Saturday, July 4, 2015

પડ્યું પડ્યું ગુણ દે!





પડ્યું પડ્યું ગુણ દે!

અહીં ટોરન્ટોની રેલ્વેમાં, એટલે કે ‘સબવે’માં, નિયમિત મુસાફરી કરતાં ૨૦૧૨ના જૂન માસમાં એક સ્ટેશન વિક્ટોરિયા પાર્ક પર બહુ સરસ કામ જોયું. (કાર નહીં રાખી હોવાથી રોજ બસો અને ટ્રેઇનોમાં જ હરવા-ફરવાનું થાય છે. તેને લીધે નવા નવા લોકોને મળવાની મઝા જ કાંઇ ઓર હોય છે. એક દિવસ કોઇ ચીનનું હોય તો કદીક કોઇ ઇઝરાયેલી હોય. મને તો નાયગ્રા ફૉલ્સ કે સી.એન. ટાવર કરતાં જોવાલાયક તો અહીંના લોકો જ લાગ્યા છે. મોટાભાગના સૌ ‘પેહલે આપ... પેહલે આપ’ કરતા હોઇ, હું તો ટોરન્ટોને નોર્થ અમેરિકાનું લખનૌ જ કહું છું. 

ટોરન્ટો શહેરમાં ૨૦૦ જેટલી ભાષાઓ બોલાય છે અને તેથી દુનિયાનું સૌથી વિવિધતાવાળું શહેર કહેવાય છે. (Proud to be a part of this multiculturalism!) વિક્ટોરિયા પાર્ક સ્ટેશનની દિવાલો પર જે અદભૂત કામ જોયું, તેમાં ટોરન્ટોમાં બોલાતી સંખ્યાબંધ  ભાષાઓ પૈકીની મુખ્ય ભાષાઓનો એક એક શબ્દ જે તે ભાષામાં સરસ ડિજાઇન કરેલી ટાઇલ્સના સમૂહ પર લખાયેલો હતો. ભારતમાં ચલણી નોટો પર હિન્દી-અંગ્રેજી ઉપરાંત તમિલ, તેલુગુ અને મરાઠી જેવી તમામ પ્રાદેશિક ભાષાઓમાં લખેલું હોય છે, એમ મને  આનંદ વાતનો હતો કે મુખ્ય ભાષાઓમાં આપણી ગુજરાતી અને હિન્દી બન્નેનો સમાવેશ હતો. ગુજરાતીમાં શબ્દ હતો સમાજઅને હિન્દીમાં કદાચ લખવા ગયા હશે  ‘સંસ્કારઅને લખાયું હતુંસનસકર’! 


 
આ બ્લોગરને રોજે રોજ ભાષા સાથે કામ પડતું હોઇ ખટક્યું. એટલે અદભૂત કાર્ય જે પબ્લિક ઓર્ગેનાઇઝેશનને સૂઝ્યું હતું તેની, અહીંની ટ્રાન્સ્પોર્ટ સેવા પૂરી પાડતી સંસ્થા ટીટીસી (ટોરન્ટો ટ્રાન્ઝિટ કમિશન)ની, વેબસાઇટ પર કોમેન્ટ કરી. તેમના અત્યંત શુભ આશય છતાં રહી ગયેલા જોડણીદોષ તરફ ધ્યાન દોર્યું.  

એટલું નહીંવિશ્વની અનેક ભાષાઓ સાથે સંકળાયેલી ટોરન્ટોની સંસ્થા MCIS Language Servicesનાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર લતા સુકુમારને એક ઇમેઇલ પણ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કર્યો. તેમણે મુદ્દો ઉઠાવવાની ખાત્રી આપતો આવો જવાબ પણ આપ્યો.....
Thank you Hasmukh.  I will follow up.  Latha
સાથે સાથે ફેસબુક પર પણ એક ફોટા સાથે મારા એકાઉન્ટમાં નીચે મુજબનું સ્ટેટસ મૂકીને મિત્રોને તેની જાણ કરી હતી.

September 20, 2012

PLEASE HELP ME ALL THE LINGUISTS OUT THERE.

I am trying to understand these words in this photo written on one of the subway stations of Toronto. To encourage multiculturalism such beautiful activities are regularly done by the administration. My guess is that every word will have the same meaning.
I am particularly interested in understanding the word written in Devnagari script. Can some one please tell me what does the word SANASAKAR सनसकर mean?

It can be in Hindi, Marathi, Sanskrit... or any other language using the same Devnagari script.
Please help me understand.

ઉપરાંત તે સમયે જે હિન્દી અખબાર ‘હિન્દી ટાઇમ્સ’માં મારી કોલમ ‘સલિલ કી મેહફિલ’ છપાતી હતી, તેમાં પણ, તેના સંપાદક અને હિન્દી રાઇટર્સ ગીલ્ડના સુમન ઘઈ મારફત ફોટા સહિત અત્રેના સૌ હિન્દીપ્રેમીઓનું ધ્યાન દોર્યું.

થોડો સમય રાહ જોઇ કે કોઇ એક્શન લેવાય છે? રોજ એ સ્ટેશનેથી ટ્રેઇન પસાર થાય;
પણ ‘સનસકાર’માં કશો ફરક થયો નહીં. જાહેર વહીવટતંત્રોમાં રાબેતા મુજબ બને છે એમ, લાગ્યું કે અહીં પણ મજકુર પ્રકરણ ફાઇલ થઈ ગયું હશે.  વાત લગભગ વિસરાઇ ગઈ.... કમ સે કમ મારા મનમાંથી. પણ ટીટીસીના નહીં!

ટીટીસીએ તે વાતને ગંભીરતાથી લીધી હશે અને એટલે હવે ગલત શબ્દને કોરી ટાઇલ્સ વડે  ઢાંકી દેવાયો છે. એટલું નહીં, ગુજરાતી શબ્દ જે ટાઇલ્સ સમૂહમાં હતો તેમાંની અન્ય એક ભાષાના શબ્દ પર પણ એવી પટ્ટી લગાડી છે. એટલે એમ માનવાનું પણ મન થાય છે કે ટીટીસીએ  બધી ભાષાઓના શબ્દોની તલસ્પર્શી તપાસ કરાવી હશે. તેથી માત્ર એક ભાષાની જ નહીં બે ભાષાઓની ક્ષતિઓ શોધી શકાઇ છે. (કદાચ તેથી જ થીંગડું મારવાનો સુધારો કરતાં ત્રણ વર્ષ લાગ્યાં હશે?)
આપણે શરૂઆત કરી હતી, એટલે અર્નબ ગોસ્વામીની જેમ 'Salil Impact' એવું ટાઇટલ મારવાની લાલચ થઈ શકે. પણ તે છોડીને, જેમણે પણ ફૉલોઅપ કર્યું હોય તે તમામના પ્રયાસોનો આભાર.
હવે
આશા રાખીએ કે સાચા શબ્દની ટાઇલ્સ લગાડવામાં લાંબો સમય લગાડે.... ‘Band Aid'ની પટ્ટી કાયમ સારી લાગે ને?!












No comments:

Post a Comment