
આ સપ્તાહે હોળી છે અને તેથી વાજબી રીતે જ રેડીયો-ટીવી ઉપરથી “આયા હોલી કા ત્યોહાર ઉડે રંગ કી બૌછાર...” (નવરંગ)થી લઇને “હોલી કે દિન
દિલ ખિલ જાતે હૈં રંગોં સે રંગ મિલ જાતે હૈં...(શોલે) જેવાં સદાબહાર ‘હોલી ગીતો’ દિવસભર સંભળાતાં રહેવાનાં. હોળીનું મહત્વ નિમિત્તે ફિલ્મોની વાર્તામાં વળાંક પણ કેવા કેવા
આવતા હોય છે? ‘દામિની’માં બળાત્કારની ઘટના બને
કે ‘ડર’માં શાહરૂખ રંગોથી ચિતરાયેલા પોતાના
ચહેરે જુહીને રંગે અને પછી સની દેવલ તેની પાછળ પડે એ હોળીના યાદગાર સીન્સ ગણાય.
જ્યારે
‘શોલે’માં ‘હોલી કબ હૈ? કબ હૈ હોલી...” એમ પૂછતો ‘ગબ્બર’ તેનો
હુમલો હોલીની ઉજવણી દરમિયાન જ કરે છે ને? પરંતુ, આપણે આ હોળીએ એક નવો જ એંગલ લઈને ફિલ્મી કવિતામાં ‘રંગ’ શબ્દને વણી લઇને કરાયેલી રચનાઓ યાદ કરીએ. તેની મઝા એ હશે કે તેમાં માત્ર ગુલાલ જેવા ભૌતિક રંગની જ વાત
નહીં હોય, એમાં વિવિધ લાગણીઓની રંગછટા પણ માણવા મળશે.

‘રંગ’ને કેન્દ્રમાં રાખીને લખાયેલાં ગીતોમાં હોળીના
દિવસોમાં પીવાતી ભાંગને ગ્લેમરાઇઝ કરતા ગીત “ખાઇકે પાન બનારસવાલા...”ની શરૂઆતમાં લખાયેલા અન્જાનના શબ્દો “ભંગ કા રંગ જમા હો ચકાચક, ફિર
લ્યો પાન ચબાય...” હોય કે પછી ‘પ્રેમનગર’માં રાજેશ
ખન્નાના મુખે ગવાતા શબ્દો, “યે લાલ રંગ કબ મુઝે છોડેગા?....” હોય કવિઓએ ‘રંગ’ની કેટકેટલી છટાઓ બતાવી
છે? એવી એક સરસ ડિઝાઇન આનંદ બક્ષીએ ‘કટી પતંગ’ના ગીત “આજ ન છોડેંગે અબ હમજોલી, ખેલેંગે હમ હોલી...”માં શબ્દોથી દોરી હતી. બક્ષીબાબુ લખે છે, “અપની અપની કિસ્મત હૈ કોઇ હંસે કોઇ રોએ, રંગ સે કોઇ અંગ ભીગોએ, રે કોઇ અસુવન સે નૈન ભીગોએ..!” વિધવા નાયિકા (આશા પારેખ)ને એ પંક્તિઓ કેવી ફિટ થાય અને કવિતા પણ કેવી ઉમદા થઈ.
કે પછી ‘દુલ્હન એક રાત
કી’ના એક ગીત “મૈને રંગ લી
આજ ચુનરિયા સજના તેરે રંગ મેં...”માં એક જ પંક્તિમાં શાયર રાજા મેહંદી અલી
ખાન ‘રંગ’ શબ્દને ક્રિયાપદ અને નામ બન્ને સ્વરૂપમાં વાપરી બતાવે. તો શૈલેન્દ્ર
વળી ‘એક ગાંવ કી
કહાની’માં લખશે “રાતને ક્યા
ક્યા ખ્વાબ દિખાયે, રંગ ભરે સો જાલ બિછાયે,...” અને એ જ રંગને ‘આનંદ’ જેવા સદા આશાવાદી નાયક
માટે મેઘધનુષી કલ્પીને ગુલઝારની કલમમાંથી ટપકે મુકેશનું ગીત “મૈને તેરે
લિયે હી સાત રંગ કે સપને ચુને...”.
તો
સામી બાજુ શહીદે આઝમ ભગતસિંગની ઓળખ જેવા બની ચૂકેલા ગીત “મેરા રંગ દે
બસંતી ચોલા...”નો પણ દાખલો છે જ. અહીં એ જ પંક્તિ ત્રણ અલગ અલગ મ્યુઝિક ડીરેક્ટરોના હાથે
કેવી માવજત પામે છે તે જોવા મળે છે. એ. આર. રેહમાન ‘ધી લીજેન્ડ ઓફ
ભગતસિંગ’માં સોનુ નિગમ
તથા મહંમદ વારીસ પાસે અને આનંદ રાજ આનંદ ‘૨૩ માર્ચ, ૧૯૩૧...”માં ઉદિત નારાયણ, હંસરાજ હંસ પાસે એ પંક્તિ ગવડાવે છે. એ બધી આવૃત્તિઓના મૂળમાં હતી ‘શહીદ’ માટે પ્રેમધવને સર્જેલી ધૂનમાં રફી સાહેબે ગાયેલું દેશભક્તિનું અમર ગીત.
રાષ્ટ્રભક્તિના રંગને મનોજ કુમારની જ ‘પૂરબ ઔર
પશ્ચિમ’ના એક ગીતમાં
ભારત દેશને દુલ્હન કહીને ઇન્દીવરે રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ પૂરી બતાવ્યા.... “દુલ્હન
ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી...” તો નવપરિણીતાને સાહિર ‘મુઝે જીને દો’ના આશા ભોંસલેએ ગાયેલા ગીતમાં શણગારની સલાહ આપતાં કહે છે, “માંગમેં ભર લે
રંગ સખી રી...” અને એ જ શાયર ‘કભી કભી’માં નાયિકાનાં વખાણ કરવા રંગને ઉપયોગમાં લઇને કહેશે, “તેરા ફૂલોં
જૈસા રંગ...”
નારી
સૌન્દર્યને ઇન્દીવર શુધ્ધ હિન્દીમાં આમ વર્ણવે,“મોતી જૈસા રંગ, અંગમેં રસ કા સાગર લેહરાયે....” (આંસુ ઔર મુસ્કાન) એ જ રીતે પોતાના ગૌર વર્ણની અદલા-બદલી કરી લેવા
માગતી ‘બંદિની’ની નાયિકાના
મુખે ગુલઝારની પ્રથમ ફિલ્મી કવિતા “મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે....” માં પણ ‘રંગ’ જ કેન્દ્રમાં હતોને? જ્યારે
લક્ષ્મીકાન્ત પ્યારેલાલની પહેલી ફિલ્મ ‘પારસમણી’નું સૌથી જાણીતું
બનેલું ગીત “હંસતા હુઆ
નુરાની ચેહરા, કાલી ઝુલ્ફેં રંગ સુનેહરા...” પણ રંગથી જ સજેલું હતું.
તો વળી ‘તક્ષક’ માં હીરોઇન કહેશે “મુઝે રંગ દે.... હાં રંગ દે... અપની પ્રીત
વિચ રંગ દે..” એ જ પ્રમાણે ‘પ્રેમ પૂજારી’માં નીરજની
કવિતા ગાતી નાયિકા (વહીદા રહેમાન) તો છેલછબીલા હીરો (દેવ આનંદ)ને ‘‘રંગીલા રે...” એમ સંબોધીને
ગાઇ ઉઠશે “તેરે રંગમેં
યું રંગા હૈ મેરા મન...” દેવ - વહીદાની એ જ જોડી માટે ‘ગાઇડ’માં શૈલેન્દ્ર કેવો રંગ ભરે છે? “તેરે મેરે સપને અબ એક રંગ હૈ...”! પણ રંગ-કવિતા જીવન સાથે જોડાય
ત્યારે મળતી તત્વદર્શી રચનાઓ? “યે જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ રંગ રૂપ...” (પિયા કા ઘર), “દો રંગ જીવન કે ઔર દો રાસ્તે...” (દો રાસ્તે), “યે દુનિયા
પતંગ, નીત બદલે યે
રંગ, કોઇ જાને ના
ઉડાનેવાલા કૌન હૈ...” (ફિલ્મ-‘પતંગ’)
movie dayavan ( 1988 ) ma ek holi song che : har rang kacha re kacha , prem rang sachha re sachha.... kamaal ni vaat to ae che ke mumbai ma holi time varsaad ave che :)
ReplyDeleteThanks for the value addition.
Deleteસલિલ સર,
ReplyDeleteરંગ ભર્યા ગીતોથી રંગી દીધા તમે...
સેમ
આભાર... સૅમ.
Delete"રંગ"ના વિવિધરંગી હિન્દી ફિલ્મી ગીતો વિશેનો ખૂબ જ રોચક, રંગીન લેખ. અંતમાં એક નાનકડી ક્ષતિ, "રંગ બરસે ભીગે ચુનરવારી રંગ બરસે...” ફિલ્મનું નામ સિલસિલાને બદલે બાગબાન જણાવેલ છે. આવા સરસ અને સ"રંગ " લેખમાં આવી નગણ્ય ક્ષતિ નજરઅંદાઝ કરવામાં કોઈને વાંધો ન હોય.
ReplyDeleteઅમિત ગુડકા
‘બુરા ન માનો હોલી હૈ.... !’ એમ નહીં કહું. ભૂલ સુધારી લીધી છે. આભાર.
Deleteમનથી સાચા ભારતીય એવા મુસ્લિમોની વેદના વ્યક્ત કરતું 'ચક દે' ફિલ્મનું અદભૂત ગીત 'તીજા તેરા રંગ થા મૈ તો'
ReplyDelete