Saturday, September 28, 2013

ફિલમની ચિલમ.... ૨૯ સપ્ટેમ્બર., ૨૦૧૩



નોરતામાં સેન્ચ્યુરીના ઓરતા...... રણબીર પૂરા કરાવી શકશે?



 રણબીર કપૂરને આજનો માત્ર લોકપ્રિય જ નહીં સમજદાર અભિનેતા પણ કહેવો પડે, એવું એક સરસ કામ તેણે કર્યું છે. વચમાં એવા રિપોર્ટ હતા કે ‘આર.કે.’ની અમર કૃતિ ‘આવારા’ની રિમેઇક બનવાની છે અને તેમાં રીશી કપૂર તેમના દાદા પૃથ્વીરાજજીની ભૂમિકા કરશે. તેમજ રણબીર તેના ગ્રાન્ડ ફાધર રાજ કપૂરનો રોલ કરશે. નરગીસનું પાત્ર કટરિના ભજવશે કે દીપિકા એની ચર્ચાઓ શરૂ થતાં પહેલાં જ ટાઢી પડી ગઈ છે.... રણબીરને લીધે! કેમ કે સેન્સીબલ રણબીરે પોતાનો સેન્સીબલ વીટો વાપરીને કહ્યું કે એ ક્લાસિક ફિલ્મને અકબંધ રાખો. તેની સાથે કોઇ છેડખાની ના કરાય. રાજ-નરગીસનો ઉત્કટ અભિનય અને શંકર-જયકિશનના સંગીતને લોકોમાં જેમ છે એમ જ રાખીએ. પરિણામે ‘આવારા’ અંગે એક નવો નિર્ણય લેવાયો છે.

તે અનુસાર ‘આર.કે.’માંથી નવું ‘આવારા’ હજી આવશે જરૂર, પણ નવા રંગ સાથે આવશે! અર્થાત બ્લેક એન્ડ વ્હાઇટ ‘આવારા’ને કલરમાં તૈયાર કરાશે અને ૨૨ વરસે ‘આર.કે.’માંથી કોઇ પ્રોડક્ટ બહાર પડશે, જે અમારા સવાલનો જવાબ પણ હશે. અમે ગઈ સાલ ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં યોજાયેલા ‘રાજકપૂર રિટ્રોસ્પેક્ટિવ’ નિમિત્તે આવેલા કપૂરભાઇઓ રણધીર, રીશી અને રાજીવને એક સંયુક્ત સવાલ પૂછ્યો હતો. તે એ કે “પરદેશમાં શુટીંગ હોય કે ફિલ્મનું ખર્ચાળ બજેટ, લોકપ્રિય સંગીત કે પછી રિલીઝ પહેલાં ઉભી કરાતી પ્રેક્ષકોની ઇન્તેજારી એ બધી ‘આર.કે.’એ શરૂ કરેલી સફળ ફોર્મ્યુલાઓ ઉપર આજની ફિલ્મો કરોડોના વેપાર કરે છે. વળી તમારા પરિવારમાં જ રણબીર અને કરિના જેવા આજના સૌથી લોકપ્રિય યંગ એક્ટર્સ છે. તો ખુદ ‘આર.કે.’ બેનરમાંથી કોઇપણ પિક્ચર કેમ નથી પ્રોડ્યુસ કરાતું?” ત્યારે ત્રણેય ભાઇઓ વતી રણધીરે કહ્યું હતું કે અમે કેટલાક કન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ અને થોડાક જ સમયમાં અમે તે જાહેર કરીશું. 


કપૂર પરિવારે વિચારેલા કન્સેપ્ટ પૈકીનો એક ‘આવારા’નું પુનઃ સર્જન હોય તો એ રિમિક્સ ઉપર રણબીરે વાજબી રીતે જ પાણી ફેરવી દીધું છે. બાકી જે રીતે ‘ડોન’, ‘અગ્નિપથ’ કે છેલ્લે આવેલી ‘જંજીર’ના સંગીતના બેહાલ કરાયા છે, તે જોતાં ‘‘આવારા હું...” કે પછી “ઘર આયા મેરા પરદેસી...” જેવાં ગીતોને માથેથી ઘાત ટાળવા બદલ સંગીત પ્રેમીઓ રણબીર કપૂરને ‘બરફી’ કે ‘રોકસ્ટાર’ તરીકે ઓળખશે... તેને ‘બેશરમ’ નહીં કહે! ‘બેશરમ’ આવતા સપ્તાહે રિલીઝ થશે, ત્યારે ફરી એકવાર ૧૦૦ કરોડની આશા-અપેક્ષાઓ બંધાશે. વળી, જે રીતે અત્યારે ‘ગ્રૅન્ડ મસ્તી’ અને ‘શુદ્ધ દેસી રોમાન્સ’ જેવી ફિલ્મો પણ પહેલા દસ-બાર દહાડામાં ૫૦ કરોડને આંબી જાય છે, એ જોતાં રણબીર જેવા ‘એ’ ગ્રેડના સ્ટાર પાસે સદીની ગણત્રી હોય એ સ્વાભાવિક છે. જો કે ‘બેશરમ’ને બૉક્સ ઑફિસના જૂના સમયના હિસાબો પ્રમાણે કોઇ સારો સમય નથી મળ્યો.

‘બેશરમ’ રજૂ થશે, નવરાત્રીના દિવસોમાં! હવે એ એક એવો ઉત્સવ છે જ્યારે યૌવનધન આખી રાત ગરબા અને રાસમાં નાચતું-કૂદતું હોય છે. એટલે નોરતાંના દિવસોમાં સાંજના અને રાતના ખેલની ઘરાકી ઉપર વરસોથી અસર પડતી આવી છે. મોડી રાતના ઉજાગરા પછી દિવસના શોમાં પણ મોટેભાગે બરકત આવતી નથી. એ સંજોગોમાં જો ‘બેશરમ’ સન્માનજનક વકરો લઈ આવશે, તો એ યશ રણબીર કપૂરની વ્યક્તિગત લોકપ્રિયતાને આપવાનો થાય. જો કે દિગ્દર્શક અભિનવ કશ્યપ (આજે જે ભારે ડિમાન્ડમાં છે એવા) અનુરાગ કશ્યપના ભાઇ હોવા ઉપરાંત તેમના નામ સામે ‘દબંગ’ જેવી સલમાનની સુપર હીટ ફિલ્મ જરૂર છે.

દબંગ’ ટાઇટલ સલમાન ખાનના નામ સાથે ચોંટેલું રહે એવા એક બનાવની નોંધ કમસે કમ ગૉસીપ કોલમોએ તો ગયા સપ્તાહે લીધી. સલમાન ગયા હતા બીમાર દિલીપકુમારની ખબર કાઢવા અને પાછા આવ્યા એક ચાહકને ખબર પાડીને! જો અહેવાલ સાચા હોય તો હોસ્પીટલમાંથી બહાર આવતા સલમાનનો ફોટો પોતાના સેલફોનમાં પાડતા એક પ્રશંસકને ‘બીગ બોસે’ પોતાની કાર પાસે બોલાવ્યો અને તેનો ફોન લઇને રોડ પર ફેંકી દીધો. દિલીપ સા’બની તબિયતથી ચિંતિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સ ગયા હતા. સલમાન અને અમિતાભ અત્યારે અલગ અલગ ચેનલ પર ટીવી શોમાં આવે છે અને હજી ‘ટ્વેન્ટી ફોર’ સિરીઝ સાથે અનિલ કપૂર પણ એ રેસમાં જોડાવાના છે. ત્યારે અમિતાભ જેટલી અભિષેકની વ્યસ્તતા ક્યારે થશે? એવી ચિંતા કરનારા સૌને રાહત થાય એવા કન્ફર્મ ન્યુઝ આવ્યા છે કે ઐશ્વર્યારાય મેટર્નિટી લીવ પરથી પરત આવે છે, અભિષેક સાથેની ફિલ્મ ‘હેપ્પી એનિવર્સરી’થી! ત્યારે ફિલ્મની વાર્તા ચિંતા કરાવી શકે છે.




ફિકર એ છે કે, જો એક દૈનિકે આપેલી બાતમી સાચી હોય તો, આ પિક્ચર ‘માસુમ’ની રિમેઇક હશે. તે હિમેશ રેશમિયા બનાવવાના છે અને તેનું દિગ્દર્શન ઍડવર્ટાઇઝીંગના જાણીતા ક્રિએટિવ વડા પ્રહ્લાદ કક્કડ કરવાના છે. ચિંતા ‘આવારા’ની જેમ મૂળ ક્લાસિકની જ કરવાની હોય. ‘માસુમ’માં શબાના આઝમી અને નસીરુદીન શાહની સાથે બાળ કલાકાર તરીકે જુગલ હંસરાજનો માસુમ અભિનય અત્યંત હ્રદયસ્પર્શી હતો. એ શેખર કપૂરની સંવેદનશીલ કૃતિ પાછી ઍરિક સેગલની મૂળ વાર્તા ‘મૅન, વુમન ઍન્ડ ચાઇલ્ડ’ પર આધારિત હતી. તેથી કૉપીરાઇટનો તો કદાચ કોઇ સવાલ નહીં થાય. પરંતુ, ચિંતા એ કે ગુલઝાર અને રાહુલદેવ બર્મનની જોડીનો અનોખો સંસ્પર્શ તેમાં હશે? તેમાં “લકડે કી કાઠી...” જેવું બાળગીત અને “દો નૈના ઇક કહાની, થોડા સા બાદલ થોડા સા પાની...” સરખી ઋજુ રચના હશે? કે પછી રિમેઇકમાં મૂળ ક્લાસિકની જે દશા થાય છે તેનો અનુભવ જોતાં ઐશ્વર્યા-અભિષેકની એ ફિલ્મ જોયા પછી સર્જકોને ગુલઝારના ‘માસુમ’ શબ્દોમાં જ કહેવું પડશે કે, “તુઝસે નારાજ નહીં.... હૈરાન હું”!





તિખારો!


કેબીસી’ એટલે? Knowledge Brings Crores!!

Thursday, September 26, 2013

ये आज भी ज़िन्दा ही हैं.... डेवीड



                                      डेवीड

‘जहोन चाचा’ तुम कितने प्यारे, तुम्हें प्यार करते सब दर्शक!


शाहरूख खान को आज हर तीसरे एवार्ड समारोह का संचालन करते देख पुराने समय के ऐसे ‘मास्टर ऑफ सॅरिमनी’ (एम. सी.) चरित्र अभिनेता डेवीड की याद ताजा हो जाती है। डेवीड और जयराज दो अभिनेताओं कई साल तक ‘फ़िल्मफ़ेयर’ पुरस्कार वितरण समारोह के ‘एम. सी.’ होते थे। फ़िल्म उद्योग जिस कार्यक्रम का बेसब्री से इन्तजार करता था, वह सालाना जलसा डेवीड की मजाक-मस्ती के बिना अधूरा लगता था। समारोह में आती लगभग हर स्टार-नायिका से डेवीड अपने गाल पर एक चुंबन हंसते हंसते ले लेते थे और इन्डस्ट्री के आजीवन अपरिणित रहे उन ‘डेवीड अंकल’ को कोई हिरोइन इनकार भी नहीं करतीं थीं। 

लेकिन ऐसा भी नहीं था कि वे सिर्फ़ कार्यक्रमों के अच्छे संचालक ही थे। एक अभिनेता की हैसियत से भी वे उतने ही सक्षम थे, जिसका जीता-जागता उदाहरण उनका ‘बुट पॉलीश’ फ़िल्म का अभिनय था। उस फ़िल्म के अमर पात्र ‘जहोन चाचा’ के लिए उन्हें ‘श्रेष्ठ सहायक अभिनेता’ का ‘फ़िल्मफ़ेयर’ पुरस्कार प्राप्त हुआ था, जो शुरु उन प्रारंभिक वर्षों में ‘टाइम्स ऑफ इन्डिया’ के फ़िल्म विवचक क्लेइर के नाम से ‘क्लेइर एवार्ड’ कहे जाते थे। ‘बुट पॉलीश’ में बैसाखी के सहारे चलने वाले अपाहिज ‘जहोन चाचा’ की महत्वपूर्ण भूमिका में डेवीड को अपनी अभिनय क्षमता के विविध रूप दिखाने के काफी मौके थे और उन्होंने जी भर कर उन्हें दिखाया था।



‘जहोन चाचा’ के हिस्से राज कपूर की उस हेतुपूर्ण फ़िल्म ‘बुट पॉलीश’ में जितने गाने आये थे, वे भी डेवीड ने बडी खुबी से पर्दे पर गाये। अगर “नन्हे मुन्ने बच्चे तेरी मुठ्ठी में क्या है?...” में गरीब बस्ती के बच्चों को भीख की नहीं मेहनत की रोटी खाने का संदेश देना था तो उनका अभिनय ‘गुरु’ जैसा था। तो जब जेल में सारे गंजे कैदीओं के सर पर तबला बजाते हुए “लपक झपक तु आ रे बदरवा, सर की खेती सुख रही है...” विनोदी शब्दों वाला गाना गाते समय एक कॉमेडियन सी एक्टिंग करते थे। एक अन्य गीत “रात गई फिर दिन आता है, इसी तरह आते जाते ही ये सारा जीवन जाता है...” को भी याद करने जैसा है, जिस में ये पंक्ति भी आती थी, जो डेवीड साहब की पेहचान जैसी थी, “जहोन चाचा तुम कितने अच्छे, तुम्हें प्यार करते सब बच्चे”। उस गीत की पराकाष्टा में जब प्रिय कवि शैलेन्द्र की कलम से ‘हर व्यक्ति (बच्चा) अनूठा है’ इस बात को कहते ये शब्द “तु एक है प्यारे लाखों में, तु बढता चल...” शंकर जयकिशन की दमदार धून पर एक फौजी की अदा से गाते डेवीड आज भी भूले नहीं भूलाते।

उस गाने का अंत “ये रात गई, वो सुबह नई...” जैसे आशा से भरे शब्दों से होता है और पर्दे पर झोंपडपट्टी के बच्चों को आने वाले सुख के दिनों के प्रतिक सा सूर्योदय दिखाते जहोन चाचा! कोई आश्चर्य नहीं था कि ‘बुट पॉलीश’ के लिए निर्माता राज कपूर को ‘बेस्ट पिक्चर’ का भी एवार्ड दिया गया था और कान्स इन्टरनेशनल फ़िल्म फ़ेस्टीवल में भी उसे खुब सराहना मिली थी। (समाज को दिशा दिखाने वाले ऐसे चलचित्र अब क्यॉं नहीं बनते होंगे?)

‘जहोन चाचा’ की भूमिका में डेवीड प्रभु इसु की प्रार्थना करते इसाई बने थे और असल ज़िन्दगी में भी वे २१ जुन १९०९ के दिन एक यहुदी परिवार में जन्मे डेवीड अब्राहम थे। बचपन में अपने पिता की छत्रछाया खो देने की वजह से उनके लिए बडे भैया ही सब कुछ थे, जो नाटक और खेलकूद में काफी दिलचश्पी रखते थे। डेवीड भी अखाडे में कसरत से शरीर सौष्ठव बनाने में लगे। क्रिकेट तथा अन्य खेलों में भी महारत हासिल की। ये बात कम लोग जानते होंगे कि डेवीड अच्छे बेट्समेन और बॉलर के अलावा क्रिकेट के कॉमेन्ट्रीकर्ता भी थे। बाद के वर्षों में एशियाइ खेलों में ‘जज’ की कार्यवाही कर चूके खेलविद थे। उन्हों ने ओलिम्पिक में भारत के प्रतिनिधि के रूप में भी काम किया था। इतना ही नहीं, बी.ए. की  पढाई के दिनों में वे अपने विल्सन कालिज की तरफ से वक्तृत्व स्पर्धाओं में भी ट्रोफीयां जीतते थे। परिवार के लोग उन्हें वकील बनाना चाहते थे और वे उस के लिए तालिमबद्ध भी हुए थे।

इस लिए जब करियर की पसंद का सवाल आया तब डेवीड के पास वकालत, खेलकूद और अभिनय जैसे तीन तीन विकल्प थे। उनकी इन अनेकविध क्षमताओं को  जानते निर्देशक डी.पी.मिश्रा ने अपनी मूक फ़िल्म ‘सायक्लोन गर्ल’ की शूटिंग के दौरान अपने नये अभिनेता को ताना देते हुए कहा था, “वकीली कर...”! परंतु, ऐसे तानों से डेवीड साहब कहाँ हार मानने वाले थे? उस मूक फ़िल्म से शुरु हुई उनकी अभिनय यात्रा में फिर तो कितनी सारी भूमिकाएं उनके हिस्से आईं। उनका सदा हंसमुख चेहरा और बिना बाल का सर एक अलग ही पेहचान बनाता था। गंजे लोगों को ‘टकला’ कह कर उपालंभ करने की बजाय सम्मान देने के लिए ऐसे लोगों को अब ‘डेवीड’ कहा जाने लगा। ‘डेवीड’ शब्द नाम न रहकर एक विशेषण बन गया था।

और क्यों नहीं बनता? उन्हें ऋषिकेश मुकरजी की बेनमून कृति ‘अनुपमा’ में ‘अंकल मोज़ेज़’ के रोल में देखो तो डेवीड अभिनय करते लगते ही नहीं। पूरी फ़िल्म में सब को बात बात पर हंसाने वाले डेवीड “क्युं मुझे इतनी खुशी द दी, कि घबराता है दिल...” में डान्स करते हैं और एक बार तो अपने गंजे सर पर गिलास रखकर भी नाचते हैं। इसी तरह से ऋषिदा की अन्य एक फ़िल्म ‘अभिमान’ में शास्त्रीय संगीत के दिग्गज कलाकार ब्रीजेश्वर राय जी की छोटी भूमिका में भी याद रह जाते हैं; क्योंकि मध्यान्तर उन्हींके बोलों पर आता है। ‘राय साहब’ बने डेवीड भविष्य देख पाते हैं कि अमिताभ के पात्र ‘सुबीर’ से उनकी नई दुल्हन ‘उमा’ बनी जया जी का गाना ज्यादा अच्छा था और पत्नी ज्यादा प्रतिभाशाली होने की वजह से दोनों के दाम्पत्य में टकराव होगा।

डेवीड की यादगार भूमिकाओं में अन्य एक फ़िल्म ‘सत्यकाम’ में शर्मिला टैगोर के पालक पिता ‘रुस्तमजी’ के पात्र में उनकी प्रतिभा के करीब सभी रंग देखने को मिले थे। एक सशक्त चरित्र अभिनेता के रूप में डेवीड को कितनी सारी फ़िल्मों में दर्शकों ने पसंद किया था। जैसे ‘ममता’, ‘हिमालय की गोद में’,  ‘उपकार’, ‘सपनों का सौदागर’, ‘हाथी मेरे साथी’, ‘अनुराग’, ‘खट्टा मीठा’, ‘सत्यम शिवम सुन्दरम’, ‘चुपके चुपके’, ‘बातों बातों में’, ‘खुबसुरत’, ‘गोलमाल’, ‘हमारे तुम्हारे’, ‘झुक गया आसमान’, ‘मेमदीदी’, ‘शहर और सपना’   इत्यादि १०० से अधिक फ़िल्में उनके नाम पर हैं। उनमें से ज्यादातर चित्रों में उनका पात्र सकारात्मक ही होता था। उसकी एक वजह यह भी थे कि उनकी आंखों में भलाई का भाव स्थायी था। वे चाहकर भी बुरे नहीं दिख सकते थे। हां, कई साल पहले ’४४ में एक फ़िल्म ‘द्रौपदी’ में उनकी ‘मामा शकुनि’ की भूमिका जरूर थी। उस के अलावा भारत की प्रथम सुपर हीट ‘किस्मत’ में भी उनका रोल चोरी का माल खरीदने वाले जौहरी का था। युं देखा जाय तो ‘बुट पॉलीश’ के ‘जहोन चाचा’ भी तो देसी शराब के असामाजिक धंधे में लगे इन्सान थे, जिनका दिल सोने का था।



परंतु, एक बार चरित्र अभिनेता बनने के बाद तो उनका रास्ता भलाई का ही रहा था। डेवीड साहब की उम्र बढने के साथ स्वास्थ्य ने मुश्किलें खडी करना प्रारंभ कर दिया था। जब उन्हें ह्रदय की तकलीफ शुरु हुई तब वे सी सी आई चेम्बर में भूतल पर रहने चले गए थे, ताकि  सीढी़याँ चढना न पडे। लेकिन जब दुसरी बार दिलका दौरा पडा तब यहाँ रहतीं उनकी भतीजी के आग्रह पर १९७८ में डेवीड जी रहने के लिए टोरन्टो आ गए। जब वे टोरन्टो आये तब अपने साथ १९ कार्टून भरकर किताबें ले कर आये थे! पढने के इतने शौकिन इस महान कलाकार ने कनाडा में भी अपने खेल-कूद के शौक को बरकरार रखा था। आखिर १९८२ की २ जनवरी के दिन डेवीड साहब ने आखरी सांस ली। लेकिन ‘जहोन चाचा’ की तरह उनके द्वारा अभिनित कितने ही पात्रों से डेवीड अब्राहम आज भी हमारे बीच ज़िन्दा ही हैं।

 [इस लेख के लिए सहायक सामग्री प्रदान करने के लिए वरिष्ठ इतिहासविद श्री हरीश रघुवंशी (सुरत) का हार्दिक धन्यवाद]
 
See David 's performance in these songs....हाथ कंगन को आरसी क्या?Click on the pictures bellow to see the performance!

 







 

Saturday, September 21, 2013

ફિલમની ચિલમ.... સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૩



‘ડબલ મીનિંગ’ની હલકી ‘મસ્તી’ નવી ક્યાં છે?



‘ગ્રાન્ડ મસ્તી’ કે જેનો ભળતો જ ઉચ્ચાર ટાળવા સલામતીપૂર્વક ‘ગ્રૅન્ડ મસ્તી’ એમ ઉચ્ચારાય છે, તે કહેવાતી એડલ્ટ કોમેડી સામે મહિલા કાર્યકરો અને વિવેચકોની અનેક ટીકાઓ છતાંય ફિલ્મનો વકરો ૫૦ કરોડની નજીક પહોંચી જવાથી ઇન્દ્રકુમાર અને તેમની કંપનીએ પિક્ચર પાછળ ખર્ચેલા રૂપિયા નીકળી ગયા છે. હવે તો “વકરો એટલો નફો” હોઇ વાંધા-વિરોધને કારણે કોઇ સંજોગોમાં કદાચ ફિલ્મ પરત ખેંચવી પડે કે એકાદ-બે ડાયલોગ કાપવા પડે તો પણ શું ફરક પડે છે? ફિલમ એક વાર સેન્સરમાંથી બહાર નીકળી જાય અને સુખરૂપ એક અઠવાડિયું ચાલી જાય પછી જખ મારે છે, ઝાકરીયાવાળી! ઉલ્ટાનું હવે થતો દરેક વિવાદ પિક્ચર માટે વગર પૈસાની પબ્લિસિટિ હશે.

‘ગ્રૅન્ડ મસ્તી’ એ દાદા કોંડકે પ્રકારની ફિલ્મોનું પેઢીનામું છે, જેમનાં ટાઇટલથી જ દ્વિઅર્થી શરૂઆત થતી. એ ‘આગે કી સોચ’ એવું નામ રાખે ત્યારે ‘આગે’ એ શબ્દનો રંગ અલગ રાખે અને તેમના નિયમિત દર્શકો સમજી જતા કે એ ‘આગે’ એટલે શું? દાદા કોંડકેની ફિલ્મ ‘ખોલ દે મેરી જુબાન ના પોસ્ટરમાં ‘જુબાન’ નાના અક્ષરે અને અલગ લીટીમાં હોય! તેમના ‘અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં’ જેવા નિર્દોષ લાગતા શિર્ષકને પણ સમજનારા સમજી જતા. પરંતુ, ‘ડબલ મીનિંગ’ દ્વારા એક ખાસ ઑડિયન્સને થિયેટરમાં લાવવાનો પ્રયાસ સુભાષ ઘઈની ‘વિધાતા’માં પણ સફળતાપૂર્વક થયો જ હતોને?  

‘વિધાતા’માં “સાત સહેલિયાં ખડી ખડી, ફરિયાદ સુનાયે ઘડી ઘડી...” એ ગીતમાં દરેક વ્યવસાયના પતિ માટે “રાતભર મુઆ સોને ન દે...” કહીને જેવાં રૂપકનો ઉપયોગ થયો હતો તે યુવા પ્રેક્ષકોને પણ શરમાવી દે એવા હતા. પરંતુ, વધારે આશ્ચર્યજનક વાત એ હતી કે એ ગીતમાં સિનિયર એક્ટર શમ્મીકપૂર જ ડોક્ટર, ડ્રાયવર, દરજી, શરાબી, ટપાલી જેવાઓની ‘બીવી’ને ફરિયાદ છે એ ગાતા હતા. એટલું જ નહીં, દરેક વખતે ‘એક સહેલી કા મિયા થા (દાક્તર)...’ એમ કહેવા માટે વિદેશમાં જેને વલ્ગર ગણવામાં આવે છે એ રીતે બીજી આંગળી ઊંચી કરીને ગાતા!

‘વિધાતા’ જ્યારે ૧૯૮૨માં રજૂ થયું ત્યારે પણ અખબારોમાં ઘણી ‘હો હા’ થઈ હતી. પરંતુ, થિયેટર્સમાં એ જ ગાયન પર સૌથી વધુ સિટીઓ અને તાળીઓ પડતી અને ’૮૨ના વર્ષનું સૌથી મોટું સુપરહીટ ચિત્ર એ ઠર્યું હતું. તે દિવસોમાં એવી બીક બતાવાઇ હતી કે શું સુભાષ ઘઇ જેવા મેઇનસ્ટ્રીમ ડાયરેક્ટરને પગલે આવાં ગાયનો નિર્માતાઓ નિયમિત મૂકશે? આજે ૩૦ વરસ પછી ‘ગ્રૅન્ડ મસ્તી’ પછી એ જ સવાલ થવાની શક્યતા છે. ખાસ કરીને એક સંવાદ “બલાત્કાર સે યાદ આયા મેરી બીવી કહાં હૈ?”ને કારણે મહિલા સંગઠનોએ બળાત્કાર જેવા ગંભીર મુદ્દાને મજાકનો વિષય બનાવવા બદલ જે  આક્રોશ વ્યક્ત કર્યો છે એ જોતાં ભવિષ્યમાં સંવાદ લેખકોએ વધારે કાળજી રાખવી પડશે. આપણે ત્યાં બળાત્કારને અગાઉ પણ અમુક પ્રેક્ષકો કેવી રીતે લેતા એ ‘ઇન્સાફ કા તરાજુ’ વખતે જોવા મળતું. 


‘ઇન્સાફ કા તરાજુ’માં રાજ બબ્બરની બળજબરીથી બચવા સામનો કરતી છટપટાતી હીરોઇન ઝિન્નત અમાનને અંતે જ્યારે રાજ બબ્બર પલંગ સાથે બાંધી દેવામાં સફળ થતા, ત્યારે થિયેટરમાં રીતસર તાળીઓ પડતી! (એ તે કેવી માનસિકતા?) એ ૧૯૮૦ની ફિલ્મ અને આજે ૨૦૧૩ છે. છતાંય દિલ્હી અને મુંબઈના ગેંગરેપથી માંડીને ઠેર ઠેર બહાર આવતા સ્ત્રીઓ પરના અત્યાચારના કિસ્સાઓના દિવસોમાં પણ મહિલાઓ અને સેક્સ લાઇફને મજાકનું સાધન બનાવતી આવી ફિલ્મોને કેવા પ્રતિભાવ મળશે એ ચિંતા કોઇને ક્યાં છે? અહીં તો કૅશ રજીસ્ટરમાં રૂપિયા કેવા રણકે છે એનો જ હિસાબ થવાનો અને કોઇ આશ્ચર્ય નથી કે ‘ગ્રૅન્ડ મસ્તી’ની ટીમે પોતાની સફળતાની પાર્ટી પણ આપી દીધી છે!



‘ગ્રૅન્ડ મસ્તી’ની ટીમની જેમ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ની સફળતા બદલ યશરાજ ફિલ્મ્સ પણ પાર્ટી આપશે તો નવાઇ નહીં લાગે. કેમ કે ૨૫ કરોડની પડતરવાળા એ પિક્ચરને પ્રથમ જ સપ્તાહે ૩૬ કરોડનો વકરો થતાં એ ઑલરેડી પ્લસમાં ચાલતી ફિલ્મ છે. પરંતુ, ‘યશરાજ’માં અત્યારે તો ૨૭મી સપ્ટેમ્બરની તૈયારીઓ ચાલી રહી છે. ૨૭મીએ યશ ચોપ્રાની જન્મતિથિ છે, જેને તેમનાં પત્ની પમેલાજી પોતાની રીતે ઉજવવા માગે છે. એટલું જ નહીં, એ દર સાલ ‘યશરાજ’માં એ નિમિત્તે કંઇક ’ને કંઇક અર્થપૂર્ણ કરવા માગે છે. આ વર્ષે યશજીના નિધન પછીનો પ્રથમ જન્મદિન છે, ત્યારે એ શું શું કાર્યક્રમો કરશે, તેની ઇન્ડસ્ટ્રીમાં ઇન્તેજારી છે. ખાસ તો એ કે દીકરા આદિત્ય અને રાની મુકરજીનાં લગ્નની જાહેરાત થશે?



યશ ચોપ્રાની જન્મજયંતિ ઉજવવાનો એક પ્રોગ્રામ તેમની ફિલ્મોમાં હીરોઇનોએ પહેરેલી વિવિધ સાડીઓને લગતો હોઇ શકે છે. યશજીનો પ્રિય રંગ સફેદ હોવા છતાં તેમની નાયિકાઓને તેમણે કલરફુલ સાડીઓ પણ કેવી ખુબસુરત પહેરાવી હતી! યશ ચોપ્રાની ઐશ્વર્યા રાય, જુહી ચાવલા, કાજોલ જેવી કેટલીક હીરોઇનો આ સપ્તાહે સફેદ વસ્ત્રોમાં એકત્ર થઈ હતી. તે સૌ માધુરી દીક્ષિતના પપ્પાના બેસણામાં, એટલે કે ચૌથા નિમિત્તેની પ્રાર્થનાસભામાં, આવી હતી. તે પ્રસંગે રાની મુકરજી કોની સાથે આવી હતી? પમેલા ચોપ્રાજી સાથે! (હૈ ના સાસ-બહુ? અબ કોઇ શક?) 


તિખારો!


મલ્લિકા શેરાવતે પોતાના ટીવી પ્રોગ્રામ ‘બૅચલરેટ ઇન્ડિયા’ની પબ્લિસિટિ માટે દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાતા નરેન્દ્ર મોદીને તેમના જન્મદિન ૧૭મી સપ્ટેમ્બરે શુભેચ્છા પાઠવવા એક મેસેજ ગાઇને ઇન્ટરનેટ પર અપલોડ કર્યો. તે સાંભળીને એક જણે આવી ટ્વીટ કરી, “મલ્લિકાએ ‘હેપી બર્થડે’ જેવા સિમ્પલ સંદેશને બેસુરો ગાવા ખુબ મહેનત કરી છે!!”