Monday, June 4, 2012



૧૯૭૦: (2)
‘મેરા નામ જોકર’ની બોક્સઓફિસની પછડાટ અને 
                      સંગીતના એવોર્ડનો કચવાટ!



૧૯૭૦ના વર્ષની વાત ચાલુ રાખીએ તો, તે સાલ વાર્ષિક બિનાકા ગીતમાલામાં પ્રથમ નંબરે આગલા વરસે ૧૯૬૯ના છેલ્લા દિવસોમાં –ડીસેમ્બરમાં- રિલીઝ થયેલા દો રાસ્તેનું બિન્દીયા ચમકેગી, ચુડી ખનકેગી…” હતું. ૧૯૭૦નું આખું વરસ ગાજેલાં સુપર હીટ ફિલ્મનાં અન્ય લોકપ્રિય ગીતોમાં યે રેશ્મી ઝુલ્ફેં, યે શરબતી આંખેં…” અનેછુપ ગયે સારે નઝારે ઓય ક્યા બાત હો ગઇ….” પણ હતાં. સંગીતકાર લક્ષ્મી- પ્યારેએ તે અગાઉ દોસ્તી અને મિલનમાં એવોર્ડ જીત્યા હોવાથી તેમની પ્રતિષ્ઠા પણ દિવસોમાં વધતી જતી હતી. કેમ કે તેમણે ફિલ્મના બજેટને નહીં પણ પોતાના મ્યુઝિકની ઇજ્જતને ધ્યાનમાં રાખવાની પ્રથા તે વખતે રાખી હતી. (હજી તેમને ખરેખર પડકારી શકનાર આર.ડી. બર્મન એવા વ્યસ્ત નહતા થયા. તે સાલ  ધી ટ્રેઇનના ગુલાબી આંખેં જો તેરી દેખી શરાબી યે દિલ હો ગયા…” ઇત્યાદિથી તેમની ગાડી ઉપડી જરૂર હતી.)

૧૯૭૦માં ‘એલ.પી.’ પ્રસાદ પ્રોડક્શન જેવા મોટા બેનરના ચિત્ર ખિલૌનામાં ખુશ રહે તુ સદા યે દુઆ હૈ મેરી…” અને ખિલૌના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો….” આપે અને તે વરસની બચપન જેવી સાવ નાની ફિલ્મને યાદ કરો તો પણ તમને આયા રે ખિલૌનેવાલા ખેલ, ખિલોને લેકે આયા રે…” રફીનું ગાયન સાંભરે ! રીતે તે સાલની હીટ ફિલ્મ હમજોલીમાં ઢલ ગયા દિન હો ગઇ શામ..” હોય તો વરસે નિષ્ફળ ગયેલી ફિલ્મ પુષ્પાંજલિમાં મન્નાડે અને લતાજીના સ્વરમાં શામ ઢલે જમુના કિનારે…” રાસ પણ મળે અને મુકેશના કંઠે જાને ચલે જાતે હૈં કહાં, દુનિયા સે જાનેવાલે…”નું આધ્યાત્મિક રહસ્ય પણ સાંભળી શકો! જ્યારે મધ્યમ લેવલની કહેવાય એવી મન કી આંખેંફિલ્મનું દિલ કહે રૂક જા રે રૂક જા યહીં પર કહીં…”  સાંભળવા કાન આજે પણ અટકી જાય.
 
તે વરસ ૧૯૭૦માં હેમામાલિનીએ શરાફતમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલના સંગીતમાં શરાફત છોડ દી મૈંને…” જેવો વિદ્રોહ ગાયો હતો; તો મસ્તાનામાં મ્યુઝિક ડીરેક્ટર્સનું બનાવેલું હાલરડું સુઇ જા તારા…”  પડદા પર મહેમૂદે ગાયું હતું. વર્ષે ઋષિકેશ મુકરજીની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાતી સત્યકામ પણ બેલડીની પાસે હતી. તેમાં ઝિન્દગી હૈ ક્યા? બોલો…” ઉખાણા ગીતમાં મહેન્દ્ર કપૂર, કિશોર કુમાર અને મુકેશની દુર્લભ ત્રિવેણી એકત્ર કરી હતી. તે પિક્ચરમાં લતા મંગેશકરના સ્વરમાં દો દિન કી ઝિન્દગી, કૈસી યે ઝિન્દગી…” પણ હતું. જો તે વરસમાં આવેલ ઇન્દીવરનું ઝિન્દગી કા સફર, હૈ યે કૈસા સફર…” (સફર) અને સાહિરનું ઝિન્દગી ઇત્તફાક હૈ…”  પણ તેમાં ઉમેરો તો૭૦ના વરસના મ્યુઝિકમાં કેટલી બધી જિંદગી હતી તે પણ સમજાય!  

તે સાલ ઓછી ચાલેલી એક ફિલ્મ અભિનેત્રીમાં પણએલ.પી.’ ના સ્કોર જુઓ તો સારે ગમ …”ની યુગલ મસ્તીની તથા ખીંચે હમ સે સાંવરે ઇતને ક્યૂં હો…” ની મહિલા મજાક એમ, દરેકની એક અલગ મઝા હતી. અહીં એ ગીત ખીંચે હમ સે સાંવરે ઇતને ક્યૂં હો…”ની વિડીયો જુઓ અને હેમામાલિનીને જોવાની સાથે લતા મંગેશકરના ટહૂકા (‘‘ઓહો…”, “અરરર…”, “નાનાના…” ) ખાસ સાંભળજો…. લતાજીને શાથી કોકિલ કંઠી ગાયિકા કહેવાય છે એ તમને કાને બેઠા સમજાશે.


આમ લક્ષ્મી-પ્યારે અને કલ્યાણજી આનંદજી બેઉ ૧૯૭૦માં શંકર જયકિશન કરતાં કંઇ કેટલાય આગળ હતા. પરંતુ, ‘બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યોશંકર જયકિશનને અને તે પણ પેહચાન માટે! જ્યારે તેમની મેરા નામ જોકર પણ હતી; તો તે સાલ .  તે ૧૯૭૦ના ડીસેમ્બરમાં રિલીઝ થવાને કારણે નેશનલ એવોર્ડમાં તો તે જ વરસમાં હતી અને તેના અય ભાઇ જરા દેખ કે ચલો…”  માટે મન્નાડેને નેશનલ એવોર્ડ મળ્યો હતો

આલ્બમમાં મુકેશનાંકહતા હૈ જોકર સારા જમાના…”, અને જાને કહાં ગયે વો દિન…”  તથા શો બિઝનેસ સાથે જોડાયેલા સૌને માટે જીવનમંત્ર સમાન જીના યહાં મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં…” જેવાં એક સે બઢકર એક ગીતો હતાં. પરંતુ, ફિલ્મફેર એવોર્ડ માટે તેની ગણત્રી તે પછીના વરસમાં થઇ અને તે સાલ એવોર્ડ માટે પેહચાનને પસંદ કરાયું! ‘જોકર’ને એ ફિલ્મફેર પુરસ્કાર ૧૯૭૧ માટે મળ્યો.... પણ બોક્સ ઓફિસ ઉપર તે ફ્લોપ જતાં એક તબક્કે રાજકપૂરને સ્ટુડિયો સહિત મિલકતો ગિરવી મૂકીને એ દેવામાંથી બહાર આવવું પડ્યું હતું. છેવટે ‘બોબી’એ પાછા તરતા કર્યા એ જાણીતો ઇતિહાસ છે.

જો કે ‘મેરા નામ જોકર’ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રાજરમતનો પણ ભોગ બનવું પડ્યું હતું, જે પણ આમ તો જગજાહેર જ છે. છતાં આજે ૧૯૭૦ની વાત કરતાં તેનો ઉલ્લેખ આવશ્યક છે. ‘…જોકર’ રિલીઝ થતાં અગાઉ ‘આર.કે’ના હિતશત્રુઓ એ એડવાન્સ બુકીંગમાં ઢગલાબંધ ટિકિટો ખરીદી લીધી હતી. સામાન્ય રીતે આવો સંઘરો કાળાબજારીયાઓ તે દિવસોમાં કરતા. પણ અહીં ખેલ જુદો હતો. રાજકપૂરનું કદ દર પિક્ચરે વધતું જ હતું. એ ઠેઠ ‘બરસાત’થી ‘સંગમ’ સુધી એકધારી સફળતા મેળવે જતા હતા. એવી સળંગ હીટ અને સુપર હીટ ફિલ્મોની હારમાળા ગળાકાપ સ્પર્ધાની ફિલ્મી દુનિયામાં આંખે ના ચઢે તો જ નવાઇ હોત.

પિક્ચર રિલીઝ થયું અને સંઘરાખોરોનો ખેલ શરૂ થયો. કાળાબજારમાં વેચવાની પેલી હજારો ટિકિટો માર્કેટમાં આવી જ નહીં. બહાર ‘હાઉસફુલ’નાં બોર્ડ લટકતાં હોય, બારીએથી ટિકિટ મળતી ના હોય અને થિયેટરમાં માંડ ૨૫ – ૩૦ ટકા સીટો ભરાયેલી હોય! વળી શો પત્યા પછી કે ઇન્ટરવલમાં જે પ્રેક્ષકો બહાર નીકળે એમાં પણ ‘ડબ્બો.. ડબ્બો’ની બૂમો પાડતા ‘સ્પોન્સર્ડ’ લોકો પણ હોય. પહેલા ત્રણ દિવસમાં તો પિક્ચરની હવા બગાડી નાખી. સોમવારથી નવો દાવ શરૂ થયો. કાળા બજારની ટિકિટો ધોળા બજાર કરતાં પણ ઓછા ભાવે વેચાવા માંડી! પિક્ચર રિલીઝ થયાના ચોથા દિવસે મૂળ કિંમત કરતાં ઓછા રેટ પર ટિકિટો ટોકિઝની બહાર વેચાય ત્યારે હાલત કેવી થાય?
રાજકપૂરે `મેરા નામ જોકર’નું ડેમેજ કન્ટ્રોલ કરવા ફિલ્મની લંબાઇ ઓછી કરી. પણ પિક્ચર ના બેઠું થયું તે ના જ થયું. જે કાપકુપ કરાઇ તેમાં એક ગાયન આખું કપાયું અને ભોગ બન્યું રાજકપૂર ઉપર મહંમદ રફીના અવાજમાં આવેલાં દુર્લભ ગીતોમાંનું એક! એ રચના એટલે ‘હીર’ના નામે પ્રખ્યાત પંજાબની પ્રેમકહાની હીર-રાંઝાનું એ દર્દભર્યું કાવ્ય, જે ભારત અને પાકિસ્તાનના કંઇ કેટલાય ગાયકોએ ગાયું છે. આજે તો ભલું થજો ‘યુ ટ્યુબ’નું કે એ કપાયેલું ગાયન અહીં મુકી શકાય છે. જુઓ રફી સાહેબના બુલંદ સ્વરમાં રાજકપૂરને ‘હીર’ અભિનિત કરતા અને છેલ્લા ઊંચા સ્વરો સાંભળતાં તે પણ સમજાશે કે આ ગાયન રાજકપૂરના કાયમી કંઠ મુકેશને શંકર જયકિશને કેમ ના સોંપ્યુ.
 

 શંકર જયકિશન માટે ફિલ્મફેર એવોર્ડ લાવનાર પેહચાનનાં ગાયનો લોકપ્રિય જરૂર હતાં અને તેમાંનું મુકેશ અને શારદાએ ગાયેલું વો પરી કહાંસે લાઉં…” સૌથી વધુ પોપ્યુલર થયું હતું તો શ્રેષ્ઠ ગાયિકાના એવોર્ડમાં પણ વરસે વિવાદની સ્થિતિ થઇ હતી. તે સાલ પુરસ્કાર શંકર જયકિશનની શોધ એવાં શારદા (યાદ છે ને? તિતલી ઉડી…” ગાનાર શારદા?) ને અપાયો અને તે પણ જહાં પ્યાર મિલેના કેબ્રે ગીત બાત જરા હૈ આપસ કી….” માટે

પાર્શ્વગાયિકા શારદા
વખતે ફિલ્મફેર એવોર્ડને લોકોના મતદાનથી અપાતા હોવાનો દાવો થતો હતો. પણ નવાઇની વાત હતી કે તે દિવસોની લોકપ્રિયતાની એક માત્ર પારાશીશી જેવી બિનાકા ગીતમાલાની વાર્ષિક દોડમાં પહોંચેલાં બત્રીસ ગાયનોમાં પણ બાત જરા હૈ આપસ કી..” ક્યાંય નહતું! તેને બદલે પિક્ચરના ટાઇટલ ગીત ચલે જા ચલે જા ચલે જાજહાં પ્યાર મિલે…” ગાવા બદલ સુમન કલ્યાણપુરને  ‘બેસ્ટ પ્લેબેક સિંગરતરીકે પુરસ્કૃત કરવા જેવાં નહતાં? પણ આપણું સાંભળે કોણ? 
તિખારો! 
૧૯૭૦ના એવોર્ડ અમારે નક્કી કરવાના હોત તો તે સાલના શ્રેષ્ઠ ગીતકાર તરીકે (“સબસે બડા નાદાન વહી હૈ…” માટે) વર્મા મલિકને એ પુરસ્કાર આપવાને બદલે નવા નવા મેદાનમાં આવીને પોતાની કલમની નોંધ લેવા મજબુર કરનાર ગુલઝારને તેમની, ૧૯૬૯ની  ફિલ્મ પણ એવોર્ડ માટે ’૭૦માં હતી તે, ‘ખામોશીની અદભૂત કવિતા હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશ્બુ, હાથ સે છુ કે ઇસે રિશ્તોં કા ઇલ્જામ ન દો, સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો, કોઇ નામ ન દો…” માટે આપત!     ( તો બાત જરા હૈ આપસ કી!!)


6 comments:

  1. excellent post. have to appreciate ur memory on top of the writing skills. u had written so many articles in the "non google world"!

    ReplyDelete
  2. as usual maja avi....

    “હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશ્બુ, હાથ સે છુ કે ઇસે રિશ્તોં કા ઇલ્જામ ન દો, સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો, કોઇ નામ ન દો…”

    Gulzar ne aa geet mate der varshe ek award api shakay as it sounds as fresh as ever even today.....

    And i guess from the movie safar," hum the jinke sahare ,woh huve na hamare...." is my favourite....:)

    dubi jab dil ki naiya....samne the kinare...what a punch...

    ReplyDelete
  3. Interesting and excellent info, sply. related to the movie " Mera naam joker" !!!

    ReplyDelete
  4. વાહ સલિલભાઇ.... જલસા કરાવ્યા...
    આભાર...

    ReplyDelete
  5. humne dekhi he" Does not appear in my PC

    ReplyDelete