કોઇ એક કામમાં માણસ કેટલી નિપુણતા મેળવી શકે? તેનો આ જીવતો જાગતો દાખલો છે. આપણે કદી કલ્પના પણ ના કરી શકીએ એવી સાંકડી જગ્યાઓ પર સાયકલને ઉછાળતા-કૂદાવતા ડૅનીના ખેલ તેના એક અલગ અને આગવા જ લેવલના છે.
આ વિડીયો જોતાં તેની માસ્ટરીની આપણને એવી આદત થઇ જાય છે કે થોડા સમયમાં એ જે કરે છે તેનાથી ધરાઇ જઇએ.પછી થાય કે હવે શું બાકી રહ્યું હશે? અને ત્યાં તો આ ‘Way Back Home’ નામના વિડીયોમાં નવું હેરતઅંગેઝ કારનામું કરી બતાવતો એ ઘર તરફ જાય છે. કોઇ આશ્ચર્ય ખરું કે ‘યુ ટ્યુબ’ પર આ વિડીયો વિશ્વના અધધ ૨૨.૪ મિલીયન (અર્થાત સવા બે કરોડ!!!) લોકોએ જોયો છે?
તમે પણ માણો આ અકલ્પનીય ‘સ્કીલ’ને....!
No comments:
Post a Comment