Friday, October 12, 2012

યે કૌન ચિત્રકાર હૈ!




સાંજ કદી નહીં વિસરાય... કુદરત જાણે કે મારા પ્રિય શાયર સાહિર   લુધિયાનવીની પંક્તિઓસુરમઇ  ઉજાલા હૈ, ચંપઈ અંધેરા હૈ..”ને પેઇન્ટ કરતી હતી! મેં ફટાફટ તસ્વીરો લેવા માંડી.. અને પામ્યો અણમોલ નજારો!










 

‘પર્ણ  હોય સુવર્ણ ત્યાં જીર્ણ કશુંય ક્યાં હોય છે?’                        
(તત્કાળ સ્ફુરેલી સ્વરચિત એક પંક્તિ...)



એક ક્ષણમાં તો બિલ્ડીંગોની બિલ્ડીંગોને ગોલ્ડન કલર થવા માંડ્યો.... ઝડપથી (એટલે કે મારાથી થઇ એટલી ઝડપથી!) લીધેલી એક તસ્વીર કદાચ એનો અણસાર આપી શકે.


આખી કાયનાત પર રહેમતની વર્ષા કરતી કુદરતે પોતાને આંગણે પણ સાહિરે લખ્યું છે એમ “આસમાંને ખુશ હોકર રંગ સા બિખેરા હૈ...”!


 આ રહ્યો એ પેઇન્ટરનો રંગપૂંજ....  સૂરજ..
જે ઝળહળ કરે છે સમગ્ર અસ્તિત્વને,
રોજેરોજ... સવાર ’ને સાંજ...!


કુદરત કે ઇન નજારોં કા તો ક્યા કહના? અચ્છા ખાસા આદમી  ભી શાયર બન જાયે!
આખે રસ્તે સંધ્યાના વિવિધ રંગ જોઇ શકતા ગાડીઓવાળાની ઇર્ષા થાય એવાં સૂર્યાસ્તનાં સોનેરી કિરણો સમગ્ર સૃષ્ટિને રંગતાં હતાં!

 



એ સંધ્યા સમયે તો  (એવી ઘણી અન્ય સાંજ જેવો ફરી એક વાર) જલસો પડી ગયો.... ચારે તરફ સોના હી સોના! સંધ્યાના રંગોની રંગોળી વિખેરીને સૂર્યનારાયણ ઝાડને ઑથે લપાઇને જાણે કે મરક મરક હસતા કહેતા હતા...  “મેં તો મારો ખજાનો ખુલ્લો મૂક્યો છે.... લૂટ લે મેરે બંદે જિતની તેરી હૈ તાકત!”

6 comments:

  1. EXCELLENT PHOTOGRAPHS AND YOUR WONDERFUL SENSITIVITY AND APPRECIATION OF GOOD POETRY, MUSIC, HUMAN VALUES, FILMS AND ALL THAT MAKES OUR LIFE ENJOYABLE. THANKS FOR SHARING YOUR JOYS OF LIFE WITH US.

    ReplyDelete
  2. Beautiful pics... a truly professional photographer quality... liked the golden colour the most...

    ReplyDelete
  3. very nice pics. very pertinent lyrics/words along the photographs! thanx for sharing.

    ReplyDelete