Friday, August 31, 2012

‘ઑસમ કા મૉસમ’.... ‘સિર્ફ એહસાસ હૈ યે...’


‘ઑસમ કા મૉસમ’માં આજે ૧૧ મિનિટનો એક વિડીયો જુઓ. એક ડૉલ્ફીન માછલી અને કૂતરા વચ્ચેના સંબંધની આ વાર્તા છે. તેને ‘દોસ્તી’ કહેશો કે ‘પ્રેમ’ એ આખી આ શૉર્ટ ફિલ્મ પત્યા પછી નક્કી કરજો. બલ્કે ગુલઝારના શબ્દોમાં ‘સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસુસ કરો...” એમ કહી કશું નામ પાડ્યા વગર તેને માણવાની પણ એક મઝા છે જ. જો કે મને આમાં ‘ઑસમ’ લાગ્યું છે, પિક્ચરાઇઝેશન!

પડદા ઉપર દેખાતી આ Awesome ફિલ્મના સર્જનમાં પડદા પાછળની મહેનત વધારે Awesome છે; એ ફિલ્મો અને તેના સર્જન સાથે સંકળાયેલી વ્યક્તિ વધુ યોગ્ય રીતે સમજી-સમજાવી શકે. એક સ્ક્રીપ્ટ પ્રમાણે માછલી અને કૂતરાને કામ કરાવવા કરતાં પણ અઘરું હતું એ તમામને કૅમેરામાં કંડારવું. અંડરવૉટર સિનેમેટોગ્રાફી અને સૂર્યાસ્તના બૅક ગ્રાઉન્ડમાં હવામાં ઉછળતી ડૉલ્ફીનને પડદા ઉપર ઝીલવામાં દિવસોની ધીરજ જોઇએ. તેનું પરિણામ પણ કેવું અદભૂત મળે છે અને આવકાર? આ વિડીયો વિશ્વના ૫૦ લાખ (ફાઇવ મિલીયન)થી પણ વધુ લોકોએ જોયો છે!   Isn't that itself Awesome?

ENJOY this beautiful short film. I am sure it will make your Day!! 




(બાય ધી વે, મને ડોલ્ફીનનો ચહેરો સદાય હસતો અને આનંદી લાગ્યો છે. તમને કેવો લાગ્યો?)


1 comment: