Tuesday, May 29, 2012

શ્રીખંડ-પુરીકે પછી રસ-રોટલી અથવા   ખસખસથી ભરપુર લાડુ  જેવા ભારે જમણને અંતે 
આ જ હાલત થતી હોય છેને?...... 


“હવે જે થાય તે વામકુક્ષી પછી વાત!”

Saturday, May 26, 2012

Music of 1960



कर्णप्रिय संगीत, अर्थपूर्ण कविता और सुमधुर गायकी के पावन संगम का वह समय..... 1960!




१९६० का साल वह था जब दिलीप कुमार की ‘मुगले आज़म’ से नौशाद, राजकपूर की ‘जिस देश में गंगा बहती है’ से शंकर जयकिशन और देव आनंद की ‘काला बाज़ार’ से एस.डी. बर्मन सर्वोच्च स्थान के लिये स्पर्धा में थे. हर फिल्म के गाने कितने लोकप्रिय थे और आज भी है यह कोई कहने की बात है क्या? आज भी “प्यार किया तो डरना क्या?...” या फिर “ओ बसंती पवन पागल….” अथवा तो “खोया खोया चांद खुला आसमां….” सुनने पर वे पचास साल पुराने गाने कहां लगते हैं? मगर उस साल बिनाका गीतमाला की वार्षिक संगीत स्पर्धा में ‘नंबर वन’ यानि अमीन सायानी की भाषा में कहें तो, ‘चोटी की पायदान’ पर बजने वाला गीत इन तीनों से अलग संगीतकार रोशन का था.

वह कितना बडा अपसेट था उन दिनों में; कि ‘बरसात की रात’ का रफी साहब का गाया शिर्षक गीत “ज़िन्दगी भर नहीं भूलेगी वो बरसात की रात…” उस साल बिनाका में नंबर वन हुआ था? उसी तरह से फिल्मफेर अवोर्ड में भी उन तीनों टोप स्टार्स की फिल्मों को पीछे छोड कर मीना कुमारी और राजकुमार की फिल्म ‘दिल अपना और प्रीत पराई’ के लिये शंकर जयकिशन विजेता हुए थे. फिल्मफेर  पुरस्कारों में तब तक पार्श्व गायकों के लिये एक ही अवोर्ड था. यानि उस सम्मान के लिये पुरुष और महिला सभी गायकों को स्पर्धा करनी पडती थी. उस वर्ष लता जी के गाये “प्यार किया तो डरना क्या?...” तथा “दिल अपना और प्रीत पराई, किसने है ये रीत बनाई…” भी थे. मगर उन को कोई पुरस्कार नहीं मिला था. फिल्मफेर की ट्रोफी महंमद रफी को ‘चौदहवीं का चांद’ के टाइटल गीत के लिये मिली थी!

१९६० वह साल था जब पार्श्व गायन के लिये सबसे बडी रकम चुकाई गइ थी और वह भी रफी, लता, आशा, मुकेश या किशोर को नहीं पर शास्त्रीय संगीत के एक वरिष्ठ कलाकार उस्ताद बडे गुलाम अली खां को. वह पूरी कहानी लंबी है. मगर सार कहें तो, उस्ताद जी को ‘मुगले आज़म’ के लिये “प्रेम जोगन बन के…” गाने का पुरस्कार पचीस हज़ार रूपये चुकाया गया था! वह विक्रम आज तक नहीं टूटा है. क्यूं कि १९६० के २५ हज़ार आज के शायद पचास लाख या एक करोड भी हो सकते हैं! इतनी राशि किस गायक कलाकार को मिली होगी?

उस वर्ष १९६० में आई ‘छबीली’ का भी एक महत्व है. क्यूं कि उस में अभिनेत्री नूतन ने एक – दो नहीं ६ गाने गाये थे! यह वही साल था जब राज कपूर की ‘श्रीमान सत्यवादी’ में चार गाने ‘गुलज़ार दिनावी’ ने लिखे थे. क्या यह अपने ‘आंधी’ और ‘परिचय’ वाले गुलज़ार साहब थे? १९६० में आई ‘कोलेज गर्ल’ से शंकर जयकिशन तथा उन के हमेशा के गीतकार हसरत जयपुरी तथा शैलेन्द्र की जोडी के बीच के मतभेद सामने आये. क्यूं कि उस फिल्म के लिये पहली बार ‘एस.जे.’ के लिये किसी अन्य गीतकार (राजीन्दर क्रिश्न) से गाने लिखवाये गये थे.

इस साल ही आये थे ‘ही मेन’ धर्मेन्द्र पहली बार पर्दे पर… ‘दिल भी तेरा हम भी तेरे’ से. उस फिल्म का संगीत कल्याणजी आणंदजी का था और जिस का मुकेश का गाया गाना “मुझ को इस रात की तन्हाई में आवाज़ न दो…” आज भी लोग गुन गुनाते हैं. कल्याणजी आणंदजी के लिये यह बडा वर्ष था; जब उन्हें राज कपूर जैसे टोप स्टार के लिये ‘छलिया’ का संगीत देने का मौका मिला था. उस में “डम डम डीगा डीगा…”, “छलिया मेरा नाम…”, तथा “मेरे तूटे हुए दिल से कोई तो आज ये पूछे कि तेरा हाल क्या है?..” जैसे मुकेश के हीट गाने मिले.

१९६० के गानों की बात करते समय ‘अनुराधा’ का उल्लेख खास तौर पर आवश्यक है. क्यूं कि हृषिकेश मुकरजी की इस फिल्म में पहली बार सितारवादक रविशंकर जी ने संगीत दिया था. उन्हों ने लता मंगेशकर के लिये बनाये गीत कैसे कैसे थे… “जाने कैसे सपनों में खो गईं अखियां…”, “कैसे दिन बीते कैसे बीती रतियां…” और “हाये रे वो दिन क्यूं न आये…” मज़े की बात ये है कि लता जी के कारण ही रविशंकर जी फिर एक बार फिल्म का संगीत देने आये थे. उन्हों ने गुलज़ार के निर्देशन में बनी ‘मीरा’ का संगीत किन विशीष्ट परिस्थितियों में दिया था वह कौन नहीं जानता? 
 
‘मीरा’ के लिये पहले लक्ष्मीकान्त प्यारेलाल तय हुए थे. मीरांबाई के भजन आधुनिक मीरां लता मंगेशकर के अलावा कौन गा सकता है? यह सोच कर ‘एल. पी.’ ने जब उन से दरखास्त की, तब लता जी ने इनकार कर दिया. क्यूं कि ‘मीरा भजन’ का उन का खुद का एल्बम ‘चला वाही देश’ बाज़ार में पहले से था. जब लता जी ने इनकार किया तो लक्ष्मी-प्यारे भी हट गये और तब रविशंकर जी मैदान में आये. उन्हों ने वाणी जयराम से एक से एक बढिया धूनों पर वही मीरा भजन दिये.

मगर १९६० में लता मंगेशकर के सिर्फ ‘अनुराधा’ के ही गीत नहीं, उन का तो वह प्राइम टाइम था. कैसे कैसे गाने वे उन दिनों में गातीं थीं. उस वर्ष सलिल चौधरी के निर्देशन में ‘परख’ फिल्म का गीत “ओ सजना… बरखा बहार आई…” भी उन्हें मिला था, जिसे उन्हों ने अपने करियर के २५ सर्वोत्तम गानों की सूची में भी शामिल किया था. तो ‘दिल अपना और प्रीत पराई’ का गीत “अजीब दास्तां है ये, कहां शुरु कहां खतम…” भी उसी साल का है. उन्हें एक से एक अनोखे गाने देनेवाले मदन मोहन ने ‘बहाना’ में “जा रे बदरा बैरी जा…” भी दिया १९६० में. फिर रवि भी कहां पिछे थे? उन्हों ने लता जी के लिये फिल्म ‘घूंघट’ में बनाया “लागे ना मोरा जिया, सजना..”
  
लता जी की तरह ही १९६० में महंमद रफी भी अपने पूरे निखार पर थे. जैसा कि पिछले हफ्ते यहां लिखा था, “ज़िन्दगी भर नहीं भूलेगी वो बरसात की रात….” और “चौदहवीं का चांद हो या आफताब हो….” जैसी पुरस्कार विजेता रचनाएं तो उस वर्ष में थी ही, साथ साथ दिलीप कुमार की फिल्म ‘कोहीनूर’ का “मधुबन में राधिका नाचे रे…” भी उसी वर्ष का नायाब हीरा था. उस गीत के शास्त्रीय बोल और उस की अदायगी जाने कितने ही रीयालिटी शो में स्पर्धक आज भी गाते नज़र आते हैं.

दिलीप कुमार की तरह देव आनंद के भी पार्श्व गायक रफी साहब ही थे. भारत भूषण हो या जहोनी वोकर सभी के लिये महंमद रफी की ही आवाज़ होती थी. इन सब अभिनेताओं के गीतों के साथ वे न्याय भी कितना अच्छा करते थे?  रफी साहब को ‘काला बाज़ार’ का गीत “अपनी तो हर आह इक तुफान है….”  या फिर “रिम झिम के तराने लेके आई बरसात….” गाते सुनने पर यही लगेगा कि देव आनंद खुद गा रहे हैं. जब यही गायक उस वर्ष देव आनंद की ही फिल्म ‘जाली नोट’ में आया कोमेडी गाना “छुरी बन कांटा बन, ओ माय सन, सब कुछ बन किसी का चमचा नहीं बन…” गाते हैं, तब सुनते ही पता चल जाता है कि यह किसी हास्य कलाकार (ओम प्रकाश) पर फिल्माया गया गीत है.

तो महंमद रफी के चाहनेवाले परदेशों में भी उन की जिन गज़लों को बार बार सुनना आज भी पसंद करते हैं वह ‘लाल किला’ की बहादुरशाह ज़फर की लिखी दोनों रचनाओं के तो क्या कहने? मसलन एस. एन. त्रिपाठी के निर्देशन में  बने दो नग्मे, “लगता नहीं है दिल मेरा उजडे दयार में…” और “न किसी की आंख का नूर हुं….” उन दोनों में शायर मिजाज आखिरी मुगल की कशीश उतनी ही उभर कर आती है, जितना कि कोमेडी गाने में हास्य रस. ‘मुगले आज़म’ हो या ‘चौदहवीं चांद’ मुस्लिम कहानीयों को लेकर बननेवाली फिल्मों के चलते १९६० में कव्वालीयां भी काफी आईं.

जैसे ‘मुगले आज़म’ में लता और शमशाद बेगम की टक्कर की कव्वाली “तेरी मेहफिल में किस्मत आज़मा कर हम भी देखेंगे….” या फिर ‘बरसात की रात’ में रोशन और साहिर लुधियानवी ने मिलकर जो कव्वाली बनाई उसे ही ले लिजीये. उन दिनों के फिल्मकारों और गीतकार, संगीतकार तथा गायकों जैसे सभी सर्जक कलाकारों के भरोसे की दाद देनी पडेगी कि वे सब मिलकर आठ दस मिनट लंबा गाना बनाते थे. मज़े की बात यह थी कि दर्शक इन से कभी बोर नहीं होते थे. बल्कि, कई बार तो “ना तो कारवां की तलाश है, ना तो हमसफर की तलाश है, तेरे शौके खना खराब को तेरी रहगुजर की तलाश है…” में रचे शब्दों के खेल का पूरा लुत्फ उठाने वे बार बार आते थे.

‘कव्वालीयों की महारानी’ कही जानेवाली उस प्रलंब कविता में शायर साहिर अपनी सर्जनात्मकता की चरम सीमा पर थे. एक एक पंक्ति का विश्लेषण करने से उस काव्य की ऊंचाई और गहराई दोनों का पता चल सकता है. उस में ‘प्रेम’ या तो ‘लव’ या फिर ‘मोहब्बत’ को कैसे कैसे याद किया गया है? शुरु में तो वे “बहूत कठिन है डगर पनघट की, अब मैं क्या भर लाउं जमना से मटकी…” के खेल करते करते जब उसे “ये इश्क इश्क है…” के क्लायमेक्स तक ले जाते हैं तब देखीये तो साहिर की कलम से यह सार निकलता है…..

इश्क सरमद, इश्क ही मन्सूर है,
इश्क मुसा, इश्क कोहे-तुर है,
खाक को बुत और बुत को देवता करता है इश्क
इन्तेहां ये है कि बन्दे को खुदा करता है इश्क!

‘बरसात की रात’ में ही तो सुमन कल्याणपुर और कमल बारोट की जुगल बंदी “गरजत बरसत सावन आयो रे…” में थी. असल में अगर ‘बरसात की रात’ के गानों के गायकों की सूची देखें तब भी कितनी सारी प्रतिभाओं के नाम मिलते हैं? रफी, लता, आशा भोंसले, मन्नाडे तो थे ही, उस में सुधा मल्होत्रा, एस डी बातिश और बलबीर जैसे गायक भी थे. सिर्फ १९६० के ही बरस में कितना कुछ? अगर यह कम लगता हो तो मुकेश का अविस्मरणीय गाना “सारंगा तेरी याद में, नैन हुए बेचैन…” भी १९६० में था. उसे अनु मलिक के पिताजी सरदार मलिक ने कम्पोज़ किया था.

लेकिन उस साल क्लासिकल गीतों के चाहने वाले आश्चर्य चकित रह गये, जब ओ.पी. नैयर से ‘कल्पना’ में मिला मन्नाडे और रफी की जुगलबंदी का गान “तु है मेरा प्रेम देवता…”. वह भी था ८ मिनट लंबा गाना! मगर दक्षिण भारत की दो बहनें पद्मिनी और रागिनी की नृत्य स्पर्धा से समय कहां पसार हो जाता था, पता ही नहीं चलता था. एक ही बरस में कितना सोना बरसा था संगीत के आसमान से कि आज पचास साल से भी ज्यादा होने पर भी उस सोने पर ज़ंग नहीं लगी है!

ऐसा मुकेश और राज कपूर की जोडी ने ‘जिस देश में गंगा बहती है’ में एक से एक बढिया गाने दिये थे. मगर क्या आप जानते हैं कि जब वह फिल्म शुरु हुई तब राज साहब ने उस में एक भी गाना नहीं रखना चाहा था? डाकु की कहानी में गाने कहां डालेंगे? लेकिन एक बार तय किया तब कैसे कैसे गाने नीकले संगीत गंगा से… “ओ बसंती पवन पागल…”, “मेरा नाम राजु…”, “प्यार कर ले नहीं तो फांसी चढ जायेगा…”, “है आग हमारे सीने में…”  “आ अब लौट चलें…”, और टाइटल गीत “होंटों पे सच्चाई रहती है…” 

इन में से  “आ अब लौट चलें…” गीत में शैलेन्द्र की लिखी इन पंक्तियों को सुन कर केनेडा, अमरिका, इंग्लेन्ड जैसे देशों में बसे भारतीय लोगों की आंखें आज भी भर आतीं है… “लाख लुभाये महल पराये, अपना घर फिर अपना घर है…” वह समय था एक ऐसी स्पर्धा का जिस में अच्छी अर्थपूर्ण कविता, कर्णप्रिय धूनों वाला संगीत और कान ही नहीं आत्मा तक को छु जानेवाली सुमधुर गायकी का त्रिवेणी संगम होता था. 

यहां इस गीत की लिन्क दे रहा हूं इस लिये कि इस गाने की रिहर्सल सिर्फ मुकेश और कोरस के साथ हुई थी. राज कपूर के सुझाव पर लता जी को गीत में लाया गया. उन से सिर्फ “आजा रे...” ही गवाया. लेकिन सुनिये और तय किजीये कितना फर्क आ गया इस गीत में. (किसी भी ‘वोइस ओफ लता’ से सिर्फ यह “आजा रे...” ही गाने को कभी कह देखना!) एक और बात: राज साहब का केनवास कितना बडा होता था यह देखने के लिये भी इस गाने को देखियेगा. आज से पचास साल पहले १९६० में आउटडोर शुटिंग में इतने लोगों को लेकर गाना बनाना! अपने सिनेमा से कितना प्यार... कहां गये वो लोग!!

 

 

 
और अंत में...
इतने अच्छे अच्छे गानों के वर्ष १९६० में ‘कानून’ भी ही आई थी, जिस में एक भी गाना नहीं था. सोचो ठाकुर!

Thursday, May 24, 2012


``I have not forgotten,                                      
                         so I am sharing it with you...''

આભાર મિત્રો… પહેલી બ્લોગ પોસ્ટને વધાવવા બદલ. જેમ વાસ્તુ પછી બધું અવેરવાનું હોય, મોડા પહોંચી શકેલા મહેમાનોની રાહ જોવાની હોય અને ના આવી શકેલાઓને ત્યાં પ્રસાદ મોકલવાનો હોય, (અમુક લોકો વાસ્તુનું ચાખતા પણ નથી હોતા!) એવું બધું બ્લોગના વાસ્તુમાં પણ થતું હોય છે. 

અમિતાભના બ્લોગ ઉપર એક લિન્ક જોઇ અને તેના ઉપર કોમેન્ટ કરી તેમાં મહેશકુમારનો ઉલ્લેખ કર્યો
પહેલી પોસ્ટનું સ્ટાર્ટીંગ ‘કેબીસી’ના ફોટા સાથે જોઇને કેટલાક મિત્રોને આશ્ચર્ય થયું હતું. તેમની ફરિયાદ હતી કે એ ફોટાને જસ્ટીફાય કરે એવા તો પહેલી લાઇનમાં વાચકોના સ્વાગતના શબ્દો જ હતા. બાકી તો અમિતાભનો ફોટો જબરદસ્તી ચોંટાડ્યો છે. ‘કૌંસમાં બબડે છે’ એવા ટાઇટલને અનુરૂપ આખા લેખમાં અમિતજીના ફોટાનું શું કામ હતું? હવે ઘરનું વાસ્તુમાં કરો તો તમે તમારા આરાધ્ય દેવ કે માતાજી અથવા જિસસ કે પછી વાહેગુરૂનો ફોટો યા તો કોઇ સુંદર આશીર્વચન જેવું મજહબી વાક્ય પ્રવેશના સ્થળે મૂકો કે નહીં? તો પછી? અમે તો જ્યારથી બ્લોગનું ખાત મહુરત કર્યું, ત્યારથી એ નક્કી હતું કે તેના મંગળ પ્રારંભે અમિતાભ બચ્ચનનો ફોટો તો મૂકવો જ છે. આફટર ઓલ, સતત ૩૦ વરસ સુધી જેમનાં વખાણ કરી કરીને પેન ઘસાઇ ગઇ હોય, એમનું નામ તો પ્રથમ જ સમરવાનું હોયને? અને આમ જુઓ તો ‘કૌંસમાં બબડે છે’ એવા ટાઇટલવાળા એ લેખના શિર્ષકને શોભે એમ ફોટામાં બચ્ચન દાદાએ બે હાથથી કૌંસનું ચિન્હ બનાવ્યું જ હતું ને?


 વડોદરાના રંગકર્મીઓ શૈલેષ ત્રિવેદી અને રૂપલ અમેરિકામાં નાટકો કરે છે. તેમની જોડીદાર જોડી રાજેશ દાણી અને જયશ્રી વડોદરામાં નાટ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. (પણ એ મારી જેમ શરમાળ છે, એટલે તેમનો ફોટો નથી મળી શક્યો.  કોઇ મદદ કરશો?)

‘કૌંસમાં બબડે છે’ એ ઠેઠ ’૭૦ના દાયકામાં વડોદરા મ્યુઝિક કોલેજના રંગમંચના મિત્રો શૈલેશ અને રૂપલ ત્રિવેદી, રાજેશ અને જયશ્રી દાણી વગેરેની ટીમ ‘રંગાવલી’ની એક રમૂજ હતી. નાટકના રિહર્સલમાં વાંચન વખતે નવા સવા ‘કલાકારો’ તેમના સંવાદને વાંચતી વખતે કૌંસમાં ‘તલવાર કાઢે’ કે ‘બબડે’ એ બધું, એટલે અંકે બધ્ધું, બોલી નાખતા હોય છે! એક ચોખવટ: હું સંગીત કે નાટક કશાનો અભ્યાસ નહતો કરતો. આપણે તો સુરસાગરની સામે મ્યુઝિક કોલેજના પગથિયાં ઉપર એ મિત્રો સાથે ક્યારેક સત્સંગ કર્યો હોય અને કૌંસમાં બબડી લીધું હોય એ માફ! (શૈલેશ અત્યારે પણ અમેરિકામાં - કદાચ ન્યુ જર્સીમાં- નાટકો કરે જ છે અને રાજેશ તથા જયશ્રી વડોદરામાં)  તેથી ‘આનંદ એક્સપ્રેસ’માં પ્રવીણ જોશી અને આઇ.એન.ટી.નાં નાટકોના કે સંગીતની ‘નાઇટ્સ’ અથવા ગઝલની ‘મહેફિલ’ના રિવ્યુ લખવાનું શરૂ કરતાં પહેલાં નાટક –ચેટકને માણવાના રવાડે ચઢવાનું થયું હોય તો ‘રંગાવલી’ને કારણે અને સંગીતની સુઝ ઉઘડી હોય તો મિત્ર પ્રકાશ જોશીને કારણે. 

મારા સંગીતના રસનું મૂળ એવો મિત્ર પ્રકાશ જશી, ‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે માંડ પકડમાં આવ્યો હતો. સાથે તેની પત્ની  (આજુબાજુ મારા અન્ય બે મિત્રો... અરવિંદ ઠક્કર અને મહેન્દ્ર સપકાળ)
પ્રકાશ જોશી અમારો એક એવો દોસ્તાર કે જેણે કલા ભવનમાં એન્જીનીયરીંગની અને મ્યુઝિક કોલેજમાં તબલાં બન્નેની તાલીમ સમાંતર લીધી. (વડોદરા બહારના મિત્રોને કૌંસમાં ચોખવટ કરવાની કે એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગના અભ્યાસ માટેની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને ‘કલા ભવન’ કહેવાય છે.... તેને મ્યુઝિક કોલેજનું નામ સમજવાની ભૂલ ના કરવી!) પાંચ વર્ષને અંતે પરિણામ? બન્નેમાં પ્રકાશ ગોલ્ડ મેડલ જીત્યો!! અમારા અભ્યાસના દિવસોમાં, ૧૯૭૦માં, ‘તલાશ’ ફિલ્મ આવી હતી. તેના ટાઇટલ ગીત “તેરે નૈના તલાશ કરે…”માં મન્નાડેના સ્વર કરતાં તેમાં તબલાં, પખાવજ અને તબલાંતરંગ જેવાં વાદ્યો સાથે સચિનદેવ બર્મને કરેલી રમઝટનાં પ્રકાશે જે રીતે વખાણ કર્યાં, મ્યુઝિકની બારીકીઓમાં રસ પડ્યો.

પ્રકાશે આપેલા સંગીતના એ જ સંસ્કાર પછી તો એના સત-સંગમાં ખુબ વિકસ્યા. સારું સંગીત માણતી વખતે મારા મનમાં હમેશાં પ્રકાશ જ પ્રકાશ હોય છે. આ થોડું વિસ્તારપૂર્વક એટલા માટે લખ્યું;  કારણ કે પહેલી બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે અહીં મિત્રોનાં વખાણ કરવામાં આવશે અને ‘બોલ્યા બાદ બોલ્યા’! ફરી થોડું જવાય? ઉપરાંત એક કારણ એ પણ ખરું કે ‘સલિલ દલાલ’ આ અને બીજા ઘણા બધા મિત્રોના સંસ્કાર સિંચનનું મિશ્રણ માત્ર છે. તેથી એવા તમામ મિત્રોને કારણે ઉઘડેલી માધ્યમની સમજને લીધે જ તો મનમાં અમિતાભ બચ્ચન આરાધ્ય દેવ સમાન સ્થાપિત થયા.

અમિતાભનો બ્લોગ ‘બિગ બ્લોગ’ ૨૦૦૮માં શરૂ થયો, ત્યારે સ્વાભાવિક રીતે જ તેને ભક્તિપૂર્વક ફોલો કરવા માંડ્યો. તેમાં કોમેન્ટ પણ એ લાલચે કરવા માંડી કે કદીક તો ‘બિગ બી’ની આંખ તળેથી આ નાચીઝ ‘એચ બી’નું નામ બી પસાર થાય. મુશ્કેલી એ થતી કે બચ્ચનના બ્લોગમાં કોમેન્ટ્સ સેંકડોની સંખ્યામાં આવતી. (હજી આવે જ છે.) એ પૈકીની શરૂઆતની ૨૫-૫૦ને તે જવાબ લખતા. એક્વાર, એપ્રિલ ૨૦૦૯માં, ૩૬૭ નંબરના બ્લોગમાં તેમણે સૂચવેલી એક લિન્કની શોર્ટ ફિલ્મ જોઇ હચમચી જવાયું. કોમેન્ટ લખીને તૈયાર કરી રાખી. જૂની પોસ્ટના સેંકડો રિસ્પોન્સમાં તેને વેડફવી નહતી. બચ્ચન નવી પોસ્ટ ક્યારે મૂકે છે, તેની રાહ જોતો કોમ્પ્યુટર સામે બેસી રહ્યો. જેવી ૩૬૮મી પોસ્ટ અપલોડ થઇ તે જ વખતે ધડાધડ કોમેન્ટ ચોંટાડી દીધી. એ આશાએ કે આજે તો કોમેન્ટમાં પહેલો નંબર આપણો જ! પણ આ શું?
પ્રિય મહેશભાઇ ‘Voice of Lata’  કરતાં વધારે Deprived Lot ના `Voice’

જ્યારે કોમેન્ટ્સ આવી ત્યારે ચોથો નંબર હતો! તેમાં મેં તે દિવસોમાં મહેશ કુમાર એન્ડ પાર્ટીવાળા મહેશ ક્નોડીયાના એક ટીવી ઇન્ટર્વ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહેશભાઇથી વધારે ખાનદાન અને ખેલદિલ બીજા આર્ટીસ્ટ કે ઇવન જાહેર વ્યક્તિ જોવાના હજી બાકી છે.  તેમનો એ ઇન્ટર્વ્યુ ટીવી ઉપર જોયો અને તે પછીના અઠવાડિયાની મારી ટીવીની કોલમમાં મેં તેનો ભાવપૂર્વક ઉલ્લેખ પણ કર્યો હતો. મહેશભાઇએ એટલી સાહજિકતાથી ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, જ્યારે એ નાના હતા, ત્યારે ગામમાં થતા જમણવારના પ્રસંગોમાં વધેલું ખાવાનું લેવા એ પણ જતા. તેથી આજે જ્યારે કોઇ જગ્યાએ એ પબ્લિક ફન્ક્શનમાં જાય છે, ત્યારે ઇરાદાપૂર્વક સ્વીટ વગેરે  ખાવાનું પોતાની પ્લેટમાં વધારે છાંડે છે…. “જેથી એ બધું વધ્યું ઘટ્યું લેવા આવનાર કો’કને તો પહોંચશે!”  આ સાંભળીને તમે પગથી માથા સુધી સળગી ના ઉઠો?
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છતાં વિનમ્ર નરેશ કનોડિયા
મહેશ કનોડિયાને કેટલા લાખ સલામ કરીએ? કયો માઇનો લાલ પાર્લામેન્ટના સભ્ય થયા પછી પોતાની જિંદગીની આવી વાત જાહેરમાં યાદ કરી શકે? એક કરતાં વધુ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાનાર એ કલાકારની વાત કલેજાના ચીરા કરી દે એવા કયા ઘામાંથી વહી હશે, તેનો અંદાજ કેટલાને આવી શક્યો હશે? એ કોઇ નાટકીયતા- મેલોડ્રામા- ઉભો નહતા કરતા. સહજ રીતે વર્ણન કરતા હતા. એ દિવસે મને એ ‘Voice of Lata’  કરતાં વધારે રોજબરોજ લોટ માટે ટળવળતા Deprived Lot ના `Voice’ તરીકે મનમાં વસી ગયા. તે પછી ‘ઇટીવી’ના સ્ટુડિયોમાં તેમના એવા જ વિનમ્ર ભાઇ (સંખ્યાબંધ સુપરહીટ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છતાં વિનમ્ર એવા) નરેશ કનોડિયાને મળવાનું થયું, ત્યારે તેમને પણ મહેશભાઇને મારી લાગણી પહોંચાડવા કહ્યું હતું. 

 

 એ મુદ્દો કેવો ઝકઝોરનારો છે કે જો સમાજનો એક આખો વર્ગ દારૂણ ગરીબીમાં હજી પણ સબડતો હોય, તો આ વ્યવસ્થામાં ધરમૂળથી જ કશુંક ખોટું છે. સૌને એ સત્ય આપોઆપ કેમ ના સમજાય? માર્ક્સવાદીઓ, માઓવાદીઓ કે નક્સલવાદીઓ વધતા જાય છે, તેનું કારણ ક્યાં છે? એ સમજવા પી. સાંઇનાથ જેવા લેખકના લેખ વાંચવા અને એ નામ કદાચ અજાણ્યું લાગતું હોય તો ઋષિકેશ મુકરજીની ફિલ્મ ‘નમક હરામ’ યાદ કરી શકાય. તેમાં સિમી અમિતાભના પાત્ર ‘વિકી’ને કહે છે કે “ચારે તરફ ગરીબીનો મહાસાગર ઘૂઘવતો હોય, ત્યારે સમૃધ્ધિના ટાપુ પર રહેનારાઓને ઉંઘ કેવી રીતે આવી શકે છે?” (સંવાદોની ચોક્કસતા માટે કાન ના પકડશો. મતલબ એ જ હતો અને છતાં પિક્ચર ઓનલાઇન જોઇ કાઢશો તો મારાથી વધારે ખુશ કોઇ નહીં થાય.)

 


એ મુદ્દાના સંદર્ભે અમિતાભના બ્લોગ ઉપર ૨૦૦૯માં મૂકાયેલી નીચેની ક્લીપ માત્ર છ મિનીટની છે; તે અવશ્ય જોવા ભલામણ છે. (ના જુએ એને અમિતાભ બચ્ચનની આણ છે!) તમને ફેસબુક ઉપર મિત્ર આશિષ કક્કડની બે મિનીટની વાર્તા હલાવી જતી હોય કે રણજીત ગઢવી અથવા સુકુમાર ત્રિવેદી જેવા મિત્રોની કોમેન્ટ્સ જલદ લાગતી હોય તો આ ધાર્યા મુજબની - પ્રિડીક્ટીબલ લાગતી ટચુકડી ફિલમ તમારે જોવી જ રહી. માત્ર એટલા માટે નહીં કે એ મારા અત્યંત ગમતા કલાકાર અમિતાભ બચ્ચને મૂકી હતી. એટલા કારણે પણ નહીં કે ૨૦૦૬ના બર્લિન ફેસ્ટીવલમાં મળેલી ૩૬૦૦ શોર્ટ ફિલ્મની એન્ટ્રીઓ પૈકી આ શ્રેષ્ઠ ઠરી હતી. પણ એટલા સવાલ માટે કે ગાડીઓ અને સ્કૂટરના ખોરાક જેવા પેટ્રોલના ભાવમાં થતો વધારો જેટલી તીવ્ર પ્રતિક્રિયાઓ જગવે છે; એટલી અકળામણ સમાજના સૌથી ગરીબ વર્ગને રોજે રોજ પોતાના પરિવાર માટે બે ટંકના રોટલા ભેગા કરવા કરવી પડતી જદ્દોજહેદની કે તેની મજબુરીની અકળામણ  કોઇ રીતે આપણને થાય છે ખરી?

સ્ટેચ્યુટરી વોર્નીગ: આ ધાર્યા મુજબની -પ્રિડિક્ટીબલ- લાગતી ફિલ્મને ધીરજથી જોતા રહેજો.. તેના ઉપર ક્લિક થાય એ પહેલાં શાકાહારી મિત્રોને જણાવવાનું કે તેમાં ‘ચિકન’ની વાનગી દેખાશે. પણ તો ય તે (એટલે કે ફિલમ!) આખી પૂરી કરજો. (આમ પણ આપણે સૌ સાવ વેજીટેરિયન ક્યાં છીએ? ‘નોનવેજ જોક્સ’ તો મજેથી માણીએ જ છીએને?!)



 તિખારો!
અમિતાભ બચ્ચને તે દિવસના તેમના બ્લોગની શરૂઆતમાં મૂકેલા નીચેના પ્રશ્નોત્તર ‘મધર્સ ડે’ પર કેવા સરસ શોભે!
What makes all Mothers special?

ANSWER :
When I came home drenched in the rain my brother said –
“Why don’t you take an umbrella with you!”
My sister said –
“Why didn’t you wait till the rain stopped!”
My father angrily said –
“You will only learn after getting a cold!”
*
*
*
But my mother, while drying my hair, said –
“Stupid  rain!”
  

Sunday, May 20, 2012



કૌંસમાં બબડે છે!!
 

“નમસ્કાર…. આદાબ…. સત શ્રી અકાલ….” એમ અમિતાભ બચ્ચને ‘કેબીસી’થી આપેલા નવતર અખિલ ભારતીય ગ્રીટીંગ સાથે પ્રારંભ કરવો કે પછી આપણા ગુજરાતની પ્રચલિત રીતે  “જય શ્રી કૃષ્ણ…. જય સ્વામિનારાયણ… ઓમ સાંઇરામ….જય જિનેન્દ્ર…. કે પછી અસ્સલામ વાલેકુમ….” જેવું બધું ભેગું કરીને સર્વ ધર્મ સમભાવવાળું મિશ્રણ કહેવું કે પછી સાવ સિમ્પલ “Hi Friends…’’ અથવા તો “કેમ છો, મિત્રો?” કહીને શરૂઆત કરવી? એવી ફોર્માલિટિ પાછળ વધુ સમય બગાડવાને બદલે છેવટે બે વરસની ઓફિશ્યલ આળસ પછી આજે ૨૦૧૨ના મે માસના ત્રીજા રવિવારે આ બ્લોગનું ‘શ્રી ગણેશાય નમ:’ થઇ જ રહ્યું છે, ત્યારે મે મહિનાનું મારા જીવનમાં અનાયાસ વધતું જતું મહત્વ પણ સમજાઇ રહ્યું છે.

કેમ કે મે મહિનાના મધ્યભાગમાં જ ૧૯૭૮ની સાલમાં આણંદના અમારા પારિવારિક સાપ્તાહિક ‘આનંદ એક્સપ્રેસ’માં સફળતાપૂર્વક ચાલતી કોલમ ‘ફિલમની ચિલમ’  મુરબ્બી વડીલ અને ગુરૂજન એવા વિનોદ ભટ્ટ્ની ભલામણથી ‘સંદેશ’માં લઇ જવાની અને તેને પગલે માત્ર ખેડા જિલ્લાને બદલે સમગ્ર ગુજરાત અને મુંબઇ સુધીના વાચકો સુધી પહોંચવાની (હવે તો જાણીતી!) તક મળી હતી. તે રીતે જોઇએ તો ‘સલિલ દલાલ’નો જન્મ ૧૯૭૮ના મે મહિનામાં ગણાય. (નહીં તો ‘હસમુખ ઠક્કર’ મોટેભાગે વિદ્યાર્થીકાળના ટૂંકાક્ષરી નામ ‘એચ. બી.’ તરીકે જ ઓળખાત!) 


તેના બીજા વરસે ૧૯૭૯માં ફરી મે માસમાં જ ૧૮મીએ મારા જીવન માટે અને અમારા કુટુંબમાં આધારની અત્યંત મજબુત ધરી બનનાર - જીવનસંગિનિ - હર્ષા સાથે લગ્ન થયાં. વળી, ૨૦૦૮માં કેનેડા આવવાનું ફાઇનલ થયું અને ત્યારે તે સમયે, ‘સંદેશ’માં ચાલતી કોલમ પણ મે મહિનામાં જ બંધ થઇ હતી. ટૂંકમાં, મે મહિનામાં ઉથલ પાથલ ઘણી રહે છે! ૨૦૦૮માં કેનેડા આવી ગયા પછી તે દિવસોમાં નવા નવા શરૂ થયેલા બ્લોગ્સ, ખાસ તો અમિતાભ બચ્ચન અને પરમ મિત્ર ઉર્વીશ કોઠારીના બ્લોગ વાંચતાં પોતાનો બ્લોગ શરૂ કરવાની ચળ ઉપડતી ખરી. 

પણ ટેકનીકલી ચેલેન્જ્ડ વ્યક્તિ તરીકે બીક લાગ્યા કરતી. (જો કે તે વખતે ખબર નહતી કે “ડર કે આગે જીત હૈ!” નહીંતર તે દિવસોમાં જ ઝંપલાવ્યું હોત.)  એવામાં  જય વસાવડા જેવા ડીયર ફ્રેન્ડ ઓરકૂટ ઉપર અને પછી ફેસબુક ઉપર રહીને વાચકો સાથે સંપર્કમાં રહી શકે છે એ જાણ્યું. ત્યારે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા પાછળ “હું આળસી શકીશ” એ આકર્ષણ સૌથી મોટું હતું. કારણ કે તેમાં રોજ કે નિયમિત કોઇ એક દિવસે લખીને મૂકવાની કશી ડેડલાઇન નહીં. કશું ફરજિયાત નહીં. જો પસંદ પડે તો ખાલી એક ક્લીક કરીને ‘લાઇક’ પણ કરી શકાય. ટાઇપ પણ કરવાનું નહીં! 


એવા આળસવર્ધક ‘એ ક્લાસ’ ફંડા ઉપલબ્ધ હોય પછી ‘બી લોગ’ કા ઝમેલા કાયકુ? ઉપરાંત ફેસબુકની મઝા એ કે કોઇને ફેસ ટુ ફેસ મળવાનું નહીં કે દેખાડવા પણ બુક કાઢવાની નહીં. (ફેસબુક પર જોયું કે ત્યાં તો મારા સ્વ. સસરા આર. સી. ઠકકર કહેતા એમ,  “કિસી કા બેલ, કિસી કા ગાડા, બંદે કા ડચકારા…” ચાલતા હતા. કોની કવિતા અને કોણ દાદ લઇ જાય! એવા ‘ડચ.. કવિ’ઓનો પણ રાફડો ફાટ્યો હતો. તેથી તેમને ડચકારવા પણ જવું; એ ય ચળ જવાબદાર ખરી.) ફેસબુકની બીજી મઝા એ ય ખરી કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર મિત્રોની વર્ચ્યુઅલ મહેફિલ હોય, તેમાં જઇને બેસવાનું. ફાવે એટલો સમય બેસો. અમારા બોરસદ તાલુકાના કાંઠાગાળાની ભાષામાં કહું તો “વર્તી ના ફાવે તો હેંડતા થઇ જવાનું.”
ટૂંકમાં, ‘બસંતી’ની સંતવાણી “બૈઠે બૈઠે, નહીં બૈઠે નહીં બૈઠે….. ” અહીં સાકાર થતી હતી. એટલે ‘ફેસબુક’માં એન્ટ્રી પાડી. થોડોક સમય લાઇકમ લાઇકા કર્યું. પણ બ્લોગનો કીડો સળવળાટ ના મૂકે. એવા દિવસોમાં કેલીફોર્નિયાથી શિવાની દેસાઇ ફેસબુક ઉપર મિત્ર બની અને તેણે શીખવ્યું કે ફેસબુકમાં ‘નોટ’ કેવી રીતે મૂકાય. (યે પોઇન્ટ નોટ કિયા જાય, યોર ઓનર!) સદરહુ શિવાની સાથે પહેલી (હકીકતમાં તો એક માત્ર!) રૂબરૂ મુલાકાત મુરબ્બી ગુણવંત શાહના વિચારશિબિર વખતે વરસો પહેલાં થઇ હતી. 

એ જ શિબિર દરમિયાન અવ્વલ દરજ્જાના ફોટોગ્રાફર સંજય વૈદ્યે પાડેલો ફોટો અત્યારે બ્લોગ ઉપર મૂક્યો છે, જેથી મારા વાળના જથ્થા વિશેની મારી ગેરસમજણ ટકી રહે! શિવાની દેસાઇ પણ આટલાં વરસ પછી અન્ય મિત્રોની માફક મારા ડીસ્ટન્સ લર્નીંગની ટીચર બની. (શિવાની નામ મને તો આમે ય લેણે જ છે. મારા ઘરમાં દીકરી જેવી પુત્રવધુ પણ શિવાની છે… ‘વધુ’ તો શું કહું?)


ફેસબુક દ્વારા જ રાજકોટના મુકુલ જાની પણ ગુરૂ બન્યા અને તેમણે ગુજરાતી ટાઇપીંગની મારી ઓછી આવડતને દૂર રહે રહે દૂર કરી. તેમની જેમ જ રૂચિર પંડ્યા અને સમીર જગોત પણ ફેસબુકથી વિસ્તરેલા પરિવારના સભ્યો થયા. કદી ના મળ્યા હોય એવા સેજ શાહથી માંડીને ધૃતિ અમીન અને વિરાજ ભટ્ટ અને મયૂરિકા માયા સુધીના સૌ સામેલ થતા ગયા.
ઉપરાંત ‘અધિર’ અને ‘બધિર’ અમદાવાદી ભાઇઓ અને તેમની હળવી શૈલીનો પરિચય પણ થતો ગયો. બન્નેએ પ્રોફાઇલ પિક્ચરમાં પ્રાણીઓનાં બનાવટી ચિત્રો મૂક્યાં તે અગાઉની તેમના અસલ નામ સાથે ઓળખાણ થઇ હતી. ‘ફ્રેન્ડ્સ ઓફ અધિર એન્ડ બધિર’માં એવા ગૃપ પહેલાંનો સમાવેશ!  તો આશિષ કક્કડ, જ્યોતિ ચૌહાણ, ઋતુલ જોશી કે વિદ્યાનગરમાં મેઘા જોશી અને નેહલ મેહતા, જામનગરના નરેશ ડોડિયા અને તેમની કવિતાઓ.... અહાહા... શું દિવસો હતા એ ફેસબુકના!
 



તે સમયે અમેરિકાના ‘ગુજરાત ટાઇમ્સ’માં રમેશ તન્નાએ રીતસર પઠાણી ઉઘરાણી કરીને ફિલ્મી દુનિયાના કુમારોની સિરીઝ ‘કુમાર એન્ડ કુમાર’ લખાવી હતી. તેમાં છેલ્લે મારા સૌથી પ્રિય કુમાર દિલીપકુમાર વિશેના ૮ હપ્તા થયા પછી અટક્યા છીએ. ખરેખર તો લટક્યા જ કહેવાઇએ. કેમ કે હજી બીજા ૮-૧૦ હપ્તાની શક્યતા છે. 

પણ જેમ ગુલઝાર વિશેની એક પ્રલંબ શ્રેણી પ્રણવ અધ્યારૂ જેવા કોઇ પઠાણ સંપાદકની રાહ જુએ છે, એમ જ યુસુફખાન પઠાણની લેખમાળા માટે પણ મારી પેન કોઇ દંડાધારી પઠાણનો ઇન્તજાર કરી રહી છે. (એક ખાત્રી એડવાન્સમાં: હું કદી મારા કોઇ સંપાદકને “મેરી પેન કો ધક્કા ક્યૂં મારા?” એમ નથી કહેતો. પછી એ ‘આરપાર’માં ગીતકારોની શ્રેણી ‘બાયોસ્કોપ’ શરૂ કરાવનાર ઉર્વીશ કોઠારી  હોય કે ‘વિચારધારા’માં એક એક ગીત પર ચાર ચાર પાનાંના લેખવાળી  ‘આંખોં કી ગુસ્તાખીયાં’ કરાવનાર સૌરભ શાહ હોય!) 


‘કુમાર એન્ડ કુમાર’માં આવતા મારા રાજકુમાર, સંજીવકુમાર, અશોકકુમાર, રાજેન્દ્રકુમાર અને કિશોર કુમારના જીવન આલેખ લેખો શિવાનીના માર્ગદર્શન મુજબ ‘નોટ્સ’ વિભાગમાં ફેસબુક પર મૂકવા માંડ્યા. તેને જે રીતનો રિસ્પોન્સ મળતો હતો તેને લીધે બ્લોગની આળસ વધતી જ જતી હતી. (મોડો બ્લોગ શરૂ થવા બદલ એક જ વ્યક્તિને દોષ દેવાનો હોય તો તે શિવાની દેસાઇ સિવાય કોને દેવાય, યોર ઓનર?!)  


પછી સમય જતાં ફેસબુકમાં મિત્રોની મર્યાદા પણ ખબર પડતી ગઇ…. અહીં પાંચ હજારથી વધારે દોસ્તોની દોસ્તી મંજુર થતી નથી. હવે? મિત્રો વિનંતિ મોકલે રાખે અને આપણે ફેસબુકના લીમીટેશનને લીધે ટેન્શનમાં કે એ બધાને કેવું લાગશે કે “આમને ભૈ ભૈ કરીએ છીએ, ત્યારે ભૈ તો મોભારે ચઢે છે!!”

એટલે ત્યાં ફેસબુક પર પોતાનું પેઇજ શરૂ કરવાનો છંદ પણ કરી જોયો. પરંતુ, ફેસબુક પણ અંતે તો ગ્લોબલ વિલેજનો એક સમાજ જ છે. જે મિનિટે તમે સહેજ એક્ટીવીટી કરો, એટલે ગામ આખું જાણે કે તમે કોને ત્યાં ઢાંકો ઢૂબો કે ઇવન ટહૂકો પણ કરી આવ્યા. પછી શરૂ થાય વર્ચ્યુઅલ રિસામણાં! એકાદ બે જણના વાટકી વહેવાર કટ થવાથી થતી શરૂઆત છેવટે તમને નાત બહાર પણ મૂકી શકે, એ નરસિંહ મહેતાના સમયથી લાગી શકતી બીક છે. પણ  મેં અગાઉ કહ્યું એમ, “ડર કે આગે જીત હૈ…”!

કેમ કે ‘નોટ્સ’ની ફાવટ આવી ગઇ હતી. (થેંકસ શિવાની, સિરીયસ્લી.) હવે બ્લોગ માટે તૈયાર હતો. વળી, જય વસાવડાથી મિત્ર કિન્નર આચાર્ય અને બિનીત મોદી સહિતના દોસ્તારો પોતપોતાના બ્લોગમાં ગોઠવાઇ રહ્યા હતા. એટલે થયું કે સાવ ડરી જવા જેવું તો નહીં જ હોય. નવી સોસાયટીમાં બે ચાર હિંમતવાનના બંગલા બને પછી બીજાઓ પણ આવે એમસ્તો! છેવટે પાછા બ્લોગના બાંધકામના રસ્તે… શિલારોપણ તો થયેલું જ હતું. 

હવે આઇટીના જાણકાર અને અનુભવી પ્રોફેશનલ્સ એવા મારા બે દીકરાઓ સ્વપ્નિલ અને સનીનું કામ શરૂ થતું હતું. (બાય ધે વે, અહીં આ બ્લોગમાં બે ચાર વાક્યે એકાદ મિત્રનું કે કુટુંબીજનનું નામ છોડતા રહેવાનું પણ પ્લાનીંગ છે જ. જેમનું પણ નામ આજે નહીં લઇ શકાયું હોય તેમનું ભવિષ્યમાં આવશે જ. આફટર ઓલ, આ તો ‘મારો’ બ્લોગ છે, કાંઇ છાપાની કોલમ થોડી છે કે લેખમાં ટેલેન્ટેડ દીકરાઓ કે સુદામાના કૃષ્ણ હતા એવા મારા મિત્રોનાં અદભૂત કામો વિશે લખી ના શકાય?)  

પણ હવે જ પરીક્ષા શરૂ થઇ. કેમ કે ઉર્વીશ જેવો મિત્ર ઇન્ડીયા રહે રહે માત્ર ગાઇડ જ કરી શકે અને એ બાપડો કંટાળે એ હદે મોડી રાતે તેની ઉંઘરાણીને હું વિલંબમાં નાખતો અને સોનલ રાણીને પણ કંટાળો આવે એવા સમયે મારી ઉઘરાણી ચાલતી. મે મહિનામાં ‘મધર્સ ડે’ ના રવિવારે મારી પૂજ્ય બાના સ્મરણ સાથે બ્લોગનું વાસ્તુ કરી દેવું એવી તારીખ નક્કી કરી દીધી. પરંતુ, ઉર્વીશ જેને ‘ઓરીજીનલ મોદી નંબર વન’ કહે છે તે બિનીત મોદીએ આપેલી રત્નકણિકા યાદ ના રહી અને ફળ ભોગવ્યું. બિનીતે ઠેઠ ઇ.સ. ૨૦૦૫માં મારા  પ્રથમ અને એક્માત્ર (હા, ભૈ હા…. હજી સુધી પ્રગટ થયેલા એક જ!) પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ ના લોકાર્પણ સમારંભ પહેલાં થયેલી મારી દયનીય સ્થિતિ જોઇને અનાયાસ જ કહ્યું હતું કે “મા કોઇની મરશો નહીં અને હોલ કોઇ બુક કરાવશો નહીં!”


અહીં હોલ બુક નહતો. પણ ‘મધર્સ ડે’ની તારીખ તો ગ્રીટીંગ કાર્ડની કંપનીઓએ એક વરસ અગાઉથી નક્કી કરી દીધેલી. પરદેશમાં બિનીત મોદી, પ્રણવ અધ્યારૂ અને ઉર્વીશ કોઠારી જેવા વક્ત કે પાબંદ અને દયાળુ મિત્રો ક્યાંથી લાવવા? કેનેડામાં તો સુપુત્રો સ્વપ્નિલ અને સની હતા. હમણાં જ સ્વપ્નિલના એક ફોટાને ફેસબુક ઉપર મારે ત્યાં શેર કર્યો, ત્યારે બસ્સો ઉપરાંત મિત્રોએ લાઇક કર્યો હતો અને કોમેન્ટ કરનારાઓએ એક અવાજે કહ્યું હતું કે ‘મોરનાં ઇંડાંને ચિતરવાં ના પડે!’

હવે જો હું ૩૦ વરસ કોલમ લખીને એક જ પુસ્તક પ્રકાશિત કરી શકતો હોઉં, (તેમજ તેનાં ૭ વરસ થયા પછી બીજા માટે સળવળાટ પણ ના કરતો હોઉં!) તો દીકરાઓ? એ “પપ્પા, નેક્સ્ટ વીકએન્ડમાં બેસી જઇએ..” એમ કહીને મુદત પાડે જાય, તો ‘મોર’ને નવાઇ ના લાગવી જોઇએ અને લાગતી પણ નથી કે more ટાઇમ કેમ લાગે છે? (એમ તો મારા અંગત ગણાય એવા કેટલાય મિત્રોએ કદ્દી મારું લખેલું કશું જ વાંચ્યું નથી. ‘કદી’ એટલે? ‘બાગબાન’માં અમિતાભ બચ્ચન કહે છે એમ હું પણ ડોકી -અલબત્ત મારી જ- ડાબેથી જમણે લઇ જઇને ભારપૂર્વક કહી શકું એમ છું કે “કુછ્છ ભી નહીં!”

વળી ઘર કાંઇ ફિલ્મી અદાલત તો હોતી નથી કે  સની દેવલની જેમ આપણાથી ઘાંટા પાડીને ઢાઇ કિલોના અવાજમાં “તારીખ પે તારીખ, તારીખ પે તારીખ” એમ કહેવાય?(ખાસ કરીને જ્યારે સામે પણ સની જ હોય.... ભલેને ઠક્કર પ્રકારનો!)


 વાંક તો મારો જ હતોને? બ્લોગનું સત્તાવાર ખાત મહુરત તો ૨૦૧૦થી થયેલું હતું અને આપણે જ બે વરસે હરુજ્યા હતા! ખેર, ટૂંકમાં કહું તો (આમ પણ સંત બસંતીના ચેલા તરીકે હું પણ કહું જ છું કે “હમેં જ્યાદા બાત કરને કી આદત તો હૈ નહીં..” કો’કવાર કૌંસમાં બબડી લેવાનું બસ.) મિત્રો અને પરિવાર જનો ખાસ તો બન્ને દીકરાઓના મળેલા સક્રીય ટેકનિકલ સાથ અને સહકારથી ‘મધર્સ ડે’ નિમિત્તે શરૂ કરવા ધારેલો બ્લોગ, આજે શરૂ થઇ રહ્યો છે, તેનો અનહદ આનંદ અને સંતોષ છે. તેના સાજ શણગાર અને ખુબસુરતી બધું મારા લાડલાઓની મહેનતનું જ પરિણામ છે. હું જાતે કરવા જાત તો જુનમાં ફાધર્સ ડે વખતે પણ કદાચ આજના જેટલો જ બઘવાયેલો હોત! (આજેય સનીએ તૈયાર કરેલું આખું પાનું બે વાર મારાથી ઉડી ગયું હતું. છતાં દરેક વખતે એ જરાય અકળાયા વગર ‘પુનશ્ચ હરિ ઓમ’ કરતો! થેન્ક યુ, ડીયર સની એન્ડ સ્વપ્નિલ!)

જો બ્લોગ ગયા રવિવારે ‘મધર્સ ડે’ નિમિત્તે આરંભ થાત તો પૂજ્ય કમુબા વિશે એક સ્મૃતિલેખ કરવો હતો. હવે એ ફરી ક્યારેક. મારી બાએ આખી જિંદગી એટલો સંઘર્ષ કર્યો હતો કે તેનું સ્મરણ માત્ર આંખ ભીની કરાવી જાય છે. એક વાર બા અને મોટાભાઇ (મારા પિતાશ્રીને અમે મોટાભાઇ કહેતા તે) વાતોના મુડમાં હતાં. મેં તેમને જાણ ના થાય એમ તેમની વાતો ટેપ કરી લીધી હતી. તેમાંનો એક અંશ આજે મહુરતમાં મૂકીને પ્રારંભ કરવો છે. આ શબ્દો મારે ‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે ટાગોર હોલમાંથી વગાડવા હતા. 

છેલ્લી ઘડીએ મારી જ ગેરવ્યવસ્થાને લીધે એ શક્ય ના બન્યું. (મારાં કાયદામાં ‘મધર’ એવાં સાસુમા વિદ્યાબા તો આજે ય કહેતાં જ હોય છે, “હસમુખલાલ થોડુંક ‘વેવસ્થી’ કામ કરીએ, તો છેલ્લી ઘડીએ ઓભામણ ના થાય!”) પછી વિચાર આવે છે કે તે દિવસે ‘ટાગોર’માં તો માંડ હજાર – બારસો જ લોકો એ સાંભળી શક્યા હોત. આજે ભલું થજો આંતરજાળનું (ઇન્ટર્નેટનું, ભૈ સા’બ!) કે ઠેઠ અંતરિયાળ દુનિયા આખી સાંભળશે, બાના વિશીષ્ટ આશીર્વાદ!

જય હો માડી… તારા ચરણોમાં માથું મૂકીને આજે આ નવું ડગલું માંડી રહ્યો છું. બસ... તું માથે હાથ પસરાવતી રહેજે, બા’લી! 


(પ્લે બટન ઉપર ક્લીક કરવાથી ૨૦ સેકન્ડની આ ઓડિયોમાં, મારી બાની જિંદગીના નિચોડ જેવા ચરોતરના તળપદા શબ્દો સાંભળી શકાશે... “બહુએય માથે પડ્યું છે, ભૈ… કશું હંભારે પાર નથી.. અને ચોપડી લખવા બેહે તો આખી લખાઇ જાય… આ જિંદગીની… એટલે હવે… ભગવાનને બે હાથ જોડીને પગે લાગીએ…. છોકરાંને સુખી રાખજે…. અમારું જે થયું તે થયું….”)