‘શમ્મીકપુર, દેવ આનંદ અને રાજેશખન્ના પછી યશ ચોપ્રા પણ
ના રહ્યા. એટલે એમ કહી શકાય કે હિન્દી ફિલ્મોમાંથી રોમાન્સનું હવે સત્તાવાર રીતે અવસાન
થયું!’ એમ જ્યારે કોઇએ ટ્વીટ કર્યું, ત્યારે તેમના મનમાં યશ ચોપ્રાની ‘કભી કભી’,
‘ચાંદની’, ‘નૂરી’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મોહબતેં’, ‘વીરઝારા’ જેવી
બનાવેલી કચકડાની કવિતાઓ જ હશે. પરંતુ, કવિ હ્રદય હોવા ઉપરાંત એ એક સફળ બિઝનેસમેન પણ
હતા. મૃત્યુ સમયે તેમની ઉંમર ૮૦ વરસની હતી અને છતાં એ કેટલા પ્રવૃત્ત હતા; તેનો અંદાજ એક
હકીકત ઉપરથી આવી શકશે કે નવા મિલેનિયમમાં સન ૨૦૦૦ની સાલથી તેમના પ્રોડક્શન હાઉસ ‘યશરાજ
ફિલ્મ્સ’ની ૩૦થી વધુ ફિલ્મો આવી હતી.
વરસની સરેરાશ ૩ ફિલ્મો પ્રોડ્યુસ કરતી કંપનીનાં માત્ર
એ પિક્ચરોનાં નામ જ યાદ કરીએ તો પણ છેલ્લાં દસ વરસની કેટલી બધી હીટ ફિલ્મો દેખાય?...
૨૦૦૦માં ‘મોહબ્બતેં’, ૨૦૦૨માં ‘મુઝસે દોસ્તી કરોગે’ ‘મેરે યાર કી શાદી’ અને
‘સાથીયા’, ૨૦૦૪માં ‘હમ તુમ’, ‘ધૂમ’ અને ‘વીર ઝારા’ ૨૦૦૫માં ‘બન્ટી
ઔર બબલી’, ‘સલામ નમસ્તે’ અને ‘નીલ ઔર નિકી’ ૨૦૦૬માં ‘ધૂમ-૨’ ‘કાબુલ એક્સપ્રેસ’
અને ‘ફના’. તો ૨૦૦૭માં ‘ચક દે ઇન્ડીયા’ ‘ઝૂમ બરાબર ઝૂમ’ ‘તા રા રમ પમ’ ‘લાગા
ચુનરી મેં દાગ’ અને ‘આજા નચ લે’, ૨૦૦૮માં ‘ટશન’, ‘થોડા પ્યાર થોડા મૅજિક’
‘બચના અય હસીનો’ ‘રોડ સાઇડ રોમિયો’ અને ‘રબને બનાદી જોડી’, ૨૦૦૯માં
‘ન્યુયૉર્ક’ ‘દિલ બોલે હડીપ્પા’ ‘રૉકેટસિંગઃ ધી સૅલ્સમેન ઓફ ધી યર’, ૨૦૧૦ ‘પ્યાર
ઇમ્પૉસીબલ’ ‘બૅન્ડ બાજા બારાત’, ૨૦૧૧ ‘મુઝ સે ફ્રેન્ડશીપ કરોગે’, ‘મેરે બ્રધર
કી દુલ્હન’ ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’ અને આ વરસની ‘ઇશ્કજાદે’ તથા સલમાનખાનની
અત્યાર સુધીનો સૌથી વધુ વકરો લાવનારી ફિલ્મ ‘એક થા ટાઇગર’!
આ બધી ફિલ્મોના નિર્માણ, વિતરણ અને પ્રદર્શનની જફાઓ કંપનીના એક વડા તરીકે સંભાળવી કે તેના ઉપર નજર રાખવી અને પોતે નિર્દેશિત કરેલી અંતિમ ફિલ્મ ‘જબ તક હૈ જાન’નું દિગ્દર્શન પણ કરવું એ એક અત્યંત જીવંત વ્યક્તિની નિશાની હતી. એટલા પ્રવૃત્ત કલાકાર આમ અચાનક અવસાન પામે ત્યારે, લતા મંગેશકરે શ્રધ્ધાંજલિમાં કહ્યું છે એમ, એવા આઘાત માટે કોઇ તૈયાર ના હોય. લતાજી તેમને ભાઇ માનતાં હતાં અને યશરાજ ફિલ્મ્સની પોતાની નિર્દેશિત કરેલી તમામ ફિલ્મોમાં મહિલા અવાજ માટે લતા મંગેશકરનો આગ્રહ યશ ચોપ્રા રાખતા... પછી ભલે હીરોઇન ‘દિલ તો પાગલ હૈ’માં માધુરી હોય કે ‘વીરઝારા’માં પ્રીતિ ઝિન્ટા! યશ ચોપ્રા સંબંધોના માણસ હતા. કવિતા-શાયરીના ચાહક હતા. તેમને શાયર સાહિર લુધિયાનવી એટલા ગમતા કે તેમને સાચવવા એક્વાર શંકર જયકિશનને જવા દીધેલા.
યશજી પોતે કવિ હ્રદય ઇન્સાન હતા. છોટી મોટી શાયરી એ ખુદ પણ કરી લેતા. તેથી ભણતા ત્યારે એક સમયે તો સાહિરને માત્ર ‘જોવાની’ તમન્ના હતી. એ જ શાયરે યશ ચોપ્રાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘ધૂલ કા ફુલ’માં “તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા...” જેવું ગીત આપ્યું હતું. (‘બી.આર.’ની ‘સાધના’માં તો મરદ હોવા બદલ શરમ અનુભવવી પડે એવું આ જલદ ગાયન સાહિરે આપ્યું હતું. “ઔરતને જનમ દિયા મર્દોં કો મર્દોંને ઉસે બાઝાર દિયા...”)
તેથી ચોપ્રા બંધુઓએ જ્યારે ‘વક્ત’નું પ્લાનીંગ શરૂ કર્યું, ત્યારે બધું ‘સુપર એ’ ગ્રેડનું લેવાનું નક્કી કર્યું હતું. સ્વાભાવિક જ મ્યુઝિક માટે તે સમયના ‘નંબર વન’ શંકર જયકિશન ઉપર કળશ ઢોળાય. પરંતુ, વાતચીત ગીતકારના મુદ્દે આવીને અટકી. ‘એસ.જે.’નો આગ્રહ પોતાની ટીમના કાયમી કવિઓ શૈલેન્દ્ર અને હસરત જયપુરી માટેનો હતો અને ચોપ્રાઓએ સાહિરને છોડવાનો ઇન્કાર કર્યો. છેવટે ‘વક્ત’માં સંગીતકાર રવિ આવ્યા. પરંતુ, ગીતો તો સાહિરનાં જ રહ્યાં! પોતાનું બૅનર શરૂ કરતી વખતે યશ ચોપ્રાએ ‘દાગ’માં સંગીત ભલે તે સમયના હીટ મ્યુઝિક ડીરેક્ટર લક્ષ્મીકાન્ત પ્યારેલાલને લીધા; પરંતુ ગીતકાર તો સાહિરને જ રાખ્યા.
સાહિરનું ૧૯૮૦માં અવસાન થયું ત્યાં સુધી અન્ય કોઇ ગીતકાર ‘યશરાજ’માં નહીં. ‘દાગ’માંનાં બધાં ગાયન સુપર હીટ તો હતાં જ; પણ એક ગાયન વિશીષ્ટ કારણસર ચાહકો આજે પણ નહીં ભૂલ્યા હોય. એ ગીત “જબ ભી જી ચાહે નઇ દુનિયા બસા લેતે હૈં લોગ, એક ચેહરે પે કઇ ચેહરે લગા લેતે હૈં લોગ....” રાજેશ ખન્નાનાં ડીમ્પલ સાથે લગ્ન થયા પછીના દિવસોમાં ‘કાકા’ની વરસો જુની મિત્ર અંજુ મહેન્દ્રુએ વિવિધ ભારતી પર પોતાની પસંદગીનાં ગીતો વગાડતી વખતે મૂક્યું હતું. ‘દાગ’માં અગર લક્ષ્મી-પ્યારે હતા, તો તેમની ‘કભી કભી’માં યશ ચોપ્રાએ ખય્યામને સંગીતની જવાબદારી સોંપી હતી. પરંતુ, ગીતકાર તો સાહિર જ! તેમની પાસેથી “કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...” જેવી સાહિત્યિક કૃતિ મળી અને તેમાં જ “મૈં પલ દો પલ કા શાયર હું....” તથા “મૈં હર ઇક પલ કા શાયર હું...” જેવી અમર રચનાઓ મળી. એ કવિતાના આ શબ્દો આજે યશ ચોપ્રા પણ જ્યાં હશે ત્યાંથી કહેતા હશે, “કલ ઔર આયેંગે નગ્મોં કી ખિલતી કલિયાં ચુનનેવાલે, મુઝ સે બેહતર કહનેવાલે, તુમસે બેહતર સુનનેવાલે...”! (ક્રમશઃ)

અને હવે જુઓ.... ‘ધૂલ કા ફુલ’નું આ એક એવું ગાયન જેને માટે સાહિર સાહેબને જેટલા એવોર્ડ આપીએ એટલા ઓછા પડે. કોમી દાવાનળથી લોહી નીગળતા રાષ્ટ્રની માનસિકતાને રચનાત્મક રીતે સુલેહભરી દિશામાં વાળવામાં “તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા...” એ ગીતના યોગદાનનું સંપૂર્ણ મૂલ્ય કદી નહીં ચુકવાય. ફિલ્મમાં આ ગીત ચરિત્ર અભિનેતા મનમોહન ક્રિશ્ના ઉપર ફિલ્માવાયું છે. જોયા પછી અને ખાસ તો તેમાંના શબ્દો સાંભળ્યા પછી વધારે સમજાશે કે શાથી રાજેન્દ્ર કુમારે યશ ચોપ્રા પાસે હીરોને બદલે આ રોલ માગ્યો હતો!