती थी। हर कलाकार किसी न किसी बडे़ स्टूडियो की मासिक पगार लेते थे। ऐसे समय में १९३७ में दुर्गाबाई ने ‘प्रभात फ़िल्म कंपनी’ में नौकरी करते हुए कलकत्ता की ‘न्यू थियेटर्स’ और ‘इस्ट इन्डिया कंपनी’ तथा ‘प्रकाश पिक्चर्स’ जैसी अन्य कंपनीओं में काम कर एक तहलका कर दिया था! उन के इस कदम के बाद कलाकारों में ‘फ्री लेन्स’ काम करने की हिंमत खुली थी; जिस के फल स्वरूप आज की हीरोइनें करोडो़ं की कमाई कर रही हैं। इतने सारे जबरदस्त योगदान हमारी फ़िल्मों में देने वाली दुर्गा खोटे जी के नाम का डाक टिकट सरकार ने भारतीय सिनेमा की शताब्दि पर इस वर्ष २०१३ में जारी किया। 
 
उनका ममता भरा मासुम चेहरा किसी को भी धोखे में डाल सकता था। क्योंकि जैसा कि हमने देखा, वे अत्यंत मजबुत मनोबल वाली महिला थी। उनकी मराठी में लिखी आत्मकथा ‘मी दुर्गा खोटे’ का अंग्रेजी भाषांतर जब शांता गोखले ने किया, तब स्वाभाविक ही उस पुस्तक का नाम ‘आई दुर्गा खोटे’ रखा गया। मराठी में ‘माता’ को ‘आई’ कहते हैं। ऐसी ‘आई दुर्गा खोटे’ का ८६ वर्ष की उम्र में १९९१ की २२ सितम्बर के दिन देहांत हो गया। मगर कभी माता तो कभी दादीमा के वात्सल्य से छलकते पात्रों से दुर्गा जी आज भी हम सब के बीच ज़िन्दा ही हैं।    

Sunday, January 5, 2014

ફિલમની ચિલમ.... ૫ જાન્યુઆરી, ૨૦૧૪
          તુમ જૈસે ગયે, ઐસે ભી જાતા નહીં હૈ કોઇ!’


હિન્દી સિનેમા પ્રેમીઓને ૨૦૧૩નું વર્ષ જતાં જતાં એક એવો આંચકો આપી ગયું, જેનો કોઇ અણસારો પણ નહતો... ૨૭મી ડિસેમ્બરે અભિનેતા ફારૂક શેખ હમેશા માટે આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા! એ થોડા પણ બીમાર હોત તો વાત અલગ હતી. પરંતુ, શબાના આઝમી સાથે હજી ૧૪મી ડિસેમ્બરે ૨૧ વરસથી ભજવાતું તે બન્નેનું નાટક ‘તુમ્હારી અમૃતા’ આગ્રામાં તાજમહાલની રોમેન્ટિક પૃષ્ઠભૂમિમાં તેમણે ભજવ્યું હતું. એટલું જ નહીં, ડ્રામા પહેલાંની ચર્ચામાં જ્યારે શબાનાએ કહ્યું કે એકવીસ વરસ થયાં હવે આજે તેનો પડદો પાડી દઈએ. (લૅટ અસ કૉલ કર્ટેઇન્સ), ત્યારે ફારૂકનો જવાબ હતો, “હોય કાંઈ? આપણે હજી બીજાં ૨૧ વરસ આ પ્લે ભજવવાનો છે!”


રંગમંચની સાથે જ એ સિનેમામાં પણ આજેય પોતાની રીતે અને હંમેશની રફતારે પ્રવૃત્ત હતા જ. જેમ કે આ સાલની ૧૦૦ કરોડનો વકરો કરાવનારી ‘યે જવાની હૈ દીવાની’માં એ રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં હતા. બે વરસ પહેલાં તો ‘લાહોર’ નામની તેમની કૃતિમાંના તેમના અભિનય બદલ તેમને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની આવનારી ફિલ્મ ‘યંગીસ્તાન’નું આઉટડોર શૂટિંગ ઇન્દોરમાં તાજેતરમાં કર્યું હતું. વળી, જ્યાં તેમનું નિધન થયું એ દુબઈ તો એ પરિવાર સાથે વેકેશન ગાળવા ગયા હતા. એટલે આ સમાચાર દરેકને માટે ચોંકાવનારા હતા. પરંતુ, અચાનક મોત એ તેમના કુટુંબમાં પહેલી વારનું નહતું. તેમની ફિલ્મ ‘એક પલ’નાં દિગ્દર્શિકા કલ્પના લાઝમી કહે છે એમ, આવું ઓચિંતું મૃત્યુ તેમને વારસામાં મળ્યું હશે. કેમ કે ફારૂકના પિતાજી મુસ્તુફા શેખ પણ અચાનક હાર્ટ ઍટેક આવવાથી મુંબઈ એરપોર્ટ પર અવસાન પામ્યા હતા. 

 ફારૂક શેખના અબ્બાજાન તેમને પોતાની જેમ એક વકીલ બનાવવાના ઇચ્છુક હતા. તેથી ગ્રેજ્યુએશન પછી ફારૂકે મુંબઈની લૉ કૉલેજમાં ઍડમિશન પણ લીધું હતું. મુંબઈ નાનપણથી આવી ગયેલા ફારૂકનું મૂળ વતન તો, સૌ જાણે છે એમ, ગુજરાતમાં ડભોઇ પાસેનું આમરોલી હતું અને તેમનો જન્મ ૧૯૪૮ની ૨૫મી માર્ચના દિવસે થયો હતો. ૧૯૯૨ના ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ મૅગેઝીનને આપેલી એક લાંબી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે નાનપણમાં એ ખુબ રડતા હતા. તેથી ગામડાના તે સમયના પ્રચલિત ઇલાજ મુજબ તેમને સ્થાનિક હર્બલ દવા આપીને સુવાડી દેવામાં આવતા. આ વાતની ખબર મુંબઈમાં પ્રૅક્ટિસ કરતા તેમના પિતાજીએ જાણતાં ફારૂકને પણ બૉમ્બે શિફ્ટ કરી દેવાયા. 

 
મુંબઈ આવતાં સ્વાભાવિક જ જિંદગી બદલાઇ ગઈ. ક્યાં એક ગામડું અને ક્યાં આ મૅટ્રો શહેર! સાવ બચપણમાં ફારૂક પોલીસ ઑફિસર અથવા પાયલોટ જેવી કોઇક યુનિફૉર્મ પહેરીને વટ પાડવા જેવી નોકરી કરવાનું સપનું જોતા હતા પરંતુ, સ્કૂલે જતાં જ સમજ પડી ગઈ હતી કે તેમનો સ્વભાવ ‘નાઇન ટુ ફાઇવ’ની જૉબને લાયક નહતો. સ્કૂલ પછી જ્યારે સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પહોંચ્યા અને નાટકનો શોખ લાગ્યો. એ જ કૉલેજમાં અગાઉ વિજય આનંદ જેવા ધુરંધરે ડ્રામા એક્ટિવિટી ખુબ ચલાવેલી. 

એટલે ફારૂક અને મિત્રોએ એ પરંપરા આગળ ચલાવવાની હતી. તે વખતે તેમની કોલેજમાં સાથીદારો પણ કેવા કેવા હતા? વિનોદ મેહરા, મઝહર ખાન, અઝીઝ મિર્ઝા, સત્યદેવ દુબે વગેરે! એ બધાએ મળીને હિન્દી રંગમંડળને પુનર્જીવિત કર્યું. શબાનાજીએ ટીવી ઇન્ટર્વ્યુમાં કહ્યું એમ, કૉલેજનું બજેટ સતત પ્રવૃત્ત એવી ઇંગ્લીશ ડ્રામા એક્ટિવિટીમાં ખર્ચાઈ જતું અને તેથી ફારૂક પોતાના પૉકેટમનીમાંથી પૈસા ખર્ચીને પણ નાટકો કરવાનું ચાલુ રખાવતા. શબાના કોલેજમાં ફારૂક કરતાં બે વરસ જુનિયર હતાં. પરંતુ, ડ્રામામાં સાથે હોય અને ઠેઠ જીવનના અંતિમ મહિનામાં પણ સાથે ‘તુમ્હારી અમૃતા’ જેવું અદભૂત નાટક કર્યું. 
કોલેજકાળમાં ફારૂકની એક ખાસિયત એ હતી કે મિત્રો માટે એ સારા સલાહકાર હતા. દોસ્તો પોતાની સમ્સ્યાઓ તેમને કહેતા (અને વધુ તો ‘કહેતી’!). ફારૂક એ સૌને સલાહ જરૂર આપે; પણ પોતાના મનની વાત એક સિવાય કોઇને કહે નહીં. એ ‘એક’ એટલે રૂપાજી જેમની સાથે ૧૯૭૯માં લગ્ન કર્યાં અને ઘર વસાવ્યું. ફારૂક એ રીતે જબરદસ્ત કમિટમેન્ટના માણસ. ફિલ્મોની આટલી લાંબી કરિયર દરમિયાન એક્ટરો સામાન્ય રીતે સંકળાયા (કે સંડોવાયા!) હોય એવું કદી કોઇ સ્કૅન્ડલ નહીં. વાંચનના ખુબ શોખીન અને અત્યંત પ્રાઇવેટ વ્યક્તિ. કદી કોઇ ગૃપબાજીમાં ના હોય. એવા નિષ્પક્ષ એક્ટરે કોલેજકાળમાં નાટકોમાં કરેલું સમયનું ઇન્વેસ્ટમેન્ટ ત્યારે રંગ લાવ્યું, જ્યારે એમ.એસ. સથ્યુએ ફારૂકને પોતાની ફિલ્મ ‘ગર્મ હવા’માં લીધા. 


જો કે તે માઇલસ્ટોનની વાત કરતાં પણ એ કદી બડાશ ના મારે. બલ્કે પોતાની હળવી શૈલીમાં કહેતા, “સથ્યુ સાહેબે મને પસંદ કર્યો, કારણ કે હું થોડી ઘણી એક્ટિંગ કરી લેતો હતો, મારી પાસે ટાઇમ જ ટાઇમ હતો અને સૌથી મોટી વાત એ હતી કે પૈસાની રીતે હું પરવડું એવો હતો!” તેમને ‘ગર્મ હવા’ માટે રૂ. ૭૫૦ મળ્યા (મહિને કે કુલ રકમ એ ચોખવટ તેમના ઇન્ટર્વ્યુમાં નથી.). પરંતુ, પૈસાની એ કુરબાની રંગ લાવી જ્યારે સત્યજીત રે અને મુઝફર અલીએ તેમની ‘શતરંજ કે ખિલાડી’ અને ‘ગમન’ માટે તેમને પસંદ કર્યા.

 

એ દૌર હતો મુખ્યધારાથી હટીને બનતી ફિલ્મોની સમાતર ધારાનો પણ! તેમાં માસુમ ચહેરાવાળા આ હેન્ડસમ યુવાનને માટે જગ્યા થઈ શકી. તેમના ‘ઇપ્ટા’ જેવી નાટ્ય સંસ્થા સાથેના જોડાણને લીધે જ્યારે મનમોહન ક્રિશ્નાના નિર્દેશનમાં યશ ચોપ્રાએ ‘નૂરી’ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે કોમર્શિયલ ‘હીરો’ તરીકે પણ ફારૂક પસંદ થયા. ‘નૂરી’ની સફળતાએ હીરોઇન પૂનમ ધિલ્લોનને ‘એ’ ગ્રેડની સ્ટાર બનાવી. જ્યારે ફારૂક સાહેબે પસંદ કર્યો મધ્યમમાર્ગી ફિલ્મોનો રસ્તો. ત્યાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા અભિનેતાઓ સાથે એ પ્રકારની કૃતિઓના એ પણ માફકસરના ‘સ્ટાર’ થયા. અર્થાત ફારૂકભાઇના નામે પિક્ચર જોવા જનારો પણ એક વર્ગ થયો હતો.  

એ મધ્યમમાર્ગી સિનેમાનો સ્ટાર કરિશ્મા(?) ‘ચશ્મે બદ્દુર’, ‘સાથ સાથ’, ‘કથા’, ‘કિસી સે ન કહના’, ‘રંગબિરંગી’ થી જોવાયો જ હતો. સાથે સાથે એ ‘ઉમરાવ જાન’માં રેખા સાથે અને ‘તુફાન’માં અમિતાભ બચ્ચન જોડે હતા. દીપ્તિ નવલ અને ફારૂક શેખની જોડીની ૯ ફિલ્મો આવી અને તેમાં ૨૦૧૩માં જ આવેલી અદભૂત ફિલ્મ ‘લિસન અમાયા’ પણ હતી. ‘૧૩ના ડિસેમ્બરમાં જ તેમની સારિકા સાથેની ‘ક્લબ સિક્સ્ટી’ આવી હતી. તેમના ટીવી કાર્યક્રમ ‘જીના ઇસી કા નામ હૈ’માં આજના પણ કેટકેટલા ‘સ્ટાર્સ’ સાથે તેમણે મંચ પર વાત કરી હતી. છતાંય અફસોસ કે ફારૂક શેખની અંતિમ યાત્રામાં કમર્શિયલ કહેવાતા સિનેમાના અત્યારના કોઇ મોટા સ્ટારની ઉપસ્થિતિ નહતી. 
 
  ફારૂકભાઈના મૃતદેહને મુંબઈના મુસ્લિમ કબ્રસ્તાનમાં જ્યારે  તેમનાં અમ્મીજાનની કબરની બાજુમાં દફનાવાયા ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં અફકોર્સ, શબાના આઝમી, સોનાલી બેન્દ્રે, તબુ,, દિવ્યા દત્તા, અનિતા રાજ, દીપા સાહી, સતીશ શાહ, અનુપમ ખેર, રઝા મુરાદ, સુપ્રિયા પાઠક, કબીર બેદી, નીલિમા અઝીમ, રાકેશ બેદી, રાહૂલ બોસ, જહોની લીવર, રઘુવીર યાદવ, મીતા વશિષ્ટ, પવન મલ્હોત્રા, સુધીર મિશ્રા, હની ઇરાની, જાવેદ અખ્તર, ફરહાન અખ્તર, શેખર સુમન, અનંત મહાદેવન, વરૂણ બદોલા, રાજેશ્વરી, ગજેન્દ્ર ચૌહાણ, ગોવિંદ નિહલાની, અલકા યાજ્ઞિક વગેરે સૌએ હાજરી આપીને એક સક્રીય સદગૃહસ્થ અભિનેતાને શોભે એવી શ્રદ્ધાંજલિ આપી. પરંતુ, કોઇ ખાન, કુમાર, બચ્ચન કે કપૂર જેવા આજની કમર્શિયલ સિનેમાના ૧૦૦-૨૦૦ કે હવે ૩૦૦ કરોડના ટૉપ સ્ટાર્સની ગેરહાજરીને લીધે એમ થાય કે શું હજી પણ ‘મુખ્ય સિનેમા’ અને ‘અન્ય સિનેમા’નો ભેદ યથાવત છે?ખેર, આટલા અચાનક વિદાય થઈ ગયેલા ફારૂક શેખને શ્રધ્ધાંજલિ આપતાં આપણે પણ શબાના આઝમીની માફક કૈફી આઝમીનો એ જ શેર કહીશું જે તેમણે વર્ષો પહેલાં બેમિસાલ સર્જક ગુરૂદત્તના ઓચિંતા નિધન પર કહ્યો હતો, “રહને કો સદા દહર મેં, આતા નહીં હૈ કોઇ, તુમ જૈસે ગયે, ઐસે ભી જાતા નહીં હૈ કોઇ...!”