Saturday, July 28, 2012

“ફિર સે કહો, કહતે રહો... અચ્છા લગતા હૈ!”

 
ત્યાં પરદેશમાં તમને ગમે છે?’છેલ્લાં ચાર વરસમાં જ્યારે પણ ભારતની વાર્ષિક મુલાકાત લી્ધી, ત્યારે એક  ‘મોસ્ટ આઇએમપીસવાલ પૂછાય . મારો કાયમી જવાબ એક હોય છે, “શાથી ના ગમે? જે ઇન્ડીયામાં હોય છે બધું અહીં હોય છેરીંગણ - બટાકા તો ઠીક, લીલી  ડુંગળી અને સુક્કી કચોરી સહિતનું બધું મળે છે. ખમણ ઢોકળાંથી લઇને ઇડલી ઢોંસા જેવા નાસ્તા મળે. ત્યાંની જેમ જ અહીં પણ રૂપિયાના ત્રણ અડધા શોધનારા લોકો પણ મળે! સાહિત્યની ચર્ચા અને ભારતથી આવતા કલાકારો તથા સાહિત્યકારો સાથે મુલાકાત થાય. બોલીવુડની ફિલ્મો અને તેનાં ગાયનોના પ્રોગ્રામ થાય. પછી અજાણ્યું ક્યાં લાગવાનું?” 
મિત્ર પ્રમેશની રફી કી યાદ...!

આજે જ રાત્રે રફી સાહેબને શ્રધ્ધાંજલિ આપતો કાર્યક્રમ ‘રફી કે બાદ રફી કી યાદ’ પંડિત જસરાજજીના શિષ્ય એવા મિત્ર પ્રમેશ નાન્દી કરવના છે. તેના આગલા શનિવારે -૧૪મીએ- મિહીરભાઇ ભટ્ટની આગેવાની હેઠળના ‘મેલડી મેકર્સ’ દ્વારા ‘બોલીવુડ નાઇટ’ કરીને ટોરન્ટોના સ્થાનિક કલાકારોને એક સ્ટેજ પર લાવીને અહીંના રાધાકૃષ્ણ મંદિર માટે ૫૦૦૦ ડોલર્સનું ફંડ ઉભું કરવાનો સરસ કાર્યક્રમ થયો જ હતોને? અજાણ્યું ક્યાં લાગવાનું?

હા, અજાણ્યું એક લેખક તરીકે લાગે. અહીં એક અજાણ્યા દેશમાં જ્યાં ૧૦૦ ઉપરાંત ભાષાઓ બોલાતી હોય એવા શહેરમાં રહેવાનું હોય, ત્યાં તમે એક નવાસવા ઇમીગ્રન્ટ વ્યક્તિ જ હોવાના. ગુજરાતનાં અખબારોમાં સતત ૩૦ વરસ લોકપ્રિય કોલમ લખનાર સિનીયર કોલમિસ્ટ ‘સલિલ દલાલ’ તરીકે ખાસ કોઇ ઓળખે નહીં! (પછી મન એ રીતે મનાવવાનું કે એમ જુઓ તો ભારતમાં હતા ત્યારે ય વરસો સુધી ક્યાં જાતને એ રીતે જાહેર થવા દીધી હતી? ત્યાં પણ ‘એચ બી.’ કે ‘ઠક્કર સાહેબ’થી જ લોકો વધારે ઓળખતા હતાને?) પણ ૭મી જુલાઇએ ‘અમિતાભ સ્પેશ્યલ’ નામના તેમના પ્રોગ્રામમાં સ્થાનિક કલાકાર નીલેશ લેઉઆએ  ‘સલિલ’પણાનો એહસાસ જાહેરમાં કરાવ્યો!


નીલેશે એ કાર્યક્રમમાં મંચ ઉપરથી ‘સલિલ દલાલ’ અને ‘હસમુખ ઠક્કર’ બન્નેનો પરિચય આપી બાકાયદા સ્ટેજ ઉપર બોલાવી સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કર્યું! એટલું જ નહીં તે પ્રોગ્રામના સ્પોન્સર્સને મેમેન્ટો પણ સલિલભાઇના હસ્તે અપાવીને વિશેષ લાગણી દર્શાવી. નીલેશ અને તેનાં પત્ની અર્થાત પ્રોગ્રામનાં કુશળ સંચાલિકા એવાં અમી, બન્નેએ જે ભાવથી આખા પ્રસંગની રજૂઆત કરી એ સાંભળીને “ફિર સે કહો, કહતે રહો... અચ્છા લગતા હૈ!” એમ કહેવાનું મન થતું હતું!
નીલેશ અને અમી સાથે Yours truly


તે આનંદમાં ‘સોને પે સુહાગા’ જેવો ઉમેરો થતો હોય એમ હવે આ સપ્તાહે અહીંના ‘ગુજરાત એબ્રોડ’ સાપ્તાહિકે રાજેશ ખન્નાના નિધન સાથે મહંમદ રફીની પૂણ્યતિથિને જોડતા મારા લેખને પ્રસિધ્ધ કર્યો. તેથી કેનેડાના ગુજરાતી વાચકો સાથે ફરીથી એકવાર જોડાવાનું પણ શક્ય બન્યું છે. આમ તો ‘હિન્દી ટાઇમ્સ’માં છેલ્લાં ત્રણ વરસથી નિયમિત ‘સલિલ કી મેહફિલ’ કોલમ ચાલતી હોવાથી હિન્દી વાંચી શકનારા મિત્રો માટે નામ અજાણ્યું નહતું. પરંતુ, માતૃભાષા ગુજરાતીની તો વાત જ નિરાળી હોયને?

તેમાંય વળી  ‘ગુજરાત એબ્રોડ’ છેલ્લાં ૧૧ વરસથી પ્રસિધ્ધ થતું અખબાર અને તેના તંત્રી વિપુલ જાની પત્રકારત્વને સક્રીય સામાજિક કાર્યો સાથે જોડનારા વિરલ વ્યક્તિ છે. પરદેશમાં બેસીને એ ગુજરાતની ચિંતા કરનારા અને તે માટે ‘પરિવર્તન’ નામની સંસ્થા પણ ચલાવે છે. એ સંસ્થાના ઉદ્દેશ્યો પૈકીની એક પીડા અમારી કોમન છે. તે એ કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ટ્રાફિક શિસ્તબધ્ધ રીતે કેમ ના ચાલે? તેમની ‘પરિવર્તન’ દ્વારા એક વરસે તેમણે આણંદમા પછી એક સાલ અમદાવાદમાં એક ટ્રાફિક નિયમન માટે સ્થાનિક તંત્ર સાથે મળીને પ્રયાસ કર્યા હતા, તે યાદ છે. તે ઉપરાંત ‘પરિવર્તન’ ગુજરાતમાં આર્થિક રીતે નહીં પહોંચી શકતા પરિવારોને અને તેમનાં બાળકોને મદદરૂપ થવાની કામગીરી અહીંના દાન વડે કરે છે.

વિપુલ જાની
 ‘ગુજરાત એબ્રોડ’ કેનેડાનું  છાપું અને તે ૨૦૧૨માં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ મૂળ સ્વરૂપે હપ્તાવાર પ્રસિધ્ધ કરે એ સાહિત્યની કેટલી મોટી ઘટના કહેવાય! (સેલ્યુટ.... દિલ સે!) એક તંત્રી તરીકેની વિપુલભાઇની એ સામાજિક નિસબતનો એ પુરાવો છે.  ‘ગુજરાત એબ્રોડ’માં અગાઉ મારી ‘કુમાર સિરીઝ’ના કિશોર કુમાર તથા સંજીવકુમારની જીવનકથાઓ મહિનાઓ સુધી હપ્તાવાર વિપુલભાઇએ પ્રસિધ્ધ કરી હતી અને તેથી તેમના વાચકો સાથેનો નાતો રાજેશ ખન્ના અને રફી વિશેના આ લેખથી પુનઃ તાજો થયો.  આગે આગે દેખિયે હોતા હૈ ક્યા?!



















5 comments:

  1. હમકો ભી અચ્છા લગતા હૈ

    ReplyDelete
  2. Well said Salilbhai...

    ReplyDelete
  3. My one of the wish among many wishes is to call you here in USA soon and have an exclusive event called " Filam ni Chilam"...I am sure that day will come soon...:)

    And you are so right that,sometimes the quality of the programmes are far better then india here and its just you have to keep your eyes open and look for like minded people...baaki toh shun kaam na game? Ha ,India ane USA ke Canada ni comparison nahi karya karvani.... Saunu potiku sukh ane dukh hoy che....:)

    ReplyDelete
  4. Hello Salil Bhai, Thank you so much for accepting my invitation and attending "Amitabh Bachchan Special". Much appreciated...

    ReplyDelete