Sunday, September 30, 2012

દિલીપ કુમાર -૪



દિલીપકુમારે અભિનય વધુ સારો શીખવા શું કર્યું?

દિલીપ કુમાર પૂના પાસેના દેવલાલીની મિલીટ્રી કેન્ટીનમાં પોતે કરેલા ફ્રુટના ધંધાની બચતના થોડા નહી પાંચ હજ્જાર રુપિયા લાવ્યા હતા અને પિતાજીએ તેની શાબાશી આપવાને બદલે એ મહામૂલી મુડી બારીમાંથી બહાર ફેંકી દીધી હતી!  એ પ્રસંગનું વર્ણન કરતાં દિલીપ કુમાર કહે  કે ''હું ગાંડાની માફક ઘરની બહાર ભાગ્યો અને નોટો ભેગી કરવા માંડ્યો....”  અબ્બાજાન અકળાટમાં બોલી રહ્યા હતા, " મેં આ છોકરા માટે કેવાં સપનાં જોયાં છે... એ લાખ્ખો રુપિયા કમાશે... અને એ મને પાંચ હજાર રુપિયા દેખાડે છે? એટલી રકમમાં ખુશ થઇ જાય છે?.... ” ત્યારે  દિલીપ કુમારને યાદ આવ્યું કે તેમના પિતાજીએ પોતાના સંતાનને બડા આદમી બનાવવા નાનપણથી ઇંગ્લીશનો અભ્યાસ કરાવ્યો હતો.  મહેમાનો આવે ત્યારે અબ્બા ગર્વથી યુસુફને તેમની રુબરુ બોલાવે અને અંગ્રેજી કવિતા બોલવા કહે. વરસો પછી આપેલા એક ઇન્ટર્વ્યુમાં દિલીપકુમારે એ કવિતા આમ બોલી બતાવી હતી,
આઇ હેવ ટુ આઇઝ, એન્ડ આઇ કેન સી ધ ડોર,
ધ વોલ, ધ સિલીંગ એન્ડ ધી ફ્લોર,
એન્ડ વ્હેન આઇ ગો આઉટ, આઇ સી લોટ્સ ઓફ મેન,
ધ ટ્રીઝ સો ટોલ એન્ડ ધી બ્લ્યુ સ્કાય બેન્ટ ઓવર ઓલ..

તે દિવસના એ એક બનાવથી દિલીપ કુમારનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઇ ગયો. જિંદગીનો મકસદ મોટાં કાર્યો માટેનો રાખવો અને માતા પિતાનું નામ રોશન થાય એવું પ્રતિષ્ઠા મળનારું કામ કે વ્યવસાય કરવો. ૧૯૪૩ના એ દિવસોમાં નામ કમાવા માટેનું નવું પણ ખાત્રીપૂર્વકનું માધ્યમ બની રહ્યું હતુ. તે દિવસોમાં બોમ્બે ટોકિઝમાંથી સ્ટાર બનેલા અશોક કુમાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા. પણ  બોમ્બે ટોકીઝમાંથી અશોકકુમાર અને તેમના બનેવી શશધર મુકરજી વગેરે અલગ થયા ત્યારે દેવિકારાનીને નવા દેખાવડા હીરોની શોધખોળ કરવાની હતી. જો કે બોમ્બે ટોકિઝની એક ખાસ નીતિ એ હતી કે તેમાં ભણેલા યુવાનોને જ નોકરી મળતી. તેમાં પણ જેનું ઇંગ્લીશ સારું હોય તેને દેવિકારાની પ્રથમ પસંદગી આપતાં. યુસુફખાનનો સ્ક્રીન ટેસ્ટ લેવાયો.

તેમાં દિલીપકુમારનો દેખાવ તો કેમેરાને યોગ્ય લાગ્યો જ
. પણ દેવિકારાનીને વધારે અપીલ કરી ગઇ દિલીપકુમારની ભાષા.  તેમનું ઇંગ્લીશ અને ઉર્દૂ બન્ને ઉપરનું પ્રભુત્વ સરસ કામ લાગ્યું. (અબ્બાજાને અપાવેલી તાલીમ રંગ લાવી રહી હતી) એક વાર એ સિલૅક્ટ થયા પછી હિરોનું બાકાયદા, ફિલ્મી જરુરિયાત મુજબનું, ઘડતર શરુ થયું.... બોમ્બે ટોકીઝના ખર્ચે અને જોખમે. ૧૯૪૩ના એ દિવસો જ્યારે દેશ આખામાં કોમી તણાવ તેની પરાકાષ્ટાએ હતો, ત્યારે યુસુફ ખાનનામ સ્વીકૃત થશે નહી એ ડર પણ હતો અને તેથી નવું નામ પાડવાનું નક્કી થયું.
તે દિવસોમાં બોમ્બે ટોકીઝના પગારદાર લેખકોમાં હિન્દીના જાણીતા લેખક ભગવતીચરણ વર્મા પણ હતા અને એ સાહિત્યકારને જવાબદારી અપાઇ નામકરણની.

તેમણે પુરાણો અને ઇતિહાસમાંથી શોધીને ત્રણ નામ સૂચવ્યાં..... દિલીપ
, જહાંગીર અને વાસુદેવ! ત્રણ પૈકીનુ દેવિકારાનીને જે નામ ગમ્યું તે પસંદ થયુ અને ઓળી ઝોળી પીપળ પાન, ફોઇએ પાડ્યાં દિલીપ નામ"! દેવિકારાનીથી અલગ થયેલા અને કિસ્મતની અપ્રતિમ સફળતાને કારણે હિન્દી ફિલ્મોના પહેલા સુપર સ્ટાર બનેલા અશોક કુમારના નામની જેમ છેલ્લે કુમારપણ લગાડાયું અને મળ્યું એક એવું નામ જે એક્ટરોની પેઢીઓની પેઢીઓ માટે એક દીવાદાંડી બનવાનું હતું. (ક્યારેક એવો પણ વિચાર આવે છે કે તેમનું નામ વાસુદેવ કુમારહોત તો? કે જહાંગીર કુમારપસંદ થયું હોત તો? તો પણ આજે આપણે યુસુફખાનની જિંદગીના જ વળાંકોની વાર્તા માંડી હોતને?)

યુસુફભાઇને દેવિકારાનીએ મહિને એક હજાર રુપિયાના પગારની ઓફર કરેલી. તેમણે ઘેર જઇને પોતાના ભાઇને વાત કરી. ભાઇ કહે તારી ગેર સમજણ થતી હશે. તેમણે બાર મહિનાનો પગાર કહ્યો હશે. દિલીપકુમારને ભાઇની વાત સાચી લાગી. કેમકે એ જ સ્ટુડીયોના પગારદાર તરીકે રાજ કપુરને મહિને દોઢસો જ રુપિયા મળતા હતા અને એ તો પૃથ્વીરાજકપુર જેવા સ્ટારના દીકરા હતા.
  પણ ચોખવટ ના કરી.  જ્યારે પગાર મળ્યો ત્યારે ૧૦૦૦ રુપિયા મહિનાનો જ હતો! બહુ વખત પછી ખુલાસો જાણ્યો  કે ઇન્ટરવ્યુ દરમિયાન દિલીપ કુમારે એમ કહ્યુ હતુ કે જો સ્ટુડિયોની એક્ટર તરીકેની નોકરી સ્વીકારશે તો પોતાને કોલેજનું ભણતર છોડવાની ફરજ પડશે. દેવિકારાનીએ તે કારણે ૧૦૦૦ રુપિયા નક્કી કર્યા હતા.

પહેલી ફિલ્મ સૌ જાણે છે એમ
જ્વારભાટા હતી. ડાયરેક્ટર અમીયા ચક્રવર્તીના દિગ્દર્શનમાં બનેલી એ ફિલ્મમાં દિલીપ કુમાર બન્યા હતા જગદીશ’,  જે  નૌટંકી કલાકાર હોય છે. ફિલ્મમાં તેમની હિરોઇન મૃદુલા હતી જેની પણ તે શરુઆતની ફિલ્મ હતી. દિલીપકુમારના અભિનયની કોઇ નોંધ ના લેવાઇ. ખુદ બોમ્બે ટોકીઝને પણ વધારે આશા મૃદુલા માટે હતી. કોઇને એમ તો લાગ્યું જ નહતું કે તે દિવસોના એક્ટરોને ક્યાંય પાછળ રાખી દેનારા કોઇ મહાન અભિનેતાની એ એન્ટ્રી હતી! ફિલ્મ એવી ચાલી નહી. દિલીપકુમારને એમ કે કંપની છુટા કરી દેશે. દેવલાલી પાછા જવાની તૈયારી પણ રાખી હતી.

પણ વળી નસીબ  એક ચાન્સ આપવા માંગતું હોય એમ બોમ્બે ટોકીઝે પ્રતિમાનામની ફિલ્મ શરુ કરી અને તેના દિગ્દર્શક એક્ટર જયરાજે હિરો તરીકે દિલીપ કુમારને લીધા. આ વખતે નાયિકા હતાં સ્વર્ણલતા. ફરી એક વાર નિષ્ફળતા! પિક્ચર ના ચાલ્યું અને હવે યુસુફભાઇને ગિલ્ટી ફીલ થવા લાગ્યું. સંસ્થા આટલો માતબર પગાર આપે અને પોતે કશું કમાવડાવે નહી તે કેમ ચાલે? તેમણે સામે ચાલીને દરખાસ્ત કરી કે પોતાને છુટા કરી દેવામાં આવે. દિલીપકુમાર કહે કે કંપનીએ જરા પણ વિલંબ કર્યા વગર એ પ્રપોઝલ સ્વીકારી લીધી અને નોકરીમાંથી વિદાય કરી દીધા. (ક્યાંક કર્મચારી વિચાર બદલી કાઢે તો? એવું જોખમ કોણ લે?!)

પોતાના ઉપર પૈસા લગાવનારા સૌ
ના આર્થિક હિત માટે સંવેદનશીલ  એવા એક ઇન્સાન તરીકે ફિલ્મી દુનિયામાં થોડુક નામ જરૂર થયું. પરંતુ, શરૂઆતની બંને ફિલ્મોનો પોતાનો અભિનય જોઇને બીજા કોઈ પણ કરતા  ખુદ એ  પોતે જ ઘણા નારાજ હતા. એક્ટિંગમાં સુધારો લાવવા શું કરવું? એ મુઝવણ સતાવતી હતી. હિન્દી ફિલ્મોમાંથી કશું શીખવા મળે એમ નહતું લાગતું. એટલે નજર દોડાવી અંગ્રેજી ફિલ્મો તરફ. તે દિવસોમાં અર્નેસ્ટ હેમિંગ્વેની વાર્તા ઉપરથી બનેલી  હોલીવૂડની યાદગાર ક્લાસિક ફિલ્મ ''ફોર હુમ ધ બેલ ટૉલ્સ'' આવી હતી. દિલીપ કુમાર એક બપોરે ત્રણ વાગ્યાના શોમાં તે જોવા મુંબઈની રીગલ ટોકીઝમાં ગયા.

ફિલ્મની હિરોઈન ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય નિહાળીને દિલીપ કુમાર આશ્ચર્ય ચકિત થઇ ગયા. હિન્દી સિનેમા
ત્યારે તો હજી નાટકો અને રામલીલાને પડદા ઉપર રજુ કરવાની પ્રણાલિકા જાળવીને બેઠું હતું. સિનેમાના આ નવા મીડીયમની ખૂબીઓ સમજવા અને તેને અમલમાં મુકવાને બદલે રંગમંચના જુના માધ્યમને કચકડાની પટ્ટી ઉપર ઉતારતા હોય એમ છેલ્લી લાઈનમાં  બેઠેલા પ્રેક્ષકને પણ સંભળાય  તે માટે બુમો પાડી પાડીને નાટકોમાં બોલાતા સંવાદની પ્રથા પિક્ચરોમાં પણ ચાલતી હતી. માઈક કે સાઉન્ડનો ઉપયોગ કે બારીક અભિનય એવું કશું હજી આવ્યું નહતું. એવા સમયમાં હોલીવુડની આ ફિલ્મ જોતા દિલીપ કુમારને ઘણું શીખવા મળતું લાગ્યું.

દિલીપ સા’બે લગભગ ૫૦ વરસ પછી ૧૯૯૫માં અંગ્રેજી સાપ્તાહિક  
'જી' માટે પત્રકાર હરમીત કથુરીયાએ લીધેલી મુલાકાતમાં  એ દિવસનો અનુભવ આ શબ્દોમાં કહ્યો હતો, ''ઇન્ગ્રીડ બર્ગમેને મારા ઉપર બહુ ઘેરી અસર છોડી. કોઈ એક્ટર આવું કઈ રીતે કરી શકે? એ જોવા મેં ૬ વાગ્યાના શોમાં ફરી એ ફિલ્મ જોઈ. પણ (નાયક – નાયિકાનો ) અભિનય એટલો તો સરસ હતો કે મને સંતોષ જ નહતો થતો. રાત્રે નવ વાગે છૂટીને વળી પાછી મેં છેલ્લા શોની પણ ટીકીટ લીધી! એક્ટિંગ શીખવા એ પિક્ચર એક બે નહિ મેં ૨૧ વખત જોયું. આખું અઠવાડિયું રોજના ત્રણ શો જોયા!'' (અમને એમ કે દિલીપ કુમારની ફિલ્મો સળંગ રોજના બે શોમાં ચાર દિવસ સુધી જોવાનું ગાંડપણ કરીને અમે ઘેલછાનું નવું સ્તર ઉભું કર્યું હતું. પણ અહી તો ખુદ દિલીપ કુમારે જ એકની એક ફિલ્મ  એક અઠવાડિયામાં સતત ૨૧ શો  સુધી જોવાનો વિક્રમ ઠેઠ '૪૦ના દાયકામાં ઉભો કરેલો મળી આવે છે!) 

અભિનય શીખવા માંગતા દિલીપ કુમાર માટે રીગલ ટોકીઝ બની
  એક્ટિંગ સ્કૂલ. દિલીપ કુમાર   એકલવ્ય ની માફક નાયિકા ઇન્ગ્રીડ બર્ગમેન અને હીરો ગેરી કુપરને ખબર પણ ના પડે એ રીતે તેમની એક્ટિંગમાંથી એક એવો  અભિનય શીખી રહ્યા હતા જેને કારણે ભવિષ્યમાં એ પોતે એક્ટિંગ ઇન્સ્ટીટ્યુટ કહેવાવાના હતા. એટલે જ્યારે ૧૯૪૬માં ‘મિલનમાં તેમણે નિતિન બોઝના  દિગ્દર્શનમાં કામ કર્યું ત્યારે અભિનયના વખાણ થવા માંડ્યાં. પરિણામે ૪૭માં એક તરફ આઝાદી મળવાની તૈયારી અને બીજી બાજુ દેશના ભાગલા  પડવાની વાતોએ  ફિલ્મ ઉદ્યોગમાંથી કોણ ભારતમાં હશે અને કોણ પાકિસ્તાન જશે તે અંગેની અટકળો મોટાપાયે ચાલતી હતી એ સમયે નુરજહાં સામે દિલીપકુમારને લેવાની દરખાસ્ત આવી. ત્યારની એવડી મોટી સુપર સ્ટાર આ નિષ્ફળ જતા હીરો સામે કામ કરવા સંમત થશે? દિલીપકુમાર  ચિંતાતૂર હતા. ત્યાં એક દિવસ સમાચાર આવ્યા. (વધુ આવતા હપ્તે)

Monday, September 24, 2012

Separated at Birth?




 કુંભનો મેળો?!


વિનોદ ભટ્ટ ટોરન્ટોમાં?

 
એમ કહેવાય છે કે પૃથ્વી પર એક ચહેરાવાળા ઓછામાં ઓછા સાત વ્યક્તિ તો હોય છે. આખરે તો કુદરત પણ કેટલાં બીબાં રાખે?
આજે ફેસબુક પર મૂકેલો વિનોદ ભટ્ટના હમશકલ અને તે પણ લેખકનો ફોટો તેનો સૌથી તાજો દાખલો છે. તેને લીધે આ બ્લૉગ પર એક નવો વિભાગ શરૂ કરવાની પ્રેરણા મળી છે. 
વિશાળ ફોટો, હમણાં રવિવારે ૨૩મી સપ્ટેમ્બરે, ટોરન્ટોના એક વાર્ષિક સાહિત્યિક ઉત્સવ ‘Word on the street' માં હરતાં ફરતાં વડીલ મિત્ર યોગેન ભટ્ટને જોવા મળ્યો અને અમે ભેગા થયા એટલે તેમણે પહેલા સમાચાર એ આપ્યા. મેળો સમેટાવાનો સમય થતો હતો. ભટ્ટ પરિવારને ટાઢમાં થરથરતું મૂકીને અમે દોડીને એ વાન શોધી કાઢી.
ટોરન્ટો પબ્લિક લાયબ્રેરીની એ મોટી વાનની એક બાજુએ એક લેખકનો મોટ્ટો ફોટો હતો. અદ્દલ વિનોદ બાબુ જ જોઇ લો! ફેસબુક પર તે ચોંટાડ્યો અને તેના ઉપર આવેલી ટીપ્પણીઓ પૈકીની એક વિદ્યાનગરની હમવતન મિત્ર મેઘા જોશીની કોમેન્ટ (કુંભનો મેળો રંગ લાવ્યો, ખરો!) પરથી નવા વિભાગનું ટાઇટલ કર્યું છે. થેન્ક યુ, મેઘા!


બહુ વખતથી આવું કાંઇક કરવાની ઇચ્છા હતી. વર્ષો અગાઉ  ‘આનંદ બજાર પત્રિકાના સાપ્તાહિકસન્ડેમાં આવી અદ્દલ સામ્ય ધરાવતી એક જોડીના ફોટા ‘Separated at Birth' શિર્ષક હેઠળ દર અઠવાડિયે  મૂકાતા. આણંદ ખાતેના મારા સંગ્રહમાં લગભગ તમામ સચવાયેલા પણ છે. પરંતુ, હવે ઇન્ટરનેટની મદદથી અહીં પરદેશમાં બેઠા પણરામ ઔર શ્યામકેસીતા ઔર ગીતાનીકોમેડી ઑફ એરર્સનું લીસ્ટ કરવાની ઇચ્છા છે. જોઇએ કેટલી સફળતા મળે છેઅફકોર્સ, મિત્રોનાં સૂચનો આવકાર્ય છે.... સજેશન્સ પણ એક સરખાં હોઇ શકે!   *******     ************ ******  **********


સાથે સાથે આ પુસ્તક પ્રદર્શનની વાત કરતા ચાલીએ, તો તેમાં ક્વિન્સ પાર્ક સર્કલના રસ્તા પર સવારના ૧૧થી વાગ્યા સુધી બસ્સો ઉપરાંત સ્ટૉલ્સના ટેન્ટ લાગ્યા હતા


 લેખકો હાજર હોય, ઑટોગ્રાફ કરતા હોય, વાચકો સાથેની પ્રશ્નોત્તરી, વાર્તાલાપ, ઍવોર્ડ વિતરણ વગેરે ચાલતું હોય





અહીં
પુસ્તક- સામયિકનો 
કોઇ પ્રકાર બાકી ના લાગે. બાળકોનાં કે રસોઇનાં પુસ્તકો જેવા લોકપ્રિય પ્રકાશનોના તો ટૅન્ટ હતા



હેપ્પી સાયન્સટૅન્ટમાં મનની શાંતિનાં પુસ્તકો પણ હોય.


 

મેળામાંવૅમ્પાયરએટલે કે ડાકણ કે ચુડેલની વાર્તાઓના પણ સ્ટૉલ્સ!




અહીં
ઇસ્કૉનપણ હાજર અનેગાયત્રી પરિવારતથા ‘બ્રહ્માકુમારીઝ’ની પણ ઉપસ્થિતિ.


 

નાટકોના લેખકોના જુદા સ્ટૉલ અને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રોનાં પપેટની પણ દુકાન.




અને આવી ગમ્મત પણ ખરી જ!