Friday, July 20, 2012

અગર તુમ ન હોતે ! (૨)


પૈસાની વાત કરીએ તો  બી. આર. ચોપરાનું ઇત્તફાક દોઢ-બે મહિનામાં જ પૂરું થયું હતું. એ ભૂમિકા માટે રાજેશ ખન્નાને એવોર્ડ-ક્રેડિટ જરૂર મળ્યાં, પરંતુ કેશ? , માસિક બે હજાર રૂપિયાના (કે ક્યાંક કહેવાયું છે એવા મહિને ઇવન પાંચ હજારના!) પગારમાં કેટલાક રૂપિયા મળ્યા હોય? જો કે રાજેશને માટે પૈસા કરતાં ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવો વધારે જરૂરી હતો. એક વેપારીના દીકરા તરીકે કદાચ તેમણે એવાં માસિક બે-પાંચ હજાર રૂપિયા આપતાં એ બધાં ચિત્રોને ઇન્વેસ્ટમેન્ટ ગણ્યાં હશે. કેમ કે એ ૧૬ પ્રોયુસર્સ આપણા ટોપ મોસ્ટ સર્જકો હતા. અગાઉ એ બધાની ફિલ્મો હીટ અને સુપર હીટ થયેલી હતી. તેથી ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’ના એક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓનો સપોર્ટ અને ‘ફિલ્મફેર’ તથા ‘માધુરી’ જેવાં દેશનાં ઇંગ્લીશ અને હિન્દી ભાષાનાં બબ્બે મુખ્ય ફિલ્મ મેગેઝીન્સનો પ્રચારમાં સહારો મળ્યો. 
વળી એ બન્નેને ન્યાયી ઠેરવે એવાં શરૂઆતમાં ગણાવ્યાં એવાં એકસામટાં એટલાં બધાં ચિત્રો સુપરહિટ થયાં કે દેશ આખેઆખો આ સુપરસ્ટાર રાજેશ ખન્ના પાછળ ઘેલો થયો. જેની શરૂઆતમાં ‘ગુરખા’ કહીને ગમ્મત કરાતી હતી એ જ હવે ‘ખન્ના સાબ’ કે ‘કાકાજી’ હતા! બધા પડછંદ એક્ટરોની દુનિયામાં આ ‘બોય નેક્સ્ટ ડોર’ (પાડોશીનો છોકરો) સફળતાની રીતે કદાવર થતો ગયો.

એકાદ સુપરહિટ ફિલ્મ આપતાં જ સાતમા આસમાને ડવા લાગતા કળાકારોની દુનિયામાં સુપરહિટ પાછળ સુપરહિટ ફિલ્મો આપતા રાજેશ ખન્નાનું વર્તન ના બદલાયું હોત તો જ નવાઇ લાગત! એ સમયની રાજેશ ખન્નાની દેશવ્યાપી ઘેલછાનો ખ્યાલ લાવવા માટે તે દિવસોમાં પાછા જવું પડે. તેમને ત્યાં રૂપિયાની બેગ ભરીને નિર્માતાઓ સવારના પહોરમાં પહોંચી જતા. ‘હાથી મેરે સાથી’ના પ્રોડ્યુસરે એક પણ સીન શુટ કર્યા વગર કાકાજીને સાઇન કરવાના દિવસે મદ્રાસથી આવીને સાત આંકડાની એક મોટી રકમ ચૂકવી હોવાના અહેવાલ તે દિવસોમાં આવ્યા જ હતા. એ ‘હાથી મેરે સાથી’ની સ્ક્રીપ્ટને મઠારવાનું કામ તે વખતના નવા લેખકો સલીમ - જાવેદને ખન્નાએ કામ સોંપ્યું.

સલીમ જાવેદે હાથી મેરે સાથીપર અદભૂત કામ કર્યું અને એ એવી હિટ ફિલ્મ સાબિત થઇ કે એક રેકોર્ડ થઇ ગયો. સલીમ જાવેદે તે પછી ભોલાભાલાની પણ સ્ક્રીપ્ટ કરી આપી. પરંતુ, સ્ક્રીપ્ટમાં થતી દખલથી અકળાઈ ઠેલા સલીમ-જાવેદે એ વિવાદ પછી ભોલાભાલાના લેખકની ક્રેડિટમાંથી પોતાનું નામ કાઢી નંખાવ્યું. પછી એ પિક્ચર ઠેઠ ૧૯૭૮માં આવ્યું અને ફ્લોપ પણ ગયું! પણ એ તબક્કે કોણે કોની કરિઅર બનાવી?’ એવી કોઇ ટસલ કદાચ થઇ હોય. કેમ કે વાત એટલેથી  પતી નહીં. સલીમ-જાવેદે રાજેશ ખન્નાના વિકલ્પની શોધ કરવા માંડી. તેમણે બોમ્બે ટુ ગોવાના એક ફાઇટસીનમાં અમિતાભ જે રીતે ચ્યુઇંગમ ચાવતાં ચાવતાં લડે છે એ સ્ટાઇલ જોઈને પસંદગીનો કળશ તેના પર ઢોળ્યો. તેને પગલે અમિતાભની ગાડી ફ્લોપ ફિલ્મોના રસ્તેથી સુપરહિટ ચિત્રોના રોડ પર સડસડાટ દોડવા લાગી; એ હિન્દી ફિલ્મઉદ્યોગના ઇતિહાસની વધુ જાણીતી અને નજીકના ભૂતકાળની હકીકત છે.

બાકી કેટલા લોકોને ખબર હશે કે દીવારફિલ્મ માટે યશ ચોપરાએ રાજેશ ખન્નાને સાઇન કર્યો હતો. પરંતુ સલીમ-જાવેદે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો કે જો વિજયની ભૂમિકા રાજેશ ખન્ના કરવાના હોય તો તે સ્ક્રીપ્ટ યશજીને નહિ મળી શકે. છેવટે લેખકોની જીદ સામે નિર્માતા-દિગ્દર્શકને ઝૂકવું પડ્યું અને અમિતાભ બચ્ચન દીવારમાં વિજય બન્યા.  એ જ રીતે રોટીના સર્જન દરમિયાન રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્ન થયાં. ત્યાર પછી મનમોહન દેસાઈએ તેમનાં ચિત્રોમાં નવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લેવાનું પસંદ કર્યું અને અમર અકબર એન્થનીજેવી સુપરહિટ ફિલ્મ મળી. અમિતાભ બચ્ચનને શીખવાનું હતું અને એ બરાબર શીખ્યા. જેમ કે શૂટિંગ માટે સેટ પર સમયસર હાજર રહેવું (પ્રાણ એ દિવસોમાં કહેતા કે સવારે આઠ વાગ્યે અમિતાભ એટલો નિયમિત રીતે મારા ઘર પાસેથી સ્ટુડિયો જવા નીકળતો હોય છે કે હું મારી ઘડિયાળનો ટાઇમ મેળવી શકું).

સમય પાલન માટે આગ્રહ રાખતા પ્રોડ્યુસર્સ માટેની રાજેશ ખન્નાની એક ફેમસ લાઇન હતી અને એ ડાયલોગ જ કદાચ તેમની ઘટતી ગયેલી વ્ય્સ્તતાના મૂળમાં હતો. એ કહેતા કે ‘હું કલાકાર છું.... ક્લાર્ક નથી!’ પરિણામ એ આવ્યું કે મોટા મોટા દિગ્દર્શકોએ રાજેશ ખન્નાને છોડીને અમિતાભ બચ્ચનને લેવા માંડ્યા તા. પછી એ દાગવાળા યશ ચોપરા (દીવાર’, ‘ત્રિશૂલ’, ‘કભી કભી’) હોય કે રોટીવાળા મનમોહન દેસાઈ (અમર અકબર એન્થોની’, ‘પરવરિશ’)માં ક્લાર્ક જેવા નિયમિત અમિતાભને લીધા અને જે થયું તે ઇતિહાસ છે. રાજેશ ખન્નાએ 1976માં જંગબાઝ’, ‘જિની ઔર જોની’, ‘મહાચોરઅને 1977માં ટિન્કુ’, ‘ચલતા પુર્જા,’ ‘કર્મઅને છૈલાબાબુજેવાં નિષ્ફળ ચિત્રો આપ્યાં. 1978માં પ્રેમબંધનઅને ભોલાભાલાબે જ ફિલ્મો આવી. તો 1979માં ચક્રવ્યૂહ’, ‘જનતા હવાલદારતથા અમરદીપએમ આંગળીના વેઢે ગણાય એટલી જ ફિલ્મો આવી. 1980માં રેડ રોઝઅને થોડી સી બેવફાઈએ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ.

હવે રાજેશ ન્ના પેલો પારસમણિ નહોતો રહ્યા, જેના સ્પર્શથી ફિલ્મો હિટ થતી. એટલે જ્યારે 1983માં અવતારસફળ થઈ ત્યારે વળી સુપરસ્ટાર જીવંત થયાની ચર્ચા શરૂ થઈ હતી. રંતુ, જૂના દિવસો પાછા ન આવ્યા તે ન જ આવ્યા. પત્ની ડિમ્પલ સાથેનો અણબનાવ, દીકરીઓ ટ્વિન્કલ અને રિન્કુને લઈને ડિમ્પલે કરેલો ગૃહત્યાગ વગેરે કારણે મિડિયામાં રાજેશ ખન્નાની અંગત ઇમેજનું પણ સતત ધોવાણ થતું રહ્યું મિત્રો ભાગવા માંડ્યા, બલકે તેના જીવનમાં તે સમયે આવેલી ગર્લફ્રેન્ડ ટીના મુનીમે રાજેશની આસપાસ સતત રહેતા દોસ્તારોની ભીડને વિદાય કરી દીધી.  પણ બધું ‘જબ ચુડિયા ચુગ ગઇ ખેત’ જેવું હતું. ગાડી તો ક્યારનીય ઉપડી ચૂકી હતી!

હવે તો  હૃષીકેશ મુખરજી જેવા સાલસ સર્જક પણ અકળાઇ ઉઠ્યા. તેમણે જ રાજેશ ખન્નાને લઇને આનંદ’, ‘નમકહરામઅને બાવર્ચીજેવી ફિલ્મો કરી હતી. તેમની ફિલ્મ નૌકરીદરમિયાન સેટ પર સતત મોડા આવતા રાજેશ ખન્નાથી હ્ર્ષિદા એટલા બધા હેરાન થયા કે એક દિવસ તેમણે ખન્નાને પૂછ્યું, “તેં સૂરજને ગતો છેલ્લે ક્યારે જોયો હતોઆજનું શૂટિંગ કેન્સલ, આવતી કાલે સૂર્યોદયનાં દર્શન કર અને પછી આવ!”  સૂર્યોદય જોવાની સલાહ હૃષીદાએ જ્યારે આપી, ત્યારે ખન્નાનો સૂરજ અસ્તાચળ તરફ જવોરૂ થઈ ચૂક્યો હતો.
સમય કેવો બદલાઈ ચૂક્યો હતો? ‘આનંદની વાર્તા સાંભળ્યા પછી એ ફિલ્મ માટે પોતાને સમય ફાળવવા સદા આતુર રાજેશ ખન્નાથી હૃષીદા ભાગતા હતા. રાજેશને જુએ અને તેઓ કહેતા, “ભાગો કાકા આ રહા હૈ, અભી ડેટ દે દેગા”  આજે તેઓ જ સૂર્યોદય જોવાની સલાહ આપતા હતા. સ્કૂલમાં સાઇકલ અને કોલેજમાં સ્કૂટરની સગવડની જેમ ફિલ્મઇન્ડસ્ટ્રીમા રાજેશ ખન્નાનું આગમન ઇમ્પાલા કાર સાથે થયું હોવાથી તેનામાં ગુરૂર સ્વભાવિક જ હતો (પહેલી ફિલ્મ રાઝના પ્રીમિયરમાં પિતા પાસે હકપૂર્વક ગાડી માગી અને મળી ઇમ્પાલા કાર). શબાના કાયમ કહેતાં કે રાજેશ ખન્નામાં ઘમંડ દેખાડા માટેનો ભો કરેલો નહતો. એ  સ્વાભાવિક હતો.

પણ એવા ઘમંડ સફળતા ચાલે ત્યાં સુધી સહન થાય. જ્યાં ફિલ્મો નિષ્ફળ જવા માંડી ત્યાં એ જ એરોગન્સ મશીનગન બનીને સામે આવી. 1975માં આવી સલીમ જાવેદની દીવાર’, એ પહેલાં ઝંઝીરઅને પછીની શોલેના પગલે અમિતાભ બચ્ચનનો નવા સુપરસ્ટાર તરીકે જન્મ કરવામાં એ લેખકબેલડી સફળ રહી. રાજેશ ખન્ના પાસેથી અમિતાભ બચ્ચનને સુપરસ્ટારપદ મળ્યા પછી તેમણે શું ન કરવું એ બચ્ચન (અને ભવિષ્યના તમામ સ્ટાર્સ પણ) કદાચ વધારે શીખ્યા! એ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શિસ્ત માટે રાજેશ ખન્નાનો કરિઅર ગ્રાફ જવાબદાર કહી શકાય.

ફિલ્મો ઉપરાંત રાજકારણમાં પણ એ ગયા. લાલ કૃષ્ણ અડવાની સામે ચૂંટણી લડ્યા
, જેમા નજીવા મતોથી તેમની હાર થઈ. રાજેશ ખન્નાનો ગર્વ જોકે એ પરાજયથી પણ ઓછો નહોતો થયો. એ શિકસ્તમાંથી પણ તેમણે પોતાના ગૌરવનો મુદ્દો શોધી કાઢ્યો. હાર્યા પછી એક ઇન્ટર્વ્યુમાં કહ્યું, ચૂંટણી પરિણામના સમાચારનું હેડિંગ અડવાનીની જીત એમ નહિ, પણ રાજેશ ખન્નાનો પરાજય એમ હતું. પછી દિલ્હીથી જ કાકા પાર્લમેન્ટમાં ગયા એ રાજકારણની જાણીતી ઘટનાઓ કહી શકાય. ફિલ્મોના સુપરસ્ટાર ટીવીમાં આવ્યા અને ત્યાં પણ કમનસીબી કેવી કે સરખામણી અમિતાભની જ સફળતા સાથે થઇ! ટેલીવિઝન પર પણ કૌન બનેગા કરોડપતિજેવો કોઈ ચમત્કાર ન થયો.

ભલે આજે ખન્ના નથી રહ્યા, પણ આપણે માટે તો  કેટલાં બધાં  પાત્રોની યાદોનો સહારો મૂકીને એ ગયા  છે! બહારો કે સપનેમાં બેરોજગાર યુવાનની ભૂમિકામાં ચહેરા પર નિરાશા વ્યક્ત કરતા નવોદિત રાજેશ ખન્ના, ‘પ્રેમનગરમાં ધનિક શરાબી તરીકે પણ એટલા જ શોભી તા. ‘કટી પતંગમાં વિધવા સ્ત્રીના પ્રેમમાં પડતો યુવાન, ‘અવતારમાં અહેસાનફરામોશ સંતાનો સામે ઝનૂનથી જંગે ચઢતા પ્રૌઢ, ‘દાગમાં બે સ્ત્રીઓ વચ્ચે પ્રણયના ત્રિકોણના ત્રીજા ખૂણા મા પ્રેમી, ‘નમકહરામમાં મિત્ર મિલમાલિક સામે લડત કરતા યુનિયન લીડર, ‘ઇત્તફાકમાં ખૂનના રહસ્યના જાળામાં ગૂંચવાયેલો યુવાન, રાજેશ ખન્નાએ આવા જુદા જુદા અનેક રોલમાં સિનેમાના રૂપેરી પડદે માનવીય સંવેદનાઓની અભિવ્યક્તિ સુપેરે અને સતત કરી બતાવી હતી. એ તમામ થકી તે સદાય આપણા સ્મૃતિ પટમાં બિરાજમાન રહેશે જ. ‘આનંદ’ ફિલ્મના અંતે ગુલઝારે લખેલા શબ્દો યાદ કરીને આપણે પણ કહીએ કે “આનંદ મરા નહીં.... આનંદ મરતે નહીં!”   

4 comments:

  1. વન્સ ગેઇન મસ્ત મઝાની સફર ...
    રાજેશ ખન્નાનાં બહુ બધાં ચમચાઓ હતાં (રૂપેશ કુમાર, સુજીત કુમાર ??? ) એવું પણ સાંભળ્યું છે. એ પણ કદાચ એની પડતીમાં કારણભૂત હશે, કારણ કે કાકાને ખરાબ સમયમાં સાચું કહેનાર કદાચ રુશિદા જેવું બીજું કોઈ નહિ મળ્યું...

    ReplyDelete
  2. સલીલભાઈ બહુ સરસ માહિતી જાણવા મળી રાજેશ ખન્ના વિષે. પણ એક વાત તરફ હું ધ્યાન દોરવા ઈચ્છું છું. લગભગ બધી ન્યુઝ ચેનલમાં કહેવાયું છે કે રાજેશ ખન્નાના ગાંધીનગરથી એલ. કે. અડવાણી સામે હાર્યા. પણ હકીકત એ નથી. ૧૯૯૬માં એલ. કે. અડવાણી સામે બાબરી ધ્વંસનો કેસ ચાલતો હોવાથી એમણે નૈતિક ધોરણે ચુંટણી નહિ લડવાનો નિર્ણય લીધો હતો અને એમના સ્થાને વાજપેયી લખનઉં ની સાથે સાથે ગાંધીનગરથી પણ ઉભા રહ્યા અને બંને જગ્યા એ જીત્યા. ગાંધીનગરમાં કોંગ્રેસ તરફથી પોપટલાલ પટેલ ઉભા હતા. બંને સીટ જીત્યા પછી એમણે ગાંધીનગર થી રાજીનામું આપ્યું અને ગાંધીનગરમાં એ જ વર્ષે બાય-ઇલેકશન યોજાયું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સ્વ. હરિશ્ચંદ્ર પટેલના પુત્ર વિજય પટેલ બી.જે.પી. તરફથી અને કોંગ્રેસ તરફથી રાજેશ ખન્ના ઉભા હતા. અને થોડા મતથી નહિ પણ લગભગ ૬૧૦૦૦ મતોથી હાર્યા.ત્યારે બી.જે.પી. તરફથી કહેવાતું હતું કે એક અદના આદમીએ રાજેશ ખન્ના જેવી હસ્તીને હરાવી.
    You may check Election result link on election commission website : http://eci.nic.in/eci_main/ByeElection/ByeNov1996/LS_GJ_11.htm

    ReplyDelete
  3. detailed yet interesting tribute.

    ReplyDelete