Saturday, September 2, 2017

ગુલે ગુલઝાર 3 ‘બંદિની’




મોરા ગોરા અંગ લઇ લે , મોહે શામ રંગ દઇ દે.... 

ગુલઝારનું
પ્રથમ ફિલ્મી ગીત, ખરેખર?

બંદિનીનું ગીત ગુલઝારના પ્રથમ ફિલ્મી ગાયન તરીકે જાણીતું હોવા છતાં શું ખરેખર હકીકત છે, ખરી? કેમ કે રિલીઝના વરસની રીતે જોઇએ તો બંદિની તો ઠેઠ ૧૯૬૩માં આવી હતી. જ્યારે તે અગાઉ૬૨ના પ્રેમપત્રમાં  તથા૬૧ના કાબુલીવાલામાં  એમ બન્ને ફિલ્મોમાં ગુલઝારનું એક એક ગીત તો હતું . તેથી રજુઆતની સાલવારી મુજબ તો ગીત તેમની કારકિર્દીનું ત્રીજું હતું. જો કે ગુલઝાર પોતે કહે છે કે  બંદિની ભલે૬૩માં રજુ થઇ; પણ તેમણે ગીત મોરા ગોરા રંગ લઈ લે...” સૌ પ્રથમ લખ્યું હતું. વાત માનીએ તો પણ શ્રીમાન સત્યવાદીની સચ્ચાઇ ચકાસવા જેવી જરૂર છે.



શ્રીમાન સત્યવાદી રાજકપૂર અને શકીલાની ૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્મ. એટલે કે તે બિમલરૉયની કાબુલીવાલાઅને પ્રેમપત્ર બેઉ કરતાં પણ અગાઉ આવી ચૂકી હતી.  કાબુલીવાલામાં ગુલઝારના ગીત ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે...” સિવાયનાં તમામ ગીત પ્રેમધવને અને પ્રેમપત્રમાં તેમના સાવનકી રાતોં મેં ઐસા ભી હોતા હૈ...” એકમાત્ર ગીતને બાદ કરતાં અન્ય ગાયનો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યાં હતાં. એવું  શ્રીમાન સત્યવાદીમાં દેખાય છે. તેમાં ગુલશન બાવરા અને હસરત જયપુરી ઉપરાંત એક ગીતકારગુલઝાર દીનાવીપણ છે, જેમના નામે પૈકીનાં ગાયન છે. ગુલઝારનું મૂળ વતન પાકિસ્તાનમાં આવેલું દીના છે. તેથીગુલઝાર દીનાવી ટંકારા ગામના આપણા કવિ અદમ ટંકારવીની માફક અથવા તો લખનૌના કોઇ શાયર પોતાના તખલ્લુસમાંલખનવીલખાવે એમદીનાનગરનાગુલઝાર દીનાવીહોય શક્યતા નકારી કેવી રીતે શકાય?  છતાં આજે ગુલઝારવો મૈં નહીંકહે છે અને પોતાનું નામ નથી વાતને વળગી રહે છે. પરંતુ, કવિતાના શબ્દોમાં તો તેમની તાકાત દેખાય છે.
 


દાખલા તરીકે ગુલઝાર દીનાવી લખેલા શ્રીમાન સત્યવાદીના દત્તારામના સંગીતમાં મુકેશે ગાયેલા ગીત ઋત અલબેલી મસ્ત હવા, સાથ હસીં હર બાત જવાં....” ના એક અંતરામાં આવતા શબ્દો આવા છે, ઇન મચલતે પાનીયોં મેં સુન, ગુનગુનાતે સાહિલોં કી ધૂન....” તમને આમાં ગુલઝારની કવિતાની છોળ ઉડતી સંભળાઇ? યાદ કરો ખુશ્બુ (૧૯૭૫)માં આર.ડી.બર્મને કિશોર કુમાર પાસે ગવડાવેલા ગીત માઝી રે, અપના કિનારા, નદિયા કી ધારા...” માં આવતા શબ્દો, પાનીયોં મેં બહ રહે હૈં, કઈ કિનારે ટૂટે હુએ...”!પાનીનું બહુવચન પણ, સૌ ભાષાપ્રેમીઓ જાણે છે એમ, ‘પાની થાય. ફિલ્મી ગીતોના ઇતિહાસમાં ૧૯૭૫ સુધીમાં પાનીનું બહુવચનપાનીયોંકદાચ બે ગીતોમાં થયેલું છે. ગુલઝારનો ઑફબીટ પ્રયોગ ફરીથી પાછો અમને તો ૨૦૦૫ના બંટી ઔર બબલીમાં પણ દેખાય છે, જ્યારે દેખના મેરે સરસે આસમાં ઉડ ગયા હૈ...” માં એક તબક્કે લખે છે, દેખના પાનીયોં મેં જમીં ધુલ રહી હૈ કહીંસે...”!

ઓછું લાગતું હોય તો ‘શ્રીમાન સત્યવાદી’ ફિલ્મના ટાઇટલમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ  ગુલઝાર દીનાવીનું નામ જોઇ શકાય છે! ફિલ્મમાં શશિકપૂર પણ હીરો- મોટાભાઇ - રાજકપૂરના સ્ટાર સ્ટેટસને પગલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. તેમનું નામ પણ નંબરીયા પડે ત્યારે શશિ રાજતરીકેગુલઝાર દીનાવીની સાથે દેખાય છે . પણ શશિબાબાએ ક્યારેય શ્રીમાન સત્યવાદીથી ઇનકાર કર્યો નથી. ત્યારે ગુલઝાર શા માટે ગીતોને પોતાનાં નહીં ગણાવતા હોય? શું શ્રીમાન સત્યવાદીના એસ. એમ. અબ્બાસ જેવા દિગ્દર્શક અને શંકર-જયકિશનના આસિસ્ટન્ટ રહેલા દત્તારામજી સરખા સંગીતકાર સાથે કરિયરની શરૂઆત કરી એમ કહેવડાવવા કરતાં બિમલ રૉય અને એસ.ડી. બર્મન જેવા દિગ્ગજો જોડે પ્રારંભ કર્યો એમ કહેવું વધુ સન્માનજનક લાગતું હશે તેથી?

કારણ ગમે તે હોય, પણ ગુલઝાર શ્રીમાન સત્યવાદીનાં ગીતોને પોતાનાં માનતા નથી અને તેથી આપણે પણ ગીત મોરા ગોરા રંગ લઈ લે...”ને તેમના પ્રથમ ગીત તરીકેની અપાયેલી ક્રેડિટ માન્ય રાખીએ. ત્યારે ગાયન પણ તેમને ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સચિનદેવ બર્મન વચ્ચે થયેલા મતભેદોને કારણે મળ્યું હતુ; કોણ નથી જાણતું? બિમલદાને એકવૈષ્ણવ ભજનની જરૂર હતી. ગુલઝાર તે દિવસોમાં હજી એક્સિડન્ટ થયેલી ગાડીઓને તેમના મૂળ રંગમાં લાવવા કલર મિક્સ કરવાનું કામ એક ઓટો ગેરેજમાં કરતા હતા. મોટર ગેરેજમાં નોકરી કરતે કરતે પ્રગતિશીલ કવિઓની બેઠકોમાં જતા. એટલે શૈલેન્દ્રએ જ તેમને કહ્યું કે બિમલદા પાસે પહોંચી જાવ, કામ મળી જશે. એટલે બિમલરોયના એક આસિસ્ટન્ટ દેબુ (દેબબ્રત સેનગુપ્તા) સાથે સ્ટુડિયો પહોંચી ગયા. સિચ્યુએશન સમજાવાઇ અને એસ.ડી. બર્મન સાથે કામ કરવાનું થયું. બર્મનદાદાની ટ્યુન પર એક અઠવાડિયાની મહેનત પછી ગુલઝાર કાવ્ય લખી લાવ્યા હતા. આ ગીત પછી બિમલરોયે ગુલઝારને કહ્યું કે તેમણે મોટર ગેરેજમાં કામ નોકરી કરવાની જરૂર નથી. 

એટલું જ નહીં, પોતાના બાકાયદા આસિસ્ટન્ટ તરીકે જોડી દીધા. તે દિવસોમાં એ કેટલી મોટી વાત હતી એ સમજવા બિમલદાની પ્રતિષ્ઠા યાદ કરવા જેવી છે. ત્યાં સુધીમાં તેમણે ‘બેસ્ટ ડાયરેક્ટર’ નો ફિલ્મફેર એવોર્ડ ૬ વખત જીતી લીધો હતો. તેમના એક સહાયક થવું એ યથાર્થવાદ (રિયલિઝમ)ના તે સમયના અલગ પ્રવાહના ચાહક કોઇપણ સંવેદનશીલ વ્યક્તિ માટે લોટરી લાગવાથી કમ નહોતું. 


પરિણામ એ આવ્યું કે ‘બંદિની’ના ટાઇટલ્સમાં સહાયકોનાં નામ આવે છે, તે ૧૦ જણની યાદીમાં મ્યુઝિકમાં પંચમદા અને ડાયરેશનમાં ગુલઝાર એમ બન્ને મિત્રોનાં નામ નીચે ઉપર એક સ્ક્રિનપેજ પર દેખાયાં... પહેલી અને છેલ્લી વાર! કેમ કે પછી તો બેઉ સ્વતંત્ર કલાકાર હતા અને તેથી ‘ઢેન્ટણે..’ જેવા મ્યુઝિક સાથે ‘સંગીતકાર આર. ડી. બર્મન’ અને ગીતકાર કે નિર્માતા/નિર્દેશક ‘ગુલઝાર’ એમ તેમનાં નામો મોટ્ટા અક્ષરે અલગ અલગ સ્ક્રિનપેજ પર આવતાં થયાં. ગુલઝારે પોતે ‘ફિલ્મફેર’નાં અનુરાધા ચૌધરીને ૨૦૦૪માં કહ્યું હતું તેમ, જો બિમલદાએ તેમનામાં એવો સ્પાર્ક ન જોયો હોત તો? પોતે ક્યાં હોત?

આ ગીતમાંની,
કુછ ખો દિયા હૈ પાઇ કે, કુછ પા લિયા ગંવાઇ કે, કહાં લે ચલા હૈ મનવા, મોહે બાંવરી બનાઇ કે...” જેવી, અમુક પંક્તિઓ આમ જુઓ તો ગુલઝારની અત્યારની કક્ષાને જોતાં, કવિતાની રીતે, સામાન્ય કહી શકાય. આખું કાવ્ય વૈષ્ણવ ભજનોની પરંપરામાં ઉત્તર ભારતની તળપદી હિન્દીમાં છે. તેના અન્ય એક અંતરા  ઇક લાજ રોકે પૈયાં, ઇક મોહ ખીંચે બૈયાં, જાઊં કિધર જાનું, હમ કા કોઈ બતાઈ દે...”માં પણ એક જાણીતી દુવિધાની કશ્મકશ છે. એક બાજુ શરમથી પગ ખચકાય છે અને બીજી તરફ મોહવશ ખેંચાણ છે. એમાં કોઇ વિશેષ ચમત્કૃતિ નથી.

પરંતુ
, વચલા અંતરામાં ગુલઝાર તેમનો ઑફબીટ ઇમેજરીનો અસલી રંગ દેખાડે છે. તેમણે બદરી હટા કે ચંદા, ચુપ કે સે ઝાંકે ચંદા, તોહે રાહૂ લાગે બૅરી,  મુસ્કાયે જી જલાઇ કે...” લખીને તો કમાલ કરી દીધી હતી. કલ્પના કેવી હટકે છે! ચંદ્ર વાદળ હટાવીને ચોરી છુપીથી જોઈ જાય અને જીવ બળાવીને ઉપરથી પાછો હસે છે. તો તેને ભાંડે છે પણ કેવો? તોહે રાહૂ લાગે બૅરી”! આપણે ત્યાં કોઇ જમાનામાં તારું નખ્ખોદ જાય મૂવાએમ કહેવાતું એવો શ્રાપ અને તે પણ એક કવિ પોતાની પ્રથમ રચનામાં લઇ આવ્યા હતા. તેમાંય એ પંક્તિઓમાંનો નૂતનજીનો અભિનય! એ શબ્દોનું અર્થઘટન એક્ટિંગથી એ સાદગીની મૂર્તિ સમાં મહાઅભિનેત્રીએ જે રીતે પોતાના ચહેરાની સુક્ષ્મ અભિવ્યક્તિ દ્વારા કરી બતાવ્યું હતું. એવા અભિનય માટે જ તેમને તે ફિલ્મ માટે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ગુલઝાર માટે તો પહેલી મેચમાં એક ઓવર મળી હોય અને તેમાં એક વિકેટ લઈ જતા બોલર જેવો એ ખેલ થયો હતો. તેને લીધે પોતે શૈલેન્દ્ર સરખા દિગ્ગજના પેંગડામાં પગ ઘાલવાને લાયક રિપ્લેસમેન્ટ હતા, પોતાની પ્રથમરચનામાં ગુલઝારે, અન્ય સૌ કરતાં વધારે તો શૈલેન્દ્રને, સાબિત કરી આપ્યું.

હકીકતમાં તો શૈલેન્દ્રએ મૂકેલો વિશ્વાસ ગુલઝારે યથાર્થ કરવાનો હતો.  તેમને જ્યારે ભજન લખવાનું કહેવામાં આવ્યું ત્યારે પોતાના સિનીયરની જગ્યા લેતાં ગુલઝાર ખચકાતા હતા. તે વખતે ખુદ શૈલેન્દ્રએ આગ્રહ કર્યો હતો કે તેમની જગ્યાએ ગુલઝાર યોગ્ય રહેશે. ગીતનું હિન્દી ફિલ્મસંગીતના ઇતિહાસમાં એક મહત્વ એ પણ છે કે વર્ષો સુધી ગુલઝારના
અંગત મિત્ર રહેલા આર.ડી. બર્મન સાથે પ્રથમ મુલાકાત આ ગાયનના રેકોર્ડિંગ વખતે જ થઈ હતી.  બીજું મહત્વ પણ છે કે સચિનદેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે થયેલા અબોલા પણ બિમલ રોયની મધ્યસ્થીને કારણે ગાયનના રેકોર્ડિંગથી તૂટ્યા હતા.   પછી થોડાક વખતમાં શૈલેન્દ્ર સાથે પણ સચિનદાનું સમાધાન થઇ જતાં ધર્મસંકટ આવ્યું. હવે શૈલેન્દ્ર
ગુંચવાયા કે એક નવા-સવા કવિને મળેલું કામ પોતે કેવી રીતે છીનવી શકે? પણ ગુલઝારે  નો ઓબ્જેક્શન સર્ટિફિકેટઆપ્યું, તદ્દન પોતાની રીતે. તેમણે શૈલેન્દ્રને  કહ્યું કે તમે જબરજસ્તી મને બેસાડ્યો હતો. જગ્યા તમારી છે. ખુરશી પર તમારો રૂમાલ હજી છે !” 

ખાંખાખોળા!
 
આવી સુરીલી અગરબત્તી પણ એક જમાનામાં આવી હતી.
લતાજી બ્રાન્ડ એમ્બેસેડર નહીં, ખુદ એક બ્રાન્ડ તરીકે!!! 











No comments:

Post a Comment