Sunday, July 22, 2012

‘વેલેન્ટાઇન ડે-૨૦૧૧’


 આજે થોડાક ફોટા શેર કરવા છે એ દર્શાવવા કે જાહેર તંત્રોમાં પણ પ્રજાની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવનારા અધિકારીઓ હોય જ છે. જરૂર હોય છે તો તેમનું ધ્યાન ખેંચવાની. જેમ કે ૨૦૧૧ની ૧૪મી ફેબ્રુઆરીએ હું વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં હતો.







બસ સ્ટેન્ડમાં જે ગંદકી હતી તે જોઇને ચિતરી અને ચીઢ બેઉ ચઢ્યાં. વડોદરાને હું મારું ‘પિયર’ કહેતો આવ્યો છું. ત્યાંની તમામ બાબતોને વખાણવાની અજાણતાં પણ એક આદત પડેલી છે. But this was totally unacceptable. આ એક ‘એન આર આઇ’ થયા પછીની નવી નવાઇની ચીઢ નહતી.  જ્યાંથી મુસાફરોને બસમાં ચઢવાનું હતું ત્યાં જ આ ગંદકી!


અને એ ઓછું હોય એમ ચણાની દાળનો ટોપલો પણ તેની બાજુમાં હતો.બસમાં બેઠેલા સૌને માટે પણ એ ટોપલામાંથી ખરીદવા સિવાય છુટકો પણ નહતો. 

 


‘વેલેન્ટાઇન ડે’ હોઇ બાંકડાઓ ઉપર ગુલાબ ફુલ લઇને બેઠેલાં જુવાનિયાં આરામથી વાતો કરતાં હતા.  કોઇને આ ગંદકી જાણે કોઇ રીતે અસર જ નહતી કરતી.


મેં મારા નોકિયા ૭૨’માં ફોટા પાડ્યા અને ડેપોમાં ઇન્ક્વાયરીની બારી પાસે ઉભેલા અધિકારી જેવા લાગતા એક વ્યક્તિને ફરિયાદના સૂરમાં કહ્યું કે  ‘ત્યાં કેટલું ગંદું છે! કોઇ સફાઇ નથી થતી કે શું?’ તરત જ એ જાતે આવ્યા સ્થળ પર.

અગાઉનો પણ અનુભવ એવો છે કે તમે સાર્વજનિક હિતની ફરિયાદ ગંભીર રીતે કરો તો તરત નહીં તો લાંબાગાળે પણ મોટેભાગે પગલાં તો લેવાતાં જ હોય છે. 
 
જોઇને મને કહે “સાહેબ, બે કલાક પહેલાં મેં જ ઉભા રહીને અહીં ચોખ્ખું કરાવ્યું હતું. આ પેસેન્જર લોકોને તો શું કહેવું?”
તરત સફાઇ કામદારને બોલાવ્યા અને સફાઇ કરાવી. મોટો આનંદ એ વાતનો હતો કે સેલફોનમાંથી મારે ફોટા બતાવવા નહતા પડ્યા.



સફાઇ કામ શરૂ થતાં મેં તેની તસ્વીરો લીધી.મનમાં એ અધિકારીની પેલી હતાશા ગૂંજતી હતી.... ‘આ પેસેન્જર લોકોને તો શું કહેવું?’

ખરેખર જ ‘ ઓહ, શું કહેવુ?!’
સરખામણીએ ૨૦૧૨માં  રાજકોટ ખાતે Mass Communications ના વિદ્યાર્થીઓ  તેમજ  ઋચિર પંડ્યા,  સમીર જગોત, મુકુલ જાની  તથા ‘અકિલા’માં  કિરીટભાઇ ગણાત્રા વગેરે  સૌને  તથા ગોંડલમાં જય વસાવડાને મળીને પરત ફરતાં રસ્તામાં એક સ્થળે ખાનગી લક્ઝરી બસોને થોભવાનું એક  વિશાળ સ્ટેન્ડ જોયું . ત્યારે તેની સ્વચ્છતા તથા  સુંદર વ્યવસ્થા જોઇને એટલા જ રાજી થવાયું હતું.

ત્યારે પણ  એ જ  વિચાર આવ્યો હતો. ફરક માત્ર ભાષાનો હતો. આ વખતે હિન્દીમાં બોલી  ઉઠાયું હતું, “ વાહ, ક્યા કહને!!”






3 comments:

  1. Today only visited rest room at one of the club house at some town house complex and after looking at dirty restrooms ,thought came to my mind that why cant we keep pubic places and toilets clean if we are being so careful using our own bathrooms at home? how it is different and how much extra care it takes?

    ReplyDelete
  2. attitude by people at both the places is different. At private place people ask 'where is the dustbin..?" & at govt. place...!!??

    ReplyDelete
  3. આં એક યોગનું યોગ છે કે હુ સૌ પ્રથમ વાર અપનો બ્લોગ જોઈ રહ્યો છું અને એક આવો જ અનુભવ મને પણ આજે જ થયો છે ! છેલા ત્રણ દિવસ થી સહયોગ-ગોરવા વિસ્તાર ના મુખ્ય માર્ગ પર સવારમાં જ મને ૫ ગધેડા , ૧૦ ગાયો, ૬-૭ કુતરા રસ્તાની વચ્ચોવચ ઉભેલા જોવા મળતા હતા.સવારે સ્કુલે જતા બાળકો , સ્કુલ બસો , રીક્ષા વાળાઓ ને પારાવાર મુશ્કેલી પડે છે પણ કોણ કહે? કોને ફરિયાદ કરવી? આજે જ મેં ફોટા પડ્યા છે અને પ્રેસ માં આપવા જઈશ .જોઈએ હવે શું થાય છે.સાહેબ , અમે તો ત્રાસી ગયા છે . ગયા અઠવાડિયે એક ગાય ના લીધે એક નિવૃત પ્રોફેસર નું મૃત્યુ થયું. તમારું પિયર અને અમારું તો શહેર ! પણ લાચાર છીએ ! અહી રૈયત કલ્ચર જ ચાલે છે!

    ReplyDelete