Monday, November 5, 2012

આર.ડી. બર્મને રચેલું “ઇક ચતુર નાર....” નું પૂર્વજ ગીત કયું?



આર.ડી. બર્મનને ‘પડોસન’ના કૉમેડી ગીત “ઇક ચતુર નાર....”માં કિશોર કુમાર અને મન્નાડેની જુગલબંધી  માટે  વખાણતા ઘણા ચાહકો માટે કદાચ આ ગાયન અચરજ જેવું સાબિત થાય. ‘પડોસન’માં મહેમૂદ સાથે કિશોરદાની ધમાલ હતી. અહીં તેમની સાથે કૉમેડિયન ધુમાલની ધમાલ  છે. વળી મન્નાડે સાથે રસાહેબનુ ક્લાસિકલ ગાયન છે.  આમાં પણ સ્પર્ધા જ છે... પણ તે મહેમૂદ સાથે ધુમાલના ડાન્સની! ‘પડોસન’ કરતાં આ શાસ્ત્રીય ગાયનમાં એક બીજો પણ ફરક છે. મહેમૂદ બંગાળી (અથવા તો બોંગા!)   છે. ૧૯૬૭ના ‘ચંદન કા પલના’નું છે અને તેથી એ ‘પડોસન’નું પૂર્વજ કહી શકાય. મઝા માણો અને કેવું લાગ્યું તે પણ કહેજો ખાસ કરીને પંચમદાની ક્લાસિકલ મ્યુઝિક પરની હથોટી વિશે.

3 comments:

  1. મોજે મોજ કરાવી દીધી, ગીત એ.
    ક્લાસિકલ ગીત ઉપર પંચમ દા ની હથોટી બેમિસાલ છે.
    મેહમુદ જેવો કોમેડિયન મળવો મુશ્કેલ છે.

    ReplyDelete
  2. વાહ બાપુ જાત જાતનુ નવુ નવુ શોધી કાધ્હવામા તમને કોઇ ના પહોંચે. મે આ ગીત પહેલી વાર સામ્ભળ્યુ. કયા બાત હૈ! “ એક ચતુર નાર” કરતાયે કદાચ વધારે સારી બન્દિશ . સંગીત જીન્સ મા મળેછે તે વાત આ બાપ દિકરાની જોડી ને સામ્ભળ્યા પછી સાબીત કરવાની જરુર રહેછે ખરી? વધુમા કથ્થક ના બોલતાન અને અંગભંગી ગીત મા ચાર ચાન્દ લગાવી દે છે. What a music and what a dancing!!Kudos……

    ReplyDelete
  3. બહુ મઝા પડી. મન્નાડે, રફી ને મહેમુદ 'દાદા'ઓ છે. ક્લાસિકલમાં હથોટી વિશે કહેવા જેટલી હથોટી નથી.

    ReplyDelete