Wednesday, June 20, 2012

શું આપણી ભારતીય પાર્લામેન્ટ અને પોલીટિશ્યનો આવી ગમ્મત સહન કરી શકે?




આપણે ભારતીયો ખરેખર લાગણી પ્રધાન પ્રજા છીએ. કેવી કેવી વાતે પ્રજાની લાગણી દુભાઇ શકે એનો કોઇ અંદાજ મૂકી ના શકાય. 

નાનપણમાં કોઇ વાતે અમે બાળકો પૈકીનું કોઇ રિસાય ત્યારે મારાં મધર કમુબાનો એક કાયમી ડાયલોગ “આ તો પાછું મિયાંની ભેંસને ડોબું ય ના કહેવાય!”  બા આજે હોત તો  બિચારીને ખબર ના પડત કે આમાં મુસ્લિમ બિરાદરો તો બરાબર પણ મેનકા ગાંધી સહિતના કોઇ એનીમલ લવરની પણ લાગણી દુભાઇ શકે.
 

પણ આજે એ તળપદી ટકોર યાદ આવી અહીં ટોરન્ટોમાં લાગેલા એક પોસ્ટરને જોઇને. આ ફોટામાંનું પોસ્ટર કેનેડા દેશના પાટનગર ઓટાવાના ટુરિઝમ ડીપાર્ટમેન્ટનું છે. તસ્વીરમાં જે બિલ્ડીંગ દેખાય છે તે દેશની સંસદની છે. ઓટાવામાં સમર દરમિયાન ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પ્રકારના જે વિવિધ રાત્રી કાર્યક્રમો થાય છે, તે જોવા સહેલાણીઓને આકર્ષવા માટેની આ એડની ટેગ લાઇન શું છે?
 

Even more entertaining after the politicians have gone home! 


તેનો સીધો સાદો અર્થ શું?  એ જને કે સંસદમાં પોલીટીશ્યનો પ્રજાને મનોરંજન કરાવીને ઘેર જાય, પછી પાટનગર ઇવન વધારે મનોરંજક બને છે !
 

દિલ્હીની કોઇ જાહેરાતમાં પાર્લામેન્ટના ફોટા સાથે રાજકારણીઓની આવી મજાક ત્યાંના ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા મૂકાઇ હોય તો?

સંસદના કેટલા કલાક તેની બૂમાબૂમમાં અને ટીવીની ચેનલોમાં કેટલા દિવસ ચર્ચા થાય? સોચો ઠાકુર!!   




 


7 comments:

  1. સલિલ સર,

    ચાલુ સંસદમાં મારામારી, ગાળો, રૂપિયા જેવું ભારતમાં મનોરંજન જોવા મળે જ છે અને એનાથી ધરાઈ ગયા હોઈએ છીએ એટલે રાત્રે ઊંઘ આવી જાય છે માટે ભારતમાં વધુ મનોરંજનની જરૂર નથી પડતી...
    સેમ

    ReplyDelete
  2. આપણે ત્યાં સંવેદનશીલતા અને સંવેદનહીનતાનું જબરું સહઅસ્તિત્ત્વ જોવા મળે છે. જે વિસ્તારો સંવેદનહીન હોય તે પોલીસની ભાષામાં 'સંવેદનશીલ' બની જાય છે.

    ReplyDelete
    Replies
    1. પોલીસનું ભાષાનું અને બીજું ‘શીલ’સહન કરવા અલગ જ સંવેદના જોઇએ!

      Delete
  3. These things have been common today.. :-(

    ReplyDelete
  4. very nice one....i remember one more which i heard in some of the american show..." Do not steal.... government hate competition...":)

    ReplyDelete
    Replies
    1. Shivani... Nice one. But a comment on TV show is a different thing. This is a poster of publicity by a Govt. agency.

      Delete