Thursday, August 23, 2012

ગુલઝારની ગંભીર નોંધ લેવાયાનું વરસ!





૧૯૬૯નું વરસ આમ તો  લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું પણ કહી શકાય એવું હતું. તે વર્ષે તેમને ફિલ્મફેર એવોર્ડ જીને કી રાહમાટે મળ્યો હતો, જે ટીકાનું કારણ પણ બન્યો હતો. તે સાલ એસ.ડી. બર્મને આરાધના જેવું સુપર ડુપર આલ્બમ આપ્યા છતાં ફિલ્મફેર એવોર્ડ જીને કી રાહ માટે એલ.પી.’ને અપાતાં વિવાદ થયો હતો. એ સાચું કે તેમાં એક બન્જારા ગાયે...”, “ચંદા કો ઢૂંઢને તારે નીકલ પડે.....”, “આપ મુઝે અચ્છે લગને લગે...” અને સૌથી લોકપ્રિય એવું આને સે ઉસ કે આયે બહાર....બડી મસ્તાની હૈ, મેરી મેહબૂબા...” જેવાં ગીતો હતાં. પરંતુ,આરાધનાની રચનાઓ અને તેની લોકપ્રિયતા સામે એ કશું જ ના કહેવાય. એવોર્ડને લાયક તો નહીં જ.


એક વરસમાં સૌથી વધુ હીટ ગાયનો આપવાનો પુરસ્કાર આપવાનો હોત તો લક્ષ્મી-પ્યારેને ચોક્કસ મળી શક્યો હોત. કેમ કે તેમનાં ધરતી કહે પુકાર કે’, ‘સાજન’, ‘માધવી’, ‘જિગરી દોસ્ત’, ‘અન્જાના’, ‘વાપસજેવાં હીટ આલ્બમ હતાં. એ દરેકનાં એકાદ બબ્બે ગાયનો જ યાદ કરીએ તો પણ કેવો મધુરો વરસાદ થાય! જેમ કે  અન્જાનામાં રિમઝિમ કે ગીત સાવન ગાયે...” “કે જાન ચલી જાયે જિયા નહીં જાય...”, તો ધરતી કહે પુકાર કેનાં જે હમતુમ ચોરી સે બંધે ઇક ડોરી સે...”, “જા રે કારે બદરા, બલમા કે પાસ...” અને મુકેશનું ખુશી કી વો રાત આ ગઇ...”! તમે જિગરી દોસ્તનું રાત સુહાની જાગ રહી હૈ ધીરે ધીરે ચુપકે ચુપકે....” યાદ કરો કે પછી મેરી ભાભીજેવી અત્યારે સાવ અજાણી લાગતી ફિલ્મનું લતા મંગેશકરનું અનમોલ ગીત પવન ઝકોરા સંગ મેરે ગાયે...” સાંભળો ક્યાંય કચાશ ના લાગે. એ જ રીતે સાજન અને વાપસનાં ડ્યુએટ રેશમ કી ડોરી....” અને એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ...” એમ લીસ્ટ લંબાયે જ જશે અને તે માધવીના ક્લાસિકલ ભક્તિ ગીત સાંઝ સવેરે અધરોં પે મેરે બસ તેરા હી નામ...” સુધી પહોંચશે. વચમાં સાધુ ઔર શૈતાનનું નંદલાલ ગોપાલ દયા કર કે..” અને આંસુ બન ગયે ફૂલનું જાને કૈસા હૈ, મેરા દીવાના...” જેવું કિશોર લતાનું યુગલ ગીત વગેરે સંખ્યાબંધ ગાયનો તો ગણવાનાં અને ગણગણવાનાં બાકી રહે!
૧૯૬૯નું એ વરસ ગાંધીજીની જન્મ શતાબ્દીનું હતું અને તે દિવસોમાં સિનેમા સાંપ્રત જીવનનો કેવો ભાગ હતું તેનો દાખલો એટલે બાલક  ફિલ્મનું સુન લે બાપુ યે પૈગામ, મેરી ચિઠ્ઠી તેરે નામ...”!   ‘બાલક’ બની પડદા ઉપર આ કવિતા ગાતી બાળ કલાકાર સારિકા અને કમલહસનની દીકરી શ્રુતિ હસન પણ આજે તો બાળક નથી રહી! પરંતુ, દત્તારામના સંગીતમાં સુમન કલ્યાણપુરે ગાયેલી કવિવર ભરત વ્યાસની રચનાના આ શબ્દો આજે પણ કેટલા પ્રસ્તુત છે... કાલા ધન કાલા વ્યાપાર, રિશ્વત કા હૈ ગરમ બાજાર...
તેરે અનશન સત્યાગ્રહ કે બદલ ગયે અસલી બર્તાવ
”! 



તો સોનિક ઓમીની
બેટી ફિલ્મમાં મુકેશનું ગીત યે ક્યા કિયા રે દુનિયાવાલે...” અને એક નાની ફિલ્મ પૂજારિનમાં પણ મુકેશના સ્વરમાં એન.દત્તાની એક મધુર રચના મેરા પ્રેમ હિમાલય સે ઊંચા...” ૬૯ની જ દેન છે. તે સાલ મદન મોહને પણ ચિરાગમાં તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...” જેવા દીપ પ્રગટાવ્યા હતા.
જ્યારે રવિની ફિલ્મોમાં તે વરસે એક ફૂલ દો માલી (મન્નાડેના સ્વરમાં તુઝે સૂરજ કહું યા ચન્દા....”), અનમોલ મોતી(મહેન્દ્રકપૂરનું અય જાને ચમન તેરા ગોરા બદન...”) અને ડોલી’ (કિસ ને સાથ નિભાયા...) હતી. પરંતુ, ૧૯૬૯ હેમંતકુમારના મ્યુઝિકથી મઢેલી ખામોશીને લીધે પણ સ્મૃતિમાં જડાઇ ગયેલી છે. ખામોશીમાં ગુલઝારનાં ગીતોના શબ્દોએ તે સમયે એ નવા કવિની નોંધ લેવા સૌને મજબૂર કર્યા હતા. તેમના ઓફબીટ લવ સોંગહમને દેખી હૈ, ઉન આંખોં કી મહકતી ખુશ્બુ...” અને તેના અમર શબ્દો, સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ન દો...”

વળી, ફિલ્મનું નામ ટાઇટલ ગીતની પહેલી પંક્તિમાં જ આવી જાય (સાજન સાજન પુકારું ગલિયોં મેં...” કે પછી ડોલી ચઢ કે દુલ્હન સસુરાલ ચલી...”) એવી ફિલ્મી પરંપરાને તોડીને તેમણે ફિલ્મનું શિર્ષક ખામોશી અંતરામાં લખ્યું!

“પ્યાર કોઇ બોલ નહીં, પ્યાર આવાઝ નહીં,
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ,
ન યે બુઝતી હૈ,
ન રૂકતી હૈ, ન ઠહરી હૈ કહીં, 
નૂર કી બુન્દ હૈ સદીયોં સે બહા કરતી હૈ..”
પ્રેમની એ ફ્રેશ વ્યાખ્યા.... નૂર કી બુન્દ હૈ...” દિવ્ય તેજનું ટીપું! ક્યા બ્બાત... ક્યા બ્બાત!!
 

એવો જ એક પ્રયોગ તેમણે કિશોરકુમારે ગાયેલા ગીત વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ...”માં કરી બતાવ્યો હતો. તેમાં બન્ને અંતરામાં એક જ સરખા શબ્દો ઉપયોગમાં લઇને કવિતા કરી હતી. (પહેલા અંતરામાં કહે છે,ઝૂકી હુઇ નિગાહ મેં, કહીં મેરા ખયાલ હૈ...” અને બીજામાં લખ્યું મેરા ખયાલ હૈ અભી ઝૂકી હુઇ નિગાહ મેં...”!)
તો તુમ પુકાર લો...” પણ હેમંતદા જે ઘેઘૂર અવાજે તે ગાય છે અને સાથે વ્હીસલનો સરસ ઉપયોગ કરે છે, તેને લીધે આજે પણ એ અવિસ્મરણીય  છે... ’૬૯ના મ્યુઝિકની જેમ જ

 એક આડવાત: જે દિવસોમાં રાજેશખન્નાની ખામોશી’, ‘આરાધના’, ‘ડોલી’, ‘ઇત્તેફાક’, ‘દો રાસ્તે ચાલતી હતી તે જ વર્ષે સાત હિન્દુસ્તાની આવી હતી જેનાં ૭ મુખ્યપાત્રો પૈકીના એક અમિતાભ હતા. સોચો ઠાકુર!

11 comments:

  1. Khamoshi is in all sense is one of the most favorite movie of mine.....What a movie and what a acting and what a songs....it was truly a poetry in the motion....

    ReplyDelete
  2. gulzar was very required change in that time in all context of cinema weather its lyrics or screenplay or story telling or direction as most of his works have very sensibility !!

    ReplyDelete
  3. Nostalgic - I still remember watching Dharti Kahe Pukar ke with my Mom & Dad in Alalnkar Talkies of Junagadh - with my friend Sherkhan BABI (Cousin of Parveen of course & my classfellow, Bhailu Jadeja, Ajay Dhanesa, Jagdish Thanki, Yunus Sorathia and then going to school next day and singing the song - "KE" hum tum chori se, bandhe ek "chori" se!!!)

    ReplyDelete
  4. Nice article as usual.Enjoyed.JSK.Bansi

    ReplyDelete
  5. salilbhai.. it is indeed a great pleasure being in the mahefil! it seems u really work hard!

    ReplyDelete
  6. સલીલભાઈ: અભિનંદન....૧૯૮૭...ન્યૂયોર્કથી મુંબઈ...એર ઇન્ડિયા ફ્લાયતમાં હું અને ગુલ્ઝારજી અકસ્માતે પડખોપડખ...વાતની શરૂઆત જ આ--ખામોશીના ગીતથી થઇ...પછી તો અનેક અનેક સ્મરણો તાજા કર્યા...બીજું,૧૯૬૯ કલ્યાન્જીનું કોઈ ખાસ પ્રદાન નહિ...?

    ReplyDelete
    Replies
    1. પ્રિય ધીરેનભાઇ.... આભાર કોમેન્ટ બદલ. તમે નસીબદાર કે ગુલઝાર સાહેબ સાથે એટલો લાંબો સમય બેઠા. હું બે વરસથી પ્રયત્નશીલ છું. કેનેડાથી તો સંપર્ક પણ શક્ય નથી થયો. સેક્રેટરી લેવલથી આગળ વધી નથી શકાતું!
      ૧૯૬૯માં કલ્યાણજી આણંદજીના યોગદાન વિશે યાદ કરાવ્યું તે ઠીક કર્યું. નહીં તો મને ખબર જ ના પડત કે તમે આ બ્લોગ વિગતવાર જોયો નથી!!!
      આ લેખ ૧૯૬૯નો બીજો પાર્ટ છે.પહેલા ભાગમાં કxઆ વિશે લખ્યું જ છે. તે ૧૩ ઓગસ્ટે મૂક્યો હતો. તેના ઉપર પણ તમારી ટીપ્પણીની રાહ જોઇશ.
      -સલિલ

      Delete
  7. સલીલ સાહેબ મજા આવીગઈ, આભાર. મારે આપને પૂછવું છે, વો સામ કુછ અજીબ થી ગીત નો અંત એકએક આવી જતો હોય તેવું મને હમેસા લાગ્યું છે , તો તે માં મારી ભૂલ છે કે તેમાં કોઈ કારણ છે? શક્ય હોય તો બતાવસો. લી રાજુ પારેખ (રાજકોટ)

    ReplyDelete
  8. Awsome Blog! lukin fwd to it mama... :D
    - Rahul and Harsha Thakkar (Surat)

    ReplyDelete
  9. ગુજરાતી ફિલ્મ "મારે જાવું પેલે પાર (1978)" તેમજ હિન્દી "ખિલૌના(1970)" આ જ થીમ પરની ઘણી જ સુદર ફિલ્મો હતી અને સંજીવ કુમારનો અભિનય ખરેખર કાબિલે - દાદ રહેલ.

    ReplyDelete