Monday, September 24, 2012

Separated at Birth?




 કુંભનો મેળો?!


વિનોદ ભટ્ટ ટોરન્ટોમાં?

 
એમ કહેવાય છે કે પૃથ્વી પર એક ચહેરાવાળા ઓછામાં ઓછા સાત વ્યક્તિ તો હોય છે. આખરે તો કુદરત પણ કેટલાં બીબાં રાખે?
આજે ફેસબુક પર મૂકેલો વિનોદ ભટ્ટના હમશકલ અને તે પણ લેખકનો ફોટો તેનો સૌથી તાજો દાખલો છે. તેને લીધે આ બ્લૉગ પર એક નવો વિભાગ શરૂ કરવાની પ્રેરણા મળી છે. 
વિશાળ ફોટો, હમણાં રવિવારે ૨૩મી સપ્ટેમ્બરે, ટોરન્ટોના એક વાર્ષિક સાહિત્યિક ઉત્સવ ‘Word on the street' માં હરતાં ફરતાં વડીલ મિત્ર યોગેન ભટ્ટને જોવા મળ્યો અને અમે ભેગા થયા એટલે તેમણે પહેલા સમાચાર એ આપ્યા. મેળો સમેટાવાનો સમય થતો હતો. ભટ્ટ પરિવારને ટાઢમાં થરથરતું મૂકીને અમે દોડીને એ વાન શોધી કાઢી.
ટોરન્ટો પબ્લિક લાયબ્રેરીની એ મોટી વાનની એક બાજુએ એક લેખકનો મોટ્ટો ફોટો હતો. અદ્દલ વિનોદ બાબુ જ જોઇ લો! ફેસબુક પર તે ચોંટાડ્યો અને તેના ઉપર આવેલી ટીપ્પણીઓ પૈકીની એક વિદ્યાનગરની હમવતન મિત્ર મેઘા જોશીની કોમેન્ટ (કુંભનો મેળો રંગ લાવ્યો, ખરો!) પરથી નવા વિભાગનું ટાઇટલ કર્યું છે. થેન્ક યુ, મેઘા!


બહુ વખતથી આવું કાંઇક કરવાની ઇચ્છા હતી. વર્ષો અગાઉ  ‘આનંદ બજાર પત્રિકાના સાપ્તાહિકસન્ડેમાં આવી અદ્દલ સામ્ય ધરાવતી એક જોડીના ફોટા ‘Separated at Birth' શિર્ષક હેઠળ દર અઠવાડિયે  મૂકાતા. આણંદ ખાતેના મારા સંગ્રહમાં લગભગ તમામ સચવાયેલા પણ છે. પરંતુ, હવે ઇન્ટરનેટની મદદથી અહીં પરદેશમાં બેઠા પણરામ ઔર શ્યામકેસીતા ઔર ગીતાનીકોમેડી ઑફ એરર્સનું લીસ્ટ કરવાની ઇચ્છા છે. જોઇએ કેટલી સફળતા મળે છેઅફકોર્સ, મિત્રોનાં સૂચનો આવકાર્ય છે.... સજેશન્સ પણ એક સરખાં હોઇ શકે!   *******     ************ ******  **********


સાથે સાથે આ પુસ્તક પ્રદર્શનની વાત કરતા ચાલીએ, તો તેમાં ક્વિન્સ પાર્ક સર્કલના રસ્તા પર સવારના ૧૧થી વાગ્યા સુધી બસ્સો ઉપરાંત સ્ટૉલ્સના ટેન્ટ લાગ્યા હતા


 લેખકો હાજર હોય, ઑટોગ્રાફ કરતા હોય, વાચકો સાથેની પ્રશ્નોત્તરી, વાર્તાલાપ, ઍવોર્ડ વિતરણ વગેરે ચાલતું હોય





અહીં
પુસ્તક- સામયિકનો 
કોઇ પ્રકાર બાકી ના લાગે. બાળકોનાં કે રસોઇનાં પુસ્તકો જેવા લોકપ્રિય પ્રકાશનોના તો ટૅન્ટ હતા



હેપ્પી સાયન્સટૅન્ટમાં મનની શાંતિનાં પુસ્તકો પણ હોય.


 

મેળામાંવૅમ્પાયરએટલે કે ડાકણ કે ચુડેલની વાર્તાઓના પણ સ્ટૉલ્સ!




અહીં
ઇસ્કૉનપણ હાજર અનેગાયત્રી પરિવારતથા ‘બ્રહ્માકુમારીઝ’ની પણ ઉપસ્થિતિ.


 

નાટકોના લેખકોના જુદા સ્ટૉલ અને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રોનાં પપેટની પણ દુકાન.




અને આવી ગમ્મત પણ ખરી જ!



4 comments:

  1. આટલે દૂર પરદેશમા આવા સરસ પુસ્તકમેળામા તમારી સાથે ફરવાની મજાજ અનેરી હતી. તેમાય વિનોદ ભટ્ટ ના ફોટાના એપીસોડે તો કમાલ કરી. ‘રામ ઔરશ્યામ’ કે ‘સીતા ઔર ગીતા’ની ‘કોમેડી ઑફ એરર્સ’નું લીસ્ટ કરવાની તમારી ઇચ્છા ને પકડી રાખશો. વાંચકોને જલ્સો પડી જશે.

    ReplyDelete
  2. આટલે દૂર પરદેશમા આવા સરસ પુસ્તકમેળામા તમારી સાથે ફરવાની મજાજ અનેરી હતી. તેમાય વિનોદ ભટ્ટ ના ફોટાના એપીસોડે તો કમાલ કરી. ‘રામ ઔરશ્યામ’ કે ‘સીતા ઔર ગીતા’ની ‘કોમેડી ઑફ એરર્સ’નું લીસ્ટ કરવાની તમારી ઇચ્છા ને પકડી રાખશો. વાંચકોને જલ્સો પડી જશે.

    ReplyDelete
  3. આટલે દૂર પરદેશમા આવા સરસ પુસ્તકમેળામા તમારી સાથે ફરવાની મજાજ અનેરી હતી. તેમાય વિનોદ ભટ્ટ ના ફોટાના એપીસોડે તો કમાલ કરી. ‘રામ ઔરશ્યામ’ કે ‘સીતા ઔર ગીતા’ની ‘કોમેડી ઑફ એરર્સ’નું લીસ્ટ કરવાની તમારી ઇચ્છા ને પકડી રાખશો. વાંચકોને જલ્સો પડી જશે.

    ReplyDelete
  4. બીરેન કોઠારીDecember 13, 2012 at 1:35 AM

    વાહ! 'separated at birth' વિભાગ ઠીક યાદ કર્યો. એના પરથી આપણા એક સિનીયર કટારલેખકે મારેલો 'ભીંડો' પણ યાદ આવી ગયો. બન્ને હમશકલોનો ઉલ્લેખ કરીને આપણા એ લેખકે બહુ ગંભીરતાથી લખેલું- 'આ બન્ને જણા જન્મસમયે છૂટા પડી ગયા હતા.'

    ReplyDelete