Tuesday, July 24, 2012

રાજેશ ખન્નાનો રેકોર્ડેડ સંદેશો...


બાતેં કરો મુઝ સે...!

રાજેશ ખન્નાની પ્રાર્થનાસભામાં ‘આનંદ’ની માફક તેમના પોતાના અવાજમાં રેકોર્ડ કરેલો સંદેશો સંભળાવવામાં આવ્યો હતો. 

 
અહીં છેલ્લે એ ઓડિયો રેકોર્ડીંગ એક દસ્તાવેજ તરીકે મૂક્યું છે.

તેમાંનો અવાજ સાંભળતાં એ સ્પષ્ટ લાગે છે કે આ રેકોર્ડીંગ તેમના અંતિમ દિવસોનું નથી. કેમ કે છેલ્લા દિવસોમાં ‘કાકા’નો અવાજ અત્યંત નબળો પડી ગયો હતો. શક્ય છે કે આ અગાઉના કોઇ ફંકશનનું પણ રેકોર્ડીંગ હોય અથવા પોતાની બિમારીની ગંભીરતા જાણ્યા પછી તેમણે જાતે આવી ‘આનંદ’ પ્રકારની વિદાય લેવાનું નક્કી કર્યું હોય.

જે હોય તે, પણ તેમાંથી તેમની એક્ટર બનવાની પ્રક્રિયાનું બયાન સાંભળવા મળે છે.

યુનાઇટેડ પ્રોડ્યુસર્સ સમક્ષ તેમણે “હાં, મૈં કલાકાર હૂં..”નો જે લાંબો સંવાદ ભજવી બતાવ્યો હતો અને જેને કારણે તે એ ટેલેન્ટ કોન્ટેસ્ટના વિજેતા  થયા એ પણ રસપ્રદ છે.

આ બ્લોગને લાગે વળગે છે ત્યાં સુધી તેમણે પહેલા નાટકમાં મળેલા એક માત્ર સંવાદ “ હુઝૂર સાહબ ઘર પે નહીં હૈ” ને બોલવામાં પણ ઉલટ સુલટ કરીને જે લોસ્મોચો માર્યાની ઘટનાનો ઉલ્લેખ ‘અગર તુમ ન હોતે’ શિર્ષક હેઠળના ૧૯જુલાઇના રોજ મૂકેલા લેખમાં કર્યો છે, તે ઘટના પણ રેકોર્ડીંગમાં સંભળાય છે. તેમાં આપણે ક્વોટ કરેલા વાક્યને બદલે શબ્દો અલગ  છે. પરંતુ, રાજેશ ખન્નાનું કહેવાનું તો એ જ છે કે બોલતી વખતે તેમનાથી શબ્દો ઉલટ સુલટ થઇ ગયા હતા.

તેથી આજે જ્યારે એ જ ઘટના ખુદ ‘કાકાજી’ના અવાજમાં ઉપલબ્ધ છે, ત્યારે “ખબરદાર નંબરદાર...”વાળું તેમનું જ વાક્ય  ઓથેન્ટિક ગણાય. તેથી એ મૂળ લેખમાં પણ જરૂરી સુધારો કરી દીધો છે.

આ ઓડિયો જ્યારે પણ અને જે સંજોગોમાં પણ ધ્વનિમુદ્રિત થયો હશે, રાજેશ ખન્નાએ તેમના ચાહકોનો આભાર માનીને મનનો ભાર હળવો કરેલો સ્પષ્ટ સાંભળી શકાય છે....  નીચેના ફોટા ઉપર ક્લીક કરીને ખાત્રી કરવા જેવી છે!





તા.ક.

ફેસબુક ઉપર મેસેજ લખીને મિત્ર અભિજીત વ્યાસે નીચે મુજબની માહિતી
નાટ્યલેખક પ્રવીણ સોલંકીના હવાલાથી ‘મુંબઈ સમાચાર’માં પ્રસિધ્ધ થયાનું જણાવ્યું છે.
તેનાથી આ ઓડિયો મૂકતી વખતે જે શક્યતા કહી છે (
તેમાંનો અવાજ સાંભળતાં એ સ્પષ્ટ લાગે છે કે આ રેકોર્ડીંગ તેમના અંતિમ દિવસોનું નથી. કેમ કે છેલ્લા દિવસોમાં ‘કાકા’નો અવાજ અત્યંત નબળો પડી ગયો હતો...)
હવે જ્યારે એ બહાર આવી રહ્યું છે કે તે રેકોર્ડીંગ ૨૦૦૫માં એક ગુજરાતી કવિતા સંગ્રહના વિમોચન પ્રસંગે ‘કાકા’એ કરેલા ભાષણનું છે, ત્યારે એ પણ અહીં ‘તા.ક.’માં મૂકવું જરૂરી છે.

7 comments:

  1. You have written in previous article that Dhol sajna dhol jani from Maryad 9Sung By Rafi) was picturised on Rajesh Khanna . Actually Rafi had given voice to Rajkumar for that song.

    ReplyDelete
  2. Thanks. But it was corrected on the same day.

    ReplyDelete
  3. Enjoyed the Rajesh khanna's heptonise's voice. thanks for sharing.

    ReplyDelete
  4. Thanks for bringing this for us.

    ReplyDelete
  5. સાહેબ, તમારી ધારણા સાચી છે, રાજેશ ખન્નાનો આ સંદેશ ૨૦૦૫ નો છે... શ્રી પ્રવીણ સોલંકી ઍ આજતક ચેનલ ઉપર કહ્યું કે આ સંદેશો ૨૦૦૫ માં શ્રી અમૃત પટેલ ના પુસ્તક વિતરણ વખત નો છે... તેમાં અબ્બાસ-મસ્તાન હાજર હતા અને અબ્બાસભાઈ રાજેશ ખન્નાના મૃત્યુ બાદ કુલ પાંત્રીસેક મિનિટ ની ક્લિપ લઈ ગયેલા.. જેમાંથી આઠેક મિનિટની ક્લિપ રાજેશ ખન્નાના છેલ્લા સંદેશ તરીકે પત્રકારોને સંભળાવવામાં આવેલી....

    ReplyDelete