સજોડે જોવા મળશે કે પછી....?
શાહિદ કપૂરના લગ્નમાં તેનાં અસલી મમ્મી નીલિમા અઝીમ શું સાવ બૅકગ્રાઉન્ડમાં રહી ગયાં હતાં? સૌ જાણે છે એમ, નીલિમા એક સમયનાં ગ્રેટ ટીવી એક્ટ્રેસ અને પંકજ કપૂરનાં પ્રથમ પત્ની છે અને તે નાતે કંકોત્રીમાં નિમંત્રક તરીકે પંકજ અને સુપ્રિયાની સાથે સાથે તેમનું પણ નામ હતું. તે સાઇડ ટ્રૅક થયાની ચર્ચાઓને ભલે બહુ મહત્વ ના મળ્યું હોય. પરંતુ, જ્યારે મેરેજ માટે બુક કરાવાયેલી હોટલમાં નીલિમા ના રોકાયાં અને તેમની એક સહેલીને ત્યાં પોતાનો ઉતારો રાખ્યો ત્યારે ગણગણાટ થવો સ્વાભાવિક હતો. શું તેને જ લીધે ‘નીલિમા મૉમ’ના મહેંદી મૂકેલા હાથના ફોટા કે પછી ગૃપ ફોટામાં તે હોય એવી તસ્વીરો પણ સર્ક્યુલેટ કરાઇ હતી?

મીરા માટે ખરી પરીક્ષા આ સેલીબ્રિટી
સ્ટેટસ સાથે એડજ્સ્ટ થવાની હશે. એક અજાણી વ્યક્તિમાંથી રાતોરાત જાણીતી બ્રાન્ડ એમ્બેસેડર
કે ઇવન સ્ટાર-વાઇફ થવાનું એટલું સહેલું નથી હોતું. શાહિદના તો કરિના અને પ્રિયંકા જેવી
હીરોઇનો સાથેના સંબંધોની ગૉસીપ જગજાહેર છે; પરંતુ, મીરાના કહેવાતા જૂના બૉયફ્રેન્ડની
તસવીરો પણ ઑલરેડી સોશ્યલ મીડિયામાં ફરવી શરૂ થઈ ચૂકી છે. સ્ટારની પત્ની જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી
બહારની હોય તો તેની પાસે લાઇફ સ્ટાઇલના બે વિકલ્પ હોય છે. કાં તો સિનેમાના સર્કલમાં
બહુ ઇન્વોલ્વ થયા વગર વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા આલ્વાની (જે હમણાં બીજા સંતાનની
માતા બન્યાં તેમની) માફક કે ઇમરાનખાનની વાઇફ અવંતિકાની જેમ પોતાનો ઘરસંસાર ચલાવવામાં
ધ્યાન આપવું; અથવા તો ગૌરી ખાનની માફક પાર્ટીઓ અને ફંક્શનોની સોશ્યલ સર્કિટમાં પોતાનું
આગવું સ્થાન ઉભું કરવું.
આમ તો એવું મનાય છે
કે મીરા બહુ પબ્લિસિટીમાં નહીં સામેલ થાય, કારણ કે તે એક સત્સંગી પરિવારમાંથી આવે છે.
તેમની સમગ્ર લગ્નવિધિ દરમિયાન મીરાના પિયરને જેમનામાં આસ્થા છે એ રાધાસ્વામી (બિઆસ)
પંથના ગુરૂજી સતત ઉપસ્થિત રહ્યા હતા. પણ ફિલ્મો અને ગ્લેમરની ચકાચૌંધ ભલભલાને લલચાવવાની
તાકાત ધરાવે છે અને એ જ ખરી પરીક્ષા હોય છે. પણ શાહિદ ઉપરાંત તાજેતરમાં જહોન અબ્રાહમ
પણ પ્રિયા રૂચાલ સાથે પરણ્યા પછી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અપરિણિત સલમાન ખાનને
લગ્નની સંભાવનાના પ્રશ્ન પૂછાવા સ્વાભાવિક હતા અને તે અંગેના જવાબથી સૌને આંચકો લાગ્યો!
‘તમે પણ શાહિદની માફક એરેન્જ્ડ મેરેજ કરવાનું પસંદ કરો?’ એવો સવાલ ‘બજરંગી ભાઇજાન’ના
પ્રચાર માટે આજકાલ પ્રેસને નિયમિત મળતા સલમાનને પૂછાયો, ત્યારે જવાબ શું હતો? “વ્હાય
નોટ? પણ હજી સુધી મારી પાસે એવી કોઇ દરખાસ્ત આવી નથી...” (એનો એક અર્થ એવો પણ થઈ શકે
કે કોઇ કન્યાએ કે તેના પરિવારે હજી પહેલ/હિંમત કરી નથી!)

તેથી ‘હીરો’ નો ફર્સ્ટ લુક ખુદ સલમાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મૂકીને શુભ આરંભ કર્યો
અને ‘બજરંગી....’ જેવા વર્ષના અત્યાર સુધીના સૌથી મોટા પિક્ચર સાથે ‘હીરો’નું ટ્રેઇલર
મૂકવાનો પણ પ્લાન કર્યો છે. સવાલ એ છે કે
‘હીરો’ના ટ્રેઇલરમાં રિલીઝ ડેટ કઈ લખવી? પ્લાન ચોથી સપ્ટેમ્બરના છે. પરંતુ, ‘શાનદાર’
ખસ્યાની વાત ફેલાઇ ત્યાં જ અનીસ બાઝમીએ પોતાની નાના પાટેકર, જહોન અબ્રાહમ, અનિલ કપૂર,
પરેશ રાવલ જેવા ધુરંધરોને લઈને બનાવેલી ફિલ્મ
‘વેલક્મ બૅક’ માટે પણ ૪ સપ્ટેમ્બર એનાઉન્સ કરી દીધી. હવે જો સલમાનના ‘હીરો’ને ઓડિયન્સ
માટે ‘વેલકમ’ જેવી હીટ પ્રોડક્ટની સિક્વલ સામે હરિફાઇ કરવાની થાય તો ધારી જમાવટ ના
થાય એ સ્વાભાવિક છે. કારણ, જો ‘હીરો’ અને ‘વૅલકમ બૅક’ બેઉ એક સાથે આવશે તો ઢગલાબંધ
થિયેટરો બુક કરવાના અત્યારના ટ્રેન્ડમાં ‘હીરો’ માટે કેટલા સ્ક્રિન ઉપલબ્ધ થાય એ સવાલ
થવાનો. પણ તેથી મોટો સવાલ એ છે કે ‘વૅલકમ બૅક’ના અનીસ બાઝમી એક્ટર સલમાન કરતાં ‘હીરો’
ફિલ્મના પ્રોડ્યુસર એવા ‘ભાઇજાન’ને નારાજ કરવાનું સાહસ કરી શકશે? કેમ કે તેમની બીજી
અંડર પ્રોડક્શન ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ના મેઇન સ્ટાર ખુદ સલમાનખાન જ છે! (સોચો
ઠાકુર!!)

તિખારો!
આ મજાક બદલ રીશીકપૂરે સોનાક્ષી સિન્હાની માફી પણ માગી લીધી છે. પરંતુ, ટ્વીટર પર ચિન્તુબાબાએ કરેલી આ ગમ્મત છે ઇન્ટેલિજન્ટ....
“પુલિસને અસ્સી કિલો હીરોઇન પકડા.. ''
'' હીરોઇન? સોનાક્ષી નિર્દોષ જ હશે, પોલિસે તેને છોડી દેવી જોઇએ!!”
આ મજાક બદલ રીશીકપૂરે સોનાક્ષી સિન્હાની માફી પણ માગી લીધી છે. પરંતુ, ટ્વીટર પર ચિન્તુબાબાએ કરેલી આ ગમ્મત છે ઇન્ટેલિજન્ટ....
“પુલિસને અસ્સી કિલો હીરોઇન પકડા.. ''
'' હીરોઇન? સોનાક્ષી નિર્દોષ જ હશે, પોલિસે તેને છોડી દેવી જોઇએ!!”
No comments:
Post a Comment