ફિલમની ચિલમ!
૧૯૭૦નું વર્ષ:જ્યારે ફિલ્મસંગીતે કરવટ બદલી!
૧૯૭૦નું વર્ષ:જ્યારે ફિલ્મસંગીતે કરવટ બદલી!

હકીકતમાં
તો ૧૯૭૦નું વર્ષ કલ્યાણજી-આનંદજીનું ના કહી શકાય? એક જ વરસમાં કોઇ મ્યુઝિક ડાયરેક્ટર
‘સફર’
ઉપરાંત દેવ આનંદની એવરગ્રીન ફિલ્મ ‘જહોની મેરા નામ’, દિલીપકુમારની ‘ગોપી’,
રાજેન્દ્રકુમારની ‘ગીત’, રાજેશખન્નાની ‘સફર’, ‘બંધન’ અને ‘સચ્ચા
ઝૂઠા’, ધર્મેન્દ્રની ‘કબ ક્યૂં ઔર કહાં’ અને મનોજકુમારની ‘યાદગાર’
જેવી ફિલ્મોનું યાદગાર સંગીત આપે એ ક્રિએટીવીટીનો કેવો સુવર્ણકાળ કહેવાય! છતાં તે સાલના
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરના એવોર્ડમાં આપણા આ કચ્છી માડુઓનું નોમીનેશન પણ નહતું થયું.
બાકી એ પૈકીની દરેક ફિલ્મનાં માત્ર થોડાંક જ ગીત યાદ કરીએ તો પણ એક એકથી ચઢિયાતાં કયાં
કયાં ગાયનો ગૂંજવા લાગે?

આ
બધાની સાથે સાથે ‘સચ્ચા ઝૂઠા’માં હ્રદયસ્પર્શી ગીત “મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા…”
(અગેઇન કિશોરકુમાર!), જે રાજેશ ખન્નાને ‘બેસ્ટ એક્ટર’નો ફિલ્મફેર એવોર્ડ તે ફિલ્મ માટે
અપાવવામાં કદાચ કારણભૂત હતું. છતાં તે સાલના સંગીતના પુરસ્કારોમાં આ ભાઇઓને ઉમેદવારી
પણ પ્રાપ્ત ના થઇ હોય તો વિચારવાનું એ કે તે સમયે સૃજનશીલતાની કેવી જબરદસ્ત હરિફાઇ
હશે? કેમ કે ૧૯૭૦માં જ લક્ષ્મી-પ્યારેનું ‘દો રાસ્તે’ જેવું સુપરહીટ આલ્બમ હતું.
શંકર જયકિશન પણ ‘મેરા નામ જોકર’, ‘જહાં પ્યાર મિલે’ અને ‘પેહચાન’ સાથે હાજર હતા. (
આશ્ચર્યજનક રીતે એવોર્ડ ‘પેહચાન’ને મળ્યો હતો!)
એસ.ડી. બર્મને
ત્યાં સુધીની સૌથી મોંઘી હિન્દી ફિલ્મ (ખર્ચો? અધધ… એક કરોડ રૂપિયા!) ‘તલાશ’ નું સંગીત તૈયાર કરવામાં કશી કચાશ નહતી રાખી. આમ તો ‘તલાશ’ ૧૯૬૯ના છેલ્લા દિવસોમાં રિલીઝ થઇ હોઇ ટેકનિકલી એ ‘૬૯ની ગણાય. પરંતુ, તેનાં ગીતો સાચા અર્થમાં ૧૯૭૦માં જ આવ્યાં કહેવાય. ફિલ્મફેર એવોર્ડ અને બિનાકા બન્નેમાં એ ‘૭૦ની યાદીમાં હતું. તે ટિકિટબારી ઉપર ફ્લોપ રહ્યું પણ સંગીતની રીતે સુપર હીટ હતું. ‘તલાશ’માં “ખાઇ હૈ રે હમને કસમ સંગ રહને કી...”, “આજ તો ઝુનલી રાત માં...”, “પલકોં કે પીછે સે તુમને ક્યા કહ ડાલા ફિર સે તો ફરમાના....” તેમજ ઇન્ડીયન રિધમનો પેલો માસ્ટરપીસ “તેરે નૈના તલાશ કરે...” જેણે મારી સંગીતની સમજમાં કંઇ કેટલાય ગણો ઇજાફો કર્યો. તેનો ઓડીયો અહીં ના મુકું તો તો સચિન દા અને મિત્ર પ્રકાશ જોશી એમ બન્નેનો ગુણ ચૂક્યો કહેવાઉં!
(યુ ટ્યુબ ઉપર આ ગીતની વિડીયો ક્લીપ પણ ઉપલબ્ધ છે જ. પરંતુ, હેલન જેવાં દેખાતાં ડાન્સર મધુમતિના નૃત્યને જોવામાં સંગીતની અને ખાસ તો આજકાલ હિન્દી ફિલ્મી ગીતોમાં નહીવત સાંભળવા મળતાં ભારતીય તાલવાદ્યો તબલાં, પખાવજ અને તબલાતરંગની મઝા માણવાનું ચૂકી ના જવાય એટલે માત્ર ઓડિયો મુકું છું. “અમાલા દાદાની આ ટેપ જલુલ જલુલથી સાંભલજો...”! ટૂંકમાં, શાયરોની ભાષામાં કહું તો “દાદ ચાહુંગા.. હમારે અસલી સચિન કે લિયે!!”)
તે
ઉપરાંત સચિન દાનું જ ‘પ્રેમપૂજારી’ પણ ખરું. યાદ છે ને તેનાં ગીતો? “રંગીલા
રે, તેરે રંગ મેં…” તથા “ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે..’ અને
નીરજની કલમે ‘પ્રેમ’ની આ બેમિસાલ વ્યાખ્યા, “શોખિયોં મેં ઘોલા જાયે, ફૂલોં કા શબાબ, ઉસ મેં
ફિર મિલાઇ જાયે થોડી સી શરાબ હોગા યૂં નશા જો તૈયાર વો પ્યાર હૈ…”? તે જ સાલ રેખા અને રાખીની પ્રથમ હિન્દી ફિલ્મો
‘સાવનભાદોં’
અને ‘જીવન
મૃત્યુ’ આવી. ‘સાવનભાદોં’માં સોનિક ઓમીએ “કાન
મેં ઝૂમકા, ચાલ મેં ઠુમકા, કમર પે ચોટી લટકે…” ના ૮૫ ઝટકા આપ્યા અને ‘જીવન
મૃત્યુ’માં લક્ષ્મીકાન્ત પ્યારેલાલે “ઝિલમિલ સિતારોં કા આંગન હોગા, રિમ ઝિમ બરસતા સાવન
હોગા…”ની મધુર વર્ષા પણ ૧૯૭૦માં જ કરી. અમારા આજીવન પ્રિય એવા ‘એલ.પી.’ અને અન્ય સંગીતકારોની ક્રિએટીવીટી
પણ તે વરસે ધોધમાર જ વરસી હતીને? (૧૯૭૦ના બાકી સંગીત વિશે વધુ આવતા અંકે... મોટેભાગે તો આવતી કાલે જ)
દરમિયાન આ ગીત પણ જુઓ જે રાખીની પ્રથમ ફિલ્મનું છે અને ધર્મેન્દ્ર ભરપુર યુવાનીમાં છે. એ સમયના કોઇપણ ગીતમાં ધર્મેન્દ્રને જોનારને નરગીસજીની પેલી વાત યાદ આવ્યા વિના ના રહે કે “ધર્મેન્દ્ર એટલે કોઇ સ્ત્રી લેખિકાએ પોતાની નવલકથામાં નાયકનું વર્ણન કરવા જે પ્રકારના હેન્ડસમ પુરુષની કલ્પના કરી હોય એવો દેખાવડો પુરુષ!”
તિખારો!
‘જીવન મૃત્યુ’ની આનંદ બક્ષીની એ અત્યંત લોકપ્રિય રચના “ઝિલમિલ સિતારોં કા આંગન હોગા, રિમ ઝિમ બરસતા સાવન હોગા…”માં ખાંચો કાઢતાં, તે દિવસોમાં એક હિન્દી સામયિકમાં એક વાચકે પૂછ્યું હતું કે, જો રિમઝિમ બરસતો સાવન હોય તો ઝિલમિલ સિતારા કેવી રીતે ચમકતા હોય?!!!
‘જીવન મૃત્યુ’ની આનંદ બક્ષીની એ અત્યંત લોકપ્રિય રચના “ઝિલમિલ સિતારોં કા આંગન હોગા, રિમ ઝિમ બરસતા સાવન હોગા…”માં ખાંચો કાઢતાં, તે દિવસોમાં એક હિન્દી સામયિકમાં એક વાચકે પૂછ્યું હતું કે, જો રિમઝિમ બરસતો સાવન હોય તો ઝિલમિલ સિતારા કેવી રીતે ચમકતા હોય?!!!
વાહ સલિલભાઇ, જમાવટ... તમારૂ રસાળ લખાણ... અને એને પૂર્તિ કરતા એક પછી એક ગીતો વાગતા જાય..
ReplyDeleteમહેફિલ જામી છે :)
વાહ સલિલભાઇ, જમાવટ... તમારૂ રસાળ લખાણ... અને એને પૂર્તિ કરતા એક પછી એક ગીતો વાગતા જાય..
ReplyDeleteમહેફિલ જામી છે :)
મઝા પડી.
ReplyDeleteતરત દાન અને મહા પુણ્ય જેવી વિડીયો ક્લીપથી માહોલ બની જાય છે!
ReplyDeleteNice blog-) : looking forward to more of your blogs!!!! For me its an introduction-): i try to hv a look in tht era... Dhurandharo ni duniya ma.
ReplyDelete